Last Update : 21-March-2012, Wednesday
 

દક્ષિણ ગુજરાતના સુરત શહેરના જેવો સામૂહિક હત્યાકાંડ
વેપારી પરિવારના પાંચ સભ્યોને રહેંસી નાંખનાર
ટોળકીના સરદારની ફાંસીની સજા સુપ્રિમે કાયમ રાખી

ક્રાઇમવોચ - જયદેવ પટેલ

દક્ષિણ ગુજરાતના સુરત શહેરના પાંડેસરા પોલીસ મથકની હદમાં રહેતા અને સોના-ચાંદીના દાગીનાનો વ્યવસાયકરતા જૈન પરિવારની દુકાન તથા મકાનમાં પાંચ સભ્યોની અરેરાટીભરી હત્યા કરીને લૂંટ ચલાવીને સનસનાટી મચાવનાર ગુનામાં સુરત શહેર પોલીસે ઉત્તરપ્રદેશ તથા કર્ણાટક રાજ્યના મૂળ વતની એવા બે યુવકોની ધરપકડ કરીને ગુનાનો પર્દાફાશ કરી નાંખ્યાનો જે તે સમયે દાવો કર્યો હતો. પરંતુ સેશન્સ અદાલતે આ ગુનો પુરવાર કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયો હોવાનું ઠરાવીને બન્ને આરોપીને છોડી મુકવા હુકમ કર્યો હતો. આમ પોલીસની દોડધામભરી તપાસ ઉપર ત્યારે પાણી ફરી વળ્યું હતું. સુરત શહેરના જેવી જ વઘુ એક સનસનાટીભરી લૂંટના ગુનાનો કિસ્સો અત્રે પ્રસ્તુત કર્યો છે. જેમાં વેપારી પરિવારના પાંચ સભ્યોની ઘાતકી હત્યા કરી નાખીને લૂંટ ચલાવનાર ગુનેગાર ટોળકીના મુખિયાને નીચલી અદાલતે ફરમાવેલી ફાંસીની સજા સુપ્રીમ કોર્ટે માન્ય રાખીને આ કેસ ઉપર પૂર્ણવિરામ મૂકી દીઘું છે.
છત્તીસગઢ રાજ્યમાં પરિવારના પાંચ સભ્યોને મોતને ઘાટ ઉતારી દઈને જબરજસ્ત હાહાકાર મચાવનાર આ ગુનો સન ૨૦૦૪ના નવેમ્બર મહિનાના સમયગાળામાં બન્યો હતો. રાજ્યના ચેર ગામે શમીમ અખતર તેમના પરિવાર સાથે રહીને ભંગારનો ધંધો કરતા હતા. આ વેપારી પરિવારમાં ડ્રાયવર તરીકે નોકરી કરતો યુવક પણ પરિવારનો જ સભ્ય બની જઈને તેમની સાથે જ રહેતો હતો. તા. ૨૬મી નવેમ્બરને ૨૦૦૪ના દિવસે ધારદાર ચાકુ તથા કુહાડી અને વજનદાર લોખંડના સળીયાથી સજ્જ એવા પાંચ સખ્શોની ટોળકીએ આ પરિવારના મકાનમાં લૂંટ ચલાવવાના ઈરાદા સાથે ધાડ પાડી હતી.
ઘરમાં પ્રવેશ કર્યા બાદ લૂંટારૂ ટોળકીએ વેપારી શમીમ અખતરના ગળા ઉપર ચાકુ ધરી દઈને જે કાંઈ માલમત્તા હોય તે હવાલે કરી દેવા હુકમ કર્યો હતો. કાળ બનીને આવેલી લૂંટારૂ ટોળકીના ભયાનક ચહેરા જોઈને પરિવારના સભ્યોની બોલતી બંધ થઈ ગઈ હતી. બધા થરથર કાંપવા લાગ્યા હતા. બરાબર આવી કટોકટીભરી ક્ષણોમાં કોણ જાણે કોની પ્રેરણાથી પરિવારની માત્ર દશ વર્ષિય બાલિકા સહાના પિતાને બચાવવા સાહસ કરીને તેમની સમીપ દોડી આવી હતી. નાનકડી સહાનાના આવા અદમ્ય સાહસને જોઈને કદાચ તે બુમરાણ મચાવવાનું શરૂ કરી દેશે તેવો ખ્યાલ આવી જતાં એક સખ્શે તેના ઉપર હુમલો કર્યો હતો. જો કે સહાના પોતાનો જીવ બચાવવા ગમે તેમ કરીને ઘરમાંથી બહાર દોડી આવી હતી. ત્યારબાદ ગભરાઈ ગયેલી સહાના શ્વાસભેર આંધળી દોટ મૂકીને તેના અબ્બાજાનના એક મિત્રના ઘેર પહોંચી ગઈ હતી. જ્યાં તેના ઘરમાં લૂંટારૂઓ ધૂસ્યાની વાત કરી હતી. આ પછી તો સહાનાના પિતાના મિત્ર તેમના મહોલ્લાના કેટલાક રહીશોને સાથે લઈને શમીમ અખતરના ઘર તરફ ‘‘સાલોં કો માર ડાલો...!!’’ ની બૂમરાણ મચાવતા દોડી આવ્યા હતા પરંતુ તેમના આગમન પહેલાં જ ટોળકીએ તેમનો ખેલ ખતમ કરી નાંખ્યો હતો. ઘરમાંથી જે કોઈ રોકડ તથા દરદાગીના મળ્યા તેની લૂંટ ચલાવી ફરાર થઈ ગઈ હતી. સહાના તથા તેના અબ્બાજનાનના મિત્ર અને અન્ય રહીશોએ મકાનમાં પ્રવેશ કર્યો ત્યારે ભલભલા ભડવીરના કાળજાને કંપાવી મૂકે તેવું ભયાનક દ્રશ્ય નિહાળીને બધાના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ હતી.
મકાનમાં ચારેબાજુ લોહીની વહી રહેલી નદી વચ્ચે પાંચ વ્યક્તિની લાશો પડી હતી. જેમાં વેપારી શમીમ અખતર તેની પત્ની તથા બે માસુમ બાળકો અને ઘરના જ સભ્ય એવા ડ્રાયવરનો સમાવેશ થતો હતો. છત્તીસગઢ રાજ્યના ચેર
ગામે વેપારી પરિવારના સામૂહિક હત્યાકાંડના આ બનાવે ત્યારે સમસ્ત રાજ્યમાં હાહાકાર મચાવી મૂક્યો હતો. પોલીસ તંત્રે પણ આ ગુનાનો ભેદ ઉકેલવા માટે જુદી જુદી ટીમો બનાવીને ચારે દિશામાં તપાસ કરવા રવાના કરી દીધી હતી. આખરે પોલીસની કવાયત રંગ લાવી હતી. લૂંટારૂ ટોળકીના પાંચેય સાગરિતોને ઝડપી લઈને તેમની પાસેથી લૂંટની માલમત્તા કબજે કરી તેમને સળીયા પાછળ ધકેલી દીધા હતા. આ ટોળકીનો નાયક સોનું સરદાર હતા.
ટ્રાયલ કોર્ટમાં સુનાવણીમાં હત્યાકાંડની એક માત્ર મહત્ત્વની સાક્ષી અબુધ બાલિકા સહાનાની જુબાની ગુનો પુરવાર કરવામાં ચાવીરૂપ બની રહી હતી. ટ્રાયલ કોર્ટે પાંચ-પાંચ વ્યક્તિઓની ઘાતકી હત્યા કરી નાંખીને લૂંટ ચલાવનાર ટોળકીના નાયક સોનું સરદારને ફાંસીને સજા ફરમાવી હતી. જ્યારે તેના સાગરીતોને આજીવન સખ્ત કેદની સજા ફટકારી હતી.
ટ્રાયલ કોર્ટના ચૂકાદા વિરૂદ્ધ આરોપીઓએ કરેલી અપીલ હાઈકોર્ટે ફગાવી દઈને તમામની સજા બરકરાર રાખી હતી. આથી ટોળકીના મુખિયા સોનુ સરદાર ેપોતાની ફાંસીની સજા રદ કરીને છોડી મુકવાની દાદ માંગતી અપીલ સુપ્રિમ કોર્ટમાં કરી હતી.
સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ એ. કે. પટનાયકની ડીવીઝન બેન્ચ સમક્ષ અપીલની આખરી સુનાવણી નીકળી હતી. અરજદાર આરોપી સોનું સરદાર ઉપર રહેમ દાખવીને ફાંસીનીસજાનો હૂકમ રદ કરવાની દાદ માંગતા એવી દલીલ કરવામાં આવી હતી કે - ‘આ ગુનામાં આરોપી સોનું સરદાર તેના ભાઈ તથા અન્ય ત્રણ સખ્શો સાથે સામેલ હતો પરંતુ હત્યાકાંડમાં તેણે સીધે સાધો ભાગ ભજવ્યો હતો તે હકીકત ઉપર ફરિયાદ પક્ષ દ્વારા સ્પષ્ટ પ્રકાશ પાડવામાં આવ્યો નથી. વળી આરોપી હજુ યુવાન છે. આ સંજોગોમાં તેની ફાંસીની સજાનો હુકમ રદ કરીને આજીવન કેદની સજા ફરમાવવામાં પણ ન્યાયનો હેતુ જળવાઈ રહેશે.’
ન્યાયમૂર્તિ એ. કે. પટનાયકે ડીવીઝન બેન્ચનો ચૂકાદો લખાવતા આરોપીની અપીલ ફગાવી દેવા સાથે જણાવ્યું હતું કે - આ લૂંટારૂ ટોળકીએ વેપારી પરિવારમાં લૂંટ ચલાવવાનું પૂર્વયોજીત કાવતરુ ઘડીને ધાડ પાડી હતી. ચાકુ, કુહાડી તથા લોખંડના સળીયા જેવા હથિયારોથી સજ્જ થઈને મકાન ઉપર ધાડનાર આ ટોળકીનો ઈરાદો સાફ હતો. જો કોઈ સામનો કરવાની કોશિશ કરે તો તેને ત્યાં જ પતાવી દેવો. આ બધી હકિકતોની આરોપી સોનું સરદારને પણ પૂરેપૂરી જાણ હતી જ તેવું ટ્રાયલ કોર્ટનું નીરીક્ષણ યથાયોગ્ય જ હતું. આખરે આ ટોળકીએ પાંચ સભ્યોની ઘાતકી હત્યા કરીને તેમનું કામ પાર પાડ્યું હતું. આરોપી જુવાન છે એ એક માત્ર કારણસર તેના ઉપર દયા દાખવવી જોઈએ તેવી દલીલને માન્ય રાખીને ફાંસીની સજામાંથી મુક્તિ આપવામાં આવે તો અધમ અપરાધો આચરવામાં સહેજ પણ ભય નહીં રાખતા ગુનેગારોને તેમના કારનામા આચરવામાં મોકળુ મેદાન મળી જાય. આરોપી સોનુ સરદાર જુવાન છે અને ભવિષ્યમાં ત સુધરી જશે તેવી આશા રાખવી પણ નિરર્થક છે. સમાજમાં આવા હંિસક વરૂઓને જો છૂટા ફરતા કરી દેવામાં આવે તો પછી સમાજની કોઈ સલામતી ના રહે.
આ સંજોગોમાં ટ્રાયલ કોર્ટ તથા છત્તીસગઢની હાઈકોર્ટે આરોપી સોનુ સરદારને ફરમાવેલી ફાંસીની સજાને માન્ય રાખવાથી જ સમાજની સલામતી જળવાઈ રહેશે તેવું અવલોકન કરવા સાથે ન્યાયમૂર્તિ એ. કે. પટનાયકે ચૂકાદાનું સમાપન કર્યું હતું.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved