Last Update : 21-March-2012, Wednesday
 

મૈં સુંદર હૂં

બુધવારની બપોરે - અશોક દવે


ચેહરાનો દેખાવ પરમેશ્વરની મેહરબાની અને આગળની પેઢીઓથી માં-બાપો વડે વપરાતા માલ-સામાન ઉપર આધારિત છે. કોઇ ખૂબસૂરત હોય ને કોઇ સાવ ડામરછાપ, એમાં સિદ્ધિ કે વાંકગૂન્હો એ લોકોનો પોતાનો નથી. ચેહરા ઉપર ઇશ્વરે સારો અને ટકાઉ માલસામાન ફક્ત ૧૯-ટકા જ વાપર્યો હોય, તો માણસ પોતે આજીવન એના ૨૦-ટકા કરી શકવાનો નથી. એક વખત પ્રોડક્ટ બહાર પડી ગઇ, પછી ભગવાને ય એને સુંદર બનાવી શકતો નથી. અને આ તો એકલા મેં જ નહિ, તમે ય જોયું હશે કે, કદરૂપા લોકો બની શકે એટલા પ્રેઝન્ટેબલ રહેવાને બદલે, હોય એનાથી ય વધારે ખરાબ લાગે એવા ચાઇ-જોઇને પ્રયાસો કરતા હોય છે. એમના કપડાં જુઓ, એમના માથાના વાળ જુઓ કે બોલવા-ચાલવાની રીતરસમ જુઓ તો ચોંકી જવાય કે, આની તો ફક્ત લાઇફ-સ્ટાઇલ જ નહિ, આખેઆખી લાઇફ જ બદલાવી નાંખવા જેવી છે. પરમેશ્વરે આને બદલીને કોઈ બીજાને ગોઠવી દેવો જોઇએ, અથવા એની પાસેથી હાલપૂરતો મનુષ્ય-અવતાર રદબાતલ કરીને કામચલાઉ ૨૧-દિવસ માટે કોક્રોચ (વંદો) બનાવી દેવો જોઇએ...તો એ અત્યારે દેખાય છે, એના કરતા વધારે રૂપાળો લાગશે.
આવાઓને યાદ કરી જુઓ. કાળા માણસો કાળા કપડાં વધારે પહેરશે. શું કામ ભ’ઇ ? રંગ ઉઘડે એવા કપડાં પહેરે તો તારી બા ખીજાય છે ? છ મહિનાથી કરેલી હૅર-ડાઇ અડધી પતી હોય, એટલે ઉપર બઘું કાળું-કાળું ને મૂળીયા ધોળાધબ્બ...ને સાલાએ એની ઉપર રેગાડાં ઉતરતું ચકાચક તેલ નાંખ્યું હોય. બીજાને સુગ ચઢે, એવું પોતાનું માથું એ લોકોને જોવું પડતું નથી-આપણે જોવું પડે છે. અકળાઇ એવા જવાય કે, એના ઘેર જઇને એની બાને રીક્ષામાં બેહાડીને અહીં લઇ આઇએ અને પછી આવો તેલવાળો દીકરો માર્કેટમાં મૂકવા બદલે બધા ભેગા થઇને એની બાના ખભે બચકાં ભરી લઈએ... ને ઘેર પાછા જવાનું રીક્ષા-ભાડું ય નહિ આપવાનું.... કોઇ પંખો ચાલુ કરો હવે !
યૂ સી...આપણો વાંધો ઇશ્વરે એને એનાયત કરેલા કાળા રંગ સામે નથી. ખુદ હું ય કોઇ ધોળીયો-ફોળીયો નથી. આપણું કહેવાનું એટલું જ કે -
‘તમારા કાળા રંગમાં વાંક ઇશ્વરનો ય નથી,
એ તલ બનાવવા ગયો ને સ્યાહિ ઢોળાઇ ગઇ’
પણ હવે મેં તમારૂં ઘ્યાન દોર્યું છે, એટલે તમારા સર્કલમાં ચૅક કરી લેજો કે, કાળીયાઓ કપડાં ય કાળા પહેરતા હશે. એ પાછો એમનો ફૅવરિટ કલર હોય. બજારમાં હજી એ રંગ ઉઘડ્યો નથી, નહિ તો ઘરમાં આ લોકો સાબુ, ટૂવાલ, ટૂથબ્રશ અને ફૅસ-પાવડર પણ કાળા રંગનો વાપરે. હવે ખીજ તો તમને ય ચઢવી જોઇએ કે, આખા તનબદન પર આ કલર વપરાયા પછી કાળીધબ્બ ડાઇ કરીને ખચાખચ તેલ નાંખેલા વાળ લાંબા રાખે. કિચનનું પ્લૅટફૉર્મ લૂછવા માટે વપરાતું ભીનું પોતું માથે મૂક્યું હોય એવા દ્રષ્યો સમાજને જોવા મળે છે. હમણાં મશહૂર ગાયક હરિહરણને તમે ટીવી પર જોયો હોય તો, પિચ જલ્દી પડશે. સોનુ નિગમ, સંગીતકાર પ્રિતમ, બપ્પી લાહિરી કે હમણાં હમણાંથી શાહરૂખખાનને પણ જુઓ તો ત્રણ દિવસ સુધી સાલું જમવાનું ન ભાવે, એવા ગંદાગોબરા થઇને આવે છે. ત્રણેક આંચકા સાથે આપણને એકાકી નાની આંચકી ય આવે કે, આ લોકો અરીસામાં કદી નહિ જોતા હોય ? ઘરમાં કોઇ બોલતું નહિ હોય ? આવાને તત્તણ-ચચ્ચાર છોકરાઓ કેવી રીતે થયા હશે ? અને પછી જે ઘાણ ઉતર્યો હોય, એની પછી કોઇ મિસાલ નો દઇ શકે !
આની રૂબરૂ મિસાલ જોવી હોય તો મળો અમારા એકોએક કવિ-લેખકોને. બે-ચાર નાનાનાના અપવાદોને બાદ કરતા આ સાહિત્યકારોથી વધારે ગંદાગોબરા તો આદિવાસીઓ ય નથી રહેતા. ભાગ્યે જ કોઇ લેખક-કવિને તમે પગમાં બૂટ પહેરેલો જોયો હશે. કપડાં કધોણીયા અને પોતાનું ગેરકાયદે બાળક જાહેરમાં ઘણા ફખ્રથી બતાવવાનું હોય એમ ખભે બગલથેલો સાલી કઇ કમાણી ઉપર લટકાવે છે, એ ખબર પડે નહિ. જ્યાં જાય ત્યાં એને બગલથેલાની ખરેખર શું જરૂર પડે ? મહીં શું હોય, એ ચંિતાનો વિષય થઇ ગયો. શ્રાપ એમને આગોતરો ઇશ્વર તરફથી મળ્યો છે કે, શરીર અને દેખાવમાં હવે કાંઇ બતાવવા જેવું રહ્યું ન હોય એટલે ગર્વથી કહેશે, ‘‘હું મારા સાહિત્યથી ઓળખાઉં છું...કપડાંથી નહિ !’’
તારી ભલી થાય ચમના...હવે પછી કપડાંને બદલે તારી કવિતાઓ શરીર પર ચોંટાડીને ફર એટલે હેઠો ધરતી પર આવી જઇશ ! ઉંમર કે દેખાવ ગમે તેવો હોય, સવાલ સુંદર નહિ, પ્રેઝન્ટેબલ લાગવાનો છે, ડીસન્ટ લાગવાનો છે. વાસ્તવિકતા તો એવી છે કે, માથે ગમે તેવા ઝફરીયાં અને કધોણીયા કપડાંને આ લોકોએ પોતાનું આઇડૅન્ટીટી-કાર્ડ બનાવી દીઘું છે...ને સાલું હજી કાંઇ બાકી રહી જતું હોય તેમ ચેહરા ઉપર પર્મૅનૅન્ટ ગંભીરતા રાખવાની. પોતે બીજા કરતા ઘણા જુદા પડે છે, એ બતાવી દેવામાં આખો જન્મારો વેડફી નાંખે છે...જે આપણે જો જો કરવો પડે છે.
ચાલો, પાછા સાહિત્યકારોમાંથી માણસોમાં પાછા આવીએ...મોટા માણસો !...મોટા પેટવાળા માણસો.
મોટા પેટવાળાઓને યાદ કરો. પેટ મોટું થઇ ગયું હોય, એની મશ્કરી ન હોય. દયા આવે. પણ એ પછી આવા શરીર ઉપર કપડાં ક્યા શોભે, એટલું નૉલેજ જરૂરી છે. શોખ તો ૠત્વિક રોશન જેવા દેખાવાના ભલે હોય, પણ આવી ભેખડ ઉપર ક્યું કંતાન બંધાય, એનો એને ખ્યાલ હોતો નથી. નાનું છોકરૂં ય સમજે, કે પેટો આટલા મોટી સાઇઝના વાપરવા કાઢ્‌યા હોય, પછી શર્ટને પૅન્ટમાં ઇન્સર્ટ ન કરાય. પેલા સંસ્કૃત શ્વ્લોકમાં કહ્યું છે તેમ, આકાશમાંથી પડેલું પાણી છેવટે તો સાગરમાં જ જાય છે, તેમ સર્વ દેવોને કરેલા પ્રણામો ભગવાન શ્રીકૃષ્ણને થયા ગણાય છે, એ મુજબ....જાડીયાઓએ પહેરેલા શર્ટના તમામ ભાગો નીકળ્યા ગમે તે દિશાઓમાંથી હોય, પણ બધા જતા હોય પાટલૂન તરફ, એવી ચસોચસ કરચલીઓ ખેંચાયેલી દેખાય. આવા આકારો ધારણ કર્યા પછી પેટ એમના કહ્યામાં ન હોય. સ્કૂલમાંથી ઉઠાડી મૂકેલું બાળક નિરાશ થઇને સ્કૂલના ઝાંપે બેઠું હોય, એમ આનું પેટ શરીરની બહાર જુદૂં રહેતું હોય. એને સ્વતંત્ર મતાધિકાર મળ્યો ન હોય. સાયકલના કૅરિયર પાછળ ખાંડની ગુણી લટકાઇ હોય, એમ આવડો આ હલે એટલી વાર એનું પેટ ઝૂલે. ને તો ય, આવી સુરણની ગાંઠ પૅન્ટમાં શર્ટ ઇન્સર્ટ કર્યા વિના તો ઘરની બહારે ય ન નીકળે. જોયા પછી જીવો આપણા બળે કે, ઘરના ૩-૪ જણાએ ભેગા થઇને આનું શર્ટ દસે દિશાઓથી ખેંચી ખેંચીને એના શરીર ઉપર લપેટ્યું હશે, એ હદે પહેર્યા પછી ચારે બાજુથી ખેંચાતું હોય. જોનારાને ઝટ ખબર ન પડે કે, આમાં શર્ટ ક્યા ભાગથી શરૂ થાય છે ને શરીર ક્યા ભાગથી ! એને એ ખબર ન પડે કે, હવે તારાથી શર્ટ ઇન્સર્ટ ન કરાય, વાંદરા ! મોટા પેટવાળાઓએ ખુલતા કપડાં પહેરવા જોઇએ ને ? તમે સુઉં કિયો છો ?
ઘણા મોટા પેટવાળાઓને એમના પગ જોવા માટે અરીસો વાપરવો પડતો હશે. પળેપળે ચાલવામાં બૅલેન્સ રાખવું પડતું હોવાથી મોટા પેટવાળાઓ ચરીત્રના ચોખ્ખા હોય. ચાલતા ચાલતા ઘ્યાન ગબડી ન પડાય એનું રાખવું પડતું હોવાથી કોઇને પાછા વળી વળીને મનભર જોઇ શકાતી નથી. પ્રેમમાં પડ્યા પછી પહેલું કામ પ્રેમિકાને ખોળામાં બેસાડવાનું કરવાનું હોય છે...આને પેટ ઉપર બેસાડવી પડે. આ બન્નેનું લવ-ચાઇલ્ડ આવે તો પહેલા એનું પાપી પેટ બહાર આવે...માથું નહિ !
અને છેલ્લે...પોતાના દેખાવની નાની લાગતી બાબતો નીગ્લૅક્ટ કરનારાઓને પણ, એમના પડૉસીઓએ ઘરની બહાર બોલાવીને નવડાવવા-ધોવડાવવા જોઇએ. આ વાંચતી વખતે ખુદ તમે ય ચૅક કરી લો કે, પગના નખ કાપ્યા છે ? આવી તે કેવી આળસ ? કાનના ઝૂમખા લબડતા હોય એને ઘણા પોતાની સૅક્સ-અપીલ ગણતા હોય છે...સાલી ઢેફાંની સૅક્સ-અપીલ ? જોનારાઓને કેવી ચીતરી ચઢે ? અનેક સુંદર દેખાતા લોકોના મોંઢામાંથી કેવી બદબૂ આવતી હોય, એમાં પોતે તો ટેવાઈ ગયા હોય, પણ કહેવા ય કોણ જાય કે, તારા મોંઢામાંથી અસહ્ય વાસ આવે છે. સીધીસાદી વાત છે. કંઇક એવું ખાઘું હોય તો તરત બ્રશ કરી લો, જેથી બીજા હેરાન ન થાય. કાંદા-લસણ નહિ ખાતી પ્રજાતિઓના મોંઢામાંથી વાસ ન મારે, એવું ક્યાંય લખ્યું નથી, પણ એ અવૅરનૅસ રહી નથી.
આ બઘું કહેવાનો એક માત્ર હેતુ માણસોએ ‘નીટ-ઍન્ડ-ક્લીન’ રહેવા પૂરતો છે. તમને મળનારી વ્યક્તિને તમે ગમવા જોઇએ, એ દરેક સંબંધની પૂર્વ શરત છે. તમારો ઇશ્વરે આપેલો દેખાવ બદલી ભલે ન શકો, કમ-સે-કમ એને બગાડો તો નહિ !
લેખ પૂરો થયો ? તો સાંભળી લો, અશોક દવે....‘અન્યનું તો એક વાંકુ, આપના અઢાર છે...’

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved