.
Last Update : 21-March-2012, Wednesday
 

સ્ટ્રેસ ટેસ્ટ ઃ કોણે કરાવવો ? કોણે નહિ ?

 

છાતીમાં દુઃખાવો, હાંફ, ચક્કર, ખુબ થાક કે ગભરામણ જેવી એક ફરિયાદ દર્દી કરે તો તાત્કાલિક ટેસ્ટ બંધ કરીને આરામ કરવાનું કહેવામાં આવે છે
સ્ટ્રેસ ટેસ્ટ એટલે શું ?
સ્ટ્રેસ ટેસ્ટ એટલે કસરત કરતાં કરતાં લીધેલ કાર્ડિયોગ્રામ. ભારે પરિશ્રમ વખતે જ છાતી દુઃખવાની ફરિયાદ કરતા હૃદયરોગ (એન્જાઈના પેકટોરિસ)ના અનેક દર્દીઓનો આરામના સમયે લીધેલ કાર્ડિયોગ્રામ બિલકુલ નોર્મલ આવે છે. આવા દર્દીઓમાં છાતીનો દુઃખાવો ખરેખર હૃદયરોગને કારણે છે કે અન્ય કોઈ કારણે છે એ નક્કી કરવા માટે સ્ટ્રેસ ટેસ્ટ તરીકે ઓળખાતી તપાસ કરવામાં આવે છે.
સ્ટ્રેસ ટેસ્ટ કોણે કરાવવો ? શા માટે ?
ચોખ્ખી જરૂરિયાત ઃ
(૧) જે દર્દીને શ્રમ કરવાથી છાતીમાં દુઃખાવો થતો હોય; હૃદયના ધબકારા વધતા હોય કે ચક્કર આવતા હોય એમને હૃદયરોગ છે કે નહીં એ નક્કી કરવા માટચે.
(ર) હૃદયરોગની શંકા હોય એવા પુરૂષ દર્દીઓ જેમનાં લક્ષણો દુઃખાવાને બદલે સહેજ જુદાં હોય એમનું નિદાન નક્કી કરવા માટે.
(૩) એન્જાઈના કે એટેકનો હુમલો આવી ગયા પછી હૃદયની કસરત કરવાની ક્ષમતા ચકાસવા માટે.
(૪) બાયપાસ સર્જરી કે એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી હૃદયની કસરત કરવાની ક્ષમતા ચકાસવા માટે.
(પ) હાઈબ્લડપ્રેશરના દર્દીને જ્યારે વઘુ કસરત કરવાની જરૂર પડે, ત્યારે એની ક્ષમતા અને બ્લડપ્રેશરની વધઘટ જોવા માટે.
(૬) વાલ્વની બીમારીમાં દર્દીની કસરત કરવાની ક્ષમતા ચકાસવા માટે.
કદાચ જરૂર પડે ઃ
(૧) હૃદયરોગની શંકા હોય એવી સ્ત્રી દર્દીઓ જેમને શ્રમથી દુઃખાવાની કે દુઃખાવા સિવાયની તકલીફ હોય.
(ર) હૃદયરોગના દર્દીનું વારંવાર ચેકઅપ કરવા માટે.
(૩) પાયલોટ, પોલીસ, ડ્રાઈવર જેવા વ્યવસાય કરનાર ૪૦ વર્ષથી મોટી ઉંમરના લોકો કે હૃદયરોગ થવાનાં બે-ત્રણ જોખમી પરિબળો ધરાવતા લોકો; કે ખૂબ વધારે કસરત કરવા માગતા લોકોની તપાસ માટે.
(૪) હૃદય જ્યારે લોહીનું પંપીંગ બરાબર ન કરી શકતું હોય ત્યારે એ દર્દીની કસરત કરવાની ક્ષમતા ચકાસવા માટે.
જરૂર નથી ઃ
(૧) માત્ર એકાદ અનિયમિત ધબકાર થતો હોય એવા દર્દીને જેમનામાં અન્ય કોઈ હૃદયરોગનાં ચિહ્નો ન હોય.
(ર) વારંવાર (દા.ત. દર મહિને) હૃદયની ક્ષમતામાં સુધારો થતો જોવા માટે.
(૩) જેમને ડીજીટાલીસ નામની દવા ચાલતી હોય.
(૪) યુવાન કે મઘ્યમ વયના માણસો જેમનામાં હૃદયરોગનાં કોઈ જોખમી પરિબળો હાજર ન હોય કે હૃદયરોગ સિવાયના કારણે છાતીમાં દુઃખાવો થતો હોય.
સ્ટ્રેસ ટેસ્ટ કોણે ન કરાવવો ઃ
(૧) જેમને એન્જાઈનાનો દુઃખાવો ઉત્તરોત્તર વધતો જતો હોય અને આરામના સમયે પણ દુઃખાવો થતો હોય.
(ર) જેમના હૃદયની ગતિ ખૂબ અનિયમિત હોય.
(૩) જેમનું હૃદય લોહીનું પંપીંગ બરાબર ન કરી શકતું હોય. પરિણામે લીવર - પગ પર સોજા આવ્યા હોય કે સૂતાં સૂતાં શ્વાસ ચડતો હોય.
(૪) હાઈબ્લડપ્રેશર બેકાબૂ રહેતું હોય.
(પ) હૃદય પર સોજો આવ્યો હોય.
(૬) હૃદયનો વાલ્વ ખૂબ સાંકડો થઈ ગયો હોય.
આથી જ સ્ટ્રેસ ટેસ્ટ વખતે દર્દીને કાંઈ પણ તકલીફ થાય તો તરત ટેસ્ટ બંધ કરી દેવામાં આવે છે. છાતીમાં દુઃખાવો થવો, હાંફ ચડવી, ચક્કર આવવા, ખૂબ થાક લાગવો, ગભરામણ થવી વગેરેમાંથી એક પણ ફરિયાદ જો દર્દી કરે તો તાત્કાલિક ટેસ્ટ બંધ કરીને દર્દીને આરામ કરવાનું જણાવાય છે. વધારાનાં કોમ્પ્લિકેશનો અટકાવવા માટે જ સામાન્ય રીતે ટેસ્ટ કરવાના ત્રણ કલાકના પહેલાંના ગાળામાં દર્દીને ખોરાક ખાવાની અને ચા-કોફી કે બીડી-સિગારેટ પીવાની મનાઈ ફરમાવવામાં આવે છે.
જો સ્ટ્રેસ ટેસ્ટ પોઝીટીવ આવે (એટલે કે સ્ટ્રેસ ટેસ્ટમાં કોઈ ખરાબી આવે) તો એ પ્રમાણે યોગ્ય સારવાર કે ઓપરેશનની સલાહ આપી શકાય છે.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved