Last Update : 21-March-2012, Wednesday
 

ડ્રોઈંગરૂમમાં બાવીસ ઇંચનો બેડરૂમ!

પ્રાઈમ ટાઈમ

ટેલિવીઝનની કુંડળીમાં શુક્રની મહાદશા શરૂ થઈ છે કે ટેલિવીઝનના આસમાનમાં શુક્ર-મંગળની યુતિના એંધાણ છે? અત્યાર સુધી ‘સાસ’ની આસપાસ ફરતો કેમેરા અચાનક જ ‘કીસ’ના દ્રશ્યો કેપ્ચર કરતો થઈ ગયો છે.
દૂરદર્શનના જમાનામાં ટેલિવીઝનને શિક્ષણનું પણ એક સાધન ગણવામાં આવતું હતું. હવે સેટેલાઈટ ચેનલોએ તેને જાતીય શિક્ષણનું સાધન બનાવી લીઘું હોય એવું લાગે છે. ‘બડે અચ્છે લગત હૈ’માં રામ કપૂર અને સાક્ષી તન્વરના સત્તર મિનીટ લાંબા અને પ્રણય-પ્રચૂર દ્રશ્યોએ બેડરૂમ અને ડ્રોઈંગરૂમ વચ્ચેની દીવાલને પણ ‘વૉલ’ દ્રવીડની માફક નિવૃત્ત આપી દીધી છે.
ફોર્ટી પ્લસ રામ કપૂર અને તેની પત્ની બનતી સાક્ષી તન્વર વચ્ચે લગ્ન પછી ઘણાં સમયે સર્જાતી શારીરિક નિકટતા દર્શાવતો એપિસોડ આવી રહ્યો હોવાની જાહેરાતો ઘણા સમયથી ચાલતી હતી તે સમયે એવું લાગતું હતું કે ‘પ્રોમોમાં બતાવે છે એટલું જ એપિસોડમાં બતાવશે’ અગાઉ હોલીવુડની ફિલ્મોના ટ્રેલર્સમાં આવી ચાલાકી કરવામાં આવતી. સવા બે કલાકની ફિલ્મના અઢી મિનિટના સુપર બોલ્ડ દ્રશ્યો તેના ટ્રેલરમાં એવી ખૂબીથી વણી લેવામાં આવતા કે લોકોને તો એવું જ લાગે કે આ ફિલ્મમાં શરૂઆતથી અંત સુધી અનંગરંગ જ હશે!
પ્રોમોમાં કરાતી આવી ચાલીકીની જાણકારી હવે સૌને હોવાથી ‘બડે અચ્છે લગતે હૈ’ના પ્રોમોઝ જોયા ત્યારે પણ એવું લાગતું હતું કે આ બન્નેને એકબીજા માટે આકર્ષણ થયું હોવાનું પુરવાર કરતું એકાદ દ્રશ્ય બતાવવામાં આવશે અને એપિસોડ આગળ વધશે. અને એપિસોડ આગળ વધવાની વાત તો બાજુએ રહી, પરંતુ આખા એપિસોડમાં આ બે જ આગળ વધતા જોવા મળ્યા.
નિયમીત ટીવી જોતાં દર્શકો માટે એકંદરે આઘાતજનક ગણી શકાય તેવા દ્રશ્યોનો કકળાટ એટલો ચાલ્યો કે રહી ગયેલા લોકોએ યુ-ટ્યુબ પર આ એપિસોડ સર્ચ કરવાની કસરત કરી.
અત્યારે માત્ર ‘બડે અચ્છે લગતે હૈ’ જ નહીં, અન્ય સિરીયલો પણ યથાશક્તિ જાતીય શિક્ષણ આપવાના પ્રયાસમાં રહે છે. ‘ક્યા હુઆ તેરા વાદા’ના શરૂઆતના પ્રોમોઝમાં પતિ-પત્ની વચ્ચેના સંબંધો અંગે ઈશારો કરાતો હતો. હવે તો આ સિરીયલ લગ્નેતર સંબંધ અને તેની સાથે સહશયન સુધી પ્રસરી ચૂકી છે. ‘બડે અચ્છે લગતે હૈ’ના બોલ્ડ એપિસોડને મળેલો રિસ્પોન્સ જોયા પછી આ સિરીયલના નિર્માતા નિર્દેશક પણ બંધ બારણે થતા શૂટીંગ તરફ આગળ વધશે તો નવાઈ નહીં.
‘સાથિયા’માં પણ ગોપીબહુ અને તેના પતિ વચ્ચે અત્યાર સુધી જે બન્યું નતી તે બને તેવી સિચ્યુએશન તરફ વાર્તા આગળ વધારવામાં આવી રહી છે.
અત્યારે ટોચ પર છે તે ‘દીયા ઔર બાતી’માં પણ પતિ-પત્ની વચ્ચે સંબંધ સ્થાપિત કરવાની હલચલ ચાલી રહી છે. સંઘ્યા અને સૂરજ પતિ-પત્ની હોવા છતાં બન્ને વચ્ચે કોઈપણ પ્રકારનો સંબંધ ન હોવાની વાત અ સિરીયલમાં નિરાંતે ચર્ચાઈ રહી છે અને તેમાં સૂરજની મા અને ભાભી જેવા પાત્રો યથાશક્તિ ચર્ચા આગળ વધારી રહ્યા છે.
થોડા સમય પછી - મતલબ કે આ સિરીયલના ટીઆરપી ડાઉન જશે તે સાથે જ સંઘ્યા-સૂરજ વચ્ચે સંબંધ સ્થપાતો એપિસોડ શૂટ કરવામાં આવશે એવું લાગે છે કારણ કે અત્યારે આ સિરીયલ ટોચ પર છે અને તેવા સમયે આવો ટ્રાઈડ-ટેસ્ટેટ-ઓકે આઈડીયા વેડફી દેવો ઠીક નથી.
આ ટ્રેન્ડ હમણાં તો અટકવાનું નામ નહીં લે, કારણ કે હજી તો શરૂઆત છે. અને લોકો પણ ધીમે-ધીમે ટેવાઈ જશે કે પછી લોકોને તેની આદત પડી જશે, તો થોડા વઘુ બોલ્ડ દ્રશ્યો પણ રીલિઝ થવા માંડશે. અને થોડા સમય પછી ટેલિવીઝન પર પ્રણય દ્રશ્યોની સંખ્યા અને ઓનએર ટાઈમમાં થયેલા વધારાના કારણે કિશોર-કિશોરીઓમાં વધેલા સમજણ જેવા સર્વેક્ષણો પણ દસ્તાવેજી પુરાવા સાથે આપણા માથે મારવામાં આવશે. બેડરૂમ સીન્સ આર ગુડ... હૈ કી નહીં!

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved