Last Update : 21-March-2012, Wednesday
 

શું ઉંમર થતા જાતીય સંતોષમાં ઘટાડો થવો જરૂરી છે ?

અંગત અંગત- મુકુલ ચોક્સી

 એંશી વર્ષની ઉપરની એવી અડધોઅડધ સ્ત્રીઓ પાર્ટનર હોય કે ન હોય સમાગમ થાય યા ન થાય તો ય તેમના ‘જાતીય સંતોષ’ને અકબંધ
રાખી શકી હોવાનું જણાયું છે
એક સામાન્ય માન્યતા એ છે કે ઉંમર વધતા અને ઘડપણ આવતા વ્યક્તિની જાતીયતાના બધા પાસાઓમાં ઘટાડો થતો જોવા મળે છે. સવિશેષ સાઠ વર્ષની ઉંમર પછી વ્યક્તિનું કામજીવન શુષ્ક થઈ જવા માંડે છે. છેલ્લા બે-ત્રણ દાયકાના વિચારમંથન પછી આ ક્ષેત્રના નિષ્ણાતોએ એટલું સ્વીકાર્યું કે વૃદ્ધાવસ્થામાં જાતીયતા છે કે મૃતઃપ્રાય નથી થઈ જતી તેમ છતાં તેમાં ઉંમરસહજ ઘટાડો અને ક્ષીણતા તો અચૂક જોવા મળે છે.
પણ હવે નવા રીસર્ચ ફાઉન્ડંિગ જોતાં ટ્રેન્ડ બદલાઈ રહ્યો હોય એમ લાગે છે. એક નવા સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે, વૃદ્ધાવસ્થામાં ઉલટું સ્ત્રીઓના ‘જાતીય સંતોષ’ (સેક્સ્યુઅલ સેટીસ્ફેક્શન)માં વધારો થાય છે. આપણી માન્યતા કરતા વિપરીત તારણો દર્શાવતા આ સંશોધનની વિગતો જાણવા જેવી છે. ‘અમેરિકન જર્નલ ઓફ મેડીસીન’ના જાન્યુઆરી ૨૦૧૨ના અંકમાં સૂચિત એક અભ્યાસના તારણો કહે છ કે, ‘રાન્ચો બર્નાન્ડો સ્ટડી કોહોર્ટ’ અંતર્ગત સાન ડિયેગો, યુ.એસ.એ.ની ૬૫થી ૭૦ વર્ષની વયની આશરે આઠસો મહિલાઓ (કે જેમના સ્વાસ્થ્યના ૪૦ વર્ષના હેલ્થ રેકોર્ડ જાળવીને તપાસવામાં આવ્યા હતા.) તેમાંની અડધો અડધ સ્ત્રીઓને કામસાથીઓ હતા અને તેઓને એરાઉઝલ તથા ઓર્ગેઝમના અનુભવો અવારનવાર થતા રહેતા હતા. ઉપરાંત આશરે સડસઠ ટકા સ્ત્રીઓને મોટા ભાગના પ્રસંગે ક્લાઇમેક્સના અનુભવો થયા હતા.
પણ આ તારણો કરતાં ય મહત્ત્વનું અને નોંધપાત્ર તારણ એ હતું કે ઉંમરમાં વધારા સાથે આ સ્ત્રીઓની કામેચ્છા (સેકસ્યુઅલ ડિઝાયર)માં અપેક્ષિત ઘટાડો થયો હતો. વળી તેઓના જીવનમાં આકાર લેતા સમાગમ પ્રયાસોમાં ઘટાડો નોંધાયો હતો. તેમ છતાં સાવ અનપેક્ષિત રીતે પેરોડોક્સીકલી ઉંમર વધવાની સાથે તેઓના ‘ઓવરોલ સેક્સ્યુઅલ સેટીસ્ફેક્શન’ (કામસંતોષ)માં આશ્ચર્યજનક રીતે વધારો જોવા મળ્યો હતો. આ બાબત સેક્સ્યુઆલીટીના ટ્રેડીશનલ મોડ્યુલ મુજબ સમજવી સહેજ કપરી છે કે જો સ્ત્રીની ઢળતી ઉંમરે કામેચ્છા ઘટતી હોય ત તેમના કામસંતોષમાં ઘટાડો કઈ રીતે થઈ શકે ! પણ આ બાબતને પણ રીચર્સ વર્ડર્સ અલગ રીતે સમજાવવા કોશિષ કરે છે.
અત્યાર સુધી સેક્સ્યુઆલીટીની સમજ માટેનું મોડ્યુલ ‘લીનીયર’ પ્રકારનું હતું. અર્થાત્‌ ડીઝાયર, એરાઉઝલ, લ્યુબ્રીકેશન, ઇન્ટરકોર્સ ઓર્ગેઝમ તથા સેટીસફેક્શન બધા એક સાથે સીધી લીટીમાં જ કાર્યરત થતા અર્થાત્‌ કામેચ્છા, સ્ત્રાવ, સમાગમ, પરાકાષ્ઠા તથા સંતોષ જો વધે તો એક સાથે વધે અને ઘટે તો પણ એક સાથે ઘટે પણ હવેના નવા તારણો દર્શાવે છેેે કે ઉંમર વધવા સાથે કામેચ્છામાં ભલે ઘટાડો થાય પણ કામસંતોષમાં વધારો થઈ શકે છે.
આ વાત ત્યારે જ સમજી શકાય કે જ્યારે આપણે ‘કામસંતોષ’ને બરાબર સમજી અને વ્યાખ્યાયિત કરી શકીએ અત્યાર સુધી આપણે એમ જ માનતા આવ્યા છીએ કે ઓર્ગેઝમ ઉર્ફે ચરમસીમા વખતના આનંદને જ સાચો કામસંતોષ કહેવાય. જે વાતને આ અભ્યાસ ખોટી પાડે છે આ અભ્યાસનો ગર્ભિત સૂચિતાર્થ એ છે કે ભલે ઓર્ગેઝમ્સ ઓછા અનુભવાય, તો ય સામીપ્ય, નિકટતા, સ્પર્શ, શરીરસંસર્ગ, ફોરપ્લે જેવી પ્રવૃત્તિઓથી સેક્સ્યુઅલ સેટીસ્ફેક્શન અનુભવી શકાય છે.
આથી જ એંશી વર્ષની ઉપરની એવી અડધોઅડધ સ્ત્રીઓ પાર્ટનર હોય કે ન હોય સમાગમ થાય યા ન થાય તો ય તેમના ‘જાતીય સંતોષ’ને અકબંધ રાખી શકી હોવાનું જણાયું છે. એટલું જ નહિ, તેમાં વધારો થતો હોવાનું ય નોંધાયું છે. આમ ફલિત થાય છે કે ઢળતી ઉંમરે કામેચ્છા, સામીપ્ય, ફેન્ટસી, વાતચીત, નિકટતા, રોમાન્સ વગેરેને લીધે એરાઉઝલ, લ્યુબ્રીકેશન, તેમજ ફીઝીકલ ઇન્ટીમસી સંભવે છે. જે કામસંતોષમાં વધારો કરે છે પછી ભલે આ પ્રવૃત્તિ ઓર્ગેઝમ સુધી પહોંચે કે ન પહોંચે. ઢળતી ઉંમરે નિવૃત્તિની વયે ઘણા પુરુષો એમ માની લેતા હોય છે કે તેમની કામસાથી એવી પત્નીઓને હવે સેક્સમાંથી રસરૂચિ ઉડી ગયા છે. ઓછી કામેચ્છા હોવાથી પુરુષો સ્ત્રીઓથી અળગા રહેવાનું પસંદ કરે છે. સ્ત્રીઓ પણ વૃદ્ધાવસ્થામાં અલ્પ કામેચ્છાને લીધે અને સામાજિક ક્ષોભને લીધે દેહસંગની માંગણી કરતી નથી આમ પતિ- પત્ની વચ્ચે એક પ્રકારનં ‘કામઅંતર’ યા ‘સેક્સ્યુઅલ ડીસ્ટન્સ’ ડેવલપ થઈ જતું હોય છે. પણ હવે આ નવા અભ્યાસના અર્થઘટનો કહે છે કે, ભલે વૃદ્ધાઓની કામેચ્છા ઓછી થઈ હોય તેમ છતાં તેમની સાથે શરીર સામીપ્ય કેળવવાથી તેમના કામસંતોષમાં અચૂક વધારો થશે આથી ઘડપણમાં ચરમસીમાએ પહોંચાડીને સ્ત્રીને સંતુષ્ટિ આપવાના પ્રયાસ ન કરશો તો ચાલશે પણ ચુંબન, સ્પર્શ, હગીંગ, કેરેસંિગ, સન્નિકટતા વગેરે જોવા દેહનૈકટ્યના પરિમાણો જાળવી રાખશો તો ય બેઉના અસંતોષમાં વધારો થતો રહેશે.
અર્થાત્‌ ઢળતી ઉંમરે સેકસ્યુઅલ સેટીસ્ફેક્શન માટે એક્ચ્યુઅલી સેક્સની ઝાઝી જરૂર હોતી નથી તે માટે પ્રી- સેક્સ્યુઅલ ઇન્વોલ્વમેન્ટ, વાતચીત, રોમાન્સ, વગેેેરે પૂરતાં છે. જો કે આ બાબત યુવા ઉંમરની સ્ત્રીઓ માટે પણ સાચી છે પરંતુ ઢળતી ઉંમરે આ બાબત હજુ પણ વધારે તીવ્રપણે પ્રસ્તુત, રીલેવન્ટ બની જતી હોવાનું જણાય છે. આથી સ્ત્રીની કામેચ્છા ન હોય તો એની સાથે સમાગમ ન કરવો, પણ તે પૂર્વેની રોમેન્ટિક પ્રવૃત્તિઓ અચૂક કરવી. અંતે, માન ડિયેગો સ્કૂલ ઓફ મેડીસીન, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના પ્રોફેસર સુસાન ટ્રોમ્પટર તો ત્યાં સુધી કહે છે કે ઢળતી ઉંમરે સ્ત્રીઓના સેકસ્યુઅલ ગ્રેટીફીકેશન માટે સેક્સ્યુઅલ એક્ટીવીટીની કોઈ જરૂર જ નથી તે માટે લાંબાગાળાની રીલેશનશીપ, બોન્ડીંગ, લાઇકીંગ, ટ્રસ્ટ તથા નિકટતમ વિશ્વસનીય સંબંધ વગેરે પૂરતા છે.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved