Last Update : 21-March-2012, Wednesday
 

‘મંત્ર’નું મૂલ્ય

 

કૉફી પદમજાનો પ્રથમ પ્રેમ. ઑફિસના કામકાજથી પરવારી, સમીસાંજે કૉફીનો પ્યાલો હાથમાં આવે તે તત્ક્ષણે બહારની સમગ્ર દુનિયા સાથેનો તેનો સંપર્ક કપાઈ જતો. અંદરની દુનિયા સાથે દોરી સંચાર શરૂ થઈ જતો. કદી કદી તેમને થઈ આવતું ઃ વિચાર શક્તિ કરતાં વધારે ઉચ્ચ અવસ્થા શું હોઈ શકે જ નહીં? એ જ સમય સૂર્યના અસ્તનો, જે કહી જતો ઃ પ્રકાશનાં આંદોલન જ્યારે ઘણા મંદ હોય છે, ત્યારે તે આપણી નજરે પડતાં નથી, અને અંધકાર જ લાગે છે. જ્યારે એ મૃદુ આંદોલનો તેજસ્વી થાય છે, ત્યારે જ તે પ્રકાશનાં કિરણો પ્રત્યક્ષ થતા હોય છે.
પદમજાની કુશાગ્ર બુદ્ધિ કહેતી કે અંધકાર અને પ્રકાશ બન્ને એક જ તત્ત્વનાં પાસાં છે. તો અંધકારનો આનંદ કેમ નહીં લઈ શકાતો હોય? અને પ્રકાશ માટે વલખાં શા માટે? તે અનુત્તર રહેતા. અંદર મનના ઊંડાણમાં ડૂબકી મારતા કે પ્રકાશ પથરાતો ઃ તમારાં આંતરિક મૂલ્યો ‘ચેઈન્જ’ લઈ રહ્યાં છે જે તમને કદાચ મોટિવેટ કરે. જીવનમાં પરિવર્તન માટે તમારી સૂક્ષ્મ તૈયારી હોય તો હૃદય તમારું માર્ગદર્શક બની શકે.
પદમજા મનનાં ઊંડાણમાં પહોંચી જતા ત્યારે ઉત્તર મળતો કે હૃદય સમૃદ્ધ હોય તો જ તમારી ઈચ્છાઓ સ્પષ્ટ આકાર લે અને તમારો જીવન ઘ્યેય સિદ્ધ થાય અને હૃદયને માફક આવે, એની સીમા વધારે કે એને સમૃદ્ધ બનાવે તેવું કોઈ ઉમદા ઈન્સ્ટ્રમેન્ટ હોય તો તે મંત્ર. મંત્રના ઉચ્ચારણમાં અદ્‌ભુત શક્તિઓ સામેલ છે તેની અનુભૂતિ તો તેના ઉચ્ચારણ પછી જ પ્રતીત થાય.
પદમજાના અંતરમાં પ્રકાશ પથરાયો ઃ મંત્રની શક્તિનું મૂલ્ય સમજાયું. મંત્ર એ કોઈ શબ્દ કે અર્થનો મહિમા નથી ગાતું. સમજાયા વિના વારંવાર રટણ કરવાનો અર્થ પણ નથી. માળા એનો મહિમા નથી. પણ કોઈ ચોક્કસ ઘ્વનિ ઉદ્‌ભવે, સાકાર બને, મન અને તનને રીલેક્સ કરે તો જ અંતરમાં પ્રકાશનાં કિરણો પથરાય અને અંધકારમાં પણ પ્રકાશને જોવાની દ્રષ્ટિ પ્રાપ્ત થાય.
ચંિતકો કહે છે કે મંત્ર એ કોઈ મીસ્ટ્રી નથી. રીસાઈટેશન અને રીપીટેશન કશું સિદ્ધ નથી કરતું. તો મંત્ર કે તેનું ઉચ્ચારણ શા માટે? ઉત્તર સ્પષ્ટ છે ઃ મંત્ર ‘મેડિટેશન’ માટે છે, વિચારના શુદ્ધિકરણ માટે છે. લયબદ્ધ થવા માટે છે એકાગ્રતા માટે - વન પોઈન્ટેડનેસ માટે છે. બ્લડ સર્ક્યુલેશનને પ્રવાહી, ગતિશીલ બનાવવા માટે છે. તન-મનના સુંદર સ્વાસ્થ્ય માટે છે, આત્માની ઓળખ માટે છે. પ્રાણના રક્ષણ માટે, તેને સક્ષમ બનાવવા અને લાંબી આવરદા માટે છે. ચહેરાની સુંદર, સુમેળ આકૃતિ માટે મંત્ર સિવાય બીજું કોઈ સાધન ઉપલબ્ધ ખરું?
રીસર્ચ કહે છે ઃ મંત્ર એટલે ‘મન’ કે જેનો અર્થ ‘‘ટુ થીંક’’ થાય છે અને ‘ત્ર’ એટલે ‘ટુલ’-‘ઈન્સ્ટ્રુમેન્ટ’. આજે ‘થંિકીંગ ડીસ્ટોરશન’માં પારવાર વૃદ્ધિ થઈ રહી છે ત્યારે એક માત્ર ઉપાય મંત્ર અને તેનું ઉચ્ચારણ છે. અનુભૂતિ કરનારા કહે છે કે મંત્રના ઉચ્ચારથી ‘થીંકંિગ’ શુદ્ધ-ક્લીન બને છે, ક્લેરિટી આવે છે. મંત્ર જરૂર ‘રેસિટેશન’ માટે છે - માત્ર એના ‘ટોન’માં રીધમલય આવવો જોઈએ. તો મંત્રનું મૂલ્ય સમજાય અને મંત્રનું ખરું મૂલ્ય સ્વ-સાક્ષાત્કારમાં છે.
શ્રી અરવંિદ કહે છે કે મંત્ર એ શાબ્દિક ઉચ્ચારણ નથી પણ એક ઉમદા ઘ્વનિ છે. એ એક ‘પાવર’ છે. એનું સીગ્નીફેકન્સ છે વ્યક્તિનાં મૂળ ખરા સ્વરૂપની પ્રતીતિ કરવાનો. મંત્રની થીઅરી છે કે શબ્દની એ વિશિષ્ઠ શક્તિ છે, જે એના ઊંડાણમાં જન્મજાત પડેલી છે, જે એના ડીપર કૉન્શ્યનેસમાં ગુંથાઈ ગયેલી છે, જે એની મેન્ટલ સ્કીન છે, જેનું સ્થાન હૃદય છે, બુદ્ધિ એનું ઉગમ સ્થાન નથી. મંત્ર કોઈ નવા ‘સબ્જેક્ટીવ સ્ટેટ’ના દરવાજા ખોલી આપવાનું લક્ષ્ય લઈ નથી બેઠું, કોઈ ભૌતિક સમૃદ્ધિ પણ નથી. સ્વ પ્રતીતિ એ જ મંત્રનો મહિમા-એ જ એનું મૂલ્ય.
શ્રી. અરવંિદ ઉમેરે છે કે મંત્ર એ સર્જનાત્મક શક્તિ છે, માત્ર તે આત્મસાત્‌ થવી જોઈએ. આત્મસાત્‌ ન થાય તો એ મંત્રનો કોઈ અર્થ નથી. મંત્ર ‘વાઈબ્રેશન’ જન્માવે છે અને જેનું લક્ષ્ય માત્ર છે ઃ ભૌતિક સેલ્ફ અને રીઅલસેલ્ફનું અંતર ઘટાડવાનું છે. અમેરિકન તત્ત્વચંિતક ‘એમએસઆઈ’ પણ આ જ વાત દોહરાવે છે ઃ સ્માલ ‘એસ’ ઈન જીનક માંથી બીગ ‘એસ’ ઈન જીનક તરફ જવાનો રાજમાર્ગ મંત્ર છે. એ જ મંત્રનો મહિમા છે.
હકીકતે, મંત્ર એ કોઈ રિદ્ધિ-સિદ્ધિનું ઉપાદાન નથી. પણ અંતઃકરણની શુદ્ધિ માટે છે. મંત્રની જર્ની છે ઃ ઈમપ્યોરીફાઈડ સેલ્ફ ટુ ઈમ્યુન સેલ્ફ. ઈમ્યુન સેલ્ફ એ જ માણસનો ખરો પરિચય છે. અને જેની પ્રતીતિ મંત્ર દ્વારા સિદ્ધ થઈ શકે છે. પ્રાણના આરોહ-અવરોહ સાથે મંત્રના શબ્દો એકરસ બને, તેમાંથી પ્રગટતો ઘ્વનિનું સતત ગુંજન રહે એ જ કોઈપણ મંત્રની ચરમ અને પરમસિદ્ધિ. ‘સ્વ’ના દરવાજા ખૂલે તો મંત્રના અર્થ સાર્થક બને.
- હરેન્દ્ર રાવલ

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved