Last Update : 21-March-2012, Wednesday
 

ખુદાના બંદાને કોઈની દલાલી જોઈએ નહીં !

ઝાકળ બન્યું મોતી- કુમારપાળ દેસાઇ


ઇરાનના દરિયાદિલ અને દાનેશ્વરી એવા શહેનશાહના મહેલમાં ફકીર આવ્યો અને એના દિલમાં એવો ભાવ હતો કે શહેનશાહ પાસેથી દાન- ખૈરાત મેળવું.
આમ તો ખુદાની રાહમાં નીકળેલો ફકીર સદાય મોજ- મસ્તીમાં રહેતો હતો અને ખુદાપરસ્તી સાથે જીવતો હતો. એણે ઇરાનના શહેનશાહને સંદેશો મોકલ્યો અને કહ્યું કે આ ખુદાનો બંદો તમારા જેવા નેક શહેનશાહને મળવા માટે અતિ આતુર છે.
ઇરાનના શહેનશાહે પોતાના સેવકોને કહ્યું કે હું જરા ખુદાની બંદગી કરીને આવું છું, ત્યાં સુધી તમે આ નેક ફકીરને બેસાડો, એની યથોચિત ખાતિરદારી કરો.
મહેલના દિવાનખંડમાં બેઠેલો ફકીર શહેનશાહની રાહ જોવા લાગ્યો. એવામાં એના દિલમાંથી અવાજ આવ્યો કે શહેનશાહ ખુદ ખુદાની બંદગી કરીને એની પાસે આવવા માગે છે અને પોતે ? અને પોતે કયા નેક મકસદથી શહેનશાહ પાસે આવ્યો છે ?
નેક ફકીર ઊંડા વિચારમાં ડૂબી ગયો. એના ચિત્તમાં નવું અજવાળું પથરાયું એવામાં ઇરાનના શહેનશાહ આ ખુદાપરસ્ત ફકીરની પાસે આવ્યા અને ઇંતેજાર કરવો પડ્યો તે માટે ક્ષમાયાચના કરી સાથોસાથ પોતાના રાજસેવકને ઇશારો કર્યો અને કહ્યું કે આ ફકીરને દાનરૂપે આપવા માટે સોનામહોરો લઈ આવ.
રાજસેવક તત્કાળ સોનામહોર લઈને હાજર થયો અને શહેનશાહે ફકીરને ખેરાતરૂપે આ સોનામહરનો સ્વીકાર કરવા માટે અરજ કરી. ફકીરે શહેનશાહની અરજનો ઇન્કાર કર્યો અને કહ્યું, ‘શહેનશાહ, આવ્યો હતો ત્યારે મારા દિલમાં કશુંક મેળવવાનો વિચાર હતો, પણ હવે મને બઘું મળી ગયું છે.’
શહેનશાહે ઊંડા આશ્ચર્ય સાથે કહ્યું, ‘અરે, આ સુવર્ણમુદ્રાઓ લેવાનો તમે સાફ ઇન્કાર કરો છો અને પાછા કહો છો કે મને બઘું મળી ગયું છે ?’
ફકીરે કહ્યું, ‘હા, મને બઘું મળી ગયું છે તમે જે ખુદા પાસેથી પામીને ખૈરાત કરો છો, તે પછી હું જ એની પાસેથી સીધેસીઘું માગી ન લઉં ? આમાં મારે તમારી દલાલીની જરૂર નથી. જેની પાસેથી તમે પામો છો એની પાસેથી હું પામીશ, બરાબર ને !’
ખુદાપરસ્ત ફકીરની વાત સાંભળતા જ શહેનશાહ એના પર અતિ પ્રસન્ન થયા અને કહ્યું, ‘વાહ રે ફકીર, ધન્ય છે તારી ખુદાપરસ્તીને ! સહુ કોઈ ખુદા પાસેથી જ માગે તો એને ખુદાના બંદાની દલાલીની જરૂર નહીં રહે. ખુદા સાથે બધા લોકો ખુદનો નાતો જોડે તો કેવું સારું ?’

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved