Last Update : 21-March-2012, Wednesday
 

તમારા આંગણે જ્યારે અમે આશા લઈ આવ્યા,
દિલાસામાં તમે આપ્યાં હતાં એ ઈન્કાર જોયા છે !

સંવેદનાના સૂર - નસીર ઇસમાઇલી

આમ અકળાઈ ગયે કેમ ચાલશે સૌરભ? ઉડતા પંખી પાડે એવી તેવીસની તેજ તર્રાર ઉંમરે તમારો સલમાનખાન જેવો સ્માર્ટ ચહેરો, અકળામણથી તરડાઈને કેવો ‘જેઠાલાલ ગડા’ જેવો ગંભીર બની ગયો છે? આયનામાં જરા જુઓ સૌરભ! જોકે ખિલતા ગુલાબી જેવી ખુશ્બૂડીએ તમારી સાથે મજાક જ એવી ક્રૂર કરી છે સૌરભ, કે તમે અકળાઈ ઊઠો એ સ્વાભાવિક છે. પણ જોકે એને ક્યાં ખબર છે સૌરભ કે તમે એને...
... ખુશ્બૂની મમ્મી અને તમારાં મમ્મી બંને વર્ષોથી અંતરંગ બહેનપણીઓ છે, એટલે ખુશ્બૂને તમે બચપનની નાક નીંગળતી ઉંમરથી ઓળખો છો સૌરભ! આજે ભલે ખુશ્બૂડી વીસ વટાવી ગયેલી જવાનીની ઉત્તુંગ તંગતામાં હણહણતી તસતસતી તોફાની વછેરી બની ચુકી હોય! આ વર્ષે બી.એ. પુરું કરીને ખુશ્બૂએ તો ભણવાનું છોડી દીઘું છે, પણ તમારું એન્જીનીયરીંગનું ભણવાનું તો હજી ચાલુ છે સૌરભ. કોલેજથી પાછા ફરતાં ઘણીવાર તમે ખુશ્બૂના ઘેર થઈને પછી તમારા ઘેર જાવ છો, અને ત્યારે તમને અચુક એ વિચાર આવે છે કે, ‘‘આ ઉપરવાળો ય ગજબનો ડિઝાઈન એન્જીનીયર છે! કોઈપણ જ્યોમેટ્રીકલ ઈન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કર્યા વિના જ એણે એક ઓઘરાળી ઢીંગલીમાંથી શું પરફેક્ટ ‘સ્કેલ-માપ’ વાળી અત્યારની આ ખુશ્બૂડી બનાવી છે!’’
હવે આવી ખુશ્બૂ, એક સૂની બપોરે, એના સ્ટડી-રૂમમાં એકલી બેઠી હોય, અને તમને ધીરે રહીને કહે કે,
‘‘સૌરભ અહીં નજીક આવ ને! મારે એક ખાસ ખાનગી વાત કહેવાની છે તને!’’ પછી તમે ટેબલ-ટેનિસના ઉછળતા બોલના વેગથી ધડકતા હૈયે એની નજીક જાવ અને તમને એ ધીમેથી કહે કે, ‘‘જો સાંભળ! મોટી દીદી અને જીજાજીએ મારા માટે એક છોકરો જોયો છે, એવી મને ખબર પડી છે. તું મને એના વિષે થોડી ડિટેઈલમાં માહિતી ન મેળવી આપે સૌરભ, એનું મને જોવા આવવાનું ગોઠવાય તે પહેલાં ?’’
હવે ખુશ્બૂના સુરાહીદાર લીસા ગૌર ગળામાંથી નીકળેલા એ બરછી જેવા આત્મીય (!) શબ્દોએ તમારા એ ક્ષણે કેટલાં ટૂકડા કરી મૂક્યાં હશે, એ સહેલાઈથી સમજી શકાય એવી વાત છે સૌરભ! પણ ખુશ્બૂડી તો ત્યારે તમારા એ હવાઈઓ ઉડતાં હાવભાવને નજરઅંદાજ કરીને બસ બોલતી જ ગયેલી,
‘‘તારી એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજમાં જ છે એ. પરિમલ છે એનું નામ. પરિમલ પાંધી ! તું મિકેનીકલના છઠ્ઠા સેમીસ્ટરમાં છે ને ? તો બસ એ કદાચ સાતમા સેમીસ્ટરમાં હશે, પણ ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગમાં. એ તારી જેમ ટેબલ-ટેનિસ નહીં, પણ કોલેજમાંથી ક્રિકેટ રમે છે. જીજાજી દીદીને કહેતાં હતાં તે પ્રમાણે લગભગ પોણા-છ ફૂટની હાઈટ છે એની, અને ગોરો સરખો મજબુત હેન્ડસમ છોકરો છે એ.’’
તમને ત્યારે, તમારી સાડા-પાંચ ફૂટની ઊંચાઈ, ઘઊંલા રંગ, અને પાતળા બાંધા પર ઘડીભર તિરસ્કાર આવી ગયેલો સૌરભ. અને ખુશ્બૂના જીજાજીને મનમાં ફિલ્મી ગાળ આપતાં તમે બબડેલાં,
‘‘આ સાલો... જીજો! પોતે જે ‘પ્રોજેક્ટ’ પૂરો કર્યો છે, એ લઈને શાંતિથી બેસી નથી રહેતો, ને સાળીનો પ્રોજેક્ટ બનાવડાવવા નીકળી પડ્યો છે, ઈડિયટ!’’ પણ ખુશ્બૂને તો તમે ગંભીર ચહેરે એટલું જ કહ્યું,
‘‘આટલી બધી માહિતી તો છે તારી પાસે, પછી વઘુ શું જાણવું છે તારે એના વિષે ?’’
‘‘હા યાર! આમ તો ખાસ કંઈ નહીં ! પણ તારા જેવો એક અંગત મિત્ર, મને એના કેરેક્ટર વિગેરે અંગે કંઈક વઘુ માહિતી લાવી આપી શકે! છોકરીઓના મામલામાં એ કેવો છે, ને એવું બઘું...’’ ખુશ્બૂએ સહેજ ગુંચવાતા સ્વરે કહેલું અને તમે ગંભીર સ્વરે ‘‘ભલે કોશિશ કરીશ.’’ બોલી ઊભા થઈ ગયેલા સૌરભ. અને એ પછી આજે ચાર દિવસ બાદ...
... ચાર દિવસ પછીની આજની નમતી બપોરે કોલેજથી પાછા ફરતાં તમારી હીરો-હોન્ડા બાઈકને તમે ખુશ્બૂના ઘર પાસે બ્રેક મારી સૌરભ.
‘‘ખુશ્બૂડી! તેં મને જેના વિષે ઈન્કવાયરી કરવાનું કહ્યું હતું, એવો તો કોઈ છોકરો અમારી એલ.ડી. એન્જિ. કોલેજમાં છે જ નહીં, પરિમલ નામનો. બધી મલ્લ જેવી પરીઓ જ છે એન્જિનીયરીંગ કોલેજમાં.’’ પીંક ઝીણી રેશમી સેક્સી મેક્સીમાંથી નિખરતી ખુશ્બૂની ‘પીન-અપ’ કમાની દેહવલ્લરીને આંખમાં ભરતાં કંટાળાભર્યા સ્વરે તમે કહ્યું સૌરભ.
‘‘આર યુ સ્યોર?’’ મોટી કાજલી આંખોમાં આશ્વર્યભર્યો પ્રશ્નાર્થ મઢી લાંબી પાંપણો પટપટાવતાં ખુશ્બૂએ કહ્યું, ‘‘તો પછી...’’ સહેજ અટકી ગોરા ગાલે કુણી કરાંગુલિ મૂકતાં એણે કહ્યું, ‘‘કદાચ... કદાચ દીદી-જીજાજીની ગુસપુસ સાંભળવામાં મારી કંઈક ભૂલ થઈ હોય તો! એ કદાચ અમદાવાદની અન્ય કોઈ સેલ્ફ-ફાઈનાન્સ કોલેજ યા નડિયાદ કે ગાંધીનગરની એન્જીનીયરીંગ કોલેજમાં ન હોય? પ્લીઝ માય ડિયર ફ્રેન્ડ સૌરભ ! તું ત્યાં ય તપાસ કરી જો ને! તારે તો આ બધેય તારા કોઈને કોઈ મિત્રો હશે જ...’’ અને ઓશિયાળા સ્વરે ‘‘ઓ.કે.! આઈ વીલ ટ્રાય!’’ કહી તમે ત્યાંથી ચાલતી પકડી સીધા ઘરે આવી ગયા છો સૌરભ. અને...
...અને અત્યારે તમારા ડી.વી.ડી. પ્લેયર પર ‘બેસ્ટ ઓફ કિશોરકુમાર’ની ઓડિયો સી.ડી. ચડાવી, એમાંથી છલકાઈ રહેલાં વિષાદી સૂરો, ‘મેરે નસીબ મેં અય દોસ્ત તેરા પ્યાર નહીં’માં ઓગળતાં, આયનાની સામે ઊભા રહી ઉદાસ ગંભીર જેઠાલાલી ચહેરે એમાં સામેની દિવાલ પરના કેલેન્ડરના પડતાં અવળા પ્રતિબંિબને નિહાળતાં વિચારી રહ્યા છો સૌરભ,
‘‘આખર મારામાં એવી કઈ ખામી છે, જેને લઈને, બચપનથી એને ઓળખતા અને ચાહતા એવા આ દોસ્ત સૌરભની દિશામાં ખુશ્બૂની મીટ મંડાતી જ નથી ?’’
--- સૌરભ! યંગ ફ્રેન્ડ! આમ અકળાઈ ગયે કેમ ચાલશે? ખામી તો તમારામાં છે જ, અને દરેક પુરુષમાં એ ખામી લગભગ હોય જ છે. કેમ કે દરેક પુરુષ બેંતાલીસમા વર્ષે ય બાવીસ વર્ષના બેવકુફની જેમ વર્તતો હોય છે, જ્યારે સ્ત્રી એકવીસમા વર્ષેય એકતાલીસમા વર્ષની મેચ્યોરિટી ધરાવતી હોય છે. એટલે સ્ત્રીની ભાષા પુરુષ ક્યારેય ‘સમજી’ શકતો નથી. દોસ્ત સૌરભ! સ્ત્રીના શબ્દોને સમજવા માટે તો આયનામાં ઉપસતાં અવળા અક્ષરોની લિપિ ઉકેલવાની આવડત જોઈએ, જે બહુ ઓછા પુરુષોને નસીબ થતી હોય છે. કાશ સૌરભ! તમે એ લિપિ ઉકેલવાની આવડત ધરાવતા હોત તો... !
... તો તમે સમજી શક્યા હોત સૌરભ કે, ખુશ્બૂ કોઈ ‘પરિમલ’ની વાત કરી, તમે ઈર્ષ્યાથી ઉશ્કેરાઈ જાવ એટલી હદે એના વખાણ કરી, એ તમારામાંના ‘પુરુષ’ને પોતાના પ્રત્યેના પ્યારના ‘ઈકરાર’ની સરહદ સુધી લઈ જવા માંગતી હતી. કેમ કે સ્ત્રી શાયદ જ પ્યારનો ઈકરાર કરવાની પોતે પહેલ કરતી હોય છે. ખુશ્બૂએ કરેલ પરિમલની વાતના વિષાદે તમારી તીક્ષ્ણ એન્જીનીયરી અક્કલને ય એવી ઘુંધળાશથી ભરી દીધી છે સૌરભ કે, તમે એ સમજી નથી શક્યા કે, ‘પરિમલ’ અને ‘સૌરભ’ એ બંનેનો અર્થ એક જ થાય છે - ખુશ્બૂ. એટલે ખુશ્બૂએ કહ્યો તેવો બીજો કોઈ પરિમલ છે જ નહીં, તમારી કોલેજમાં, અમદાવાદની બીજી કોઈ એન્જિનીયરીંગ કોલેજમાં કે નડિયાદ યા ગાંધીનગરની કોલેજમાં ! એટલે પરિમલની શોધની ‘મજુરી’ કર્યા વિના ખુશ્બૂ પાસેથી એની ‘મહોબ્બતની મંજુરી’ મેળવી લો જલ્દી સૌરભ!
બસ આટલી ‘ટીપ’ આપ્યા પછી તમારા જેવા સલમાની સ્માર્ટ યુવાનને વઘુ કંઈ કહેવાની જરૂર નથી. એટલે હું માત્ર એટલું જ કહીશ સૌરભ કે ‘કિશોરકુમાર’ની આ સી.ડી.માંના છેલ્લાં ગીતને હવે વાગવા દો અને એની સાથે ગુનગુનાવ કે, ‘મેરે સપનોં કી રાની કબ આયેગી તું...’ અને ખુશ્બૂને એનો એસ.એમ.એસ. કરી દો અત્યારે જ...
(શીર્ષક સંવેદના ઃ અબ્બાસ રૂપાવાલા - અમદાવાદ)

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved