Last Update : 21-March-2012, Wednesday
 

‘તમારી નજરમાં તમે’ અને ‘બીજાઓની નજરમાં તમે’

વેદના-સંવેદના - મૃગેશ વૈષ્ણવ

જંિદગી જીવવા જેવી લગાડવી હોય અને વધારેને વધારે તંદુરસ્ત માનવ સંબંધો બાંધવા હોય તો ‘તમારી નજરમાં તમે અને બીજાઓની નજરમાં તમે’નું અંતર ઘટાડવું પડશે. આ તમે કેવી રીતે કરી શકો તે અહીં સમજાવ્યું છે.
કીર્તન પોતાની જાતને હાસ્યનો બેતાજ બાદશાહ માને છે. એટલે જ બે ચાર મિત્રોની મંડળીમાં તો શું પણ કૌટુંબિક કે સામાજિક મેળાવડાઓમાં પણ જોક્સ કહેવાની તક તે ક્યારેય ચૂકતો નથી. આ માટે એહાસ્ય લેખો, ટૂચકા વગેરેનું વાંચન કરતો રહે છે. અને જોક્સ બોલવાની પ્રેક્ટીસ કરતો રહે છે. કીર્તન ભલે તેને જોક્સનો ચેમ્પીયન સમજતો હોય પણ તેના પરિચયમાં આવેલા સહુ કોઈ તેને માથાનો દુઃખાવો ગણે છે !
બીજાઓ તેનો વાહિયાત પ્રલાપ જોક્સ સમજીને સાંભળે છે એવા ભ્રમમાં કીર્તનને રાખવામાં જ લોકોને મન મોટી રમૂજ થાય છે !
દર્શનભાઈ પોતાની ઓફિસમાં બાર કલાકથી પણ વધારે કામ કરે છે. સવારે વહેલા ઓફિસ જવા નીકળી જાય છે અને રાત્રે સહુથી મોડા ઘેર આવે છે. તેઓ પોતાની જાતને ઓફિસનો આધારસ્તંભ અને કામના કીડા સમજે છે. પોતે જેટલું કામ કરે છે તેટલું કામ ન કરે તો કંપની ખાડે જાય એવું તેઓ માને છે ! પણ તેમના બોસ તેમને ઓફિસની સૌથી વઘુ બિનકાર્યદક્ષ એટલે કે ઇનએફીસીયન્ટ વ્યક્તિ સમજે છે !!
કીર્તન અને દર્શનભાઈ પોતાની નજરમાં કેવા છે આ વાત મેં તમને કરી. હવે તમને પ્રશ્ન કરું ? તમારી નજરમાં તમે કેવા છઓ એની સાચે સાચી તમને ખબર છે ? તો કહો તમે કેવા છઓ ?
- હોશિયાર
- ધીર ગંભીર
- ડીસીપ્લીનમાં માનનાર
- વર્કોહોલીક
- વિનોદી-રમુજી
- બેદરકાર
- ગુસ્સેબાજ....
કદાચ આનો જવાબ આપવો મુશ્કેલ છે.. બરાબર ?
હવે બીજો પ્રશ્ન છે, બીજાઓની નજરમાં તમે કેવા છો ? આના બે જવાબ હોઈ શકે....‘મારે એ જાણવાની જરૂર નથી.’ અથવા ‘બીજાઓને મારા વિશે જે માનવું હોય તે માને... મને એનાથી કોઈ ફેર પડતો નથી.....’
તમારા બન્નેય જવાબો અયોગ્ય છે. કારણ આપણે નિર્જન ટાપુ પર કે ગાઢ જંગલમાં એકલા અટૂલા રહેતા નથી. આપણે લોકોની વચ્ચે રહીએ છીએ અને ડગલે ને પગલે લોકો સાથે ઇન્ટરએક્ટ કરતા રહીએ છીએ. તમારી જાત માટેનો તમારો અભિપ્રાય આગવો અને અલગ હોય તો પણ બીજી વ્યક્તિઓ તમને કંઈ રીતે જુએ છે, તમારા માટે શું મત ધરાવે છે એનો આધાર તમારા માટે તમે કેવો અભિપ્રાય ધરાવશો એના પર પડ્યા વગર રહેવાનો નથી.
તમે તમારા સંતાનોને સ્વચ્છતા, શિસ્ત અને શિષ્ટાચારના પાઠ ભણાવવાના આગ્રહી હો પણ તમારા બાળકો તમને જુલ્મી સમજતા હોય એવું બને ...!!
તમે તમારી જાતને જે નજરે જોતા હશો એ જ નજરે દુનિયા પણ તમને જોતી હશે તો એ તમને ગમશે. લોકો મને સમજે છે એવું તમને લાગશે.
તમે તમારી જાતને ભલા વ્યક્તિ સમજતા હો અને દુનિયા પણ તમને ભલા માનવીનું બિરૂદ આપશે તો તમને એ ગમશે..! અરે તમે ભલા દેખાવાનો માત્ર ઢોંગ જ કરતા હશો છતાં દુનિયા તમને ખરેખર ભલા માણસ તરીકે બિરદાવશે તો પણ એ તમને ગમશે જ..!!
જંિદગી જીવવા જેવી લગાડવી હોય અને વધારને વધારે સારા તેમજ તંદુરસ્ત માનવ સંબંધો બાંધવા હોય તો ‘તમારી નજરમાં તમે’ અને બીજાઓની નજરમાં તમે વચ્ચેનું અંતર ઘટાડવું પડશે.
હકીકતમાં આપણે નાના હતા ત્યારથી આ અંતર ઘટાડવાની પ્રક્રિયા આપોઆપ શરૂ થઈ ગઈ હતી.
નાનપણમાં આપણને રોજ નવા નવા અનુભવ થતા. આ અનુભવો કોઈવાર આપણને હસાવતા, આનંદ પમાડતા તો કોઈવાર રડાવતા, ગુસ્સો કરાવતા. આવા અનુભવોથી જ આપણી વર્તણૂંકનું ઘડતર થયું છે. બીજાઓ ક્યારેક તમને શાબાશી આપતા તો ક્યારેક ઠપકો આનાથી આપણને સમજાતું ગયું કે શું કરવાથી લોકોને તમે ગમશો અને શું કરવાથી લોકોના મનમાં અણગમો પેદા થશે ? આમ તમારી નજરમાં તમે અને બીજાઓની નજરમાં તમે કેવા છો એના તાગ તમને નાનપણથી આવવા લાગ્યો હશે.
તમે એક પરિપક્વ અને સમજદાર પુખ્ત વ્યક્તિ બન્યા છો ત્યારે તમારી જાત તરપ જોવાનું તમે કોણ છો... કેવા છો... લોકો તમારા વિશે શું માનશે એ સમજવા માટેનું જોસેફ લુફત અને હેરી ઇન્ટેમ નામના માનસશાસ્ત્રીઓએ એક સરસ મોડેલ બનાવ્યું છે જેને ‘જોહરી વિન્ડો’ તરીકે ઓળખાવાય છે.
આ મોડેલ પ્રમાણે તમે કોણ છો એનો આધાર ચાર બાબતો પર છે.
૧. તમારી જાત વિશેની એવી હકીકતો જેની તમને ખબર છે અને બીજાોને પણ ખબર છે. આને ‘પબ્લીક વિન્ડો’ કહીશું.
૨. તમારી જાત માટેની એવી વિગતો જેની તમને ખબર છે પણ બીજાઓને ખબર નથી. દા.ત. તમે તમારી જાતને અસલામત અનુભવી રહ્યા છો, લધુતા ગ્રંથી અનુભવી રહ્યા છો જ્યારે બીજાઓની નજરમાં તમે આત્મવિશ્વાસથી છલોછલ ઇન્સાન છો. આને ‘પ્રાઈવેટ વિન્ડો’ કહીશું.
૩. તમારી જાત વિષેની એવી કેટલીક હકીકતો જેની તમને ખબર નથી પણ બીજાઓને ખબર છે. દુનિયા તમને કંજૂસ, વેદીયા કે ચીકણા માને છે. તેની તમને ખબર નથી. આને ‘બ્લાઈન્ડ વીન્ડો’ કહીશું.
૪. તમારી જાત માટેની એવી વિગતો જેની તમને પણ ખબર નથી. અને બીજાોને પણ ખબર નથી. આને ‘અનનોન વિન્ડો’ કહીશું.
જોહરી વિન્ડો ના સંશોધકો એવું ભારપૂર્વક કહે છે કે દુનિયા સાથેના તમારા સંબંધો સુધારવા હોય અને વઘુ સારા બનાવવા હોય તો વિન્ડો નં. ૧ પબ્લીક વિન્ડોનો વ્યાપ વધારવો.
તમારી જાત વિશે તમને અને બીજાઓને જેટલી વધારે ખબર હશે એટલા તમારા અન્ય લોકો સાથેના સંબંધો સુધરતા જશે. મજબૂત થતા જશે. અને તમારી પ્રગતિમાં તમને મદદ કરશે.
તમે નીચે દર્શાવ્યા પ્રમાણે આ કરી શકશો.
૧. તમાી જાત માટેનો તમારો અભિપ્રાય તપાસો, જરૂર પડે બદલો અને બીજાઓ જે નજરે જુએ છે એ નજરે તમારી જાતને જોવા માંડો.
૨. બીજાઓને તમારા માટેનો અભિપ્રાય, પૂર્વગ્રહ બદલવા અને એ અભિપ્રાયને તમારી સેલ્ફ ઇમેજની બને જેટલી નજીક લાવવા પ્રયત્નો કરતા રહો.
૩. ઉપરના બન્નેય રસ્તા એક સાથે અજમાવતા જાવ. થોડા સમે બદલાતા જઈ બીજાઓના અભિપ્રાય નજીક જાવ સાથે સાથે બીજાઓનો તમારા માટેનો અભિપ્રાય બદલવાના સમાન પ્રયાસ કરતા રહો.
૪. બીજાઓના તમારા વિશેના અણગમતા અભિપ્રાયોની નોંધ લેવી બંધ કરી તમારી પ્રાઈવેટ અને બ્લાઈન્ડ વિન્ડોને નાની કરી વિન્ડો નં. ૧ પબ્લીક બિન્ડોની મોટી અને મોટી કરતા જાવ.
અત્રે મહત્વની વાત છે બીજાઓના તમારી વિશેના અભિપ્રાયોની સંપૂર્ણ અવગણના કરવી શક્ય છે ? હા. માનવ સંબંધો કેળવવા હશે તો બીજાઓ તમારા માટે શું માને છે એની નોંધ તો લેવી જ પડશે.
આપણો પોતાની આપણી જાત વિશેનો અભિપ્રાય જ સાચો છે. એવું માનવું માનવ સંબંધો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. અત્રે યાદ રહે કે જોહરી બારીની વિન્ડો નં. ૩ તમારા માટે બ્લાઈન્ડ છે. કારણ બીજાઓ તમને જોઈ શકે છે એ રીતે તમારી સાચી જાતને તમને જોઈ શકતા નથી.
લોકોના આપણા વિશેના અણગમતા અભિપ્રાયોથી આપણું આત્મ સન્માન ઘવાય છે. સેલ્ફ ઇમેજ તૂટવા લાગે ચે. એટલે જ એની સામે કિલ્લેબંધી કરવા માંડીએ છીએ.
પહેલી કિલ્લેબંધી છે ‘રેશનલાઈઝેશન’ એટલે નાચતાં ન આવડે એટલે આંગણું વાંકુ કહેવું.... જે લોકો તમને કંજુસસમજે છે એ બધા જ અક્કલ વિનાના છે અને બુદ્ધુઓના અભિપ્રાયોની નોંધ લેવી નરી મૂખામી છે.
બીજી કિલ્લાબંધી છે પ્રોજેક્શન - આપણી અણગમતી લાગણીઓ, વર્તણૂંકો માટે બીજાઓને બદનામ કરો - પ્રક્ષેપણ કે પ્રોજેક્ન - સેક્રેટરી જોડે લફરું કરવું હોય તો કરી દો પત્નીને બદનામ... એ મને સમજી શકે તેમ જ નથી ને !
ત્રીજે કિલ્લેબંધી છે. રીએક્શન ફોર્મેશન. એટલે કે કોઈને નુકસાન કરવાનો ઇરાદો હોય પણ એનાં પરિણામનો ડર હોય તો એ વ્યક્તિ તરપ પ્રેમ બતાવવાનો હોય.
ચોથી કિલ્લેબંધી છે જે પસંદ નથી એ બઘું ભૂલી જવું. જે કામ કરવું ગમતું નથી એ કામ આપણે ભૂલી જઈએ છીએ.
પાંચમી કિલ્લેબંધી છે આક્રમણ. અણગમતી વસ્તુઓ પર, ના પસંદ વ્યક્તિઓ પર આપણે ઘણીવાર આક્રમણ કરી આપણી ઇમેજ તોડનારને પાઠ ભણાવવાનો ઇરાદો રાખીએ છીએ.
છેલ્લી કિલ્લેબંધી છે જે નથી કરવું, જે નથી ગમતું તેનાથી દૂર રહેવું. ભાગવું - તેની અવગણના કરવી.
યાદ રહે આવી કોઈપણ કિલ્લેબંધી બીજાઓના અણગમતા અભિપ્રાયોથી તમને બચાવી નહીં શકે. ટૂંકી મુદત માટે તમે આનો ઉપયોગ કરો તો પણ સત્યથી દૂર ભાગવાના તમામ પ્રયત્નો છેવટે તો નિષ્ફળ જ જાય છે.
જોહરી વિન્ડો નો સિદ્ધાંત અને સંદેશો સ્વીકારો.
- તમારી જાત માટેની જેટલી વધારે માહિતી તમને અને બીજાઓને મળતી રહેશે તેમ તમારા માનવ સંબંધો સારા બનશે.
- લોકોની નજરમાં તમે કેવા દેખાવ છો એ જાણું જરૂરી છે. શક્ય છે.
- આપણી જાત માટેની માહિતી બીજાઓને આપવી એ પણ જરૂરી છે. શક્ય છે.
- જરૂર પડે તમારી જાત માટેની એવી વિગતો જે તમને પણ ખબર નથી તથા બીજાઓને પણ ખબર નથી. પણ તમારા વ્યક્તિત્વ વિકાસની આડે આવે છે તો તેનું નારકો પૃથ્થકરણ કરાવી તમે પ્રગતિના માર્ગના રોડા દૂર કરી શકો છો.
‘જોહરી વિન્ડો’ના સિદ્ધાંતો ઉત્કૃષ્ટ માનવ સંબંધો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved