Last Update : 21-March-2012, Wednesday
 

ઉપવાસનો મારો પ્રથમ પ્રયોગ

જેની લાઠી તેની ભેંસ - મધુસૂદન પારેખ


એક સવારે કુટુંબ આગળ નિર્ણય જાહેર કર્યો - મારે આજે ઉપવાસ કરવો છે. મને હતું કે મારા ઉપવાસ વિશે કુટુંબના સભ્યો, ગંભીર ચર્ચા વિચારણા, મારા દૂબળા દેહને જોઈને કરશે. મને ઉપવાસ નહિ કરવા સમજાવશે, વિનંતી કરશે. પણ એવું ના બન્યું. મારા ઉપવાસની વાત સાંભળતા જ બધા એક સાથે હસી પડ્યાં. એમાં મારો નોકર પણ ભળ્યો એટલે મને અપમાન લાગ્યું. ઘરનાને તો ધમકાવી શકાય નહિ. મારો ગુસ્સો નોકર પર ઠાલવ્યો ઃ ‘ઇડિયટની જેમ શું હાહા ઠીઠી કરે છે ? ઘરમાં કશું કામ નથી ?’
નોકર છટકી ગયો.
મારા સ્વભાવનો એક્સ રે જાણનારી પત્નીએ કટાક્ષભર્યા સ્મિત સાથે પૂછ્‌યું ઃ ‘કેટલા કલાકના ઉપવાસ કરવા છે ?’
‘કેટલા કલાકના એટલે ? તું શું સમજે છે ?’
મોટો થયેલો દીકરો ય પપ્પાની ક્યારેક મજાક ઉડાડવાનું ચૂકતો નહોતો. હવે એમાં કશું નવું રહ્યું નથી. પપ્પાનો ફ્રેન્ડ તરીકેનો અધિકાર દીકરાએ મેળવી લીધો હોય છે.
ચેતને મજાક છાંટવા માંડી ઃ ‘પપ્પા ! રાજકીય નેતાઓ કે એવા બીજા કાર્યકરો અવારનવાર ઉપવાસ પર ઊતરે છે. કેટલાકના ઉપવાસ બાર કલાક માટે, કેટલાકના સાંજ સુધી. અરે ઉપવાસ કરનારની ડ્યૂટી ય બદલાયા કરે. પપ્પા, મમ્મીનો સવાલ સાચો છે. તમારે આખો દિવસ, આઈ મીન, ચોવીસ કલાકના, સાંજ સુધીના, બપોર સુધીના, બપોર સુધીના કે બે કલાકના ઉપવાસ કરવા છે ?’
અમારી વધારે પડતી સ્માર્ટ બેબી કહે ઃ ‘પપ્પા, તમે બે કલાકના ઉપવાસ કરો. એટલા કલાક તો બહુ થઈ જશે તમારે માટે...’
હું બરાબર ઘૂંધવાયો. હું ઉપવાસનો ગંભીર નિર્ણય કરતો હતો ત્યારે આ બધા મારી ઉપવાસ કરવાની શક્તિની હસી ઉડાવતા હતા.
મેં ચિડાઈને કહ્યું ઃ ‘હું ઉપવાસ ના કરી શકું એમ તમે માનો છો ? તમને મારો નિર્ણય મજાકનો વિષય લાગે છે ? હું ચોવીસ કલાકના ઉપવાસ કરીશ. આ મારો અંતિમ નિર્ણય છે. બોલો, હવે કશું કહેવુ ંછે ? ધીસ ઈઝ ફાઈનલ.’
મારો રૂઆબ જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા. આમ તો રૂઆબ કરવાનું કે ઝઘડવાનું મારા સ્વભાવમાં નથી. હું શાંતિપ્રિય માણસ છું. પણ જ્યારે શાંતિ પ્રિય માણસ પણ કોઈકવાર ઘૂંધવાય છે ત્યારે એનો તરત પ્રભાવ પડતો હોય છે.
મારે એક સ્વામીને, ઇચ્છા વિરૂઘ્ધ મળવાનું થયું હતું. મારા એક સ્નેહી ભગવાનદાસ સાઘુ, સંતો કે સ્વામીઓમાં બહુ ભક્તિભાવ ધરાવતા હતા. એમને એમનામાં પરમ, ચરમ શ્રદ્ધા હતી કે આ સ્વામીઓ જ મોક્ષના એજન્ટો છે. એમની દ્વારા જ સ્વર્ગની સીડીનાં સોપાન ચડી શકાય.
ભગવાનદાસ મને સ્વામી પાસે પરાણે ખેંચી ગયા. મને કહે ઃ ‘તમે એકવાર, માત્ર એકવાર સ્વામીજીનાં દર્શન તો કરો. તમારો ભવ સુધરી જશે.’
મારે સ્વામી મારફતે મારો ભવ સુધારવો નહોતો. પણ હું સ્નેહી સાથે ખેંચાયો. ભગવાનદાસે સ્વામજીને મારો પરિચય કરાવ્યો. મેં વંદન કર્યું. સ્વામીજીએ એક નજર મારા પર સહેજવાર સ્થિર કરી, જમણો હાથ ઊંચો કર્યો. મને આશીર્વાદ મળી ગયા. સ્વામીજી, ભગવાનદાસ સાથે તત્વજ્ઞાનના, અઘ્યાત્મની ચર્ચા કરતા કરતા ઉપવાસનો મહિમા વર્ણવવા લાગ્યા. મને ઉપવાસની એમની મીમાંસામાં રસ નહોતો. હું ઉપવાસને બદલે પેટ ભરીને જમવાથી થતા ફાયદામાં માનતો હતો.
સ્વામીજી મને ઉદ્દેશીને કહે ઃ ‘એક જ વાર ઉપવાસ કરી જોનારને ઉપવાસમાં કેવી સમૃદ્ધિ ભરી છે તે સમજાય. ઉપવાસથી તન દુરસ્ત તો થાય જ પણ મન પણ દ્રઢ થાય, આત્મબળ વધે. આત્મબળથી જીવન શુદ્ધ થાય. જીવન શુદ્ધ થાય તો જીવ આત્મા સાથે જોડાય....’
સ્વામીજીએ તો ઉપવાસની પારાયણ કરવા માંડી. પણ એમની જ્ઞાનચર્ચાની મારા પર એટલી અસર પડી કે એકવાર ઉપવાસનો પ્રયોગ કરી જોઈએ. ‘આત્મબળ’ કેટલું વઘ્યું એનો અંદાજ તો આવશે ! સ્વામીજીની જ્ઞાન ચર્ચાનો છેવટે એટલો પ્રભાવ તો પડ્યો.
સ્વામીજીની મુલાકાતે મારા મનમાં થોડી અવઢવ પેદા કરી. ઉપવાસ કરવો ? એક દિવસના ઉપવાસથી મન શુદ્ધ થઈ જાય ? આત્મબળ બધે ?
એક વૈદરાજે ઉપવાસ વિશે વાત કરતાં કહ્યું હતું કે બીજો કશો લાભ થાય કે ના થાય, પણ હોજરીને તો આરામ મળે.
મને દિવસમાં ચારેકવાર તો નાસ્તા-ભોજનની જરૂર પડતી હતી. ભાવતી વાનગી હોય તો હું પેટ પર જુલમ કરીને યા હોમ કરીને ભાવતી વાનગી પર તૂટી પડતો હતો. ક્યારેક અપચો થાય તો અપચા માટે ગોળી ! આપણે એમ જ કરતા હોઈએ છીએને !
મારો સુપુત્ર મારી આ ભોજન ક્ષુધા જાણતો હતો. પત્ની તો જાણે જ. સમય સમય પર એણે મનપસંદ વાનગીની ડિશ હાજર રાખવની જ હોય. પણ મારો પુત્ર નવા જમાના પ્રમાણે જરા સોબર સ્માર્ટ હતો. મને કહેતો ઃ ‘પપ્પા ! તમારી હોજરી તો હોર્સપાવર છે... ઘોડાહોજરી છે.’ મમ્મીને એ હસાવી પાડતો.
દીકરાની કોમેન્ટ માટે પણ હું વાનગીઓની જેમ હજમ કરી જતો હતો. પણ મારી બુભુક્ષા ક્યારેય શમતી નહોતી.
કહેવાય છે કે માણસ અકરાંતિયું પ્રાણી છે. બીજાં પ્રાણી તો ભૂખ લાગે ત્યારે ખાય છે. અમારો કૂતરો ય ધરાયેલો હોય તો બિસ્કીટ કે સ્વાદિષ્ટ વાનગી હોય છતાં સૂંઘતો ય નહિ. માણસ જ પેટને કચરાપેટી સમજીને સારાની સાથે બીજી ય વાનગીઓ નાખ્યા જ કરતો હોય છે. અને બધા અંગોમાં સહુથી આળસુ પેટ પૂરું ભરાય નહિ ત્યાં સુધી બઘું હજમ કર્યા જ કરતું હોય છે. ગરીબોને પેટ પૂરતું ખાવાય મળતું નથી અને સંપન્ન લોકોના પેટને ગમે તેટલું નાખો તેને પૂરતું થતું નથી.
મારો ઉપવાસનો નિર્ણય જાણીને પત્નીએ પૂછ્‌યું ઃ ‘ઉપવાસમાં ફરાળ તો લેશોને ?’
મેં ચિડાઈને કહ્યું, ‘ફરાળમાં દોઢું હજમ કરીને મારે ઉપવાસને કલંક લગાડવું નથી.’ લોકો ઉપવાસમાં ઢગલો ભરીને ફરાળ જમીને ઉપવાસને ય અધમૂઓ કરી નાખે છે.
મેં ફરાળની ચોખ્ખી ના પાડી.
બેબીએ વળી ચાંપલાશ કરી. આજકાલની છોકરીઓને મમ્મી-પપ્પા વધારે પડતાં લાલનપાલન કરે છે એટલે એમની જીભને ગ્લીસરીન લાગી જાય છે. એણે મમ્મી સામે નેત્રચેષ્ટા કરીને મને પૂછ્‌યું, ‘પપ્પા, ઉપવાસમાં ફ્રૂટ તો ખવાય. એ કાંઈ ફરાળ ના કહેવાય.’
મેં કડકાઈથી કહ્યું ઃ ‘નો ફરાળ, નો ફ્રૂટ !’
દીકરો કહે ઃ ‘પપ્પા, ચા-દૂધ તો પિવાય.’
મેં કહ્યું ઃ ‘નથીંગ. માત્ર પાણી... નથીંગ મોર.’
અને મેં ઉપવાસનો દિવસ નક્કી કર્યો. (ક્રમશઃ)

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved