Last Update : 21-March-2012, Wednesday
 

ભાતભાતની ફેશનો, એકઝામ કે અચાનક કોક નવા જ અંદાજ સાથેની ફેશન પાછી દેખાવા લાગે છે !

 

ભાતભાતની ફેશનો, એકઝામ કે અચાનક કોક નવા જ અંદાજ સાથેની ફેશન પાછી દેખાવા લાગે છે ! ભાતભાતની ફેશન કરવા માટે મન થાય તે પણ એક હકીકત છે. આવે ટાણે શાણપણ, સમજ, આયોજનપૂર્વક, બજેટ મુજબ જરા વિચારીને કામ કરશો તો આજના મોંઘવારીના યુગમાં ફેશનેબલ, મોર્ડન બની રહેશો. રૂપાળા મોર્ડન દેખાવા માટે બોલ્ડ, બ્યુટીફૂલ બ્રેઈન પણ વાપરવું જરૂરી છે. જેથી પાછળથી ખોટનાં સોદાને કારણે રડવાનો વારો ન આવે. ફેશનેબલ કરકસરયુક્ત સમજદારી સમજવા જેવી છે.
* વોર્ડરોબ, વસ્ત્રોનું વ્યવસ્થિત આયોજનપૂર્વકનું લીસ્ટીંગ, ઉપયોગની જાગૃતિ જરૂરી છે.
* આડેધડ ખરીદી કરવાની ટેવ ન રાખો. ખરીદી વખતે જોઈએ તે મુજબ પ્લાનીંગ કરીને ‘ખરીદી લીસ્ટ’ મુજબ જ ખરીદી કરવાો આગ્રહ રાખો. ખપ પુરતા જ પૈસા રાખો. વઘુ પૈસા વઘુ ખરીદી કરવા લલચાવશે. ક્રેડીટ કાર્ડથી ઘણીવાર વઘુ બીનજરૂરી ખરીદી થઈ જાય છે અને અંતે હેરાનકર્તા સાબિત થાય છે. આવી સ્થિતિ ટાળો.
* ઘણીવાર ‘આઉટ સીઝન’ ખરીદીમાં તમને મોંઘી વસ્તુ સસ્તાભાવે સેલમાં મળી શકે છે. જે તમારે માટે લાભનો સોદો પણ થઈ શકે.
* ઘરનાં, કુટુંબના કે અન્ય લોકોને ઉપયોગી ફીટીંગવાળા વસ્ત્રો યોગ્ય રીતે આપલે કરી નવીનતા લાવી શકો. આ વહેવારમાં સ્વચ્છતા, ત્વચાના રોગો, વસ્ત્રોની જાળવણીના મુદ્દે જાગૃતિ જાળવશો.
* જીન્સ જેવી ફેશન બારેમાસ રહે છે. તેનાં વિવિધ ફેશન મુજબ ચેઈન્જ કરીને પણ પહેરી શકો છો. પેન્ટ પર પેઈન્ટીંગ, સ્ટીકર, ભરતકામ, સ્ટોન સીલાઈ વગેરેથી નવીનતા લાવી શકો છો.
* નવી ફેશનનાં વઘુ જોડી વસ્ત્રો ન ખરીદો. ફેશન નબળી પડતા સસ્તાભાવે પણ ખરીદી રીનોવેટ કરી નવીનતા કરી નવી ફેશન કરી શકશો.
* ફેશન માત્ર થોડાક ફેરફાર સાથે રીપીટ થાય છે. માટે સંઘરેલાં સારાં વસ્ત્રો પણ રીપીટ વેલ્યુમાં કામમાં આવશે જ.
* પ્રસંગ, ૠતુ પ્રમાણે પહેરાતા વસ્ત્રોમાં વ્હાઈટ, બ્લેક તથા બેઝીક કલરની પસંદગી કરશો જે કોઈ પણ રંગ જોડે મેચ, મિક્સ કરી શકાય.
* મારકેટ સર્વે કરવાની ટેવ રાખો. ક્યાં ? કયા સ્ટોર ? કેવા ? સારા ? સસ્તા વસ્ત્રો ક્યારે વેચે છે ? માટે જાહેરાતો, મિત્રો દ્વારા પણ જાણકારી રાખતા રહો. શો રૂમમાં આંટા મારવાની ટેવ નવાં નવા ટ્રેન્ડનો ખ્યાલ આપતા રહેશે.
* ઘણીવાર ‘ઓફ સીઝન’માં સસ્તામાં વસ્ત્રો ધારી કંિમતે પણ મેળવી શકાય છે. શિયાળામાં ‘કોટન’ ઉનાળામાં ‘ગરમ’ વસ્ત્રોની ખરીદી ફાયદો કરાવી શકે છે.
* બ્રાન્ડેડ ખરીદી તેના ચોક્કસ સેલમાં ખરીદી કરશો તેમાં ફાયદો થવાની શક્યતાઓ રહેલી છે.
* જો તમારામાં સર્જનાત્મકતા, સિલાઈની જાણકારી હોય તો જૂના નવાં વસ્ત્રોનો તાલમેલ નવી ફેશન સસ્તામાં બનાવી શકે છે. આખરે તો ‘ત્રેવડ ત્રીજો ભાઈ’ કહેવાય છે. તે ખાસ યાદ રાખજો.
સસ્તી, સમજદારીપૂર્વક ખરીદી રૂપાળી સુંદરતાને ફેશનેબલ લુક આપી શકે છે.
- સવિતા તુષાર

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved