Last Update : 21-March-2012, Wednesday
 

ઓ કઠિયારા !

શબ્દ સૂરને મેળે - રાજેશ વ્યાસ 'મિસ્કીન'


કાપ તું મારા પડછાયાને...
પડછાયો
‘o, wood cutter,
cut my shadow. ¥ *

હિન્દુ બનું
બુઘ્ધ બનું
મુસલમાન બનું
આ પડછાયો કપાતો નથી,
મારાથી.

કુલડી ગઈ
સાવરણી ગઈ
આ પડછાયો છૂટતો નથી
મારાથી.

નામ બદલું
કામ બદલું
ઠામ બદલું
જાત બદલું
આ પડછાયો છૂટતો નથી.

ભાષા બદલું
વેશ બદલું
ઈતિહાસ બદલું
આ પડછાયો તૂટતો નથી.

સ્મૃતિ રચું
બંધારણ રચું
કાયદા કરું
થાપણ બનું
કોઈ કાળે આ પડછાયો ભૂંસાતો નથી.

ર્‘,ર્ ુર્ગ બેાાીિ,
બેા સઅ જરચર્ગુ. ’
- પ્રવીણ ગઢવી
(* સ્પેનિશ કવિ લોરકાની પંક્તિ)
તમે તમારાથી કદી છૂટી શકો ખરા? કદાચ કોઈનાથી પણ છૂટી જવું સાવ સહેલું હોઈ શકે, પણ આપણે આપણી જાતથી કદી છૂટી નથી શકતા. ક્યારેક ડરપોક કે કાયર માણસ જીંદગીથી કંટાળીને આપઘાત કરવાનો કે મરવાનો વિચાર કરે છે પરંતુ મૃત્યુ એ ઉકેલ નથી. અમૃત ઘાયલનો એક શેર આ સંદર્ભે જોઈએ.
તને કોણે કહી દીઘું મરણની યાદ મુક્તિ છે !
રહે છે કેદ એની એ ફક્ત દીવાલ બદલે છે.
મરણ બાદ મુક્તિ નથી. કર્મ પીછો છોડતા જ નથી. માત્ર શરીરની દીવાલો બદલાય છે. નવો દેહ, નવી દીવાલો મળે છે પરંતુ કેદ તો એની એ જ હોય છે. ત્યારે આ કર્મથી કઈ રીતે છૂટવું ? પ્રવીણ ગઢવીની કવિતા સાવ સીધી-સરળ છે. સ્પેનિશ કવિ લોરકાની પંક્તિ પ્રેરણારૂપ બની છે. અને સમગ્ર કવિતામાં વાત એક જ કહેવામાં આવી છે કે આ પડછાયાનું શું કરવું ? પડછાયો કપાતો નથી, પડછાયો છૂટતો નથી, પડછાયો તૂટતો નથી, પડછાયો ભૂંસાતો નથી અને આથી છેવટે થાકીને કવિ આરંભમાં મૂકેલી પંક્તિઓ ફરી અંતે મૂકે છે અને કહે છે કે ઓ કઠિયારા, તું મારો આ પડછાયો કાપ. મારા પડછાયાને વ્હેરી નાંખ. મારે મારા પડછાયાથી છૂટવું છે.
પડછાયાથી છૂટવું સહેલું નથી. તમે હંિદુ બનો, મુસલમાન બનો કે પછી બૌદ્ધ ધર્મ અંગિકાર કરો એનાથી પડછાયાને કાપી શકાતો નથી. એટલે કે પડછાયાને ધર્મ સાથે સંબંધ નથી. કૂલડી અને સાવરણીની પરંપરા વિદાય લઈ ગઈ તો પણ પડછાયો છૂટતો નથી. અર્થાત્‌ પડછાયાને પરંપરા સાથે સંબંધ નથી. તમે નામ બદલી નાંખો, તમારું કામ બદલી નાંખો, તમારા રહેવાના સ્થળ બદલી નાંખો, તમારી જાત અને અટક બદલી નાંખો તો પણ પડછાયાથી છૂટી નથી શકતા. અર્થાત્‌ પડછાયાને નામ, કામ, ઠામ કે જાત સાથે પણ સંબંધ નથી.
તમે તમારી ભાષા બદલી નાંખો, ભારતને બદલે પરદેશ રહેવા ચાલ્યા જાવ, વેશ બદલી નાંખો અરે ઈતિહાસ પણ ધારો એમ નવેસરથી લખાવી લો છતાંય પડછાયો જરાય તૂટતો નથી. નવેસરથી શાસ્ત્રો રચો, દેશનું બંધારણ નવું બનાવો, નવા કાયદાઓ કરો છતાં કોઈ કાળે, કોઈ પણ રીતે તમે તમારા પડછાયાથી છૂટા પડી શકતા નથી. તમારા પડછાયાને ભૂંસી શકતા નથી. આ ક્યો પડછાયો છે, પાપનો ? કર્મનો ? મનનો ? આત્માનો ? ભાગ્યનો ? વિચારોનો ? નામ ગમે તે આપીએ આપણે બ્હારની કોઈ પણ વસ્તુથી પડછાયાને બદલી શકતા નથી.
કર્મ સારા હોય કે ખરાબ એનો પડછાયો પડે જ છે. પડછાયાની એ વિશેષતા છે કે એ હંમેશાં કાળો જ હોય છે. લાલ, પીળા કે બીજા કોઈ રંગના પડછાયા હોતા નથી. જ્યાં સુધી મન છે ત્યાં સુધી વિચારો અને કર્મો છે. અને જ્યાં સુધી મનનું રૂપાંતર નથી થતું ત્યાં સુધી મન દરેક જગ્યાએ તેની પ્રતિછાયા, તેનો પડછાયો જોયા કરે છે. અહમદ મકરાણીનો એક શેર છે.
ભાગ્યરેખાને સુધારી તો જુઓ,
આયના પર હાથ મારી તો જુઓ.
આયના ઉપર, કાચ ઉપર હાથ મારવો એ એટલું પીડાદાયક નથી હોતું, પરંતુ ભાગ્યને સુધારવું એ એથીય અનેકગણું પીડાદાયક અને અશક્ય છે. વૃક્ષો કાપનારને કઠિયારો કહે છે. કઠિયારાને માટે આખું જંગલ કાપી શકવું સહેલું હોઈ શકે પરંતુ પોતાના ભાગ્યને કાપવું, પોતાના દુઃખને અને કર્મને કાપવું સહેલું તો નથી જ.
પડછાયો કવિતામાં અનેક રૂપે આવેલો છે. પડછાયા ઉપર લખાયેલી સ્વરચિત ગઝલ જોઈએ.
જીવનમાં ના કદી છૂટ્ટો પડ્યો પળવાર પડછાયો,
બધા સુખદુઃખ મહીં હમ્મેશ હારોહાર પડછાયો.
કદી લાંબો કદી ટૂંકો ધરે આકાર પડછાયો,
રહ્યો એ બ્હારથી અંદરનો હિસ્સેદાર પડછાયો.
ઝબોળ્યો મ્હેંકમાં ને રંગમાં કૈંવાર પડછાયો,
છતાં ના થૈ શક્યો રંગીન ખુશ્બુદાર પડછાયો.
હતો એ વ્હેમ રાતે એ જતો સંતાઈ મારાથી,
હકીકતમાં બની જાતો હતો અંધાર પડછાયો.
કહે છે દેવને મિસ્કીન પડછાયા નથી પડતા,
રહે છે માનવીમાં મન રૂપે હુંકાર પડછાયો.
(સહયોગ ઃ હર્ષ બ્રહ્મભટ્ટ)

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved