Last Update : 21-March-2012, Wednesday
 

બેલેન્સઃ જીવનનું ત્રાજવું બધી બાજુ નમે છે

ઓફબીટ - અંકિત ત્રિવેદી

જીવન જીવવા માટે બેંક બેલેન્સની જરૂર પડે છે સાથે સાથે તમે જેની ઉપર બેંક (ભરોસો) કરી શકો એવા માણસોની જરૂર પડે છે. પ્રમાણભાન જીવાતા જીવન સાથે વણાઇ ગયેલું હોય છે. પરંતુ સ-પ્રમાણ બેેલેન્સ કરીને જીવવું એ જીવનની સાચી કળા છે. આપણે પ્રત્યેક લોકો જીવન જીવવાના સાચુકલા કસબીઓ પુરવાર થઇએ તો તેની સાર્થકતા... ઇશ્વરે પણ આ પૃથ્વી પર કેટલું બઘું બેલેન્સ કર્યું છે દિવસ અને રાતને બેલેન્સ કરવા એણે સાંજ આપી. જેને આપણે ત્યાં ‘સંધીકાળ’ કહે છે. ગુલાબ સાથે કાંટા આપીને સુગંધને બેલેન્સ કરી. કાંટા છે એટલે જ ગુલાબ વધારે રમણીય અને પ્રસન્નકર લાગે છે. રણને ઝાંઝવા આપ્યા. ઝાંઝવા એ તરસનું સાચુ પડવા મથતું સ્વપ્નું છે. ઇશ્વરે સમગ્ર વિશ્વને બેલેન્સની માત્રા શિખવાડી.
બેલેન્સને જાળવવા- સમતુલાને સમજવા ઘણા બધા પ્રકારોમાંથી જીવનને પસાર કરવું પડે છે. માનસિક સંતુલન ખોરંભાય ત્યારે ચંદ્રની કળા સાથેનો માણસનો જાણીતો સંબંધ જાગ્રત થતો હોય છે. શારીરિક સંતુલનમાં તો આપણે સમજ્યા જ નથી. જો કે શરીરની ચરબી ઉતારી શકાય, મનની ચરબી ઉતારવા માટે કયું સંતુલન કામ લાગશે એની ખબર પડતી નથી. ગંગાસતીની પંક્તિઓ અનાયાસે સ્મરણપટ પર ઉપસી આવે છે. ‘‘સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો ને રાખજો રૂડી રીત રે..’’ માણસ બેલેન્સ કરતા શીખી જાય તો જીવનનાં મોટા ભાગના દુઃખો, સુખનો જન્મદિવસ ઉજવવામાં મશગુલ બની જાય.
બે ‘મીસ-મેચ’ લાગતા યુગલો પોતાની રીતે કેટલા બેલેન્સ અને પરફેક્ટ હોય છે. એના જવાબો તો એ લોકો જ આપી શકે. ‘અર્ધનારેશ્વર’નું સ્વરૂપ એ આવા બેલેન્સમાંથી જ જન્મ્યું હશે. નૃસંિહ અવતાર આવા બેલેન્સનું જ પ્રગટ સ્વરૂપ છે. જીવનની શાશ્વત રહેલી ક્ષણો જેને આપણે જીવનભર યાદ રાખીએ છીએ એ આવા બેલેન્સનું જ પરિણામ છે. ગાંધીજીમાં બેલેન્સની દ્રઢતા અને પોતાની પરિપક્વતાનો વિશ્વાસ હતો. સરદાર વલ્લભભાઇ પટેલની અખંડિતતા સપ્રમાણ આવા પૌરુષત્વને કારણે મ્હોરી ઊઠી. પ્રત્યેક મનુષ્ય એના જીવનમાં બેલેન્સ કરવાનો યશાશક્તિ પ્રયત્ન કરતો જ હોય છે. એમાંથી જે જન્મે છે તે સફળતા છે. એમાંથી જે અનુભવાય છે તે સંતોષ છે.
ધરમનો કાંટો એટલે જ જાણીતો છે. આપણે ત્યાં ન્યાયની દેવી આંખો બંધ રાખે છે પણ એના ત્રાજવામાં ચૂકાદાનું બેલેન્સ છે. ‘ત્રાજવુ’ માત્ર વસ્તુઓને જ તોલવા માટે વપરાય એ નથી. એ તો નરી આંખે દેખાતી સ્થૂળ ઘટના છે. ઇશ્વરે સમજણ સાથે પ્રત્યેક મનુષ્યને મનનું ત્રાજવું આપેલું છે. જેમાં એ સમજ પ્રમાણે દુનિયાને- સંબંધોને લીધેલા શ્વાસ અને ઉચ્છ્‌વાસને તોળતો રહે છે. આપણે બે પગે ચાલીએ છીએ એમાં પણ બેલેન્સ છે. સમાંતરે આવેલા આંખ-કાન-નાક અને જીભનું પણ બેલેન્સ છે. પથારીમાં સૂતી વખતે પડખા ફરવાનું પણ બેલેન્સ હોય છે. એ નથી જળવાતું ત્યારે પથારીમાંથી નીચે પડી જવાય છે. બેલેન્સ મર્યાદામાં રહેતા અને વિશેષતાને જીવતા શીખવાડે છે.
સમાજમાં બેલેન્સને ‘વ્યવહારૂ’ અથવા તો ‘વ્યવહારિક’ વચ્ચે જોવામાં- ગણવામાં આવે છે. ‘સમય’ સારી અને સાચી વાતનો હંમેશા રહેવાનો પરંતુ સૌથી પહેલાં એ વ્યવહારૂ વાતને અપનાવવાનો સ્વબળે આગળ આવનારા પ્રત્યેક માણસને બેલેન્સના અનુભવની ખબર જ હશે. સુખ અને દુઃખનું પણ બેલેન્સ છે. પાપ અને પુણ્યનું પણ બેલેન્સ છે રાગ અને દ્વેષને પણ બેલેન્સ કરવા પડે છે. હરિન્દ્ર દવેની બે પંક્તિઓ યાદ આવે છે.
‘‘એક હસે, એક રડે
આંખ બે આપસમાં ચડભડે..’’
ુસુખ અને દુઃખના ત્રાજવાને બેલેન્સ કરતાં, પાપ અને પુણ્યનો તાળો મેળવતા, રાગ અને દ્વેષના આંકડાઓમાં અટવાઇ જવાય છે. જીવનનું સાચું બેલેન્સ માતાનાં ગર્ભમાં હોઇએ છીએ ત્યારે અને શરીરની બહાર નીકળી ગયા પછી આંખે દેખ્યો અહેવાલ આપે છે. સહુથી મોટો બેલેન્સવીર તો ભગવાન શ્રીકૃષ્ણ છે. એક હાથમાં સુદર્શન રાખે છે અને બીજા હાથમાં વાંસળી રાખે છે. સુદર્શનથી એ માથુ વીંધે છે અને વાંસળીથી એ હૃદય વીંધે છે. બેલેન્સ રહેનારા પ્રત્યેક જીવનધર્મીએ સુદર્શનની ગરજ સારે એવી સહિષ્ણુતા અને વાંસળીના સૂરોની સમયસૂચકતા રાખવી જોઇએ. બેલેન્સ રાખીને જીવવું એટલે એવા હંિચકા પર બેસવું જેની આવન-જાવનનો દારોમદાર પગની ઠેસ પર નહીં પરંતુ આત્મવિશ્વાસની ઠેસ પર આધાર રાખે છે.
ઓનબીટ
‘‘હું આપની વાતો ના માનું એવું તો કશુંયે ખાસ નથી,
પણ આપની વાતો જાદુ છે જાદુમાં મને વિશ્વાસ નથી..’’
- મઘુકર રાંદેરિયા

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved