Last Update : 21-March-2012, Wednesday
 

કોઈપણ બાબતમાં અતિરેકથી કારકિર્દીને નુકસાન જ થાય છે

અતિસામાજિકતા જેટલી નકારાત્મક છે તેટલી જ અતિઆત્મકેન્દ્રીયતા પણ નકારાત્મક છે. ‘હું ભલો અને મારી દુનિયા ભલી.’ મારે કોઈની જરૂર નથી એવું માની ઘણા માનવીઓ એક કોચલામાંથી બહાર આવી શકતા નથી.
જીવનમાં કોઈ પણ વસ્તુનો અતિરેક ઝેરનું કામ કરે છે એટલું જ નહીં ઘણી વખત નકારાત્મક પરિણામો આપે છે.
જીવનમાં ચોક્સાઈ જરૂરી છે. ચોકસાઈને કારણે કાર્યદક્ષતા વધે છે. ભૂલોનું નિવારણ થઈ શકે છે અને ધાર્યાં પરિણામો મેળવી શકાય છે. પરંતુ જ્યારે ચોકસાઈનો અતિરેક થઈ જાય છે ત્યારે ઘણી વખત તે પણ નકારાત્મક બની શકે છે. દા.ત. કોઈને પત્ર લખવામાં આવે અને તેની પ્રીન્ટ લેવામાં આવે. પ્રીન્ટમાં એક જ સ્પેલીંગ મીસ્ટેક છે તે ત્યાં જ હાથેથી સરસ રીતે સુધારી શકાય એમ છે. છતાં મેનેજર તેને ફરી પ્રીન્ટ કરાવી કાગળનો બગાડ કરાવે તેવી ચોકસાઈનો અતિરેક કહી શકાય. તિજોરીમાં વઘુ સલામત છે ને તે જોવા દર કલાકે તિજોરી ખોલી ફરી ફરી પૈસા ગણવા તે ચોકસાઈનો અતિરેક જ નહીં પણ તે માનસિક ખામી કહી શકાય.... ધંધાના હિસાબમાં ચોકસાઈ હોઈ શકે પરંતુ મિત્રો સાથે પાંચ પૈસાની પણ ચોકસાઈ રાખવામાં સંબંધો બગડી શકે છે.
અતિ ચોકસાઈ સમય બગાડે છે પરંતુ અતિબેદરકારી મોટું નુકસાન કરે છે. ઓફિસોમાં યોગ્ય ફાઈલીંગ કરવામાં બેદરકારી રાખવામાં એક પેપર શોધવા કલાકો બગાડવા પડતા હોય છે તો ઘણી વખત પૈસા પણ ગુમાવવા પડતા હોય છે. દા.ત. ટેલીફોન અથવા વીજળીનાં બીલ બેદરકારીમાં ન ભરવાથી પાછળથી વધારે પૈસા ચૂકવવા પડે છે. હિસાબમાં બેદરકારી રાખવાથી નુકસાન ભોગવવું પડે છે.
જ્યારે માનવી પોતાના કામને અતિ મહત્વ આપતો થઈ જાય છે ત્યારે વર્કોહોલિક (અતિ કામગરો) બની જાય છે. આ પ્રકારનો કાર્ય અતિરેક તેને આંતરમુકી બનાવી દે છે. સમાજથી અને ઘણી વખત કુટુંબથી દૂર થતો જાય છે. મિત્રો દૂર થતા જાય છે. આનંદ પ્રમોદ રહેતો નથી. તેની આજુબાજુ શું ચાલી રહ્યું છે તેનાથી અજાણ બની જાય છે અને લાંબા સમયે તેના સ્વાસ્થ્ય ઉપર પણ તેની અસર પડે છે. જીવનમાં કાર્ય મહત્વનું છે પણ માનવીએ કાર્યમાં એટલા બધા રચ્યાપચ્યા ન રહેવું જોઈએ કે તે પૂર્ણ રીતે એકલવાયો બની જાય.
અમુક વ્યક્તિઓ અતિ સામાજિક હોય છે. તેઓ વારંવાર બીજાઓને ઘેર જતા હોય છે. સામેની વ્યક્તિનો સમય લીધા વિના તેઓ ‘તમને મળવા આવ્યો’ કહી કોઈની પણ ઓફિસે અથવા ઘરે પહોંચી જતા હોય છે. સંબંધો જાલવી રાખવા તે ખૂબ જરૂરી છે પરંતુ સામેની વ્યક્તિના સમયનો વિચાર કર્યા વગર ગમે ત્યારે મળવા જવું અને લાંબો સમય બેસી રહેવું તે ખરેખર એક અવિનય છે. ખાસ મિત્રને ત્યાં સમય લીધા વિના જવું તે વ્યાજબી છે પરંતુ ફક્ત જેની સાથે ફક્ત સામાજિક અથવા વ્યવસાયિક સંબંધો છે ત્યાં ખોટો હક કરીને જવું તે અતિ સામાજિતકાનો અવગુણ છે. સામેની વ્યક્તિ તકલીફમાં હોય અને તેને મદદ કરવા જવામાં શાણપણ છે પરંતુ ફક્ત સમય પસાર કરવા માટે બીજાનો સમય બગાડવો તે ગાંડપણ છે.
અતિસામાજિકતા જેટલી નકારાત્મક છે તેટલી જ અતિઆત્મકેન્દ્રીયતા પણ નકારાત્મક છે. ‘હું ભલો અને મારી દુનિયા ભલી.’ મારે કોઈની જરૂર નથી એવું માની ઘણા માનવીઓ એક કોચલામાંથઈ બહાર આવી શકતા નથી. એમના ઘેર અથવા ઓફિસે કોઈ સ્નેહી વ્યક્તિ લાંબા સમય પછી આવે તો પણ તેમને ગમતું હોતું નથી. સામેની વ્યક્તિ વાત કરતી હોય ત્યારે તે પોતાના કામમાં રચ્યોપચ્યો રહેતો હોય છે. પોતાના મોબાઈલ ઉપર વાતો કરવાનું ચાલુ રાખે છે અને તેના વર્તન દ્વારા સામેની વ્યક્તિને ‘હવે સીધાવો’ એવું આડકતરી રીતે કહેતો હોય છે. જે વ્યક્તિ શાણી હોય છે તે આવી વ્યક્તિ સાથે હંમેશ માટે સંબંધ કાપી નાંખતો હોય છે. આવી વ્યક્તિને વૃદ્ધાવસ્થામાં સૌથી વધારે મુશ્કેલી પડે છે કારણ કે તેના કોઈ મિત્રો હોતા જ નથી. એકલતા અનુભવતા તે ડીપ્રેશનનો ભોગ બનતો હોય છે.
‘અતિ સામાજિક મોભા’ની અસર ધરાવતી વ્યક્તિઓ દરેક વાતમાં ‘આ મારા મોભાની બહાર છે’ વાક્યનું રટણ કરતા હોય છે. આવી વ્યક્તિ સામાન્ય ટકાથી ફક્ત બી.કોમ. અથવા બી.એ. હોય છતાં મેનેજરની પોસ્ટ માટે એપ્લાય કરતા હોય છે અને રીજેક્ટ થતા હોય છે. મોભા ખાતર પોતાની શક્તિ બહારની નોકરી માટે આશા રાખવી એ અવ્યવહારુતા છે. જીવનમાં જે વ્યક્તિ વ્યવહારુ બની પોતાની શક્તિ મુજબનું કાર્ય સ્વીકારી અનુભવ મેળવી આગળ વધે છે તે જ ઉચ્ચ કક્ષાએ પહોંચે છે. અમુક કંપનીઓ અમુક વ્યક્તિઓના મોભાની મનોદશાને ખ્યાલમાં રાખી ક્લાર્કની પોસ્ટને ‘જુનીયર ઓફિસર’નું નામ આપે છે અને જોઈતા ઉમેદવારો મેળવે છે. મોભાની અતિઇચ્છા ધરાવતી વ્યક્તિઓને પરદેશમાં થવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. ભારતમાં ઉચ્ચ મોભાની નોકરી અથવા વ્યવસાય ધરાવતી વ્યક્તિને પરદેશમાં ઘણી વખત સામાન્ય કાર્ય સ્વીકારવું પડતું હોય છે. ત્યાં મોભાને બાજુ પર મુકી દેવો પડતો હોય છે.
ઘણી વ્યક્તિઓ પોતે અન્યાય સહન નથી કરી શકતાને નામે અતિવિરોધી વલણ ધરાવતા થઈ જાય છે. કોઈ પણ કાર્યમાં સમજ્યા વગર ઘણી વખત વિરોધ કરતા હોય છે અને સારા કાર્યને વિલંબમાં નાખે છે. વખત જતાં આવી વ્યક્તિઓ એકલી પડી જતી હોય છે અને પછી લોકો તેમની અવગણના કરે છે. મિત્રો, દરેક વાતના અતિરેકથી દૂર રહો.
- રોહિત પટેલ

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved