Last Update : 21-March-2012, Wednesday
 

મઘ્યાહ્‌ન ભોજન

વહીવટની વાતો - કુલીનચંદ્ર યાજ્ઞિાક

 

પ્રાથમિક શાળાઓમાં મઘ્યાહ્‌ન ભોજન આપવાનું ગુજરાત સરકારે ૧૯૮૪માં વિચાર્યું હતું. ભારતમાં આ યોજના સૌ પ્રથમ તામિલનાડુમાં શરૂ થયેલી, અને ત્યાં સારી રીતે ચાલતી હતી. એટલે તેની મુલાકાત લઇને અહેવાલ આપવા માટે નાણાં સચિવ ચંદ્રમૌલિ, આયોજન સચિવ કૌલગી અને મારા સહિત બીજા બેની એક સમિતિ નીમી. એણે નક્કી કર્યું કે તમિલનાડુમાં પ્રથમ કાંચી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અને પછી ચેન્નાઇના શહેરી વિસ્તારમાં આ યોજના પ્રત્યક્ષ જોઈને પછી ત્યાંના સચિવ સાથે તેમના અનુભવોની ચર્ચા કરીને અહેવાલ આપવો.
કાંચી ભારતનું વિખ્યાત યાત્રા ધામ છે, જયાં શૈવ અને વૈષ્ણવ બંનેનાં તીર્થ છે. વળી ત્યાં શંકરાચાર્યનો મઠ છે, જે આદિ શંકરાચાર્યે સ્થાપેલો કહેવાય છે. તેના અનુયાયીઓ તેને શંકરાચાર્યના બીજા ચાર મઠ જેટલો જ મહત્વનો માને છે. અમે ત્યાં ગયા ત્યારે મઠના અધિપતિ પરમાચાર્ય ઉપરાંત તેમના પટ્ટ શિષ્ય જયેન્દ્ર સરસ્વતી અને તેમના પણ (પસંદગી પામેલા) અનુગામી શિષ્ય સાથે રહેતા હતા. પરમાચાર્ય સૌ વર્ષની ઉંમરના હતા. એક નાના ચોકમાં એ તપસ્વી પોતાની કૃશ કાયાને એવી રીતે સંકોચીને બેઠા હતા કે જાણે પૃથ્વી પાસે જરૂર કરતાં એક ઇંચ જમીન વધારે ન મગાય ! સચિવ ચંદ્રમૌલિએ તેમને દંડવત પ્રણામ કર્યા. પોતાના જુનિયર અધિકારીઓની હાજરીમાં આવી રીતે સંકોચ વગર પોતાના આરાઘ્યને સાષ્ટાંગ દંડવત કરતા બે જ અધિકારીને મેં જોયા છે. એક મારી નોકરીની શરૂઆતમાં કલેકટર ગોવંિદસંિહ ચુડાસમાને સ્વામિનારાયણ મંદિરમાં અને બીજા મારી નોકરીના અંતે ચંદ્રમૌલિને !
પરમાચાર્યે મૂક આશીર્વાદ આપ્યા. જયેન્દ્ર સરસ્વતી બહાર ગામ હતા એટલે અમે તેમના વરાયેલા અનુગામીના દર્શને ગયા. એમની કિશોર વયમાં જ એમની વરણી કરીને અહીં લાવવામાં આવ્યા હતા. આ તેજસ્વી યુવાન તપસ્વીને બધા આદર કરતા. પણ એમણે કડક સંન્યાસ ધર્મ પાળવો પડતો. નાની વયે અહીં આવ્યા પછી તેમના ગામના કેટલાક ભક્તો અહીં તેમને મળેલા. ત્યારે તેમણે તેમનાં માતુશ્રીના ખબર-અંતર પૂછેલા. એટલે તેમને છ મહિનાના એકાંત વાસનું પ્રાયશ્ચિત આપવામાં આવેલું.
મઘ્યાહ્‌ન ભોજન યોજનાનું કામ સરસ રીતે ચાલતું અમે જોયું. સ્પ્રીંગ બેલન્સની મદદથી માપીને દરેક વિદ્યાર્થીને ભોજન અપાતું. તેમાં એક જ વાનગી હતી. ત્યાંનો મુખ્ય આહાર ભાતનો. એટલે તેમાં જ જુદાં જુદાં શાક અને પોષક તત્વો સાથે રાંધી-ઉમેરીને પીરસવામાં આવતો, અને આ પરંપરાગત વાનગીથી સૌને સંતોષ થતો. યોજનાના સારાં પરિણામ શિક્ષણમાં પણ જોવા મળ્યાં હતા.
સમિતિ ચેન્નાઈથી પાછી ફરી પછી તરતમાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા થઇ. એટલે સરકારે તેમના સ્મરણમાં તેમના જન્મદિને જ યોજના અમલમાં મૂકવા ધાર્યું. જન્મ દિન આડે બે-એક મહિના જ બાકી હતા. એટલે વિધિસર નિર્ણય માટે તરત જ મંત્રી મંડળમાં મુદ્દો મુકાયો. સમિતિનો અહેવાલ તરફેણમાં હતો. પણ બે મુશ્કેલીઓ રજુ થઇ. એક તો એ કે ભોજન તૈયાર કરવામાં અને પીરસવામાં ઝાઝો સમય જવો ન જોઈએ. આ માટે કાં તો વીટામીન યુકત બિસ્કિટ અથવા નાસ્તો વહેંચવામાં આવે, અથવા એક જ વાનગી રોજ આપવામાં આવે તો સમય અને નાણાંનો ખર્ચ ઓછો આવે. મુખ્ય મંત્રીએ કહ્યું કે તમિલનાડુ કરતાં આપણી આહારની ટેવો જુદી છે. સામાન્ય રીતે ગુજરાતી શૈલીમાં ચાર વાનગીઓમાં સ્વાદ ઉપરાંત બધાં પોષક તત્વોનું સારૂં મિશ્રણ છે. એટલે આરોગ્ય તેમજ રુચિની દ્રષ્ટિએ ગુજરાતની પરંપરાગત વાનગીઓ આપવામાં આવે તો જ બાળકોને સંતોષ થાય, પરંતુ પોષણ મળી રહે, ને યોજનાનો હેતુ બર આવે.
બીજો મુદ્દો ખર્ચનો હતો. રોજના રૂ. ૫૦ લાખનું ખર્ચ કરવા ચાલુ વર્ષના બજેટમાં કોઇ જોગવાઈ ન હતી. મુખ્ય મંત્રીએ કહ્યું, ‘આ એક પોલિટિકલ નિર્ણય છે કે સ્વર્ગસ્થ વડાં પ્રધાનના સ્મરણમાં આ યોજના તેમના જન્મ દિને જ ચાલુ કરવી. તે માટે ચાલુ વર્ષોમાં તો ચાર માસનો જ આવર્તક ખર્ચ થવાનો છે. તે બજેટમાં રિએપ્રોપ્રિએશનથી કેવી રીતે મેળવવો તેની નાણા ખાતા દ્વારા દરખાસ્ત આવશે તે સરકાર મંજુર કરશે. અને આવતા વર્ષે તો તે વાર્ષિક બજેટમાં જ મંજુર કરાવી શકાશે.’ આમ મુખ્ય મંત્રીના માર્ગદર્શન મુજબ મંત્રી મંડળે યોજનાને મંજુરી આપી.
યોજનાનો ઝડપી અમલ થાય તે સારૂ સર્વ કામગીરી ઉપર દેખરેખ રાખવાની જવાબદારી સચિવ ભાનુજનને સોંપવામાં આવી. આખા રાજ્ય માટે વાસણો અને સાધનોની ખરીદીનું કામ લધુ ઉદ્યોગ આયોગને સોંપવામાં આવ્યું. આ વ્યવસ્થા કારગત નિવડી અને નિયત તારીખે યોજના શરૂ થઈ. મુખ્ય મંત્રીને ગાંધીનગરના એક ગામડામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની પંગતમાં સહભોજન લઇ ગુજરાતમાં મઘ્યાહ્‌ન ભોજન યોજનાનો શુભ આરંભ કર્યો.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved