Last Update : 21-March-2012, Wednesday
 
ફોટો સ્ટોરી ઃ ઝવેરીલાલ મહેતા

ઈમુ ઓસ્ટ્રેલિયાનું વતની છે. પાંખો છે છતાં ઉડી શકતું નથી. આજકાલ ભારતભરમાં મરઘા-કૂકડાની જેમ ઇમુને પોલ્ટ્રી બર્ડ તરીકે ભારત સરકારે જાહેર કર્યું છે. આ પક્ષીની આંખો માનવીની આંખો માટે રિપ્લેસ થઈ શકે તેવા પ્રયોગો હાથ ધરાઈ રહ્યા છે. એટલે તો ઇમુનો બીઝનેસ કરનારા એને વ્હાલા દીકરા જેમ સાચવે છે. અમદાવાદમાં પહેલવહેલા ઇમુને પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવ્યા હતા. હાલમાં ચાર કે પાંચ ઇમુને ઝૂમાં આવનારા દર્શકો એની કાયા જોઈને કુતૂહલથી જોયા કરતા હોય છે. ઇમુ દેખાવમાં વિરાટ પક્ષી લાગે છે. એક કલાકમાં ૨૫ કિ.મી. ઝડપથી દોડી શકે છે. પરદેશમાં અમુક સ્થળે ઇમુ પર સવારી કરીને લોકો એને દોડાવતા હોય છે. વજન ૬૫ કિલો હોવા છતાં સ્ફૂર્તિથી દોડી શકે છે. રોજ ૬ થી ૧૦ લીટર જેટલું પાણી પી જાય છે. આજકાલ ઇમુની કંિમત માત્ર એકની ૨૧૦૦૦ રૂા. અંકાય છે. કારણ એ ઝૂનું પ્રાણી નહિ પણ ‘‘બર્ડ ઓફ બીઝનેસ’’ તરીકે વિશ્વભરની હૉટેલોમાં એનો ઉપયોગ થઇ રહ્યો છે. ગુજરાતમાં ઠેર ઠેર એના ઉછેરના વ્યવસ્થિત વાડા જોવા મળે છે. સુરેન્દ્રનગરથી દૂધરેજ વડવાળા મંદિર સામેના જંગલમાં ઇમુનું વિશાળ ફાર્મ આવેલું છે. મર્સીડીઝ કાર કંપની તેના સિલેકટીવ મૉડેલોમાં સીટ કવર તરીકે ઇમુના લેધરનો ઉપયોગ કરે છે. નખ અને પીંછા ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં વિશેષ ઉપયોગી નીવડ્યા છે. પુખ્ત વયના ઇમુમાંથી ૫ થી ૬ લીટર ઑઇલ પ્રાપ્ત થાય છે જે ઑઇલ દવાની કંપનીઓ તેમજ કૉસ્મેટીક પ્રોડક્ટમાં વપરાય છે. આ ઑઇલ મેડીસીનલ ગુણો ધરાવતું હોવાથી જોઇન્ટ પેઈન, સ્કીન તેમજ ઓર્થોટીક રોગોમાં દવા તરીકે ઉપયોગી થયું છે. એટલે તો ભારતભરમાં ઇમુના ફાર્મ વધી રહ્યા છે. ગુરગાંવ, જયપુર, પોંડીચેરી, બેન્ગ્લોર, મહારાષ્ટ્ર, બિહાર, કર્ણાટક અને તામીલનાડુમાં ઇમુના ફાર્મ મોટા પાયે આવેલા છે. ઉપરવાળાના ખેલ તો જાુઓ. એણે પૃથ્વી પર કરોડો વિવિધ પક્ષીઓ, પ્રાણીઓનુ જે અવતરણ કર્યું છે પરંતુ કોઈને જીવતદાન નથી. નથી કોઈ માટે અભયારણ્ય એટલે તો પક્ષીઓ ભલે આઝાદીથી ઉડતા હોય પણ મનુષ્ય દ્વારા શિકારના ડરથી આકાશમાં ઊંચે ઉડી રહ્યા હોય છે વિરાટ પક્ષી ઇમુ પણ આ ભૂમિ પર શહીદ થવા જ અવતર્યું છે ને !!!

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved