Last Update : 21-March-2012, Wednesday
 
દિલ્હીની વાત
 

કર્ણાટકમાં ખજુરાહોવાળી...
નવી દિલ્હી, તા.૧૯
ગુજરાતના લોકોને ખજુરાહોવાળી યાદ છે. એવું જ કર્ણાટકમાં થયું છે. શિવાનંદ ગૌડાના નેતૃત્વવાળી કર્ણાટક ભાજપની સરકાર મોટી મુશ્કેલીમાં મુકાઇ છે. કેમ કે તેમને પુરોગામી બી.એસ. યેદુઆરપ્પાએ બળવો કર્યો છે. હાલની સ્થિતિ એ છે કે યેદુઆરપ્પા તેમના ૫૫ વફાદાર વિધાન સભ્યોને લઇને બેંગ્લોર નજીકના રીસોર્ટમાં છે અને પક્ષના મોવડીઓને ધમકી આપી રહ્યા છે. રાજયના ડઝન જેટલા પ્રધાનો અને રાજયના અડધો અડધ સાંસદો તેમની સાથે છે. યેદુઆરપ્પાએ કહ્યું છે કે મારે આ વખતે સ્પષ્ટ જવાબ જોઈએ. તેમણે કહ્યું છે કે મને મુખ્ય પ્રધાન તરીકે ફરી મુકવા હું ૪૮ કલાકની પક્ષને મહેતલ આપું છું. બધાની નજર હવે પક્ષના નિર્ણય પર રહેલી છે. કહે છે કે પક્ષના વડા નીતિન ગડકરી, યેદુઆરપ્પાની માગ પર વિચાર કરી રહ્યા છે.
કોંગ્રેસે તૃણમૂલ-ડીએમકેને મનાવી લીધા
કોંગ્રેસ અંતે તેના બે સાથીઓ તૃણમુલ કોંગ્રેસ અને ડીએમકેના દિલ જીતવામાં સફળ થઇ છે. જો દિનેશ ત્રિવેદીનું રાજીનામું સ્વીકારવાથી તૃણમુલ કોંગ્રેસ સાથે બગડતા સંબંધો અટકતા હોય તો પછી એવું શા માટે ના કરવું ? એવી જ રીતે તમિળોના હિતો માટે શ્રીલંકા કરાર અંગે શા માટે ગંભીર ના બનવું ? સરકારની સદનસીબી એ છે કે NCTCના મુદ્દે ટીએમસીએ તેનો વિરોધ પાછો ખેંચ્યો છે એમ સમાજવાદી પક્ષે પણ કર્યું છે. કોંગ્રેસના અંદરના વર્તુળો કહે છે કે પક્ષના મોવડીઓ હાલમાં સાથી પક્ષો સાથે કોઈ ખટરાગમાં પડવા માગતા નથી. જો ટીએમસીને ખસેડવામાં આવે અને સમાજવાદી પક્ષ સાથે જોડાણ થાય તો મુલાયમસિંહ કયા પ્રકારની ડિમાન્ડ કરશે તેની કોંગ્રેસને ચિંતા છે. પક્ષનો વ્યૂહ એવો છે કે જેમ છે એવી સ્થિતિ ચાલવા દેવી.
કોંગ્રેસ ઢીલી પડવા પાછલના કારણો..
સરકાર જેવી છે એવી સ્થિતિ ચાલુ રાખવા માગે છે કેમ કે થોડા મહિનામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીઓ આવી રહી છે. પહેલાં રાષ્ટ્રપતિની ચૂંટણી આવશે પછી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી આવશે. દેશની આ સર્વોચ્ચ પોસ્ટ પર કોંગ્રેસ તેમની પસંદગીનો ઉમેદવાર ત્યારે જ મુકી શકશે કે જયારે તેમના સાથી પક્ષો તૃણમૂલ અને ડીએમકે તેમની પસંદગીને ટેકો આપશે. રાજયસભામાં ઉમેદવારની પસંદગી માટે કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે વિવાદ ચાલે છે. એમ જાણવા મળે છે કે રેલવે પ્રવાસી ભાડા અને રાજયસભાના ઉમેદવારની પસંદગી અંગે પણ સરકારે તૃણમૂલ સાથે પેચ-અપ કરી લીધું છે. નીચલા વર્ગના પ્રવાસી ભાડા વધારો પાછો ખેંચવા સરકાર સંમત થઇ હોવાનું મનાય છે. જયારે ટીએમસીએ ખાત્રી આપી છે તેમનો પક્ષ ઉપલા વર્ગના ભાડા વધારાની આડે નહીં આવે !
રેલવે યુનિયનો હડતાળ પર જશે
રેલવે પ્રવાસી ભાડાનો વિવાદ બીજી રીતે પણ જોવાઈ રહ્યો છે. સરકાર અને ટીએમસી ભલે સમાધાન કરે પણ ૧૪ લાખ રેલવે કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતા પાંચ યુનિયનોએ આપેલા અખિલ ભારતીય બંધનું એલાન તેમના પર ઝળુંબે છે. પ્રવાસી ભાડાનો વધારો પાછો ખેંચાશે તો રેલવેની હાલત એર ઇન્ડિયા જેવી થશે એમ જણાવી તે ભાડા પાછ ખેંચવાનો વિરોધ કરી રહ્યા છે. રસપ્રદ વાત તો એ છે કે જે યુનિયનો પ્રવાસી ભાડા વધારો પાછો ખેંચવાનો વિરોધ કરી રહ્યા છે તે પૈકીના કેટલાક તો વિરોધ પક્ષો સાથે જોડાયેલા છે.
- ઇન્દર સાહની

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved