Last Update : 21-March-2012, Wednesday
 

તાંબુ દુનિયાની સૌથી સારી વિદ્યુત સુવાહક ધાતુ છે?

સત્યની બીજી બાજુ- મૃગાંક શાહ

 

માન્યતાઃ દુનિયાની સૌથી સારી વિદ્યુત સુવાહક ધાતુ તાંબુ છે.
હકિકતઃ કોઇપણ વિદ્યુત સરકીટ તમે જુઓ અથવા તો કોઇપણ ઇલેક્ટ્રીક સાધન તમે જો ખોલો તો તાંબાના વાયરો તમને દેખાશે જ અને એને લીધે તમે એવા તારણ પર આવી શકો કે તાંબુ વિદ્યુતવાહક તરીકે સૌથી યોગ્ય છે. વળી તમે તમારા ઇલેક્ટ્રીશીયનને પણ પૂછશો તો એ પણ આ માન્યતાનું ચોક્કસ સમર્થન કરશે, પણ આ વાત સાચી નથી. સૌથી સારી વિદ્યુત સુવાહક ધાતુ તાંબુ નહીં પણ ચાંદી છે. ગરમીની સૌથી સારી વાહક પણ ચાંદી જ છેેે. તો પછી એનો વધારેમાં વધારે વપરાશ ઇલેક્ટ્રીક સાધનોમાં કેમ નથી થતો? જવાબ પણ તમને ખબર જ છે. એ છે એની કંિમત. એમાંથી ઘરેણા બને છે અને એ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ નથી. વળી ચાંદી આજકાલ ફોટોગ્રાફી ઇન્ડસ્ટ્રીમાં પણ પુષ્કળ પ્રમાણમાં વપરાય છે. અને સોલાર પેનલમાં અને લાઇફ લોંગ બેટરીમાં પણ એનો ખૂબ ઉપયોગ થાય છે. ચાંદીની બીજી એક જાણીતી નહીં એવી ખાસીયત એ છે કે એ ખૂબજ શક્તિશાળી વોટર પ્યોરીફાયર છે. પાંચમી સદીમાં પર્સીયન રાજા સાયરસ જ્યારે જ્યારે પ્રવાસે જતો ત્યારે એ પાણી ઉકાળીને ચાંદીનાં વાસણમાં એ લઇ જતો એવો ઉલ્લેખ ઇતિહાસમાં મળે છે. રોમન અને ગ્રીક ઇતિહાસમાં પણ એવો ઉલ્લેખ મળે છે કે એ પ્રજા પાણી અને ખોરાકને લાંબા સમય સુધી બગડયા વગરનાં રાખવા માટે એમને ચાંદીના વાસણમા રાખતા.
માન્યતાઃ દુનિયામાં સૌથી મજબૂત પદાર્થ હીરો છે.
હકિકતઃ હીરો બનવું એ સહેલું નથી. જમીનની અંદર ૧૬૦ કિલોમીટરથી ૪૮૦ કિલોમીટરના ભાગમાં હીરા મળે છે. એટલે વિચારો કે એની ઉપર કેટલું દબાણ આવતું હશે. બીજુ એ કે એ જ્વાળામુખીનાં ખડકોમાં મળે છે એટલે એ એવા તાપમાનમાં હોય છે જે હજારો ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. આવી પરિસ્થિતિઓને કારણે હીરો દુનિયાનો સૌથી સખત પદાર્થ બને એમાં બેમત નથી. ૨૦૦૫ સુધી આ વાત સત્ય હતી પણ ઓગસ્ટ ૨૦૦૫માં જર્મનીના વૈજ્ઞાનિકોએ દુનિયાને સૌથી સખત પદાર્થ લેબોરેટરીમાં બનાવવાની સફળતા મેળવી લીધી. એમણે એનું નામ આપ્યું, એગ્રેગેટેડ કાર્બન નેનોરોડસ. જેનું ટૂંકુ નામ છભશઇછે. કાર્બનના પરમાણુઓને ખૂબ જ ઊંચા તાપમાને અને ખૂબ જ વધારે દબાણ આપીને એમણે છભશઇ તૈયાર કર્યો. છભશઇથી હીરા પર આસાનીથી ઘસાઇ શક્ય બની છે.
માન્યતાઃ ધરતીકંપની તીવ્રતા માપવા આપણે તૈયાર રીચર સ્કેલનો ઉપયોગ કરીએ છીએ
હકીકતઃ વીસેક વર્ષો પહેલાં ઉપરની વાત એકદમ સાચી હતી. રીચર સ્કેલ ધરતીકંપ માપવાનું એકમાત્ર આધારભૂત ધોરણ ગણાતું. પણ ૧૯૭૯માં કેલીફોર્નિયા ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકો હીરૂ કાનામોરાઇ અને ટોમ હેંકે નવા અને બહેતર સ્સ્જીસ્કેલની શોધ કરી અને ત્યારબાદ રીચર સ્કેલ ભૂતકાળની વાત થઇ ગઇ. સ્સ્જીએટલે મોમેન્ટ મેગ્નીટયુડ સ્કેલ. રીચર સ્કેલની ખામી એ હતી કે એ શોકવેવની તીવ્રતા માપતો પણ એનાથી ધરતીકંપની પૂરી તીવ્રતા માપી નહોતી શકાતી. જ્યારે સ્સ્જીધરતીકંપને કારણે રીલીઝ થયેલી એનર્જીનું માપ કાઢી શકે છે. અને એને લીધે ધરતીકંપથી થયેલી અસરનો વઘુ સારી રીતે અભ્યાસ થઇ શકે છે.
માન્યતાઃ દુનિયામાં સૌથી સામાન્ય પદાર્થ ઓક્સિજન છે.
હકિકતઃ તમે કહેશો કે આ વાત ખોટી છે એ અમેય જાણીએ છીએ. સૌથી સામાન્ય પદાર્થ નાઇટ્રોજન છે. અથવા તો કાર્બન છે. અથવા તો પાણી છે. પણ આ બધાં જ જવાબો ખોટાં છે. દુનિયામાં સૌથી વઘુ માત્રામાં મળતા પદાર્થનું નામ છે ‘‘પેરોવસ્કાઇટ’ આ એક એવું ખનીજ છે જે મેગ્નેશિયમ, સીલીકોન અને ઓક્સિજનથી બનેલું છે. પૃથ્વીમાં અડધાથી વઘુ ક્ષેત્રફળમાં આ તત્વ મળે છે. અર્થાત્‌ પૃથ્વી જેની બનેલી છે એ આ તત્વ છે. પેરોવસ્કાઇટ એ એવું ખનીજ છે જે નોર્મલ તાપમાને વીજળીનું વહન ખાસ અવરોધ વિના કરે છે. એને લીધે જ આટલા ફાસ્ટ કોમ્પ્યુટરો ચાલે છે. અને ફ્‌લોટીગ ટ્રેઇનો પણ એને કારણે અસ્તિત્વમાં છે.
ડ્રાયફ્રુટઃ પીઅરે મેસી નામનો ફ્રાંસનો એક અદાકાર ધારે ત્યારે એના માથાનાં વાળ ઊભા કરી શકતો હતો!

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved