Last Update : 21-March-2012, Wednesday
 

કહાની મેં સોલિડ ટિ્‌વસ્ટ હૈ

ખબરે પાકિસ્તાન
 

રહસ્યકથા હોય યા એની જુડવા બહેન- સત્યકથા. બિના ટિ્‌વસ્ટ બોલીંગ, ટિ્‌વસ્ટ બોલે તો મોડ-એ-મસ્ત! - અને બોરીંગ બોલે તો નાચીઝ જે કરી રહ્યા છે તે!! બગેર ટિ્‌વસ્ટ કી કહાની અને બીબાઢાળ જીંદગાની બીચ ઉન્નીસ- બીસનો જ ફર્ક છે. ઈસ્લામાબાદમાં આયે દિન અજીબો-ગરીબ વારદાત (ઘટના) થાય છે. મગર એનાતી પ્રેરિત થઇને યા ઈવન હલી જઇને બોલીવુડ ફિલ્મ નથી બનાવતું. કારણ કે મોટા ભાગની સનસનીખેજ કહાની ટિ્‌વસ્ટલેસ હોય છે. સ્લીવલેસ બ્લાઉઝ ભલે બોલ્ડ એન્ડ ઈવન બ્યુટિફુલ ગણાતું હોય. મહજ દિલચશ્પતાલેસ છે. જેમાં કમાવાનું કંઇ ન હોય એવી કહાની વાચહની આર્થિક સેહત માટે હાનિકર્તા છે. સતરા (૧૭) સાલની મહારુખ મરીયમની સત્યકથામાં તમને કમ સે કમ અરેરાટી કમાવા મળશે. અલ્ટીમેટલી (છેવટે) બઘું પાત્રતા પર નિર્ભર છે. બિન સુજ્ઞ વાચકોને એમાં દિલફરેબીનો બી અહેસાસ થઇ શકે છે. મહારુખની દાસ્તાન બી મહા ભયાનક છે. મહોર્તમા હાલમાં પુલીસ હિરાસતમાં છે. કતલ કરાવવાના ઈલ્જામ બદલ. બીસ સાલના ઉમરઅલી ખાનની કતલની ફોટોગ્રાફી કરવાની શયતાની(!) મહારુખે કરી હતી. કતલની ચશ્મેદીદ ગવાહ હોવાની સબૂત આપના સેલ ફોનના કેમેરામાં કેદ છે! મહોર્તમાએ બતાવી આપ્યું કે બદલાની ભાવના રીપીટ ભાવના મર્દાના નથી. પાક જનાના વીફરેલી વાઘણ બને તો... તો આપ સગા બાપની પરવા કરતી નથી. આજકાલની છોકરીઓ ઢીંગલીતી નથી રમતી. ઢગા (બોય ફ્રેન્ડ)ને રમાડે છે. નતીનજન ઘર ઘરની રમત આઉટડેટેડ (ભંગારનુમા) થઇ છે. મહારુખને ઉમરઅલીએ ઈશ્કની જાળમાં ફસાવી હતી. એક સાલ તક હલ્લા-ગુલ્લા કર્યા બાદ રાબેતા મુજબ ઉમરઅલી ખાન અપની જાત પર ગયો. બોલે તો મર્દાના તેવર બતાવ્યા. એણે મહારુખને પોતાના દોસ્તોની હવસ પુરી કરવાની ‘ચીઝ’ બનાવી. પ્રેમ(!) ખાતર બઘું કુરબાન કરવાના બદઇરાદાથી મહારુખ ઉમરની પબ્લીક ઈશ્યુ (જાહેરભરણું) બની. જેથી બેવફા ટર્નડ હલકટ પ્રેમીને સબક શીખવી શકાય. કહાનીમેં સસ્પેન્સ! મહારુખે ઉમરના જીગરી દોસ્ત કામરાનને કામે લગાડ્યો. કાતિલ હથિયાર તરીકે જ સ્તો.
શાહરુખ, સલમાન-ફલમાન તો રીલ (ઇઈઈન્) લાઇફના હીરો. બોલે તો બિલકુલ નકલી. ઉપરથી પાક(!) નજરીયાના અન-ઈસ્લામિક. જબ કી ઉમરઅલી ખાન રીયલ (ઇઈછન્) લાઇફનો હીરો. બોલે તો એકદમ અસલી! ઉપરથી ખાતે-પીતે ખાનદાનનું સફરજન. એટલે ચીકની સુરત ઓર ચોકલેટી હાઈટ-બોડીનો વારસો લઇને લોંચ થયેલા પાક બંદાની જેમ માશુક ફરેબીની મર્દાના લાઇનમાં સેટ થયો. પડોસી મુલ્કના નાપાક પ્રભાવમાં મોટી (એક જ અર્થમાં) થયેલી મહારુખ મરીયમ અને ઉમરઅલીના ટાંકા એવા ભીડાઇ ગયા જાણે દો જીસ્મ એક જાન. એનો અંજામ જે આવવો જોઇએ તે ન આવ્યો. ન મહારુખે ખુદકશી કરી ન ઉમરઅલીએ એની જીવન શૈલી બદલી. ધી એન્ડમાં હવસી વત્તા વઇશી ઉમરઅલી રીલ લાઇફમાં ચમક્યો. બોલે તો એને ડેથ સીન કરવા મળ્યો. એક કલાકાર(!)ને અમર(!) થવા માટે આથી વિશેષ શું જોઇએ?
આખી વાતમાં ટિ્‌વસ્ટ ક્યાં આવી? માન્યું કે મહારુખની ‘બદલે કી આગ’ કહાની યા ઉમરઅલી ખાનની ‘હમ નહીં બદલેગેં’ દાસ્તાન નેત્ર દિપક (ચશ્મ-એ-રોશન) છે. મગર છે તો મહજ એક સત્યકથા. ટિ્‌વસ્ટ કહાં? વેલ, પુલીસે કામરાનને ગીરફતાર કર્યો ત્યારે ગુનો કબુલ કરવાને બદલે એણે સ્થાનિક થાનેદાર મોહસીન પઠાણ પર ઈલ્જામ લગાડ્યો કે તોડ કરવા માટે એને ફીટ કરવામાં આવ્યો છે. બતૌર સબુત પઠાણ સાહેબે એને એક ફિલ્મ બતાવી. જેની ફોટોગ્રાફર અને દિગ્દર્શક મહારુક મરીયમ હતી! મજકુર હોરર ફિલ્મમાં કામરાન ઉમરઅલી ખાનનું ગળું અને અન્ય અંગો કાપતો દ્રષ્ટિગોચર થાય છે. પુલીસ પાસે મજકુર વિજ્યુલ (દ્રશ્યમય) પુરાવો ક્યાંથી આવ્યો? મહારુખને ઉમર સાથે સચ્ચો પ્યાર(!) હતો, એટલે એના કાતિલ કામરાનને સજા-એ-મોત થવી જ જોઇએ. બદલાની આવી ુઉદાત ભાવના રીપીટ ભાવનાએ મહારુખને અંધ બનાવી. વાકઈ, પ્રેમ અને હંિસામાં ફર્ક નથી. બન્નેમાં અંધત્વ આદિ પરિબળ છે. મહોર્તમાના સૌજન્યથી જ થાનેદાર મોહસીન પઠાણના કારનામા-એ-કામરાનનો ફિલ્મ પુરાવો મળ્યો હતો. કમહાની ખતમ, પોપકોર્ન હજમ!
* * *
પાક પંજાબના ભોવણ ગામે એક અનોખી ઘટના ઘટી. હુવા યું કે સૈફ્‌લુલા હજામે જમીનદાર હઝરત સુલતાન ખાનના બાલ કાટવાન ઈન્કાર કર્યો. વજહ? વેલ, યુઝી! જમીનદારનો બુલાવો આવે ત્યારે તરત હાજર થવાનું. ગમતા એવમ્‌ અણગમતા વાળ કાપવાના અને કુરનીશ બજાવીને ચાલતા થવાનું. ગામ ધણીની અંગત સેવા કરવા મળી તે શું કમ છે કે મહેનતાણું મળે? મગર ટણી કોને કહે છે. સૈફુલ્લા હજામે કહી દીઘું કે જમીનદારને સાત વાર ટપટપતી હોય તો સલુનમાં આવે અને સાથે રોકડા દસ રૂપિયા લાવે. સુલતાન ખાનની ખોપડી રાબેતા મુજબ હટી ગઇ. નતીજન ચાર હથિયારધારી પઠ્ઠાઓ સૈફુલ્લાના હજામતખાના (સુલન) પર ત્રાટક્યા. એનું સલંગ (વ્યવસ્થિત) મુંડન કરવામાં આવ્યું. બોલે તો બાલ-દાઢી ઉપરાંત ભવાં (આઈબ્રો) સફાચટ!
મગર જમીનદાર સુલતાન ખાનને અફસોસ રહી ગયો. એમના ચારે ચાર લઠૈત બુઘ્ધિના લઠ્ઠ નીકળ્યા. સૈફુલ્લાને ગધેડે બેસાડીને ગામમાં ફેરવ્યો. પણ એમાંય લોચો માર્યો. એને ઊંધે ગધેડે ન બેસાડ્યો. મોઢેં મેશ ચોપડવાની બજાય કાદવથી કામ પતાવ્યું. યકીનન ભાડુતી ભુજબલના સહારે કોઇ કામ ઢંગથી નથી થતું. ખેર, ગાંવવાલો હઝરત સુલતાન ખાનની દરિયાદિલીથી પ્રભાવીત થયા. એમની તાકીદની વજહથી સૈફલ્લાના સન્માનમાં એટલી કસર રાખવામાં આવી હશે! મુલ્કમાં જમીનદારી (ગુલામી વાંચો)ની જડ એટલી ઊંડી છે કે જુલ્મો- સિતમમાં ક્ષતિ રહી જાય એને હઝરતની રહેમદિલી ગણવામાં આવે છે. સૈફુલા હજામ એટલો નસીબદાર કે ટણી કરવા બદલ એને ખુદાના દરબારમાં ટોઈંગ કરવામાં ન આવ્યો.
* * *
એક દસ્તાવેજી ફિલ્મ જોઇને બિલાલ પરવેઝ મુશરફ ખફા થયા. ઈબ્ને મીંયા મુશરફે કસુરવાર ડોક્યુ ફિલ્મ લોસ એન્જલ્સના એક ફિલ્મ ફેસ્ટીવલમાં જોઇ. ઓપન હાર્ટ (ખુલ્લાદિલે?) ઈન્ટરવ્યુઝ નેટવર્ક દ્વારા ઉતારવામાં આવેલી આ દસ્તાવેજી ફિલ્મના હીરો યા મુખ્ય કલાકાર છે. બિલાલના અબ્બા હજુર. જી હા, જન. મુશે દિલ ખોલીને મુલાકાત આપી છે. હરામ બરાબર જો આપે કોઇ નવી યા ઈવન વિવાદાસ્પદ બાત જાહેર કરી હોય તો. અમરિકન પત્રકારત્વની નાપાક પરંપરા પ્રમાણે અનકહી એવમ્‌ સનસનીખેજ બાતમી આપનાર નામાંકિત વ્યક્તિને સુયોગ્ય વળતર બાળવામાં આવે છે. મગર જન. મુશે લગભગ ‘ફીરી’માં મુલાકાત આપી હોવાથી ફિલ્મ એટલી ફિક્કી બની કે બિલાલે એનું પ્રદર્શન બંધ કરા માટે મોટી રકમ ચૂકવવી પડે. આખરે બાપની ઈમેજની પરવા આપ નહીં કરે તો શું અમરિકન પ્રચાર તંત્ર કરશે?
એકબાજુ પાક પ્રચારતંત્ર જન. મુશની બુરાઈ કરવાની કારવાઈ કરે છે. બીજી તરફ અમેરિકન મીડિયા આપનો ઈસ્તમાલ કરવાનું ચક્કર ચલાવે છે. એક બાજુ જન.મુશ તખ્તે ઈસ્લામાબાદ પર તશરીફ લાવ્યા. દુસરી તરફ બિલાલ સ-બીબી અમરિકામાં ઠરીઠામ થયો. આ બન્ને બાજુઓ બીચનો સૂચિતાર્થ ન સમજે એટલા ભોલા યા ઈવન ભાલા ઓપનહાર્ટ ઈન્ટરવ્યુઝના પત્રકારો નથી. એમણે જન. મુશને ખુબ મસ્કા માર્યા. સીવાસ રિગલ (શરાબ)ની એક બોટલ બતૌર તોફા પેશ કરી. ઉપરથી હવાનાની ઉત્તમ સીગારનું બોક્સ ગિફટ આપ્યું. તબ જા કે જન. મુશ લાઇવ (જીંદા) મુલાકાત આપવા રેડી થયા. મગર કેમેરા સમક્ષ આવતા જ આપનો આત્મા(!) જાત પર ગયો. બોલે તો ડંખ્યો- મુફતમાં તે અસલી મોતી વેરાતા હશે? બસ, આપે બડી બેદિલીથી ચીલાચાલુ બાતાં કરી. ‘નો કોમેન્ટ’ની રેકર્ડ બી બારબાર બજાવી. નતીજન ડોક્યુમેન્ટરી ફિલ્મ એવી નીરસ બની કે જન. મુશની જ્યુસપ્રદ ઈમેજને દાગ લાગે. ધી એન્ડમાં છોટે મીંયાને નાપાક સોદો કરવાની પાક ફરજ પડી. ચોક્કસ કેટલામાં કસૂરવાર દસ્તાવેજી ફિલ્મ ખરીદી. એ તો અલ્લા જાણે યા અમરિકાના કાબા પત્રકારો. આપણે સિર્ફ એટલું જ જાણીએ છીએ કે જન. મુશે આઠ આઠ સાલ તક પાકિસ્તાનને લૂંટીને જે માલ (દોલત-એ-ડોલર) ઈકઠ્ઠો કર્યો હતો તેને અબ બિન છુટ્ટા હાથે લૂંટાવાની લકઝરીનો ભોગવટો ચલ રૈલા હય ભીડુ.
પાક ખયાલ
કોઇને પણ પોતાની મરજી મુજબ જીવવાની લકઝરી મળતી નથી. જીંદગી સફળ બનાવવાની બધી જ જદ્દો-જહેદ મહજ બેમાની છે.
લતીફા-એ-પાક
‘અલી અનારકલી, એક ચીકની સુરત અમીરજાદો મારી પીછ્‌છુ પડી ગયો છે.’
‘તો એમાં પ્રોબ્લેમ શું છે?! પતાવી નાખ.’
‘મગર મારુ દિલ એક કડકા શાયર પર લટ્ટુ છે.’
‘તો બે ઘોડા પર સવારી કરવાનો કોર્સ કર!’
- સિરાઝ શીશાવાલા

 

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved