Last Update : 21-March-2012, Wednesday
 

બજેટ અને કાળાં નાણાં

વિદેશમાં ખડકાયેલાં કાળાં નાણાંનો મુદ્દો વર્ષ ૨૦૧૧માં જે રીતે છવાયેલો રહ્યો, એ જોતાં આ વર્ષના કેન્દ્રીય અંદાજપત્રમાં એક યા બીજી રીતે તેનો પડઘો પડવાનું અપેક્ષિત હતું. થોડાં વર્ષોથી છૂટીછવાયી હિલચાલો કરતા બાબા રામદેવ અને ભાજપી નેતા લાલકૃષ્ણ અડવાણીથી ક્યાંય આગળ વધીને અન્ના હજારેએ અરવંિદ કેજરીવાલના પીઠબળ સાથે - કે પછી કેજરીવાલે અન્નાના પેટબળ સાથે- ભ્રષ્ટાચારનો મુદ્દો ઉપાડ્યો, જેમાં કાળાં નાણાંનો મુદ્દો આડકતરી રીતે સમાયેલો હતો. બે વાર થયેલા અન્ના આંદોલને દેશભરમાં એક પ્રકારનો જુવાળ ઉભો કર્યો. તેમાં ભ્રષ્ટાચારના વિરોધનો નિર્ધાર નહીં, પણ એક પછી એક બહાર આવેલાં મસમોટાં કૌભાંડ સામેનો આક્રોશ વધારે કારણભૂત હતો. વડાપ્રધાન તરીકે મનમોહનસંિઘ ગમે તેટલા ‘મિસ્ટર ક્લીન’ હોય, તો પણ તેમની સરકારની કૌભાંડો બદલ અને વડાપ્રધાનની એ કૌભાંડો ભણી આંખ આડા કાન કરવા માટે યોગ્ય રીતે જ ભારે બદનામી થઇ. ઉત્તર પ્રદેશની સહિત પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસને જે કંઇ માર પડ્યો, તેમાં પણ અન્ના પરિબળનો ફાળો હોવાનો અંદાજ છે. આ પરિસ્થિતિમાં સરકાર ભ્રષ્ટાચાર સામે અને કાળાં નાણાં સામે નક્કર પગલાં લે કે નહીં એ બીજી વાત છે, પણ એ દિશામાં પોતાનો ઇરાદો છે એટલું જાહેર કરવાનું જરૂરી બની ગયું.
વિદેશમાં ખડકાયેલાં નાણાંનો આંકડો સૌ સૌની મરજીની બાબત બની ગયો છે. છતાં ફેબુ્રઆરીમાં સરકારી તપાસ સંસ્થા સીબીઆઇના વડા એ.પી.સંિઘે કહ્યું હતું કે વિદેશોમાં ભારતનું આશરે ૫૦૦ અબજ ડોલર જેટલું કાળું નાણું સંઘરાયેલું પડ્યું છે. પ્રણવ મુખર્જીએ બજેટમાં આ સમસ્યાના ઉકેલ માટે કેટલાંક પગલાં જાહેર કર્યાં છે. સૌથી પહેલાં તો વિદેશમાં કોઇ પણ પ્રકારની સંપત્તિ ધરાવનારે ફરજિયાતપણે સરકારમાં તેની નોંધ કરાવવી પડશે. આવકવેરાનાં રીટર્નમાં પણ નવા ફેરફાર મુજબ સરકાર ઇચ્છશે તો જૂનાં ૧૬ વર્ષના રીટર્ન કઢાવી શકશે. એટલે કે એક વાર કે એક તંત્રમાં ચાલી ગયેલી ચોરી સોળ વર્ષ સુધી ગમે ત્યારે ખુલી શકશે.
કરદાતાને બેવડા આવકવેરા ન ભરવા પડે એ માટેના ૮૨ કરાર/ ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ અને કરવેરાની માહિતીની આપલે માટેના ૧૭ ટેક્સ ઇન્ફર્મેશન એક્સચેન્જ એગ્રીમેન્ટને પણ નાણાંમંત્રીએ આખરી સ્વરૂપ આપ્યું છે. રૂપિયાના હવાલાને લગતી રીતરસમો અને બેનામી લેવડદેવડની પદ્ધતિઓને લગતા ખરડામાં સુધારો આણીને તેમનો સકંજો વઘુ કડક બનાવવાની પણ વાત છે. રાજકીય દૃષ્ટિએ વિપક્ષોને થોડા ટાઢા પાડવા અને ‘અમે આ મુદ્દે કંઇક કર્યું’ એવું બતાવવા માટે નાણાંમંત્રીએ સંસદના વર્તમાન સત્રમાં વિદેશમાં ખડકાયેલાં કાળાં નાણાં અંગે શ્વેતપત્ર જારી કરવાની પણ જાહેરાત કરી છે.
વિદેશમાં ખડકાયેલાં કાળાં નાણાંનો મુદ્દો પહેલી નજરે એટલો આકર્ષક અને રાજકીય દૃષ્ટિએ લલચાવનારો લાગે કે સત્તાપક્ષ અને વિપક્ષ સૌ એને પોતપોતાની રીતે દોહી લેવા ઇચ્છે છે. ચૂંટણીટાણે વિદેશની- ખાસ કરીને સ્વિસ- બેન્કોમાં રહેલાં કાળાં નાણાંની રકમોનો આંકડો આપીને, એટલી રકમથી દેશનું કેટલું કલ્યાણ થઇ શકે, એવાં ટાઢાં પહોરનાં રંગીન સ્વપ્નાં દેશની પ્રજાને બતાવવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા તેનાથી ઘણી જુદી અને કઠણ છે.
કાળાં નાણાં જમા કરતી વિદેશની બેન્કોમાંથી ઘણી બેન્કો માટે જ નહીં, એ રાષ્ટ્રો માટે પણ આ સ્ત્રોત રાષ્ટ્રિય આવકનો નોંધપાત્ર હિસ્સો છે. સ્વિત્ઝર્લેન્ડ જેવા સમૃદ્ધ દેશોમાં બેન્કનાં ખાનગી ખાતાંમાં રહેલી રકમની માહિતી કઢાવતાં અમેરિકા જેવા દેશોને પણ નવ નેજાં આવે છે. એ ઘ્યાનમાં રાખતાં, ગમે તેટલા માહિતીના આદાનપ્રદાનના કરારો પછી ખરેખર તેમાં કેટલી સફળતા મળશે એ સવાલ ઊભો રહે છે. ધારો કે માહિતી મળે તો પણ એ દિશામાં કામ કરવાની સરકારોની દાનત એ બીજો ગંભીર પ્રશ્ન છે. વિદેશોમાં ખડકાયેલાં કાળાં નાણાંનું ગાજર લટકાવીને પ્રજાને હંકારવાને બદલે, દેશમાં ઉચ્ચ સત્તાસ્થાનોમાં ભ્રષ્ટાચાર ઓછો કરવાનું વધારે અસરકારક નીવડી શકે, પણ ગાજર લટકાવવા તત્પર નેતાઓ ઘંટ બાંધવા માટે તૈયાર હોતા નથી.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉદ્યોગપતિઓ મુખ્યપ્રધાનની બીપીએલ યાદીમાં આવે છે!
NRIએ ડાન્સરને દારૃ પીવડાવી બળાત્કાર ગુજાર્યો
સરકારે પાણીના ભાવે આપેલી મુંદરા સેઝ જમીનને અદાણીએ ગિરવે મૂકી ચાર્જ લખી આપ્યો
ધોળકા મદરેસાના ગુમ કિશોરને શાહપુર પોલીસ અજમેરથી લાવી
તુલસી એન્કાઉન્ટરમાં આઇપીએસ વિપુલ અગ્રવાલના જામીન ફગાવાયા
વિદેશમાં થતાં સોદાઓ આવકવેરા હેઠળ આવશે
ભેલ અને ઓઈલના એફપીઓ માટે સરકાર મે મહિના સુધી રાહ જોશે
ક્રેડિટ કાર્ડ્સ થકી થતા સોદામાં ઘટાડો ઃ ચાર માસની નીચી સપાટીએ
થર્ડ પાર્ટી મારફતે વિદેશી વેન્ચર ફંડ ભારતના બજારમાં રોકાણ કરી શકશે
એપલે રજૂ કર્યાના ત્રણ દિવસમાં ૩૦ લાખ નવા આઈપેડ્સ વેચ્યા
આઇપીએલની મેચના ઉદઘાટન પ્રસંગે પ્રિયંકાનું પરફોર્મન્સ
આ વર્ષના અંત સુધીમાં ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી છ ફિલ્મ શરૃ કરશે
ગાયિકા અનયા બ્રહ્માએ દિગ્દર્શક સમીર કર્ણિક પર સતામણી કરવાની ફરિયાદ નોંધાવી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
સોના પર કસ્ટમ ડયુટીમાં વધારા મુદ્દે ઝવેરીઓની હડતાળ બે દિવસ લંબાવાઈ
સોનાની જંગી આયાતની ચૂકવણીના બેલેન્સ પર અસરઃ પ્રણવ મુખર્જી
સજાતિય સંબંધો મુદ્દે સુપ્રીમે સરકારની આકરી ટીકા કરી
કાશ્મીરના ઉગ્રવાદ પીડીતોને મુખ્ય પ્રવાહમાં લાવવા સેનાના પ્રયાસ
ભારતનો નવજાત મૃત્યુદર પાડોશી દેશો કરતાં પણ ખરાબઃ ગુલામનબી આઝાદ
એશિયા કપમાં બાંગ્લાદેશે શ્રીલંકાને હરાવતા ભારત ટુર્નામેન્ટમાંથી બહાર
કોહલીની ૧૧ વન ડે સદીમાંથી ૧૦માં ભારતને વિજય મળ્યો છે
????-??????????? ?? ????? ??. ???? ?????? ????? ?????? ?????? ?????
ઓસ્ટ્રેલિયાનો લેજન્ડરી સ્વિમર થોર્પ ઓલિમ્પિકમાં ક્વોલિફાય ન થઇ શક્યો
બટને મારા ભાઈ જેવો માનતો હોઈ સ્પોટ ફિકસિંગમાં ફસાયો
મહેન્દ્રસિંહ ધોનીએ અક્ષય કુમારને પોતાનાં ગ્લોવ્ઝ ભેટમાં આપ્યાં
રણવીર સિંહની ઇજાને કારણે વિક્રમાદિત્ય મોટવાણેની ફિલ્મનું ભાવિ અદ્ધરતાલ
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved