Last Update : 21-March-2012, Wednesday
 
પ્રેમ પ્રકરણો, ખૂની પ્રકરણો, કૌભાંડ પ્રકરણો, ભ્રષ્ટાચાર પ્રકરણો, વગેરેમાં કોંગ્રેસને મહાત કરતો ભાજપ!
ભાજપના (સંઘના) એક નેતા ઉપર પાંચ યૌવનાઓ દિવાની!
પ્રેમ, પૈસા અને પોલિટીક્સની ખૂની દાસ્તાન
શહલા મસૂદ, જાહિદા પરવેજ, નીલોફર, ચાહિરા, સબા ફારૂખી અને ભાજપના ઘુ્રવ નારાયણ સંિહ
લવ, સેક્સ, મર્ડર એન્ડ મિસ્ટ્રીની સત્યકથા

રાજ્યે રાજ્યમાં અને શહેરે શહેરમાં ભાજપના અને સંઘના કાર્યકરોના પ્રેમપ્રકરણોથી માંડી લાંચ પ્રકરણો એવી રીતે ખુલવા લાગ્યા છે કે એક જમાનામાં આ બાબતમાં બદનામ થઇ ગયેલા કોંગ્રેસને જાણે ભાજપ અને સંઘ મહાત કરવા માંગતા ન હોય!... ભાજપ સંઘના ચુસ્ત શિસ્તબઘ્ધ સ્વયંસેવક યેદુરપ્પાથી મઘ્યપ્રદેશના ઉમા ભારતી, નાગપુરના સંજય જોષી, ઉત્તરાખંડના રમેશ પોખરીવાલ નિશંક વગેરે આ બાબતમાં દેશભરમાં નામીચા થઇ ગયેલા નામો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ વગેરે રાજ્યોમાં પણ એના નાનામોટા, લાંબાટૂંકા લીસોટા પડેલા છે.
સંઘે ભાજપને ગુજરાતને ભાજપનું સંઘનું ‘‘મોડેલ રાજ્ય’’ બનાવવાની અગાઉ સૂચના આપેલી પણ એ ગુજરાતના ભાજપના સંઘના નેતાઓના કારણે બનતું નહીં લાગતા સંઘે મઘ્યપ્રદેશનું સંઘનું આદર્શ રાજ્ય બનાવવાની સૂચના આપી પરંતુ મઘ્ય પ્રદેશમાં એક બાજુ ખનીજ ખોદકામની માફીયા સામ્રાજ્યના પ્રકરણો બહાર આવતા અને બીજી બાજુ સંઘના મુખપત્ર સાપ્તાહિકના સંઘે તંત્રી બનાવેલા અને પછી એમના કૌભાંડો છતા થઇ જતા જેમને દૂર કરેલા એ તરુણ વિજયનું પ્રેમ પ્રકરણ ભોપાળની શેહલા મસુદ સાથે જોડાતા ભાજપ ઉપર મઘ્ય પ્રદેશમાં કલંકના વાદળો ઘેરાયેલા એ મસુદા હત્યાકાંડના પ્રેમપ્રકરણમાં છેલ્લા ૩૦ દિવસમાં નવા નવા પાનાઓ ખુલવા લાગતા એ વાદળો ઘટાટોપ થવા લાગ્યા છે.
શેહલા મસુદની હત્યા ૨૦૧૧ના ઓગસ્ટમાં ભોપાળમાં એના ઘરની બહાર જ એ મોટરમાં બેસવા જતી હતી ત્યારે થએલી. (એ વખતે ‘‘નેટવર્ક’’માં વિગતવાર આવેલો.) એ પછી, રાજસ્થાનના કોંગ્રેસી પ્રધાન અને ભંવરી દેવીના પ્રકરણની જેમ શરૂઆતમાં આ શહલા મસુદનું હત્યા પ્રકરણ પણ પડદા પાછળ ધેકેલાઇ ગયેલું પરંતુ હમણાં મહિનાથી સીબીઆઇની હલચલના કારણે એ હત્યા- પ્રેમપ્રકરણ નવેસરથી ઉખડ્યું છે જેમાં સંઘના સ્વયંસેવક અને ભાજપના ધારાસભ્ય ઘુ્રવ નારાયણ સંિહનું નામ ચમકતા આખા પ્રકરણે નવો વળાંક લીધો છે.
ઘુ્રવ નારાયણ સંિહ એટલે વર્ષો અગાઉ મઘ્યપ્રદેશમાં કોંગ્રેસના મુખ્યપ્રધાન હતા એ ગોવંિદ નારાયણ સંિહના પુત્ર. ૧૯૬૦ના દસકામાં ભાજપના નેતા રાજમાતા વિજયરાજે સંિધિયાએ કોંગ્રેસ સાથે હાથ મિલાવીને યુનાઇટેડ લેજીસ્લેટર પાર્ટી બનાવીને એમને મુખ્યપ્રદાન બનાવેલા. એ પછી બિહારમાં તેઓ ગવર્નર તરીકે રહેલા.
ઘુ્રવ નારાયણ સંિહના દાદા અવધ પ્રતાપ સંિહ અગાઉ વિદર્ભ પ્રદેશ રાજ્ય હતું એમાં મુખ્યપ્રધાન હતા.
આ ઘુ્રવ નારાયણ રણજી ટ્રોફી મેચોના ક્રિકેટર પણ હતા અને ભોપાળ ક્રિકેટ એસોસીએશનના ચેરમેન છે. એમણે એમની રાજકીય કારકીર્દિ (એટલે ધંધો) ભોપાળ મ્યુનિસિપાલિટી કાઉન્સીલર તરીકે શરૂ કરેલી અને ૧૯૯૬માં રેવામાંથી ભાજપની લોકસભાની સીટ લડવાનું નક્કી હતું પણ એ થઇ શક્યું નહીં એટલે ૨૦૦૮માં એ ધારાસભ્ય બન્યા. ભોપાળમાં જ્યાં વઘુમાં વઘુ મુસ્લિમ મતદારો છે એ મઘ્ય ભોપાળમાંથી તેઓ ચૂંટાઇ આવ્યા છે.
ભાજપના લધુમતિ પંચના તેઓ વડા છે અને ભોપાળ શહેરી વિકાસ પરિષદના પણ તેઓ ચેરમેન છે. વઘુમાં તેઓ મઘ્યપ્રદેશ ટુરીઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના પણ ચેરમેન છે.
આપણા ઔડા, સુડા વગેરે શહેરી વિકાસ પરિષદના વડાઓ જેમ જમીનોનો ધંધો કરીને અબજો ખર્વો રૂપિયાના કૌભાંડો કરે છે એમ ઘુ્રવ નારાયણ સંિહે પણ ભોપાળ શહેરી વિકાસ પરિષદના ચેરમેન તરીકે જમીનોનો ધંધો મોટાપાયે કરેલો. એક તો, એનું યુવાન, આકર્ષક વ્યક્તિત્વ, બીજું પાસે અઢળક સંપત્તિ અને ત્રીજું રાજકીય સત્તા... આ કારણે મહત્ત્વાકાંક્ષી નવયુવતિઓ એની પાછળ પાછળ ફરતી રહે અને આળોટતી રહે જેમાં સેહલા, ઝાહિદા, નીલોફોર, ઝાહિરા, સવા ફારૂખી જેવીના નામો જાણીતા છે.
એક બાજુ એકલો ધારાસભ્ય અને બીજી બાજુ પાંચ પાંચ મહત્ત્વાકાંક્ષી યુવતિઓ.
એમાં સેહલા મસુદની હત્યાના સાત મહિના પછી સીબીઆઈએ સેહલાની હત્યાના સંદર્ભમાં ભોપાળના ધનાઢ્‌ય મુસ્લિમ કુટુંબની વહુ જાહીદા પરવેજની ધરપકડ અને એની પાસેની ડાયરીએ આ પ્રકરણને નવો જ વળાંક આપ્યો. આ કુટુંબના અસદ પરવેજે અમેરિકાના ટેક્સાસ શહેરમાંથી એસ બી એ કર્યું છે અને વર્ષો સુધી ગ્રીનકાર્ડ ધરાવનાર છે. ભારત પાછા આવીને એમણે પિતા યુસુફ અલી ઊર્ફે બાબુભાઇના ધંધામાં લાગી ગયેલા. એના બે પેટ્રોલ પમ્પો ઉપર જમીન મિલકતોનો તેઓ કારોબાર સંભાળતા હતા.
એ અસદના લગ્ન જબલપુરની રહીશ જાહિદા સાતે ૧૯૯૪માં થએલા. લગ્ન કરીને ભોપાળ આવ્યા પછી જાહીદાની ઈચ્છા ભોપાળ પોલિટેકનીક કોલેજમાં ઈન્ટીરીયર ડીઝાઈનીંગનો ડિપ્લોમા કરવાની થઇ. એ સસરા પક્ષે એની એ ઈચ્છા સ્વીકારી એટલે પોતાની અલગ અને સ્વતંત્ર ઓળખ ઊભી કરવા એણે ભોપાળના એમ પી નગરમાં એક ભવ્ય ઓફિસ ખોલી. રૂપિયાની એ કુટુંબને કશી જરા પણ ખેંચ નહોતી.
એ પછી જેમ જેમ જાહિદાનું કામકાજ વધતું ગયું એમ એમ સસરા પક્ષ સાથેનું એનું વર્તન અને અંતર વધતા ગયા. હમણાં સીબીઆઈએ એની ધરપકડ કર્યા પછી મીડીયા એને ઘરે પહોંચ્યું તો એની સાસુ ફાતિમા પરવેજે વહૂની વિરૂઘ્ધમાં કહેલું કે... ‘‘જાહિદા ઝગડાળુ બાઇ છે અને એનો વર્તાવ બહુ જ ખરાબ હતો... પોતાની સામે એ કોઇને પણ ગણકારતી નહોતી.’’
જોકે એના વર અસદે હંમેશા પત્નીની તરફેણ કરેલી અને એના કામકાજમાં દખલગીરી પણ નહીં કરેલી.
જો કે અસદને એ જાણકારી નથી કે એ શહલા મસુદ સાથે કે ઘુ્રવ નારાયણ સંિહ સાથે એ ક્યારે જોડાઇ! એ શહલાને જાણતો હતો પણ એને એ કદી મળેલો નહીં.
બનેલા બનાવોના આધારે જાણી શકાયું છે કે શહલા અને જાહિદા બન્નેને ઘુ્રવ નારાયણ સંિહના મઘ્યપ્રદેશ સરકારના પ્રવાસ નિગમના કામ માટે જાહિદાને એ નિગમના ચેરમેન ઘુ્રવ નારાયણ સંિહની ઓળખાણ કરાવેલી. પરિણામે ૨૦૦૯માં જાહિદાને પર્યટન નિગમના ઈન્ટીરીયર ડીઝાઈનર તરીકેનો કોન્ટ્રાક્ટ મળેલો. એ પછી ૨૦૧૦-૧૧માં જાહિદને પર્યટન વિભાગનું વઘુ મોટું કામ મળ્યું જેમાં એને આર્કિટેક્ટ તરીકે પણ રાખવામાં આવી.
શહલા મસુદની હત્યાના છ મહિના પહેલાં બન્ને વચ્ચે ઝગડો મોટો થએલો. ઘુ્રવ નારાયણ સંિહ સાથે જાહિદાની ઓળખાણ શહલા મસુદે કરાવેલી પણ પછી જાહિદાએ એને ઘુ્રવ નારાયણ સંિહથી દૂર રાખવાની યુક્તિ કરવા માંડેલી.
ભોપાળના ભદભદા રોડ પર જ એકર જમીન ઉપર ૨૦૦ રૂમની એક ફાઇવસ્ટાર હોટલ અને એક કેન્વેન્શન સેન્ટર બની રહ્યું છે એમાં જાહિદાને ઈન્ટીરીયર ડેકોરેશનનું કામ મેળવવાની ગણતરી હતી. પરંતુ શહલા એને સતત ધમકી આપ્યા કરતી હતી કે... એ એને કામ નહીં મળવા દે. એના કોન્ટ્રાક્ટરને પણ એ રદ કરાવવાની ધમકી આપતી હતી. (એ કોન્ટ્રાક્ટ ૨૦૧૨માં પૂરો થતો હતો.)
એ જાહિદાને ત્યાંથી સીબીઆઇએ જે કેટલીક સામગ્રી પકડીને ભેગી કરી છે એમાં જે ડાયરી મળી છે એમાં જાહિદા પરવેજે જે એક કવિતા લખેલી છે એની કંડિકા આ પ્રમાણે છે...
‘‘મોમકે મરહમ પીગલને સે
પતંગે કે દીલ જલતે હૈ
પ્યારમેં સોચકર દેખો દોસ્તો
પતઝડમેં પેડ લગતે હૈ...
જાનતે હૈ ફીર ભી
અનજાન બનતે હૈ
ઔર હમસે સબકુછ પૂછતે હૈ’’
એ ડાયરીમાં લખેલા કેટલાક ભાગો ઉપરથી લાગે છે કે સીબીઆઇ જ નહીં પણ સામાન્ય મારી તમારી જેવો વ્યક્તિ પણ સમજી શકે છે કે પેલા ભાજપના ધારાસભ્ય સાથેના પ્રેમત્રિકોણે જ શહલા મસુદનો ભોગ લીધો છે. એમાં સેક્સ પણ છે, મની પણ છે અને પોલિટીક્સ પણ છે. એની ઉપર મહત્ત્વાકાંક્ષાનું પડ લાગેલું છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉદ્યોગપતિઓ મુખ્યપ્રધાનની બીપીએલ યાદીમાં આવે છે!
NRIએ ડાન્સરને દારૃ પીવડાવી બળાત્કાર ગુજાર્યો
સરકારે પાણીના ભાવે આપેલી મુંદરા સેઝ જમીનને અદાણીએ ગિરવે મૂકી ચાર્જ લખી આપ્યો
ધોળકા મદરેસાના ગુમ કિશોરને શાહપુર પોલીસ અજમેરથી લાવી
તુલસી એન્કાઉન્ટરમાં આઇપીએસ વિપુલ અગ્રવાલના જામીન ફગાવાયા
વિદેશમાં થતાં સોદાઓ આવકવેરા હેઠળ આવશે
ભેલ અને ઓઈલના એફપીઓ માટે સરકાર મે મહિના સુધી રાહ જોશે
ક્રેડિટ કાર્ડ્સ થકી થતા સોદામાં ઘટાડો ઃ ચાર માસની નીચી સપાટીએ
થર્ડ પાર્ટી મારફતે વિદેશી વેન્ચર ફંડ ભારતના બજારમાં રોકાણ કરી શકશે
એપલે રજૂ કર્યાના ત્રણ દિવસમાં ૩૦ લાખ નવા આઈપેડ્સ વેચ્યા
આઇપીએલની મેચના ઉદઘાટન પ્રસંગે પ્રિયંકાનું પરફોર્મન્સ
આ વર્ષના અંત સુધીમાં ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી છ ફિલ્મ શરૃ કરશે
ગાયિકા અનયા બ્રહ્માએ દિગ્દર્શક સમીર કર્ણિક પર સતામણી કરવાની ફરિયાદ નોંધાવી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
સોના પર કસ્ટમ ડયુટીમાં વધારા મુદ્દે ઝવેરીઓની હડતાળ બે દિવસ લંબાવાઈ
સોનાની જંગી આયાતની ચૂકવણીના બેલેન્સ પર અસરઃ પ્રણવ મુખર્જી
સજાતિય સંબંધો મુદ્દે સુપ્રીમે સરકારની આકરી ટીકા કરી
કાશ્મીરના ઉગ્રવાદ પીડીતોને મુખ્ય પ્રવાહમાં લાવવા સેનાના પ્રયાસ
ભારતનો નવજાત મૃત્યુદર પાડોશી દેશો કરતાં પણ ખરાબઃ ગુલામનબી આઝાદ
એશિયા કપમાં બાંગ્લાદેશે શ્રીલંકાને હરાવતા ભારત ટુર્નામેન્ટમાંથી બહાર
કોહલીની ૧૧ વન ડે સદીમાંથી ૧૦માં ભારતને વિજય મળ્યો છે
????-??????????? ?? ????? ??. ???? ?????? ????? ?????? ?????? ?????
ઓસ્ટ્રેલિયાનો લેજન્ડરી સ્વિમર થોર્પ ઓલિમ્પિકમાં ક્વોલિફાય ન થઇ શક્યો
બટને મારા ભાઈ જેવો માનતો હોઈ સ્પોટ ફિકસિંગમાં ફસાયો
મહેન્દ્રસિંહ ધોનીએ અક્ષય કુમારને પોતાનાં ગ્લોવ્ઝ ભેટમાં આપ્યાં
રણવીર સિંહની ઇજાને કારણે વિક્રમાદિત્ય મોટવાણેની ફિલ્મનું ભાવિ અદ્ધરતાલ
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved