Last Update : 21-March-2012, Wednesday
 

કલકત્તા અને ચેન્નાઈથી આવતા ફેક્સની અસર
ત્રિવેદી અંગે ગલ્લાં તલ્લાં સરકારને ભારે પડશે

ઇનસાઇડ સ્ટોરી - વીરેન્દ્ર કપૂર

 

ગમે તે માનો પણ મતદાર એ રાજા છે. ગયા મંગળવારે મતદારોએ ઘણાંને ઠેકાણે પાડી દીધા હતા. અકાલી-ભાજપના જોડાણને પરંપરાગત સ્થિતિ તોડીને મતદારો સત્તા પર લાવ્યા હતા જ્યારે ઉત્તરાખંડમાં પક્ષમાંની બળવાખોરીા કારણે ખંડુરાઈને ખુબ ઓછા માર્જીનથી હાર મળી હતી તેમજ ગોવામાં

રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલીએ છંછેડાઈને કહ્યું હતું કે સરકાર એક વિચિત્ર થિયેટરના સ્ટેજ સમાન છે. તેમણે રેલવે પ્રધાન દિનેશ ત્રિવેદી અંગે કહ્યું હતું કે આ માણસ હાલમાં તેના હોદ્દા પર છે કે નહીં ? અથવા તો શું તે સંસદસત્ર સુધી ચાલુ રહેવાના છે. આ પ્રશ્ન હવે ‘જો’ અને ‘તો’ વચ્ચે અટવાતો બની ગયો છે. સરકાર તો આ મુદ્દે કશું બોલવા તૈયાર જ નથી. વિશ્વની સૌથી મોટી લોકશાહી જેને કહેવાય છે તે પ્રજાની સાથે નથી અને નિર્ણયો લેવાની પ્રોસેસમાં પ્રજાને સાથે પણ નથી રાખતી.
સરકાર તેની અંદરની કામગીરીની વિગતો લીક કરે છે અને હિત ધરાવતા પક્ષો અંગે સ્ટોરી ઉભી કરે છે. ઉદાહરણ તરીકે સંસદના બંને ગૃહોમાં વિપક્ષોએ ગુરૂવારે દિનેશ ત્રિવેદીનું સ્ટેટસ માગ્યું હતું. પરંતુ સરકાર કોઈ સ્પષ્ટતા કરી શકી નહોતી. સરકાર આ બાબતે કંઈ ચોક્કસ કરી શકી નહોતી. બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતાએ એક લાઈનના ફેક્સમાં લખ્યું હતું કે દિનેશ ત્રિવેદીને ખસેડીને તૃણમૂલના અન્ય સભ્ય મુકુલ રોયને મૂકવા...
આ કન્ફર્મેશન દિલ્હીથી નહીં પણ કલકત્તાથી આવ્યું હતું. હકીકતે તો આ એક સ્પષ્ટ ચિત્ર હતું. તેમ છતાં સરકાર એવી રીતે વર્તતી હતી કે જાણે કલકત્તા કે ચેન્નાઈ (ડીએમકે)થી આવતા ફેક્સ સાથે તેમને કોઈ નિસ્બત નથી. બીજી તરફ સરકાર કલકત્તા અને ચેન્નાઈને પૂછ્‌યા સિવાય આગળ વધી શકતી નહોતી. એટલે જ પરિવર્તનના એજન્ડાને સરકાર અમલી બનાવી શકી નહીં.
દિનેશ ત્રિવેદી તેમની વાતમાં કેટલા સાચા છે તે વાત બાજુએ મુકીએ તો એ વાત નકારી શકાય નહીં કે ત્રિવેદી તેમની જોબ માટે વડાપ્રધાન કરતા મમતાને વઘુ વફાદાર રહેવું જોઈએ. એનડીએ અને યુપીએની પ્રથમ ટર્મ એમ બંને સરકારોએ સાથીપક્ષોની સૂચનાથી પ્રધાનો બદલ્યા છે. યાદ છે ને સુરેશ પ્રભુ અને દયાનીધી મારનનો કેસ ? આ રીતે જોઈએ તો દિનેશ ત્રિવેદીને હટાવવા સિવાય વડાપ્રધાન પાસે બીજો કોઈ વિકલ્પ નથી. જો વડાપ્રધાન તેમ કરવામાં ગલ્લાં-તલ્લાં કરશે તો રેલવે પ્રધાનના મુદ્દે તેમને અને તેમના પક્ષે વઘુ આકરા ડોઝનો સામનો કરવો પડશે.
કોંગ્રેસના બચાવમાં સીબીઆઈ...
હવે એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે કે મમતા બેનરજી તરફથી વારંવાર ઉભી કરાતી સમસ્યાને નિવારવા કોંગ્રેસ ઉત્તર પ્રદેશના બેમાંથી એક પ્રાદેશિક પક્ષ તરફ વળશે. ગયા ગુરૂવારે અખિલેશ યાદવના શપથ સમારોહમાં બે કેન્દ્રીય પ્રધાનો હાજર રહ્યા તે કોંગ્રેસે આપેલા સંકેત બરાબર છે. કોંગ્રેસે એ સમાજવાદી પક્ષ સાથે જોડાવા માગે છે કે જેને રાહુલ ગાંધી વારંવાર ગુંડાઓ અને ગુનેગારોની પાર્ટી કહેતા હતા. તેમ છતાં કોંગ્રેસ હવે સમાજવાદી પક્ષનો સહારો લેવા તૈયાર થઈ છે. જ્યાં સુધી કોંગ્રેસ તેના નવા જોડાણ સાથે સંપૂર્ણપણે તૈયાર નહીં થાય ત્યાં સુદી તે મમતા બેનરજી સાથે જોડાઈ રહેશે. બીજી તરફ કેન્દ્ર સાથે સંબંધો અંગે ઠાગાઠૈયા કરતા ડીએમકે એ જણાવ્યું છે કે સરકારને ટેકો ચાલુ રાખશે. આમ પણ મુલાયમસંિહ યાદવ યુપીએ સામે પડી શકે એમ નથી. કેમકે તેમની સામેનો વઘુ પડતી સંપત્તિનો કેસ સીબીઆઈ પાસે પેન્ડીંગ પડેલો છે.
માયાવતી યાદવ સાથે સંબંધો નહીં બગાડે...
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માયાવતી સામે પણ મુલાયમ જેવો જ વઘુ પડતી સંપત્તિનો કેસ સીબીઆઈ પાસે પેન્ડીંગ છે. ટૂંકા ગાળામાં જ સૌથી વઘુ પૈસાદાર બનેલા માયાવતી કોંગ્રેસ કે સીબીઆઈના મારાથી બચવા તે મુલાયમસંિહ યાદવ સાથે સીધા કે આડકતરા સંઘર્ષમાં નહીં આવે.
સાલું કહીએ તો તાજેતરની ચૂંટણીઓમાં ફટકો ખાનાર સરકાર અસરકારક વહિવટ આવી શકે એમ દેખાતું નથી. સ્થિરતા મેળવવા માટે હેતુ ના હોય તો તેનો અર્થ નથી. માત્ર ગાદી પર ચીટકી રહેવું એટલે વઘુ મુસીબતો વહોરવી એમ કહી શકાય. યુપીએ-ટુ સરકાર એવી ઇમેજ ઉભી કરી રહી છે કે તેની અંદર જ યુદ્ધ જેવી સ્થિતિ છે. માત્ર સાથી પક્ષો જ આડા નથી ફાટ્યા પણ કોંગ્રેસના ઘણા પ્રધાનોને પણ એકબીજા સાથે બોલ્યા વ્યવહાર નથી. સોનિયા ગાંધીના વફાદારોની ચંડાળ ચોકડીને પણ વડાપ્રધાનમાં સંપૂર્ણ વિશ્વાસ નથી.
જોગાનુજોગ રાહુલ નિવૃત્ત
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં કારમી હારનો અનુભવ કરનાર કોંગ્રેસ પાર્ટીને એક જોગાનુજોગ સ્થિતિનો અનુભવ થયો હતો. ચૂંટણીમાં કોંગ્રેસના ધબડકાના ત્રણ દિવસ બાદ સન્માનીય ક્રિકેટર રાહુલ ગાંધીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
આ ઘટનાએ રાજકારણીઓને કોમેન્ટ કરવાની તક ઉભી કરી આપી હતી.... રાજકારણીઓ કહેતા હતા કે ખોટો રાહુલ નિવૃત્ત થયો છે... સમજ ગયા’ના...

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved