Last Update : 21-March-2012, Wednesday
 

જ્ઞાતિપ્રથા સામે અને જાતીભેદ સામે ભક્તિ માર્ગે વિરોધ કર્યો.

નવું વાચન નવા વિચાર - ધવલ મહેતા

 


ભક્ત કવિ કબીરે જ્ઞાતિ જાતિ વિરુદ્ધ ભકિત રચનાઓ કરવામાં કાગળ કે કલમનો ઉપયોગ કર્યો નહંિ. સંત કબીર અક્ષર જ્ઞાનથી વંચિત હતા તેમ જણાય છે. આમ કરીને તેમણે એ પુરવાર કર્યું કે ભક્તિ કરવા માટે શિક્ષણની જરૂર પડતી નથી.
ગુજરાતી સાહિત્ય પરિષદના ૪૬મા અધિવેશનમાં ડૉ. ભોળાભાઈ પટેલના ચંિતાપ્રેરક પ્રવચનની સમીક્ષાનો આ બીજો ભાગ છે. આ પ્રવચનના કેટલાક મુદ્દાઓ અહીં સ્પષ્ટતા ખાતર ફરીથી પણ જુદે સ્વરૂપે રજૂ કર્યા છે. ભોળાભાઈ પટેલે પોતાના પ્રવચનમાં સમગ્ર ભારતને આવરી લીઘુ છે તે તેમના કોસ્મોપોલીટન દ્રષ્ટિબંિદુનું દ્યોતક છે. આ પહેલાના સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી નારાયણભાઈ દેસાઈની ગિરા ગુર્જરીને વિશ્વ ગુર્જરીને વિશ્વ ગુર્જરી બનાવવાની વાતનો ઉલ્લેખ ભોળાભાઈએ તેમના વકતવ્યમાં કર્યો છે. તેનો અર્થ શું કરવો ? ગુજરાતી ભાષાના સાહિત્યને જગતભરમાં પ્રસારવું કે ગુજરાતી ભાષાને અંગ્રેજી જેવી જગતની મુખ્ય ભાષા બનાવવી ? આના એક અર્થરૂપે ગુજરાતીવાદ ના ફેલાય અને ગુજરાતી બચાવવાની યાત્રાઓ ના યોજાય તે જરૂરી છે. ગુજરાતી ભાષા ભયમાં છે તેવી (ખોટી) બ્હીક ગુજરાતીપ્રેમીઓ અત્યારે ફેલાવી રહ્યા છે તેમા વધારો કરવાની જરૂર નથી. ભાષા અન્ય ભાષાઓ સાથે સંપર્કમાં રહેશે તો આપમેળે ખીલશે. લોકલ અને કોસ્મોપોલીટન (અથવા યુનિવર્સિલ) વચ્ચેનો સંઘર્ષ સદાય ચાલ્યો છે. ગુજરાતમાં અત્યારે ‘લોકલ’ દ્રષ્ટિબંિદુનું મોજુ ઊછળ્યું છે.
ભોળાભાઈએ ભકિતયુગની કવિતાઓ વિષે કેટલાક મહત્વના વિધાનો કર્યા છે જે નીચે મુજબ છે ઃ (૧) ભક્તિ કવિતા જેટલી ઈશ્વરપ્રીતિની છે એટલી જાતિભેદ અને સ્ત્રીપુરૂષ ભેદ સામેના વિદ્રોહની પણ છે. (૨) ભક્ત કવિઓ ભલે પોતાને નમ્ર ગણતા હોય પરંતુ તેમણે રાજયનું અને ધાર્મિક પુરોહિતોનું સ્થાપિત હિત બની ગયેલી સંસ્કૃત ભાષાનો વિરોધ કર્યો અને સ્થાનિક ભાષામાં પોતાની રચનાઓ કરી. ભક્તિયુગની કદાચ સૌથી મોટી સિઘ્ધિ ભારતની પ્રાદેશિક ભાષાઓનો વિકાસ છે. (૩) પરંપરાગત સાહિત્ય સ્વરૂપો ફગાવી દઇને લોકોને પ્રિય એવા ભજનોની રચના કરી. મરાઠી ભાષામાં અભંગ ગુજરાતી ભાષામાં ઝૂલણા છંદ અને હંિદીમાં ચોપાઇની રચના કરી. ભકિતમાં નૃત્ય, સંગીત અને વાદ્યોને જોડયા. ભજનની શ્રઘ્ધા અને સંગીતની હાર્મનીને જોડયા. (૫) સમસ્ત ભારતમાં ભલે રાજકીય એકતા ના હોય પરંતુ ભકિતયુગે સાંસ્કૃતિક એકતા ઊભી કરી. ઉપલા તમામ મુદ્દાઓને હકીકતોનું સમર્થન હોવાથી તેમા કોઇ મતભેદનો અવકાશ નથી. અલબત્ત વિદ્રોહ (રીબેલીયન) અને ક્રાંતિ (રીવોલ્યુશન) વચ્ચે તફાવત સમજવો જરૂરી છે. ક્રાંતિમાં નવું સર્જન કરવાનું સ્વપ્ન હોય છે.
હરેકૃષ્ણ હરે રામ સંપ્રદાયે ભજન, નૃત્ય, સંગીતનો કૃષ્ણભક્તિ સાથે અદ્‌ભુત સંયોગ કર્યો છે. ગયા ઓગષ્ટ મહિનામાં હોલેન્ડના આમ્સર્ટડેમના ડેમ સ્કવેર આગળ હરે કૃષ્ણના હરેરામના ગોરા અનુયાયીઓની ઢોલ, કીરતાલ અને મંજીરા સાથે એક શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં ડચ ‘રાધાઓ’ પણ હતી. મેં ડેમ સ્કવેર આગળ થોભેલી યાત્રાની એક ડચ રાધાને પ્રશ્ન પૂછયો કે તમે આ યાત્રામાં કેમ જોડાયા છો ? તેણે ભાગ્યા તૂટયા અંગ્રેજીમાં જવાબ આપ્યો કે ‘હું મારૂ સમગ્ર અસ્તિત્વ કૃષ્ણમાં ઓગાળી રહી છું અને પછી મીરાના પદો ટાંકીને કહ્યું કે મેરે તો ગિરધર ગોપાલ, દૂસરા ના કોઈ રે.’ એનો જવાબ સાંભળીને ઘણું આશ્ચર્ય થયું આ પહેલા આવું આશ્ચર્ય પેરીસમાં મેલીઝાં નામના ફ્રેંચ ઇન્ડોલોજીસ્ટને મોંઢે નરસંિહ મહેતાના પદો સાંભળીને થયું હતું. મેં ડચ રાધાને કહ્યું શું આ તમારૂ એસ્કેપીઝમ (પલાયનવાદ) નથી ! તેણે જવાબ આપ્યો ઃ આત્માને બ્રહ્મમાં વિલીન કરી દેવો તે જ પરમ સત્ય છે. તમે એસ્કેપીસ્ટ છો, હું નથી.’ યાત્રા ડેમસ્કવેરમાં થોડી આગળ સાથે ચાલી ત્યારે ડચ રાધાએ કહ્યું અમે ખરા ીિર્પર્નેૌહચૈીિજ છીએ. મેં ભજનના ઘોંઘાટ વચ્ચે તેને મોટે અવાજે જવાબ આપ્યો, ્‌રી ીિર્પર્નેૌહચૈીિજર્ કર્ હી ચયી ચીિ ારી ીિચર્બૌહચૈીિજર્ ક ારી હીટા ચયી.(ગુજરાતના નવનિર્માણમાં તેમ થયું હતું.)
ભક્તિયુગ ઃ ઇવોલ્યુશનરી કે રીવોલ્યુશનરી ઃ
ભકિતયુગે જ્ઞાતિ અને જાતિ પ્રથા સામે અવાજ ઊઠાવ્યો. સમાજનો દરેક વ્યકિત પોતાની ભાષામાં તથા બ્રાહ્મણોની દરમિયાનગીરી વિના ઇશ્વર સાથે સીધો સંબંધ રાખી શકે છે તેવું તેણે પ્રતિપાદન કર્યું. પરંતુ ભકિતયુગ જ્ઞાતિમાંથી રોટી-બેટીનો વ્યવહાર દૂર કરી શકયો નહીં. જ્ઞાતિપ્રથા અકબંધ રહી. ભકિતયુગ જડ ધર્મની સામેનો ીિમીન હતો પરંતુ આ રીબેલને પરિણામે સામાજીક રીવોલ્યુશન થઇ શકયું નહી. બચજાી સોસાયટીનું પરિવર્તન કલાસ સોસાયટીમા થઇ શક્યું નહીં. આંતર જ્ઞાતીય અને આંતર ધાર્મિક લગ્નો સામે વડીલોનો પ્રચંડ વિરોધ હજી ચાલુ છે. આમ ભક્તિયુગ ીિમીન ુૈારૈહ ીિનૈર્યૈહ હતો પરંતુ ીિમીન ચયચૈહજા ીિનૈર્યૈહ થઇ શકયો નહીં. અત્યારે માત્ર આઘુનિક (અંગ્રેજી શિક્ષણ લીધેલો) શહેરીવર્ગે જ જ્ઞાતિપ્રથાને તોડીને આંતરજ્ઞાતીય લગ્નો કરવાનું શરૂ કર્યું છે જેમાં ભકિતયુગનો કોઈ ફાળો નથી પરંતુ પશ્ચિમના વિચારો અને તેને આધારે ઘડાયેલા ભારતીય સંવિધાનો ફાળો છે. અહીં એક આડ વાત પણ કરવી જોઈએ કે ઇશ્વરના અસ્તિત્વનો ઇનકાર કરનાર ભલભલા રેશનાલીસ્ટો પોતાના સંતાનોના લગ્નની વાત આવે ત્યારે જ્ઞાતિપ્રથા આગળ નરમ ઘેંસ બની જાય છે. ભારતમાં માત્ર ઇશ્વરનો ઇન્કાર કરનારને નહીં પણ તે ઉપરાંત જ્ઞાતિપ્રથાનો ઇન્કાર કરનારને જ રેશનાલીસ્ટ ગણવા જોઈએ તે તેવો પણ એક મત છે કારણ કે ભારતીય ધર્મ બહુ વધારે પડતો રીપ્રેસીવ (દમનકારી) નથી પરંતુ જ્ઞાતિપ્રથા વધારે પડતી દમનકારી (રીપ્રેસીવ) છે. વળી ભારતીય જ્ઞાતિપ્રથા નહીં પણ સૌથી વધારે દમનકારી ઉપઉપઉપ જ્ઞાતિપ્રથા (તેના હજારો ફાંટાઓ) છે. દક્ષિણ ભારતના વીરશૈવની જ્ઞાતિવિરોધી અને સ્ત્રી-પુરુષ અસમાનતા વિરોધી ભકતીયુગની પરંપાર હતી જેનો ભોળાભાઈએ ઉલ્લેખ કર્યો છે પંરતુ તે પણ સમાજ પરિવર્તનની બાબતમાં નિષ્ફળ ગઈ છે. ટૂકંમાં ધર્મ કે ધાર્મિક સંસ્કૃતિ દ્વારા સમાજ પરિવર્તન થઇ શકે તે હાયપોથીસીસ પર અત્યારે પ્રશ્નાર્થ મુકાયો છે. ધર્મનો માહોલ કન્ટીન્યુઇટી વીથ ચેઇન્જ (પરિવર્તન માટે સાતત્ય) લાવી શકે છે પરંતુ રીવોલ્યુશનરી ચેઇન્જ લાવી શકતો નથી તેવું ઇતિહાસ વાંચતા જણાય છે. અલબત્ત નરસંિહ મહેતાએ હરિજનવાસમાં ભજનો કરીને સમાજને હચમચાવી મુકયો હતો તે વિધાન સામે સહમત થવાનું મુશ્કેલ નથી પરંતુ તેની અસર નરસંિહ મહેતા સુધી જ સીમિત રહી. નરસંિહ મહેતાનો ‘સોશીયલ એકસપરીમેન્ટ’ નિષ્ફળ ગયો.
જ્ઞાતિપ્રથા સામે અને જાતીભેદ સામે ભક્તિ માર્ગે વિરોધ કર્યો. ભક્ત કવિ કબીરે જ્ઞાતિ જાતિ વિરુદ્ધ ભકિત રચનાઓ કરવામાં કાગળ કે કલમનો ઉપયોગ કર્યો નહંિ. સંત કબીર અક્ષર જ્ઞાનથી વંચિત હતા તેમ જણાય છે. આમ કરીને તેમણે એ પુરવાર કર્યું કે ભક્તિ કરવા માટે શિક્ષણની જરૂર પડતી નથી. અક્ષર જ્ઞાનની પણ જરૂર નથી. નિરક્ષરતા ભક્તિમાર્ગની આડે આવતી નથી. ભક્તોને ભગવાન માટે અનન્ય પ્રેમ હોય તે પૂરતું છે. આથી ભકિતમાર્ગે ભજન કીર્તન દ્વારા કરોડો ભક્તોને ઊભા કર્યા જેઓ માટે અક્ષરજ્ઞાન જરૂરી ન હતું. ભક્તિ માર્ગે નિરક્ષરતાનું પોષણ કર્યું કે નિરક્ષરતાને કારણે ભક્તિમાર્ગ સારા ય ભારતમાં પ્રસરી ગયો તે કહેવું મુશ્કેલ છે. અહીં કાર્યકારણનો સબંધ લીનીયર (રૈખિક) નહીં પણ સકર્યુલર જણાય છે. પરંતુ નિરક્ષરતાને લેજીટીમસી ભકિતમાર્ગ આપી તેથી વિજ્ઞાન ખીલ્યું નહીં. ભારતમાં ભક્તિ માર્ગ ખીલવવા પાછળ ભારતમાં કૃષિ ક્ષેત્ર અને પશુપાલનના ક્ષેત્રનો વિકાસ પણ હોઇ શકે. શ્રીકૃષ્ણને પશુપાલક (ગ્વાલા) તરીકે ચિત્રિત કરવામાં આવ્યા છે અને મૈયા મોરી મૈં નહીં માખન ખાયો તે પશુપાલક સમાજ અને તેની ઊભરતી ગ્રામ્ય સમૃઘ્ધિ દર્શાવે છે. ભકિતમાર્ગની શરૂઆત અને તેના વિકાસમાં ભારતના ખેતીવાડી અને પશુપાલન ક્ષેત્રે ઊભો થયેલો સરપ્લસ હોઇ શકે કારણ કે ભક્તિ માટે અને ભજન કીર્તન માટે લોકોની પાસે ફૂરસદનો સમય હોવો જરૂરી છે. મઘ્ય યુગમાં ભારતના મંદિરોની અધધધ સમૃઘ્ધિ ઉપરના વિધાનનો પુરાવો છે. ભારતમાં ઔદ્યોગિક વિકાસ ઝડપી બન્યો અને શહેરીકરણ વઘ્યું છે તેમ છતાં ભક્તિના પૂર બમણા વેગથી ચાલુ છે તેના કારણોની આપણને ખાસ ખબર નથી. તે એક અજાયબી છે.
ગુજરાતી ભક્ત કવિઓ ઃ
ભોળાભાઈએ ગુજરાતમાં ભક્તિયુગની ચર્ચા નરસંિહ મહેતા, અખો, મીરા, (ગુજરાતી અને રાજસ્થાનની), દયારામ વગેરેને સાંકળી લીધા છે. તેમના ભજનોના ઉદાહરણો પણ આપ્યાં છે. ગુજરાતમાં ભકિતયુગ બહુ મોડો (૧૪મી કે ૧૫મી સદીમાં) શરૂ થયો છે જયારે દક્ષિણ ભારતમાં અને મહારાષ્ટ્રમાં તે બહુ વહેલો શરૂ થયો હતો. તેના કારણો ખોળવા જરૂરી છે. તેવી જ રીતે ખરેખર ભકિતયુગની શરૂઆત રામ અને કૃષ્ણની જે કર્મભૂમિ હતી તેવા ઉત્તર ભારતમાંથી શરૂ થવી જોઈતી હતી પણ તે દક્ષિણ ભારતમાં થઈ. તેના પણ સામાજીક- આર્થિક કારણોની તપાસ જરૂરી છે. ભારતમાં ભકિતયુગને મુસ્લિમ આક્રમણ સામેનો પ્રતિ ભાવ હતો તે પણ ઓવર સ્ટેટમેન્ટ જણાય છે. કારણ કે ભકિતમાર્ગની શરૂઆત દક્ષિણ ભારતમાં મુસ્લિમોના આક્રમણના પહેલા જ નહીં પરંતુ મુસ્લિમ ધર્મની સ્થાપના પહેલા (તામીલનાડુમાં છઠ્ઠી સદીમાં) થઇ હતી. કદાચ ભારતમાં બૌદ્ધ અને જૈન ધર્મના ઝડપી પ્રસારના પ્રતિભાવ તરીકે પણ થઇ હોય. આ પણ એક હાયપોથીસીસ છે જેને ચકાસવો જરૂરી છે. પરંતુ એક વાત ચોક્કસ છે. ભકિતયુગે ભારતની પ્રાદેશિક ભાષાઓનો જબરજસ્ત વિકાસ સિઘ્ધ કર્યો અને સંસ્કૃત, પાલી અને પ્રાકૃતની મોનોપોલી તોડી. આને આપણે પેરેડાઇમીક ચેઇન્જ ગણી શકીએ. ભકિતયુગની એક અગત્યની સિદ્ધિ એ હતી કે તેણે સ્ત્રીઓના પુરુષ માટેના શારીરિક અને સેક્સ્યુઅલ પ્રેમને આઘ્યાત્મિક પ્રેમમાં ફેરવી નાંખ્યો. પુરુષો આ પહેલા સ્ત્રીઓ માટેનો પ્રેમ ખુલ્લંમખુલ્લા વ્યકત કરી શકતા હતા પરંતુ સ્ત્રીઓ તેમ કરી શકતી ન હતી. ભકિતયુગે સ્ત્રીઓની પુરુષ માટેની ઝંખના અને તેમની સેક્સ્યુઆલીટીને ખુલ્લી રીતે પ્રગટ કરવાની તકો પૂરી પાડી. અલબત્ત તે માટે આઘ્યાત્મિક અંચળો ઓઢાડવો જરૂરી બન્યો પણ સ્ત્રીઓની સેક્સ્યુઆલીટીનો સ્વીકાર અને ગોપીઓનાં કૃષ્ણ માટેના તલસાટની તથા મિલનની અભિવ્યકિત કરવા દઇને ભકિતયુગે કદાચ જગતભરમાં સૌ પહેલા ફેમીનીસ્ટ આંદોલનની શરૂઆત કરી તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. ભકિતયુગે વિશ્વમાં સૌ પ્રથમ ધર્મમાં આઘ્યાત્મિકતા અને સેકસ્યુઆલીટીનું મિશ્રણ કર્યું જે અમુક સંપ્રદાયોમાં હજી ચાલુ છે અથવા વધારે ઉઘાડું થઈ રહ્યું છે તે ચંિતાનો વિષય છે.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved