Last Update : 21-March-2012, Wednesday
 

બાળકોનાં અપહરણ અટકાવવા સાવધાની જરૂરી

વામાવિશ્વ- અનુરાધા દેરાસરી

અગાઉ ફક્ત પૈસા માટે ધનવાન વ્યક્તિનાં સંતાનનાં ક્યારેક અપહરણ થતાં હતાં. હવે તો પૈસા માટે અપહરણ ખૂબ સામાન્ય બની ગયાં છે. ઉપરાંત વેર, અદાવત
તથા માનસિક વિકૃતિઓથી પણ અપહરણની ઘટનાઓ ખૂબ વધી ગઈ છે
ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં આવેલી પૂર્ણિમા સ્કૂલમાંથી ઘૂ્રવી નામની બાળકીનું અપહરણ કરાયું. ત્રીસ કલાક બાદ તલોદના કોતરોમાંથી સળગાવેલી હાલતમાં તેની લાશ મળી ગૃહ તપાસ કરતા માલૂમ પડ્યું કે, ઘૂ્રવીને લઈ જનાર મહિલા તેના પિતાની પિતરાઈ બહેન હતી અને કૌટુમ્બિક કલેશના વેરની વસુલાતનો ભોગ ઘૂ્રવી બની હતી. (સ્કૂલમાંથી જ્યારે લઈ જવામાં આવી ત્યારે શિક્ષિકાને તે મહિલા ફોઈ છે અને ઘૂ્રવીને તાવ આવ્યો છે, તે કારણ બતાવી લઈ ગઈ, પરંતુ શિક્ષિકાને કારણની તપાસ કરવાનું યોગ્ય ના લાગ્યું. તે શિક્ષિકાની લાપરવાહી દર્શાવે છે.
અમદાવાદના સેટલાઈટમાં રહેતા સુરેશ અને પ્રીતિ પટેલની દીકરી વિશ્વા, નીચે ફલેટમાં લગ્ન હતા તેમાંથી ગુમ થઈ છે. આજે ઘણા દિવસો થઈ ગયા પણ તેનો પોલીસ પત્તો મેળવી શકી નથી. છેલ્લે વિશ્વાને લગ્નમાં કોઈ આન્ટી સાથે વાત કરતાં જોવામાં આવી હતી.
ગોંડલ તાલુકાના એક નિઃસંતાન દંપત્તીઓ, સંતાનસુખ મેળવવાની લાલસામાં, અંકલેશ્વર તાલુકાના, એક ગામમાં સંબંધીના પડોશીની બાળકી પ્રિયંકાનું અપહરણ કર્યું હતું. બે વર્ષ સુખી તેને દીકરીની જેમ રાખી, પરંતુ એક વૃદ્ધાની હત્યામાં આ દંપત્તી પકડાતા, બાળકીના અપહરણનો ગુન્હો પણ બહાર આવવા પામ્યો હતો.
અમદાવાદના મોહમ્દભાઈ શેખનો અગિયાર વર્ષનો પુત્ર આસીફ ટેનીસ રમવા કલબના દરવાજે ઊતર્યો, અને તરત જ પાસે ઊભેલી વેગનઆર ગાડીમાં બેઠેલા શખ્સોએ તેનું અપહરણ કર્યું, તપાસ કરતા માલૂમ પડ્યું કે, મોહમ્દભાઈની બીજી પત્નીના સગાંઓએ આ અપહરણ કર્યું હતું. આ કૌટુમ્બિક કલેશનું પરિણામ હતું. (વ્યક્તિના નામ બદલ્યા છે.)
આમ, આપણે જોઈએ છીએ કે, સાંપ્રત સમયમાં, બાળકોના અપહરણના કિસ્સા વધી રહ્યા છે. લગભગ પાંચથી અગિયાર વર્ષના બાળકોના અપહરણ જાણે સહજ ઘટના થઈ ગઈ છે. લગભગ વર્તમાનપત્રોમાં આંતરે દિવસે આવા સમાચારો ઝળકી જાય છે. આખા ભારતમાં આવી ઘટનાઓ રોજબરોજ આકાર લે છે. ઇલેકટ્રોનીક મીડીયામાં પણ આવી ઘટનાઓ પર ફોક્સ કરી ‘કહાં ચલે ગયે તુમ’? નો રીયાલીટી શો વિદ્યાબાલનના મુખ્ય મહેમાન પદે શરૂ કર્યો છે.
જ્યારે આંખના રતન સમા સંતાનોનું અપહરણ થાય છે, ત્યારે માતા-પિતા અને કુટુંબીજનોના આંખનાં અશ્રુઓ ખૂટતા નથી. હૃદયની વેદના એક જ લીટીમાં વર્ણવી શકાય,
‘‘યાદ આ રહી હૈ, તેરી યાદ આ રહી હૈ,
યાદ આને સે જાન જા રહી હૈ’’
ખરેખર માતા-પિતાની જાન નીકળવાની જ બાકી રહી જાય છે. આ પરિસ્થિતિમાં બાળકોનાં થતાં અપહરણનાં મૂળ કારણો સુધી પ્હોંચી, વાલીઓએ તે માટે શું તકેદારી રાખવી તે ચર્ચવું જરૂરી છે.
પહેલાં ચલચિત્રોમાં આવતું તેમ, ખાસ કરીને ગુંડાતત્ત્વો દ્વારા પૈસાની ખંડણી ધનવાન બાળકોના અપહરણ કરવામાં આવતાં. પરંતુ આજે દરેકને શોર્ટકટ દ્વારા ધનિક બની જવું છે ત્યારે, સામાન્ય નાગરિક પણ અપહરણમાં જોડાઈ ગયો છે. ઘણીવાર આવી ઘટનાઓમાં યુવાનો પૈસા માટે બાળકનું અપહરણ કરે છે, કોઈ વખત ઓફિસ, પેઢી કે ફેકટરીમાં કામ કરતા શખ્સો પણ પૈસા માટે શેઠ કે બોસના સંતાનનું અપહરણ કરે છે અને હવે આમાંથી મહિલાઓ પણ બાકાત નથી છેલ્લા એક કિસ્સામાં, એક પ્રેમિકાએ પ્રેમીનું દેવું ચૂકવવા ધનવાન કાકાના દીકરાનું અપહરણ કરી ત્રણ લાખની માગણી કરી હતી.
પૈસા ઉપરાંત હવે બીજાં કારણો પણ ઊમેરાય છે. જેમાં કૌટુમ્બિક કલેશ પણ કારણભૂત બને છે. પિતરાઈભાઈઓ કે હવે તો બહેનોના, પતિ-પત્ની વગેરે કૌટુમ્બિક કલેશનો ભોગ ઘૂ્રવી અને આસીફ જેવા નાજુક ફૂલ જેવા બાળકો બને છે.
આજે સમાજમાં સેક્સ મીડીયા વગેરેમાં ખુલ્લે આમ દર્શાવાય છે. જે જોઈ ઘણા પુરુષોનું માનસ વિકૃત થાય છે. આ સેક્સના ઉપભોગ માટે નાની બાળકીઓ અથવા દસબાર વર્ષના છોકરાઓનું અપહરણ કરવામાં આવે છે. આ વિકૃત માનસ આવા બાળકો દ્વારા પોતાની વાસના સંતોષે છે.
ઘણીવાર નિઃસંતાન દંપત્તીઓ, પોતાની બાળક માટેની લાલસા સંતોષવા જાણીતા અથવા અજાણ્યા બાળકોનું અપહરણ કરે છે.
આપણા સમાજમાં ધાર્મિક અંધશ્રદ્ધા એટલી હદે વ્યક્તિઓને અંધ બનાવી દે છે કે ધાર્મિક સંતો, ગુરુઓ, બાવાઓમાં કહેવાથી સંતાન પ્રાપ્તિ માટે અથવા બીજા કોઈ ધાર્મિક કાર્ય માટે બાળકોનો ભોગ આપવા માટે બાળકોના અપહરણ કરવામાં આવે છે. ખાસ કરીને આ પ્રકારનાં અપહરણો, ઉ.પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મઘ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ બાજુ વધારે જોવા મળે છે.
આ ઉપરાંત ભીખમંગાઓની ટોળકી, મજૂરી કરવા માટે આંતરરાજ્ય ગુંડાઓની ટોળકી બાળકોનું અપહરણ કરે છે.
ટૂંકમાં ચલચિત્રોમાં પ્રાણ, અજીત જેવા વીલનો દ્વારા દર્શાવતા નાટ્યાત્મક અપહરણો આજે રુટીન સમયમાં વાસ્તવિક દ્રશ્ય ઘટના બની ગયા છે.
આ અટકાવવા વાલી અને કુટુંબીજનો, તેમજ શાળા અને શિક્ષકોએ કેટલીક તકેદારી રાખવી જરૂરી છે.
પ્રથમ તો આજના દોડધામભર્યાં ઝડપી અને માતા-પિતાના અત્યંત વ્યસ્ત કામકાજી શીડ્યુલમાં માતા-પિતા બાળકોને સમય આપી શકતા નથી. તે આપવો જરૂરી છે. ખાસ કરીને માતાએ અને પિતાએ પણ બાળકો સાથે સ્કૂલની રોજીંદી પ્રવૃત્તિની જાણકારી રાખવી જરૂરી છે. બાળકો કોની સાથે વાતચીત કરે છે, શાળાએ લઈ જતા વેનવાળા કે રિક્ષાવાળાની વર્તણૂંક કેવી હોય છે વગેરે તાજેતરમાં એક એડલ્ટ કોન્ફરન્સમાં એડલ્ટના સેક્સ માટે ઉપયોગ થતા અનુભવોમાં, એ જ પ્રસંગો ટંકાયા હતા જેમાં છોકરીઓએ આન્ટી, અંકલે ઘરોબો કેળવ્યાની વાત હતી. શાળામાં માતા-પિતાએ અઠવાડિયામાં એકવાર આંટો મારી શિક્ષકને મળવું જરૂરી છે. જ્યારે આ પ્રકારના અપહરણ થાય છે ત્યારે અપહરણકારો બાળક સાથે ઘરોબો કેળવે છે અથવા તેમની શાળાકીય પ્રવૃત્તિ ઓબ્ઝર્વ કરે છે. રોજીંદી વાતચીત ઘણીવાર આ પ્રકારની ઘટનામાંથી બચાવી શકે છે.
આજના સમયમાં માતા-પિતાએ કૌટુમ્બિક કલેશ પણ બને તો ના કરવો જોઈએ કોઈપણ ઝઘડાને શાંતિથી પતાવવો જોઈએ તે જરૂરી બને છે. પતિ-પત્નીએ પણ દાંપત્ય જીવનમાં સંતુલન રાખવું જરૂરી બને છે.
આ સાથે માતા-પિતાની ફરજ બને છે કે, સંતાનોને અમુક રીતોથી શિક્ષિત કરવા જોઈએ. જેમકે નાનપણથી એટલે કે બોલતા બરાબર શીખે પછી પૂરું નામ, સરનામું અને શહેરનું નામ અને બને તો ફોન નંબર શિખવાડી દેવા જોઈએ. ઘણીવાર બાળક કોઈ બીજા શહેર કે રાજ્યમાંથી મળે છે પણ જો તેને પૂરું સરનામું ના આવડતું હોય તો તે ઘેર પ્હોંચી શકતું નથી. આ પછી બાળકને ખાસ સમજાવી રાખવું જોઈએ કે માતા-પિતા કે ઘરના સિવાયની કોઈપણ વ્યક્તિ વધારે વાત કરે, ચોકલેટ-આઇસ્ક્રીમ કે કોઈ બીજી લાલચ આપે, તો તેનાથી દૂર રહેવું જોઈએ. છોકરીઓને ખાસ શીખવડાવાનું કે કોઈ આન્ટી કે અંકલ શરીર સાથે વધારે છેડખાની કરે તો તરત ઘેર જાણ કરવી જોઈએ. ઉપરાંત શાળાએથી મમ્મી-પપ્પા કે ચાલુ રિક્ષા/વેનવાળા સિવાય કોઈની પણ સાથે શાળાની બહાર જવું નહિ. ઘરની વ્યક્તિની સૂચના હોય તો જ કાકા/મામા/ફોઈ વગેરે સાથે શાળાની બહાર નીકળવું. ઘરમાં કહ્યા વગર કોઈ દોસ્ત કે સગાવહાલાને ત્યાં જવું નહિ. અજુગતી લાગતી બાબતો અંગે તરત ઘેર અથવા શિક્ષકને જાણ કરવી.
પ્રાયમરી શાળાના શિક્ષકોની જવાબદારી બને છે કે, દરેક બાળક પાછળ પૂરતું ઘ્યાન આપવું. વાલી સિવાયની કોઈપણ વ્યક્તિ બાળકને લેવા આવે, અને કોઈપણ કારણ બતાવે તો તે કારણની ચકાસણી કરવી. કોઈપણ બાળક કે વિદ્યાર્થીની વર્તણૂંક સહેજ ગભરાટવાળી કે અજુગતી લાગે તો વાલીને ફરિયાદ કરવી જરૂરી બને છે.
આ ઉપરાંત આજે આપણા ટીવી, મીડીયા, ચલચિત્રો, મેગેઝીનો વગેરેમાં ઠાંસી ઠાંસીને સેક્સ, હંિસા ભરવામાં આવે છે, તે અતિશયોક્તિ જરૂરી નથી જેને કારણે જન માનસમાં વિકૃતિ વધે. આર્થિક રેટરેસ પર પણ અંકુશ જરૂરી છે, જેને કારણે પણ અપહરણ કરવાનું માનસ ઓછું થાય. આ બધા આડકતરા પરિબળો છે, પરંતુ તેના પર વિચાર-વિમર્શ જરૂરી છે. જનરલ કટ થ્રોટ કોમ્પીટીશન જે હવે ઘરોમાં સગાઓ વચ્ચે જોવા મળે છે. તેમાં પણ બ્રેકની જરૂર છે, જેની જગ્યાએ એકબીજા માટે સર્મપણને પ્રેમની ભાવના જરૂરી છે.
આ પ્રકારનું જો માળખું રચીએ તો કદાચ બાળ અપહરણની ઘટનામાં ઘટાડો થઈ શકે. બાકી તો જે માતા-પિતાને કુટુંબો પર વીતે છે તે તો કહેતા જ રહી જાય છે કે ઃ કહાઁ ચલે ગયે તુમ ?

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved