Last Update : 21-March-2012, Wednesday
 

વધતું કોલેસ્ટેરોલ તમારી રક્તવાહિનીઓને શી રીતે ‘જામ’ કરી નાંખે છે ?

 

લોહીમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ વધવાથી શું નુકસાન થાય ?
ખોરાકમાં કે લોહીમાં કોલેસ્ટેરોલનું વધારે પ્રમાણે હૃદયરોગ કરે છે એ વાત સર્વ સ્વીકૃત છે. પણ મૂળ પ્રશ્ન એ છે કે કોલેસ્ટેરોલ વધવાથી એથેરોસ્કલેરોસિસની પ્રક્રિયા કઈ રીતે શરૂ થાય છે.
કોલેસ્ટેરોલના સંદર્ભમાં આ સિદ્ધાંતને વિગતે સમજીએ તો, જ્યારે લોહીમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ખૂબ વધી જાય ત્યારે રક્તવાહિનીના (ખાસ કરીને ધમનીઓના) લોહીને અડીને આવેલા કોષો સતત આ વઘુ પડતા કોલેસ્ટેરોલના સંપર્કમાં આવ્યા કરે છે. જ્યારે લોહીમાં કોલેસ્ટેરોલ વધી જાય ત્યારે વઘુ પડતું કોલેસ્ટેરોલ રક્તવાહિનીના કોષની કોષદિવાલમાં જોડાય છે. કોલેસ્ટેરોલનું પ્રમાણ કોષદિવાલમાં વધે છે ત્યારે કોષદિવાલની સ્થિતિસ્થાપક્તા ઘટી જાય છે અને બરડતા વધી જાય છે. આ બરડ કોષો રક્તવાહિનીમાંથી ભારે દબાણ હેઠળ પસાર થતા લોહીના પ્રવાહ સામે પોતાની સ્થિતિસ્થાપક્તા જાળવી શકતા નથી અને ઈજા પામે છે.
જ્યારે રક્તવાહિનીના કોષોને ઈજા થાય ત્યારે ઈજા પામેલ કોષો ઉપર અને આસપાસ લોહીમાં ફરતા શ્વેતકણો ભેગા થઈ જાય છે. આ શ્વેતકણો ત્યાં રહેલ હાનિકારક ઓક્સિડાઈઝ્‌ડ એલ.ડી.એલ.ને પકડીને પોતાનાં પેટમાં પધરાવી દે છે. વઘુને વઘુ આવા ચરબીના કણો આ રીતે રક્તવાહિની પર જમા થયેલ શ્વેતકણોનાં પેટમાં જાય છે. આને લીધે રક્તવાહિનીની દિવાલ પર ચરબીયુક્ત પદાર્થો એક લાઈનમાં જમા થયેલાં દેખાય છે.
આ પ્રક્રિયા વઘુ આગળ ચાલે ત્યારે શ્વેતકણો પોતાની મદદમાં અન્ય કણોને બોલાવે છે. ઈજાથી નાશ પામતા કોષોની જગ્યાએ બીજા કોષો આવી જાય એ માટે કોષોની વૃદ્ધિ વધારતાં રસાયણો શ્વેતકણોમાંથી નીકળે છે. આ રસાયણોની અસર હેઠળ રક્તવાહિનીના કોષો અને સ્નાયુઓનું ઉત્પાદન વધી જાય છે અને રક્તવાહિની જાડી થઈ જવાનાં ચિહ્નો દેખાય છે.
ઈજા પામેલ ભાગમાં શ્વેતકણો ઉપર ત્રાકકણો પણ ચોંટી જાય છે અને રક્તવાહિનીના બે કોષો વચ્ચે જગ્યા પડે તો ત્યાં પણ લોહીમાં ફરતા ત્રાકકણો ચોંટી જાય છે. ત્રાક્કણો લોહીને ગંઠાઈ જવામાં મદદ કરે છે (એને કારણે જ કંઈક વાગ્યા પછી થોડીક જ વારમાં લોહી નીકળતું બંધ થઈ જાય છે). પરંતુ જ્યાં લોહીને ગંઠાવાની જરૂર ન હોય ત્યાં ત્રાકકણો ભેગા થઈને લોહી ગંઠાવાની પ્રક્રિયા શરૂ કરી દે તો એને કારણે જે તે ભાગમાં લોહી ફરતું બંધ થઈ જાય અને આ ભાગને નુકસાન થાય છે.
એથેરોસ્કેલેરોસિસને કારણે કઠણ, જાડી અને સાંકડી થયેલ રક્તવાહિનીમાં આમ પણ લોહીનો પ્રવાહ રૂંધાય છે. એમાં જો એ જગ્યાએ ત્રાકકણ ચોંટી જઈને લોહી ગંઠાવાની પ્રક્રિયા શરૂ કરી દે તો એ રક્તવાહિનીમાંથી લોહીનો પ્રવાહ બિલકુલ બંધ જેવો થઈ જાય છે અને પરિણામે જે ભાગને એ રક્તવાહિની લોહી પહોંચાડતી હોય એ ભાગ (હૃદય, મગજ વગેરે) કામ કરતા બંધ થઈ જાય છે અને એનાં કોષો કાયમ માટે નાશ પામે છે. જ્યારે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે ત્યારે એની રક્તવાહિનીમાં આવી જ પ્રક્રિયા થાય છે.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved