Last Update : 21-March-2012, Wednesday
 

દાવત-એ-ચાવલ

 

 

વેજિટેબલ પુલાવ
સામગ્રી ઃ બાસમતી ચોખા દોઢ કપ, અમુલ બટર ૫૦ ગ્રામ, કાજુના પીસ ૧ ચમચો, કિસમિસ ૧ ચમચી, પનીર ૨૫ ગ્રામ, મીઠું, બાફેલા શાકભાજી (ગાજર, ફણસી, વટાણા, કોબી) ૧૩૫ આખો મસાલો બજાર માટે, આદુ-મરચા ૧ ચમચી, કાંદા ૧૩૫, લસણ કરવી.
રીત ઃ (૧) ચોખા છુટા થાય તે રીતે બાફી લો. તેમાં મીઠું નાખો.
(૨) એક વાસણમાં બટર મસાલા ઘી ગરમ કરો. તેમાં આખો મસાલો (તજ, લવીંગ, .... તમાલપત્ર, એલચી, ....) વઘાર માટે નાખો. દરેક વસ્તુ બે બે નંગ લેવી. તેમાં આદુ-મરચા કાંદા લસણ સાંતળો. કાજુ કિસમિસ સાંતળો.
(૩) બાફેલા શાક પનીરના પીસ મીઠું પ્રમાણસર મીક્સ કરો.
(૪) બરોબર હલાવીને મીક્સ કરો. બાઉલમાં કાઢી તેના ઉપર તળેલા કાજુ-કિસમિસ-કોથમીર નાખીને સર્વ કરો.

કાશ્મીરી પુલાવ
સામગ્રી ઃ વેજિટેબલ પુલાવની બધી સામગ્રી લેવી તે ઉપરાંત મીક્સ ફ્રૂટ્‌સ (પાઈનેપલ, સફરજન, દ્રાક્ષ, દાડમ વગેરે) ક્રીમ ૧૦૦ ગ્રામ ખાંડ ૧ ચમચી ચેરી ડેકોરેશન માટે.
રીત ઃ એક વાસણમાં ક્રીમ-વેજીટેબલ્સ-બાફેલા ભાત-મીક્સ કરીન વેજિટેબલ પુલાવની જેમ વઘાર કરવો. પુલાવ તૈયાર થઈ જાય પછી મીક્સ ફ્રુટ નાખો. કાશ્મીરી પુલાવમાં કાંદા લસણનો ઉપયોગ કરવો નહિ.
શાહજહાની પુલાવ
વેજીટેબલ પુલાવની બધી સામગ્રી લેવી. તેમાં શેકેલી બદામના પીસને ક્રીમ વધારાની સામગ્રી નાખવી. પુલાવ તૈયાર થઈ જાય પછી ચીઝનું છીણ અને ચેરી ગોઠવવી.
કશ્મીરી પુલાવની રીત મુજબ બનાવવો. તેમાં મીઠાને બદલે શેકેલા ડ્રાયફ્રૂટ્‌સનો ઉપયોગ કરવો.
મસાલા રાઈસ
સામગ્રી ઃ બાફેલા છુટા ભાત ૨ કપ, ઘી/તેલ ૩ ચમચા, આખો મસાલો, ઝીણું સમારેલું લસણ ૪ કળી, કાંદા ૨ નંગ, ટમેટા ૧ નંગ આદુ મરચા ૧ ચમચી, બાફેલા બટાટા ૧ નંગ બાફેલા વટાણા ૧ ચમચો, મસાલો, મીઠું, મરચું ગરમ મસાલો ચના મસાલો ચાટ મસાલો કોથમીર.
રીત ઃ (૧) એક વાસણમાં તેલ ગરમ મુકો તેમાં આખો મસાલો સાંતળવો.
(૨) લસણ કાંદા આદુ મરચા વટાણા બટેટા અને બધા મસાલા નાખો.
(૩) છેલ્લે ટામેટાના પીસ અને કોથમીર નાખીને ઉતારી લો. ગરમ સર્વ કરો.
વેજિટેબલ બીરીયાની
સામગ્રી ઃ બાસમતી ચોખા ૨ કપ, બાફેલા શાકભાજી (ગાજર, ફણસી, વટાણા, કોબી) ૧ કપ કાજુ કિસમિસ ૨ ચમચી, પનીર ૨૫ ગ્રામ, ગોલ્ડન ગ્રેવી ૧૦૦ ગ્રામ, બીરીયાની મસાલો ૨ ચમચી, કોથમીર ૧ ચમચો, મીઠું પ્રમાણસર.
રીત ઃ (૧) ચોખા શુદ્ધ થાય તે રીતે બાફી લો, તેમાં મીઠું નાખો.
(૨) એક વાસણમાં ગોલ્ડનગ્રેવી ગરમ કરો. તેમાં બાફેલા શાક-પનીરના પીસ, કાજુ-કિસમિસ અને ચોખા મિક્સ કરો. જરૂર પડે તો કલર મીક્સ કરેલ બાઉલમાં કાઢીને કોથમીર તથા પનીરનું છીણ નાખીને સર્વ કરો.
હાંડી બીરીયાની
સામગ્રી ઃ બાસમતી ચોખા ૧ કપ, ગોલ્ડન ગ્રેવી ૭૦ ગ્રામ કાજુ કીસમીસ પનીર પીસ તલેલા ડેકોરેશન માટે. બાફેલા વેજીટેબલ્સ ૧ કપ, કોથમીર બારીક ૧ ટે.સ્પુ. ઓરેન્જ રેડ કલર ચપટી, બીરીયાની મસાલો ૧ ટી.સ્પુનને મીઠું પ્રમાણસર. ઘી ૩ ટી સ્પુન. આ.મ.લ. પેસ્ટ ૧ ટી.સ્પુન.
રીત ઃ (૧) ૧ ટી સ્પુન ઘી ગરમ કરી પેસ્ટ સાંતળો. કલર રાંધેલા છૂટા ભાત સાંતળો. બીરીયાની મસાલો નાખો. (૨) ઘી ૧ ટી સ્પુન ગરમ કરો. વેજી. સાંતળો. મીઠું નાખો અને ગ્રેવી તથા કોથમીર મીક્સ કરો. (૩) હાંડીમાં ઘી લગાવીને ભાત અને ગ્રેવીને વારાફરતી લેયર કરો. ઉપર તળેલા કાજુ કીસમીસ પનીર અને કોથમીર નાખી ગરમ કરીને (ઝડપી સબ્જી) કોર્ન પનીર કેપ્સીકમ વ્હાઈટ ગ્રેવી ૨ કપ, ટોમેટો પ્યુરી ૧ કપ, મીઠુ પ્રમાણસર, કેપ્સીકમના પીસ ૩ ટે.સ્પુન, બાફેલા મકાઈ દાણા ૧ કપ પનીરના પીસ ૧૦૦ ગ્રામ. માખણ ૨ ટી સ્પુન, આદુ મરચાં લસણ પેસ્ટ ૧ ટે. સ્પુન.
રીત ઃ ઘી ગરમ કરી પેસ્ટ સાંતળો. કેપ્સીકમ સાંતળો. બાકીની સામગ્રી મીક્સ કરો. કરતી વખતે કોથમીર અને પનીર છીણ નાખો.
નોંધ ઃ આ પ્રમાણે બેબીકોર્ન-કેપ્સીકમ પણ નાખી શકાય.
ત્રિરંગી બીરીયાની
સામગ્રી ઃ વેજી, બીરીયાની પ્રમાણે છે. પરંતુ વેજીટેબલમાં ગ્રીન કલર, વટાણા, કોથમીર, લીલા કાંદાના પાન, રેડ કલર ઃ ગાજર, ટમેટાના પીસ, વ્હાઈટ અથવા યલો કલર ઃ ફલાવર બટાટા કોબી ને બટેટા.
રીત ઃ બાફેલા ચોખાના ત્રણ ભાગ કરો. ગોલ્ડન ગ્રેવીના ત્રણ ભાગ કરો.
(૨) ગ્રીન કલર માટે ગોલ્ડન ગ્રેવીમાં બાફેલા વટાણા-લીલા કાંદાના પાન અને કોથમીર સહેજ ગ્રીન કલર અને ત્રીજા ભાગના ભાત મીક્સ કરો.
(૩) રેડ કલર માટે ગોલ્ડન ગ્રેવીમાં બાફેલા ગાજરના પીસ. ટમેટાના પીસ. બીજા ભાગના ભાત અને રેડ કલર મીક્સ કરો.
(૪) વ્હાઈટ કલર માટે ગોલ્ડન ગ્રેવીમાં ભાત-બટેટા બાફેલા ફલાવરના પીસ અથવા કોબી મીક્સ કરો. પનીરના પીસ પણ મીક્સ કરો.
(૫) ગોલ્ડન ગ્રેવીમાં પહેલેથી જ કાજુ-કિસમીસ-પનીર નાખીને રાખો.
(૬) એક બાઉલમાં ત્રણ કલરની બીરીયાની ગોઠવો. થોડીવાર ઓવનમાં અથવા ગેસ પર રાખીને બાઉલ ઉંઘુ કરો. તેના ઉપર કાજુ-કીસમીસ-પનીરનું છીણ-ટમેટાનું ફુલ ડેકોરેટ કરો.
ત્રિરંગી બીરીયાનીની બીજી રીત ઃ
ત્રિરંગી બીરીયાની બીજી રીતે કરવી હોય તો બાફેલા ચોકાના ત્રણ ભાગ કરીને ત્રણેયમાં અલગ અલગ કલર મીક્સ કરો. ગોલ્ડન ગ્રેવીમાં વેજીટેબલ સાથે બધી સામગ્રી મીક્સ કરો. એક બાઉલમાં નીચે વેજી. સાથે ગ્રેવી નાખો. તેના પર ગ્રીન ભાત તેના ઉપર ગ્રેવી તેના ઉપર વ્હાઈટ ભાત તેના પર ગ્રેવી તેના પર ભાત મુકીને દાબી દો. થોડી વાર ઓવનમાં અથવા ગેસ પર મુકીને બાઉલ ઊંઘું કરો. અને ડેકોરેશન કરો.
- મીના મહેતા

 

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved