Last Update : 21-March-2012, Wednesday
 

છે તમારી પાસે આસ્થાના સવાલનો જવાબ ? આસ્થા પાસે તો એક જ જવાબ છે ઃ ‘આંસુ...’

રણને તરસ ગુલાબની - પરાજિત પટેલ

 

‘હવે ?’
જેના હોઠ વચ્ચે થઈને આ દ્વયાક્ષરી સવાલ સરી પડ્યો છે, એ છે પિસ્તાલીસ વર્ષીય અશ્રુમુખી આસ્થા... એના માથે દુઃખમાં ઝાડ જ નથી ઊગ્યાં, દુઃખના ડુંગરા તોળાયા છે ! એની આંખો કોરી ધાકોર છે, કારણ કે એમાંથી ખ્વાબો ખોવાઈ ગયા છે ! એનું હૈયું ખાલી ખમ્મ છે, કારણ કે એમાંથી ‘પ્રસન્નતા’ નામની મહામૂલી ચીજ ગુમનામ થઈ ગઈ છે ! દુઃખ જાણે દરિયો બની ગયું છે, ને એમાં આસ્થાની જીવનનૌકા ખરાબ ેચઢી ગઈ છે... ! નામ તો આસ્થા છે, પણ હવે એની ‘આસ્થા’ ડગમગવા લાગી ગઈ છે !
એનુંય કારણ છે.
ને એ કારણ કોઈ કાળમુખા કાળોતરાની ફુલાવેલી ફેણ જેવું છે !
‘આસ્થા...!’
બહાર પલંગ પર વેદના ઓઢીને પડેલા આનંદનો અવાજ આવે છે... આનંદ તેનો પતિ છે. આખાય શરીરે સોજા ચઢી ગયા છે. એની નસોમાં વહેતા લોહીમાં બળતરા ‘હોળી’ પ્રગટાવી રહી છે !... આગ આગ થઈ ગઈ છે લોહીની નદીઓ ! જાણે ભીતરમાં સળગતા અંગારા પ્રજ્જવલિત થઈ ઊઠ્યા છે... રહેવાતું નથી.. સહેવાતું નથી... ધમપછાડા... રાતીચોળ બની ગયેલી આંખો... ને આનંદથી બૂમ પડાઈ જાય છે ઃ ‘આ...સ્થા !’
આસ્થા દોડતી આવે છે.
પતિદેવની હાલત જુએ છે...
જીવતી જાગતી પીડાને પછાડા નાખતી જુએ છે... ને એનાથી એક બળબળતો-ફળફળતો-ધગધગતો નિસાસો નંખાઈ જાય છે ઃ ‘અરેરે ! તમારી આ દશા...’
યસ, મિ. આનંદ પટેલની બંને કીડની ડેમેજ થઈ ગઈ છે. બોથ ધ કીડનીઝ આર ડેમેજ્ડ... કીડની ફેલ્યોરને કારણે દર ત્રણ-ચાર દિવસે આનંદ પટેલનો ડાયાલીસીસ માટે હોસ્પિટલે લઈ જવા પડે છે... વળીથોડીક રાહત... એક દિવસ... બે દિવસ... ને ત્રીજા દિવસે તો ચીસાચીસ... ધમપછાડા... આખા શરીરનાં અંગ અંગ પર સોજા... બેવડ વળી જતું શરીર ! ‘આસ્થા, નથી જીરવાતું આ દુઃખ !’ જેવા વાક્યોનો ધોધમાર ધસારો ! ચોમાસામાં ખેતરોમાં વરસાદ પડે છે, અહીં તો બારેમાસ વેદના બુંદબુંદ ટપકી રહી છે... ફરી બૂમ પડે છે ઃ ‘આસ્થા ! કોઈને બોલાવ... મને દવાખાને લઈ જાવ... નથી સહન થતી આ પીડા... ઝટ કર...’
બે-ત્રણ સગા આવે છે. એક અનહદ પીડાથી ધગધગતા બીમાર શરીરને ગાડીમાં નંખાય છે... લો, આવી ગઈ હોસ્પિટલ.. ડાયાલીસીસ.. બસ, વોહી રફતાર બેઢંગી... બદલ્યા કરો લોહી... થોડોક સમય માટે શમી જતી વેદના ! મિ. આનંદ વિચારે છે ઃ ‘આસ્થા બોલતી નથી, પણ તે અંદરને અંદર જ પીડાની આગમાં શેકાઈ રહી છે ! શું થાય ? જીવનસંગિની છે. હજારો માણસો વચ્ચે હાથ પકડ્યો છે ! સુખમાંય તે હસતી રહી છે.. ને દુઃખમાંય પીડાને કારણે તેણે ‘ઉફ્‌’ સુદ્ધાં નથી કર્યું ! ભીતરમાં પીલાય છે, કહેતી નથી, પણ એમની નજર સમક્ષ વતનનું એ નાનકડું ઘૂળિયું ગામ તરવરી રહે છે... સાવ નાનકું ગામ. વગડાથી વીંટળાયેલું ગામ. પાદરમાં પીપળાથી પોરસાતું ગામ... જમીન નહોતી.. માત્ર હંિમત હતી... કાંડામાં કૌવત હતું... છાતીમાં પડકારો ઝીલવાની તાકાત હતી. ને એટલે જ તો એકવાર આનંદે કહ્યું ઃ ‘આસ્થા, ચાલ, શહેરમાં જતાં રહીએ ! કદાચ કિસ્મતનો દેવ આપણને સાથ પણ આપે...’
‘પણ ત્યાં ઓળખાણ-પિછાણ વગર-’
‘ઓળખાણ ઉપરવાળાની... પિછાણ પરમાત્માની ! સંગાથ છેલછબીલા છોગાળિયા શામળિયા ધણીનો...’
- ને એક દિવસે બેય આ શહેરમાં આવી ગયાં. ત્યારે પચાસ લાખના આંકડાને ય આંબી ગયેલા આ શહેરની ફાંદ આટલી ફૂલેલી નહોતી ! ત્યારે આ શહેરમાં ભાડાની લુચ્ચાઈએ સડકો પર સરેરાહ ધૂમતી નહોતી ! ત્યારે આ શહેરના માણસોના પરસેવામાં માણસાઈની ખુશબુ આવતી... ને બંને ભાડાના મકાનમાં રહેવા લાગ્યા. આછી પાતળી નોકરી મળી ! જંિદગીનું ગાડું ડગમગ ડગમગ ચાલવા લાગતું ! આસ્થાના મનમાં ‘આસ્થા’ હતી કે જરૂર અમારા દિવસો પલટાઈ જવાના ! ને પલટાઈ પણ ગયા ! પોતાનું મકાન પણ બન્યું. બબ્બે સંતાનોનું આગમન પણ થયું.
આસ્થા અને મિ. આનંદ પટેલ
દીકરી સેજલ.
દીકરો કેવલ.
જંિદગીની ટ્રેન દોડતી હતી. ગાડું ગબડતું હતું. ક્યારેક ખટારાની જેમ. ક્યારેક હાથલારીની જેમ. ક્યારેક ઊંટગાડીની જેમ. ઠચુક ઠચુક ચાલતી હતી જંિદગી ! ત્યાં જ એક દિવસે અચાનક-
મિત્રની કાર... કારમાં બેઠા છે મિ. આનંદ.... કાર આગળ વધે છે... મિ. આનંદ ઘેર પહોંચવા ઉતાવળા છે... ત્યાં પત્ની છે.. આસ્થા નામે જીવનસંગિની. બારણા વચાળે ઉભી હશે... પ્રતીક્ષા કરતી હશે... છોકરાં પૂછતાં હશે ઃ ‘ક્યારે આવશે મારા પપ્પા ? કહેને મમ્મી, ક્યારે આવશે ?’ વિચારો જ વિચારો... ને ત્યાં જ સામેથી ધસમસતા આવી રહેલા તોતીંગ ટ્રક સાથે કાર અથડાઈ. ચીસાચીસ... દોડાદોડી... બૂમાબૂમ... ચાર કલાકે ભાનમાં આવ્યા મિ. આનંદ પટેલ. ત્યારે તેમણે પોતાની જાતને હોસ્પિટલના બિછાના પર જોઈ. ઓર્થોપેડિક સર્જન ડૉ. દીપક પટેલ કહી રહ્યા હતા ઃ ‘કરોડરજ્જુના મણકા ડેમેજ થઈ ગયા છે. આઈ વીલ ટ્રાય માય બેસ્ટ...’ એનેસ્થેસિયા આપીને ઓપરેશન કરાયું. હાડકાનું સાંધણ-સૂંધણ થયું... પણ શી ખબર, કોઈ આડઅસરને લીધે,પણ કીડનીમાં મોટા કદની પથરીનો દુઃખાવો ઉપડ્યો... ઓપરેશન દ્વારા પથરી દૂર કરાઈ. ત્યાં જ એક કીડની ફેઈલ થઈ ગઈ ! પછી તો બીજી કીડની પણ ડેમેજ થઈ ગઈ...
દવાખાનું અને ઘર.
ઘરના કોલાહલને જાણે કોઈની નજર લાગી ગઈ છે ! ત્રણ ત્રણ દિવસેલોહી બદલાવા દોડવું પડે છે. કામ બંધ.... ધંધો બંધ... આવક બંધ... સતત પીડાનો સથવારો... સતત વેદનામાં પલળવાનું... સતત સોજાના આવરણ વચ્ચે જીવવાનું.. .મિ. આનંદના મનમાં વિચારો ઝબકી જાય છે..ગામ યાદ આવે છે.. પતરાના છાપરાવાળું ગાર માટીનું ઘર યાદ આવે છે.. બા છે.. પણ આઠમો દાયકો પસાર કરી રહેલાં બા ગામડે રહે છે.. બાનો ચહેરો ઝબકી જાય છે. બાના શબ્દો યાદ આવે છે ઃ ‘બેટા, શહેરમાં જવા તો થનગની રહ્યો છે,પણ સાંભળ મારી વાત... શહેરના પકવાન કરતાં, આપણા ગામનો બાજરાનો રોટલો લાખ ગણો સારો... ભલે, જવું હોય તો જાવ. પણ બાપદાદાના આ ગામને ન ભૂલતો, બેટા !’
- પલંગ પર પડેલા આનંદની આંખો પત્ની પર સ્થિર થાય છે ઃ ‘બિચારીને સુખના દહાડા આવ્યા, ત્યાં જ હોઠે આવેલો પ્યાલો છીનવાઈ ગયો !’ મિ. આનંદની આંખોમાં આંસુ તગતગી રહે છે... લાચારી ! સતત પડી રહેલી લાચારી ! જંિદગીની લાચારી ! દેહની લાચારી ! સતત દોડધામ ! ત્રણ ત્રણ દિવસે લોહી બદલવું પડે છે... રૂપિયા ફેંકો, તમાશા દેખો ! રોજની હજાર-દોઢ હજારની ગોળીઓને દવાના ડોઝ... ઘરમાંથી રૂપિયા રફુચક્કર થઈ ગયા છે... દેવાનો ડુંગર... લીલીછમ્મ નોટોને હવે આ ઘર ગમતું નથી ! રૂપિયા નથી.. પૈસા પૈસા માટે મોહતાજ છે મિ. આનંદ ! થોડાંક સગાં વહાલાં મદદ કરે છે... પણ એ ય થાક્યાં છે ! ક્યાં સુધી ચાલશે આ બઘું... ને એ બોલી ઊઠે છે ઃ ‘આસ્થા...’
‘શું છે ?’
‘આ ઘર વેચી નાખીએ તો ?’
‘છેવટે એ તો છે જ.’
ઘર વેચવા કાઢ્‌યું છે... અરમાનો પર કાતર ફરી વળી છે. ‘લાચારી’ નામની ચુડેલ આસ્થા અને મિ. આનંદનાં ‘જીવતાં’ અરમામોને ભચડ ભચડ ચાવી રહી છે... પૈસા નથી... પૈસા વગર શી રીતે આ બઘું થશે ? ડાયાલીસીસના ત્રણ ત્રણ દિવસના હજારોના ખર્ચા... દવાઓના રોજના દોઢેક હજારના ખર્ચા... ડોક્ટરના બીલ ! ને રડી પડે છે. આ સત્યકથાની મુંઝાતી - ગુંગળાતી - રહેંસાતી - મોટા ગજાના સારવાર ખર્ચ અને ઘરનો રોટલો - કાતરનાં આ બે પાંખિયા વચ્ચે કટકે કટકે કપાતી આસ્થા... એની વેદનાની મૂંગી ચીસ સાંભળનારા કેટલા ? ખાલી ઘરમાં ખખડતો ખાલીપો એને રડાવી દે છે ! એનાં અશબ્દ ડૂસકાં ઊગનારા પ્રત્યેક દિવસના સૂર્યને ભીંજવી નાખે છે. એ જોઈ રડી પડે છે. પોતાની દૈહિક અને આર્થિક લાચારી પર મિ. આનંદ પટેલ...
ને ત્યાં જ આસ્થા આવીને એમનો હાથ પકડી લે છે ઃ ‘તમે રડો છો ?... તમને મારા સમ છે. શું કામ હતાશ થાવ છો ? રડવું તો મારે ય છે.. બધાં રડીએ તો આ બાળકોને તમારી સારવારનું શું ? નિરાશ ન થાવ. હજાર હાથવાળો શામળિયો ધણી કોઈને, ને કોઈને જરૂર ભામાશા સ્વરૂપે મોકલી આપશે... હજારો હાથ તે જરૂર આપણા ભણી લંબાવશે ! તમે રડો ના ! લૂંછી નાખો આંખો. ઉપરવાળા પર વિશ્વાસ રાખો. એ દુઃખ આપે છે, તો દુઃખના હણનારને ય મોકલી આપે છે !’ ને માનશો ? સ્વયં આસ્થા પણ અચાનક મોં ફાટ રડી પડે છે ! હા, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી આ સાવ સાચી કકળતી કથાની અશ્રુમુખી નાયિકા આસ્થા કહે છે ઃ ‘હવે ?’
- બે અક્ષરનો તેના આ જવાબ વગરના સવાલમાં ભારોભાર પીડા છે, હજારો મણના નિસાસા છે, લાખો ટનની લાચારી છે અને પૈસાના અભાવે બીમારીમાં લપેટાઈ ગયેલા ઘરના ‘મોભ’ને તૂટતો બચાવવાના પોકારનો ચીખતો-ચિલ્લાતો અવાજ છે ! ‘હવે ?’ આ સવાલનો કોઈ જવાબ નથી આસ્થા પાસે ! છે તમારી પાસે જવાબ ? આસ્થાના બળબળતા હૈયામાંથી ઊઠેલા આ સવાલનો જવાબ કદાચ કેટલાયની પાસે હશે... પણ આસ્થા પાસે તો એક જ જવાબ છે, ને એ જવાબનું નામ છે ઃ ‘આંસુ !!’

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved