Last Update : 21-March-2012, Wednesday
 

ગાઉટ માટે ઉત્તમ જડીબુટ્ટી ચોપચીની

સ્વસ્થવૃત્ત

વનસ્પતિ નિર્દોષ હોવા છતાં અકસીર હોય છે, પણ તાજી હોય તો, જંગલમાંથી વનસ્પતિ લાવ્યા પછી છ માસમાં વાપરવાથી ઉત્તમ અસર કરે છે પછી ધીમેધીમે ગુણ ઓછો થતો જાય છે.
કેટલીક વનસ્પતિ જુની પણ અસરકારક હોય છે એવું શાસ્ત્રમાં કહ્યું છે. કેટલીક વનસ્પતિ પત્થર જેવી કઠણ હોય છે એને સુરક્ષિત રાખવાથી ગુણ જળવાઈ રહે છે. જરૃર પડયે ચૂર્ણ બનાવી ઉપયોગમાં લેવાથી સુંદર પરિણામ આપે છે. આવી અકસીર વનસ્પતિમાં અગ્રસ્થાને આવે છે ચોપચીની. સંસ્કૃતમાં દીપાન્તરવચા, હિંદીમાં ચોપચીની અંગ્રેજીમાં China roof અને લેટિનમાં Smilax Glabra Roxb કહે છે. ચોપચીની બજારમાં મળે છે. ચોપચીનીના વેલા થાય છે પત્થર જેવી ગાંઠ આકારના કઠણ મૂળ થાય છે. આ મૂળ ચોપચીનીના નામે વેચાય છે અને વાપરવામાં આવે છે. ફિરંગીઓ ભારતમાં આવ્યા ત્યારે ગંભીર ફિરંગરોગ (Syphilis) ભારતને અર્પણ કરતા ગયા. પંડિત ભાવમિશ્રએ ચોપચીનીનો ઉંડો અભ્યાસ સોળમી સદીમાં કર્યો અને એમાંથી ફીરંગરોગ માટેનું સફળ ઔષધ બનાવ્યું જ્યારે પેનીસીલીન એન્ટીબાયોટિકનું અસ્તિત્વ નહોતું ત્યારે ભાવમિશ્રએ ચોપચીની વાપરી ફીરંગા દર્દીઓને સારા કર્યા હતા. જુના ફીરંગથી થતા સંધિવા અને ચામડીના વિકારોમાં વાપરીઓને દર્દીઓને નવું જીવન આપ્યું સીફીલીસ અને ગોનોરીયા જેવા ભયંકર ચેપી રોગની સફળ ચિકિત્સા શોધી કાઢી.
ચોપચીની ઉત્તમ રસાયન છે એની ક્રિયા સાંધાના બંધન, ત્વચા, રસગ્રંથિઓ પર થાય છે. ગોનોરીયાથી ઉત્પન્ન સંધિશોધ વગેરે વિકારો અને સીફીલસની બીજી અને ત્રીજી અવસ્થામાં ચોપચીની અતિ ઉપયોગી છે. ચોપચીની ચૂર્ણના રૃપમાં વધારે અસરકારક છે.
ચાર્લ્સને ગાઉટ થયો હતો જે ચોપચીનીથી મટયો જેથી ચોપચીની સમગ્ર યુરોપમાં જાણીતી થઈ. ચોપચીની અમે પણ ગાઉટી આર્થ્રાઇટીસમાં વાપરેલ છે. સારા પરિણામો મળ્યા છે ગાઉટ નામના વ્યાધિમાં રક્તમાં યુરિક એસિડનું પ્રમાણ વધારે હોય છે, નાના સાંધા અને મોટા સાંધામાં સોજો આવે છે અને સખત પેઇન થાય છે. રોગની શરુઆત રાત્રે ઓચિંતા થાય છે પગના અંગૂઠામાં બળતરા સાથેનું પેઇન શરૃ થાય છે અને ફરી થાય છે. આયુર્વેદના વાતરક્ત રોગ સાથે ગાઉટને સરખાવી શકાય વાતેન દુષિત રક્ત ઇતિ વાતરક્ત.
ચોપચીની ઉષ્ણ, લઘુ, રૃક્ષ, સાધારણ કડવી, વિપાક કટુ અને ત્રિદોષશામક છે. વનૌષધિ શોથહર, વેદનાસ્થાપક, બલ્ય, વાતહર દીપન, અનુલોમન, સારક રક્તશોધક વૃષ્ય, શુક્રશોધક, મૂત્રલ, સ્વેદજનન, કુષ્ઠઘ્ન, કટુ પૌષ્ટિક વગેરે છે. અગ્નિમાંદ્ય, આદમાન શૂલ, કૃમિ, વિબંધ, ઉન્માદ અપસ્માર, પક્ષઘાત, આમવાત વગેરે રોગોમાં ખૂબ જ ઉપયોગી છે. જાતીય નબળાઈમાં દૂધ સાથે વાપરવામાં આવે છે. માત્રા ૨થી ૬ ગ્રામ ચોપચીનીપાક અને ચોપચીન્યાદિ ચૂર્ણ જાણીતા છે. આધુનિક દ્રષ્ટિએ ચોપચીનીમાં વસા, શર્કરા, ગ્લુકોઝસાઇડ, રંજક પદાર્થ, સેપોનીન ગુંદર સ્ટાર્ચ વગેરે છે.
ચોપચીની ૨ ભાગ રૃમીમસ્તગી તજ અને એલચી દરેક એક ભાગ લઈ બારીક ચૂર્ણ બનાવવું, આમાંથી ૨થી ૩ ગ્રામ સવાર, બપોર, સાંજ ત્રણ વખત લેવાથી સંધિવા ગાઉટી સંધિવા (વાતરક્ત) જૂનો સીફીલસ, જાતીય નબળાઈમાં ઉત્સાહવર્ધક પરિણામ આપે છે. ચોપચીની અને શતાવરી ચૂર્ણ સરખે ભાગે મેળવી એમાંથી ૨થી ૪ ગ્રામ સવાર, સાંજ દૂધ સાથે લેવાથી તારૃણ્ય જળવાઈ રહે છે ઘડપણ મોડું આવે છે. બલ, પુષ્ટિ, પાચન અને શક્તિ વધે છે.
બીજા ઔષધો માફક ચોપચીનીમાં ભેળસેળ થતી હોવાની વાત સાંભળી છે. કોઈ વખત ચોપચીનીની ધારી અસર થતી નથી. એનું કારણ ભેળસેળ હોઈ શકે. અસલી ચોપચીની કઠણ, આછી પીળી, આછી ગુલાબી ગ્રંથિયુક્ત હોય છે.
- શાંતિભાઈ અગ્રાવત

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved