Last Update : 21-March-2012, Wednesday
 

લોકવિચાર

 

‘‘નો પ્લાસ્ટીક ડે’’
અત્યારના આઘુનિક સમયમાં પ્લાસ્ટીકનો ઉપયોગ તો માનવજીવન સાથે વણાઈ ગયો છે. રોજબરોજના વહેરવારમાં પ્લાસ્ટીકના સાધનોનો ઉપયોગ સામાન્ય બની ગયો છે. માનો કે પ્લાસ્ટીક યુગ ચાલી રહ્યો છે.
તા. ૩૦મી જાન્યુઆરી ગાંધીનિર્વાણ દિનના રોજ ‘‘નો પ્લાસ્ટીક ડે’’ની ઉજવણી કરવાનું બીલીમોરા નગરપાલિકાએ નક્કી કર્યું છે. ઉપર નિર્દિષ્ટ કરેલ સંજોગોમાં આ ‘‘નો પ્લાસ્ટીક ડે’’ની ઉજવણી કેટલી યોગ્ય, સાર્થક થશે તે તો સમય જ બતાવશે. ઓછા માઈક્રોનની થેલીનો ખોરાક તરીકે ઉપયોગ કરતાં જાનવરો-ગાયભેંસનું અવસાન થાય છે. રોગ થાય છે. એટલે આવાં ઓછાં માઈક્રોનના ઝભલાના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. વધારે માઈક્રોનનું પ્લાસ્ટીક ખોરાકમાં લેવાથી શું જાનવરનું મૃત્યુ ન થાય ? ગાય, ભેંસને ઓછા-વત્તા માઈક્રોનની જાણ કેવી રીતે થઈ શકે?
સુધરાઈના કર્મચારીઓ વેપારીની દુકાન પર જઈને તપાસ કરે. ઓછાં માઈક્રોનની થેલીનો ઉપયોગ કરે તો સ્ટોક જપ્ત કરે અને વેપારીને દંડ કરે. નગરપાલિકાના કર્મચારીઓએ ૨૫ કિલો જથ્થો ભેગો કર્યો. વઘુમાં આવા વેપારી પાસેથી રૂા. ૫૦નો દંડ તથા આવી થેલીનો ઉપયોગ કરનારને રૂા. ૫નો દંડ કરવામાં આવશે આ તે કેવો ન્યાય?
ખરેખર તો આવા વપરાશકારોને ખોટી રીતે દંડ ભરવો પડે છે. આરોગ્યને નુકસાન કરે એવી ચીજોનું ઉત્પાદન જ બંધ કરવું જોઈએ. જ્યાં આગળ આવી ઓછા માઈક્રોનની થેલીનું ઉત્પાદન થતું હોય ત્યાં આગળ કાયદેસર રીતે આ ઉત્પાદન બંધ કરવાની તાતી જરૂર છે. પાડાના વાંકે પખાલીને ડામ દેવાની નીતિ બરાબર નથી. જીવનને નુકસાન કરતાં દવાનાં ડ્રગ્સના ઉત્પાદન પર પ્રતિબંધ છે તેમ આવા પ્રકારના નુકસાનકારક પ્લાસ્ટીકનું ઉત્પાદન કાયદાકીય રીતે બંધ કરવામાં આવે. બાકી આ સુધરાઈનાં કર્મચારીઓએ ૨૫ કિલો જથ્થો જપ્ત કર્યો કે બીજી સુધરાઈનાં કર્મચારીઓએ ૨૨૫ કિલોનો જથ્થો જપ્ત કર્યો. આટલો દંડ કર્યો. આવી બિનતંદુરસ્ત હરીફાઈથી કોઈ શકરવાળ વળવાનો નથી. માત્ર એક જ ઉપાય છે અને તે એ કે ઓછા માઈક્રોનની થેલીનું ઉત્પાદન સદંતર બંધ કરવામાં આવે.
બીલીમોરા - અંબેલાલ કે. નાયક

******
બનાવટી દૂધ-ઘીની જાંચ ક્યાં કરાવવી ?
યુરિયા, કપડા ધોવાનો ડિટરજંટ પાઉડર અમુક જાતનું કેમીકલ વિગેરે હાનીકારક વસ્તુઓના મિશ્રણથી તૈયાર કરેલ દૂધ નાના મોટા શહેરોમાં વેચાઈ રહ્યાના સમાચારો વહેતા થયા છે જે બહુ ચંિતાજનક બાબત છે. વાતમાં તથ્ય જરૂર છે. કારણ કે દેશની આઝાદી પછી નેવું કરોડની વસ્તી વધીને આજે એકસોવીસ કરોડની થવાથી અને પશુપાલનના ધંધાનો ખાસ એવો વિકાસ થયો નથી. તેમ છતાં હજુ સુધી દૂધની તંગી વર્તાઈ નથી. શા માટે? કારણ કે દૂધની વધારાની માંગને આવા બનાવટી દૂધથી સેતાનો દ્વારા પૂરી પાડવામાં આવે છે. આવી પ્રવૃત્તિ રોકવાની જરૂર છે.
ગુજરાત સરકારે ખોરાક અને ઔષધમાં થતી ભેળસેળ અંગેની ફરિયાદ બાબત કમિશનર ઓફ ફૂડ સેફટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરને જાણ કરવાની જાહેરાતો અખબારોમાં બહાર પાડી છે જે સારી વાત છે. પરંતુ કોઈક ગ્રાહકે દૂધ, ઘી, વિગેરે ખાદ્ય પદાર્થની શુદ્ધતા બાબતની તપાસ પોતાની અંગત રીતે તાત્કાલિક કરાવવી હોય તો તે નજીકના સ્થળે કઈ લેબોરેટરી/કચેરીમાં કરાવી શકાય તેની જાણ માટે જાહેર જનતાજોગ સરકાર તેમજ સ્થાનિક નગરપાલિકા તંત્ર દ્વારા અવારનવાર યાદી બહાર પાડતા રહેવાની જરૂર છે. આવી માહિતીની જાણ હોય તો જાગૃત નાગરિક ભેળસેળના કિસ્સામાં એમની રીતે તુરંત જાંચ કરાવી શકે જે સરકાર માટે પણ મદદરૂપ થઈ પડશે.
સુરત - મણિભાઈ યુ. પટેલ

 

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved