Last Update : 21-March-2012, Wednesday
 

સાધનોની જેમ હવે સંબંધોમાં વોરંટી-ગેરંટી શોધવા મન લલચાય છે, પરંતુ સંબંધોની વોરંટી-ગેરંટી કોઈ ના આપી શકે, તેમાં બંધાનારા પણ નહીં !

તારી અને મારી વાત -હંસલ ભચેચ

 

આપણા દેશની ફિલ્મો-સીરીઅલોના નિર્માતા-નિર્દેશકો અને હોલીવુડના સર્જકો વચ્ચે એક મહત્વનો ભેદ એ છે કે એ લોકો સર્જનાત્મકતાને પ્રાધાન્ય આપે છે અને આપણે દર્શકોની માનસિક નબળાઈઓને ! એમને સતત કંઇ નવું આપવાની ખેવના રહે છે જયારે આપણે નવીનતાને બદલે દર્શકોની એકાદ નબળાઇ હાથે ચઢી ગઈ તો એને પોતપોતાની રીતે મચડી-ઉત્તેજના જગાવીને તેમના માથે મારતા રહીએ છીએ.
‘રુક જાવ, યે શાદી નહી હો શકતી’ - બરાબર લગ્નની રંગત જામી હોય અને ફેરા ફરાતા હોય ત્યારે જાણે આકાશવાણી થતી હોય એ રીતે આ સંવાદ બોલાય, સૌ સાજન-મહાજન સ્તબ્ધ થઇ જાય, બે-ચાર ખૂણેથી કેમેરા ઝુમ થાય, મહત્વના પાત્રોના પ્રતિભાવો પડદા પર છપાય, તીવ્ર સંગીત કાન ચીરીને હૃદય સોંસરવું નીકળવાનો પ્રયત્ન કરે અને સરવાળે કેમેરો આ સંવાદ જે બોલ્યું હોય તેના પર સ્થિર થાય !
બોલીવુડ કે ગોલીવુડની ફિલ્મો-સીરીઅલોનો આ એક ચીલાચાલુ ‘ટવિસ્ટ સીન’ કે ‘ક્લાઈમેકસ સીન’ હતો. નિર્માતાઓ દર્શકોને જકડવા, આંચકો આપવા કે પછી ઉત્સુક રાખવા વર્ષો સુધી આ ઘીસી-પીટી પરિસ્થિતિનો પોતપોતાની રીતે ઉપયોગ કરતા હતાં. પણ, હવે જમાનો બદલાયો છે. આજના દર્શકો સેન્શેશન સીકંિગ (ઉત્તેજના ભૂખ્યા !) છે. એમને એકાદ ‘ટવિસ્ટ’ કે ‘ક્લાઇમેકસ’થી રીઝવી કે જકડી રાખી શકાય તેમ નથી. તેમને તો સાવ સરળ વાતમાં પણ ઉત્તેજના જોઈએ છે. ‘આજનું લધુત્તમ તાપમાન ૧૦ ડીગ્રી હતું’ આ સમાચારમાં પબ્લીકને રસ નથી પણ આ જ સમાચાર ‘શું આપણે હિમયુગ તરફ જઈ રહ્યા છીએ ? માર્ચમાં ઠંડી આવી રહેલા બદલાવની કુદરતે આપેલી ચેતવણી છે ?!’ હેડલાઇનથી રજુ થાય પછી મજાલ છે કે રીમોટ ઉપર આંગળી જાય !
આપણા દેશની ફિલ્મો-સીરીઅલોના નિર્માતા-નિર્દેશકો અને હોલીવુડના સર્જકો વચ્ચે એક મહત્વનો ભેદ એ છે કે એ લોકો સર્જનાત્મકતાને પ્રાધાન્ય આપે છે અને આપણે દર્શકોની માનસિક નબળાઈઓને ! એમને સતત કંઇ નવું આપવાની ખેવના રહે છે જયારે આપણે નવીનતાને બદલે દર્શકોની એકાદ નબળાઇ હાથે ચઢી ગઈ તો એને પોતપોતાની રીતે મચડી-ઉત્તેજના જગાવીને તેમના માથે મારતા રહીએ છીએ. એ પછી ઉપર જણાવ્યો એવો ચવાઇ ગયેલો સીન હોય, મુન્ની-શીલા- શાલુ- રઝિયા- ટીંકુ - અનારકલી હોય કે પછી ગીતો આધારિત સીરઅલોના ટાઇટલ હોય ! (બડે અચ્છે લગતે હૈ, ના બોલે તુમ ના મેનેં કુછ કહા, કયા હુઆ તેરા વાદા, કુછ તો લોગ કહેંગે વગેરે). હવે તમને થશે કે આજે મને જુનો-પુરાણો ‘રુક જાવ, યે શાદી નહીં હો શકતી’ વાળો સીન કેમ યાદ આવ્યો ?! એકબાજુ આપણા સર્જકોની આ માનસિકતા અને બીજી બાજુ ઉત્તેજના ભૂખ્યા દર્શકોની વચ્ચે મને એક નવો ટ્રેન્ડ દેખાયો. આજકાલ બધી સીરીઅલોમાં લગ્નોની એક મોસમ મોડી વહેલી અચૂક આવે છે અને તેના સંખ્યાબંધ એપિસોડ ચાલે છે. અલબત્ત હવે ‘યે શાદી નહિ હોગી’થી ઉત્તેજના જગાવવાને બદલે આ લગ્નોમાં જ ઘાલામેલા કરીને ઉત્તેજના જગાવવાનો ટ્રેન્ડ ધુસ્યો છે. લોકોને જકડી રાખવા સીરીઅલોના મુખ્ય પાત્રોના સંબંધોમાં જ લગ્ન દરમ્યાન રમતો, દાવપેચ ગોઠવાય છે. લાગણીઓના સ્તરે જુદી જુદી જગ્યાએ છાનાછપના લશ્કરો લડાવીને અવારનવાર ટિ્‌વસ્ટ આપવાની જાણે હરીફાઈ ચાલે છે. વાર્તાઓ પુરતું આ બઘું જાણે ઠીક છે પણ આપણી પ્રજા તો સીરીઅલો અને ફિલ્મોમાંથી જીવન શીખતી પ્રજા છે એમને કોણ સમજાવે કે આવું વાર્તાઓમાં શોભે, જીવનમાં નહિ. કમનસીબે સીરીઅલોમાં સંબંધોના દાવપેચ જોઈને એક એવો વર્ગ ઉત્પન્ન થયો છે કે જે સંબંધોમાં આવા ઘાલામેલા સહજ અને કંઈક અંશે અનિવાર્ય પણ માને છે! એમને જીવનમાં એકરૂપતા નહીં ટિ્‌વસ્ટ એન્ડ ટર્ન જોઈએ છે, ઉત્તેજના જોઈએ છે. સરવાળે ઘાલામેલા ! (સાચા કે ખોટા)ની વાત નથી કરતો કારણ કે એ દરેકની અંગત સમજ અને સંજોગોની વાત છે.
હવે યુગલોની સમસ્યાઓમાં આ માનસિકતાનું પ્રતિબંિબ જોવા મળે છે. પરંતુ લગ્ન જેવા અંતરંગ સંબંધના પાયામાં જ્યારે ખાનગી કે છાનુંછપનું કંઈ ધુસે તો સીરીઅલોની જેમ ઉત્તેજના નહીં પણ જીવનમાં ઉચાટ ફરી વળે! આ વાત સૌ કોઈ જાણે છે, પણ ‘હુક-અપ્સ-બ્રેક-અપ્સ’ના જમાનામાં સાવ નિખાલસતાથી પારદર્શક રહેવું કેવી રીતે? સરવાળે સંબંધોની શરૂઆતમાં જ જાગ્રત કે અજાગ્રત સ્તરે સંબંધ ટકવાની અસલામતી સતાવે છે. સાધનોની જેમ હવે સંબંધોમાં વોરંટી-ગેરંટી શોધવા મન લલચાય છે. લગ્નજીવનમાં મનમેળ ટકી રહેશે કે નહીં એ તો વર્ષો જૂની ચંિતા છે અને તેટલે તો આપણે જન્માક્ષર કે ગ્રહો મેળવવાના આગ્રહ રાખીએ છીએ પણ હવે માત્ર ગ્રહો સંબંધ ટકવાની વોરંટી-ગેરંટી આપી શકે તેમ નથી. હવે તો ‘કન્ડીશન એપ્લાય’નો જમાનો છે. આ શરતોમાં એકબીજાનો ભૂતકાળ, સ્વભાવ, વ્યક્તિત્વ, અહમ્‌, આર્થિક સઘ્ધરતા, કૌટુંબિક ટેકો (ના ફાવે તો આવી જવાનું બેટા, તારો બાપ હજી જીવે છે!!) વગેરે લાંબુલચક લીસ્ટ આવી જાય. આવા માહોલમાં ઘણાં યુગલોને લગ્ન કરતાં પહેલાં કે કર્યા પછી એકબીજાં વચ્ચે પ્રેમ અને મનમેળ ટકી રહેશે કે નહીં તેવી ચંિતાઓ સતાવે છે. કેટલાક તો આ પ્રશ્નનો જવાબ મેળવવા જ્યોતિષો, ટેરોટ કાર્ડ રીડરો, ન્યુમરોલોજીસ્ટો વગેરે પાસે ખિસ્સા ખાલી કરે છે!!? કોણ તમારા સંબંધોની વોરંટી-ગેરંટી આપવાનું?! કોણ?
સંબંધોની વોરંટી-ગેરંટી કોઈ ના આપી શકે. તેમાં બંધાનારા પણ નહીં! એ જમાનો ગયો જ્યારે કોઈ કોઈની ખાત્રી આપતું હતું, હવે તો વ્યક્તિ પોતે પોતાની ખાત્રી આપતા ડરે છે (ક્યાં, કોણ, કેવું અને શું કરશે એ મુદ્દે પણ વ્યક્તિઓ બંધાતી નથી. આપણું કંઈ કહેવાય નહીં બોસ, જેવો સમય!). હા, તમે જાતે તમારા સાથીને બાહેંધરી આપવાનું નક્કી કરતાં હોવ તો જુદી વાત છે પણ આ માટે તમારે જીવન સાથે જાત સાથે ઘણાં સમાધાન કરવા પડે.
પૂર્ણવિરામઃ
લહેરખી, વંટોળ કે વાવાઝોડું,
હવા તો એ જ છે માત્ર ઝડપનો ફેર છે.
લગ્નપૂર્વ, લગ્ન કે લગ્નેતર,
લાગણીઓ તો એ જ છે, માત્ર પાત્રનો ફેર છે.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved