Last Update : 21-March-2012, Wednesday
 

બાવીસ બાવીસ સ્ત્રીઓ સાથે અમર્યાદ સંબંધ બાંધી બેઠેલા પુરુષના પ્રેમમાં પડેલી વિધવા ઔરત કહે છે ઃ ‘હું એનું મોં જોયા વિના બેચેન બની જાઉં છું !’

અસમંજસ - જોબન પંડિત

પ્રેમ થવા માટેની કોઈ ચોક્કસ ઉંમર નથી હોતી ! મોટી ઉંમરે પણ પ્રેમનો પ્રવાહ સહજપણે વહેવા લાગે છે !
અગાઉ એકવીસ સ્ત્રીઓનો શીલભંગ કરનાર પુરુષ યોનરોગથી ગ્રસ્ત પણ હોય ! પાત્ર પસંદગીમાં તે મોટી ભૂલ કરી છે, બેટી !
પંડિતજી,હું એક ચાલીસ વર્ષની વિધવા છું વળી બે સંતાનોની માતા છું. બંને બાળકો મોટા પણ થઈ ગયા છે. એકાદ વરસમાં મોટા પુત્રના લગ્ન કરવા પડશે. હું એક ખાનગી કંપનીમાં નોકરી કરું છું ત્યાં મારી સાથે એક પુરુષ સાથે મને પ્રેમસંબંધ છે અમે તમામ મર્યાદા ઓળંગી ગયા છીએ વચ્ચે થોડોક સમય એના પ્રેમમાં ખોટ આવેલી પણ હવે મને પ્રેમ કરે છે અમારો પ્રેમ છેલ્લા ત્રણ વર્ષથી ચાલે છે.
એની વાત કરું તો એ મારી સાથે એણે અત્યાર સુધીમાં બાવીસ સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધો બાંઘ્યા છે એ પરિણીત છે તે તેેને સંતાનો પણ છે મારાથી તે બે વર્ષ નાનો છે. તેણે અત્યાર સુધીમાં એક રૂપિયો પણ મારી પાછળ ખર્ચ્યો નથી બધો ખર્ચો હું જ ઉઠાવુ છું. એ કહે છે કે ઃ ‘શિવાની, તારે જ્યારે જરૂર પડશે ત્યારે હું તને મદદ કરીશ મારી પાસે પ્રોપર્ટી છે તું ચંિતા ન કરતી.’
હું તેને કહું છું કે, ‘મને ફરવા લઈ જા. મને તારી પાસેથી પાંચ રૂપિયાની વસ્તુ અપાવીશ તો ય મને આનંદ થશે.’ પણ તરત જ એ ઘસીને ના પાડી દે છે ને ખોટા આક્ષેપો કરી મારી સાથે ઝઘડો કરે છે. હાલ કદાચ હું સાચી હોઉં તો તેેેને બીજી કોઈ સ્ત્રી સાથે સંબંધ નથી. હા, એને દારૂ પીવાની આદત હતી એની પત્નીને તો એ ગણતો જ ન હતો. પણ દારૂની લત મેં છોડાવી દીધી છે. મેં તેને સુધારી દીધો છે.
પંડિતજી, હું તેને ઘણો પ્રેમ કરું છું એને મળું નહિ કે એનું મોઢું ન જોઉં તો દિવસ મને ચેન પડતું નથી. મારું મન ઘર કે છોકરામાં લાગતું નથી. હા, અત્યારે અમે બંને જુદી જુદી નોકરી કરીએ છીએ તેથી અમને બે- ત્રણ દિવસે મોં જોવા મળે છે. મારું ઘર ઇજ્જતદાર છે હું પણ ઇજ્જતથી રહેવા માગુ છું પણ મને એના વગર ચાલતું નથી. એમ તો મને ઘણા પુરુષો પ્રપોઝ કરે છે પણ મને તો એ જ ગમે છે. મને બીજા કોઈમાં રસ નથી.
પણ બન્યું છે એવું કે હવે તે મારી સાથે પણ સંબંધ રાખવા માગતો નથી મારે સુધરવું છે પણ હું શું કરું ? એના વિના મને ચેન પડતું નથી. મેં તેને સાચો પ્રેમ કર્યો છે મારે એના પૈસા નથી જોઈતા, પ્રેમ જોઈએ છે. હું એને ભૂલવા જાઉ છું તો મને મારો પતિ યાદ આવે છે ને મને મરવા સિવાય કોઈ જ માર્ગ દેખાતો નથી. મારા બાળકો પણ મને ખૂબ પ્રેમ કરે છે ને તેમના લીધે હું મરી પણ શકતી નથી એને મેં સુધાર્યો પણ હું બગડી ગઈ ! હું એમ નથી કહેતી કે તેે તેના બૈરી- છોકરાને છોડી દે. હું તો એટલું જ કહું છું કે તારી પત્નીની જેમ મને પણ ખુશ રાખ. વળી જે દિવસે એ મને લડે છે ને હું રડું છે તે દિવસે તેનેત્યાં કોઈને કોઈ વિધ્ન આવે જ છે. એ કહે છે ઃ ‘તારો નિઃસાસો લાગ્યો.’ હું કહું કહું છું કે મારો વર નથી એટલે તારી સાથે સંબંધ રાખ્યો છે. મારો વર જીવતો હોય ને તારી હકીકતની મને ખબર પડે તો મારું પવિત્ર થૂંક પણ તારા પર ન નાખું પણ મારી લાચારી છે કે હું તને પ્રેમ કરું છું, તારી ગાળ- માર ખાઉં છું પંડિતજી, આજે તો હું વિવશ લાચાર અને પ્રેમ દિવાની છું મને એ પ્રેમ આપે તો મારે કશાયની જરૂર નથી પણ તે તો મારી સાથે સંબંધ રાખવા માંગતો નથી. હું શુ કરું ?
- શિવાની (રાજકોટ)
શિવાની, તને શરુઆતમાં જ કહી દઉં કે પ્રેમ થવા માટે કોઈ ચોક્કસ ઉંમરની શરત નથી મોટી ઉંમરે પણ પ્રેમની લાગણી સહજપણે વહેવા લાગે એ વિસ્મયની વાત નથી ! તારી સ્થિતિ હું સમજી શકુ છું. ચાલીસ વરસની વિધવાની હૃદય વેદનાનો અંદાજ હું લગાવી શકું છું પણ કડવી લાગે તો ય એક વાત કહી દઉં બેટી ? છેલ્લા ત્રણ વર્ષથી તું જેની સાથે અમર્યાદ સંબંધ બાંધી બેઠી છે એ પાત્ર ખોટું છે થાળી ફૂટી ગઈ તેથી ગંદા ઠીકરામાં ખાવા ન બેસાય !
બેટી, તેં જે પાત્ર પસંદ કર્યું છે તે ખોટું છે. માત્ર પસંદગીમાં તું મોટી ભૂલ કરી બેઠી છે... વિચાર તો કર, એકવીસ એકવીસ સ્ત્રીઓનો શીલભંગ કરનાર ને એ બધાને ‘પ્રેમ’ શબ્દનું રૂપાળું નામ આપી દેનાર તારા જેવી પ્રેમદીવાની સ્ત્રી માટે શી રીતે યોગ્ય હોઈ શકે ? હું તો તને કહું છું કે, તારે એની સાથેનો સંબંધ તાત્કાલીક તોડી નાખવો જોઈએ. તું મોટી ભૂલ કરી બેઠી છે. એકવીસ સ્ત્રીઓ સાથે સંબંધ બાંધનાર યોનરોગથી ગ્રસિત પણ હોઈ શકે. પણ તેં તો આ બઘું જોયું જ નહિ. વર વિનાની જંિદગીમાં જાગતી તડપન તને એટલી સતાવતી હતી કે એક ભૂંડ જેવા પુરુષ સાથે તું સંબંધ બાંધી બેઠી... સાચી વાત જાણી કે ‘હું તો બાવીસમી સ્ત્રી છું’ તો ય તું ચેતી નહિ. તારે મોટા બાળકો છે મોટો પુત્ર પરણવાયોગ્ય થઈ ગયો છે જો કે હું એમ નથી કહેવા માગતો કે તું તારી ઇચ્છાને સંતોષી ના શકે પણ વાત પાત્રની યોગ્યતાની છે એ તને સમયે સમયે છોડી દેવાની વાત કરે છે એનો અર્થ એ થયો કે એની માનસિક સ્થિરતા નથી.
ને એક વાત કરું ? અત્યારે તે તને છોડવા માંગે છે ને ? તો એની પાછળ પણ કોઈ ત્રેવીસમી સ્ત્રીનું કારણ હશે. ખાનગી રાહે તપાસ કરવી હોય તો કરી જો. શંકા સાચી પડશે સો વાતની એક જ વાત કે, શિવાની તું પોતે જ તત્કાળ તેને છોડી દે, ને એમાં જ તારું તથા તારા પરિવારનું હિત છે એને એના હાલ પર છોડી દે.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved