Last Update : 21-March-2012, Wednesday
 

લેખાંક-૧

ક્ષણ-ક્ષણાર્ધ - પ્રવીણ દરજી

આપણા સમયમાં, આજકાલ સાહિત્ય અને સમાજશાસ્ત્ર વગેરે વિષયોમાં ‘નારી’ ચર્ચાનો એક મહત્વનો મુદ્દો બની છે. કંઈક અંશે નારી સાથે પરાપૂર્વથી પુરુષસત્તાક સમાજ જે રીતે વર્તતો આવ્યો છે એ રીતે એ ચર્ચાનું આગવું મહત્વ પણ રહ્યું છે. કોઈ પણ વસ્તુ-વ્યક્તિ વિશે બનતું આવ્યું છે તેમ નારીચર્ચામાં પણ બે અલગ અલગ મતો-ચર્ચાઓ જોવા મળે છે. આમ થવું સ્વાભાવિક પણ છે. પ્રશ્ન આપણી સામે એ રહ્યો છે કે આવી ચર્ચાઓ વેળા આપણે સમસ્યાના મૂળ સુધી પહોંચવા પ્રયત્ન કરીએ છીએ ખરા ? પ્રશ્નના પૂર્વાપર સુધી ઊતરવા મથામણ કરી ચે ? તે સાતે જોડાયેલા દૂર કે નજીકના સંદર્ભો, પરિપ્રેક્ષ્યો, અનુસંદાનો, એ ચોક્કસ ગાળાની અમુકતમુક ભૂમિકા વગેરે આપણા મનમાં રહ્યાં છે ? આપણે આ કે આવા પ્રશ્નોને લગભગ ટાળતા આવ્યા છીએ. ઉપરછલ્લાં કારમો જોઈને ચર્ચાઓ કરીએ છીએ, આ કે તેનાં વિધાનોને લઈને, તેને સાચાં માનીને, આપણા પક્ષ કે મતને સાચો ઠેરવવા પ્રયત્ન કરીએ છીએ. કહો કે પ્રશ્નને બે ભાગમાં વહેંચી દઈને બંને બાજુના વકીલો પછી પોતાની દલીલો કરે છે. પરિણામે ‘નારી’ વિશેનો, તેની સ્થિતિ વિશેનો સાચો ખ્યાલ પેલા વકીલો આપણી સામે આવવા દેતા જ નથી !
વિશ્વનો અડધોઅડધ ભાગ નારી સમુદાયથી સોહી રહ્યો છે. તો સામે અડધોઅડધ ભાગ પુરૂષોનો રહ્યો છે. આ બંને વિશે આપણે હકારાત્મક અને નકારાત્મક ઘણું ઘણું કહી શકીએ તેમ છીએ. બંનેની ત્રુટિઓનો પણ સમાજને પરિચય છે જ. છતાં બનતું એવું આવ્યું છે કે નારીને વઘુને વઘુ સહન કરવાનું બન્યું છે. પુરુષસત્તાક સમાજે તેનું ગૌરવ કર્યું હશે તેના કરતાં અનેકગણું વઘુ તેનું અપમાન કર્યાનું ઇતિહાસ દર્શાવે છે. આજે પણ સ્થિતિમાં સુધારો થયો હોવા છતાં પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ નથી. હજી નારીને પુરુષ પછીનું જ, બીજું જ, સ્થાન આપવામાં આવે છે. કાયદા-કાનૂનો થયા, શિક્ષણ વઘ્યું, નારી ઉત્કર્ષ માટે સંગઠનો થયાં, મહિલાઓ માટે નવી નવી યોજનાઓ આવી, તેના અભ્યાસ અને સમાજમાંના તેના સ્થાન માટે ચંિતા વધી, કેટલીક તે માટેની દિશાઓ ઊઘડી છતાં પ્રશ્ન નારી વિશેની આપણી માનસિકતા તંતોતંત હજી બદલાઈ છે ખરી ? એ છે. નાનાં નગરો અને ગ્રામોમાં વસતી નારી ખુદ, અમુક અંશે, પોતાનું સ્થાન બીજું જ છે એમ માનીને જ જીવે છે. હજી નારીનાં વ્રત-તપ ગયાં નથી, તેનાં પતિની ક્ષેમ-કુશળતા માટેના મંદિરના આંટાફેરા ચાલુ જ છે, પૂજનવિધિ અટક્યાં નથી. પતિની ગેરહાજરીમાં સ્વતંત્ર નિર્ણયો લેવાનું ટાળે છે. ગામના કે નગરના સરપંચપદે પહોંચ્યા પછી પણ તેનાં કારોબાર તો પતિ જ લગભગ કરતો હોય છે. શિક્ષણ વઘ્યું, સમાજમાં ઠીક ઠીક પરિવર્તન આવ્યું, નારીના સ્થાનમાં કંઈક પરિવર્તન પણ આવ્યું, સ્વતંત્ર રીતે શહેરોમાં તે નોકરી કરતી થઈ, ઊંચા પદો ઉપર આરૂઢ થઈ, કંઈક અંશે તેણીએ પોતાની ઓળખ ઊભી કરવાના પ્રયત્ન કરવા માંડ્યા અને તેમાં સફળ પણ થઈ, છતાં નારી પ્રત્યે બહુશઃ પુરુષ કે સમાજના અભિગમમાં-તેનું સ્થાન બીજું નહિ, પણ પુરુષ જેવું અને જેટલું જ સમાજમાં છે - હોવું જોઈએ - એવો પાયાનો ખ્યાલ દ્રઢ બન્યો નથી. હજી સ્ત્રી અને પુરુષ એક છત નીચે રહી, નોકરી કરી, બંને પોતાના ઘેર પરત થાય છે ત્યારે, બંનેને સરખો પરિશ્રમ કરવો પડ્યો છે. છતાં, સ્ત્રી જ પતિ માટે ચ્હા-કૉફી મૂકે, સ્ત્રી જ એને પાણીનો પ્યાલો આપે, સ્ત્રી જ એને ડબ્બામાંથી નાસ્તો કાઢીને આપે, સ્ત્રી જ એને દવાના ડબ્બામાંથી દવા કાઢી આપે એવું પુરુષ ઇચ્છે છે. સ્ત્રી ટેવવશ આ બઘું કાર્ય મને-કમને કરે પણ છે. સમાજના સુધરેલા માળખાએ પણ, સ્ત્રીનો અવાજ એ માળખામાં થોડો એક ભળ્યો હોવા છતાં સ્ત્રીના ખાતામાં સરભર કરી નથી. પુરુષની સરખઆમણીમાં સ્ત્રીના સ્પંદન વદ્યાં છે છતાં હજી એનાં ક્રન્દનમાં ઝાઝો ઘટાડો થયો નથી. બળાત્કારો, મારઝૂડ, આત્મઘાત, હત્યાઓ, જાતીય શોષણ, દુર્વ્યવહારોની સંખ્યા વધતી જ રહી છે. હજી તે પુરુષનું રમકડું છે કે ઘર માટે ઢીંગલી છે અથવા તો સંતાનો પેદા કરવાનું સાધન છે - એવો ખ્યાલ પ્રચ્છન્ન રીતે જ્યાં ને ત્યાં જોવા મળે જ છે. શિક્ષિત પરિવારોમાં પણ પુત્રને ‘રત્ન’ જ લેખવામાં આવે છે. કન્યાને ‘પથરો’ કહેનારાઓની સંખ્યા છે ! સુધરેલા શિક્ષિતોની, શિક્ષિત પત્નીઓને પણ હજી ઘરમાંય પુરુષો, જેટલું સ્વાતંત્ર્ય મળ્યું નથી.
એ ખરું કે આવા નિયંત્રણો-માન્યતાઓ માટે અથવા તો સ્ત્રી પ્રત્યેના અભિગમ માટે અનેક કારણો - અનેક ભૂમિકાઓ પડી હશે. તેમાં પુરુષની અહમ્‌વૃત્તિ તો છે જ, જેન્ડર વિશેની તેની સભાનતા તો છે જ. પણ અનુવૈદિક યુગ અને તે પછીની મઘ્યયુગીન સ્થિતિની રાજકીય-સામાજિક-આર્થિક-ધાર્મિક પરિસ્થિતિઓનો પણ હિસ્સો રહ્યો છે. આર્થિક પાયમાલી, ધાર્મિક ઝઘડાઓ, વિધર્મીઓનાં આક્રમણો, વેરવિખેર થઈ ગયેલી સામાજિક સંસ્થિતિઓ, સમયે સમયે બદલાતાં શાસનો અને તેઓની જોહુકમી સામે સમાજને સંકોચાઈ જવા પડેલી ફરજ, સંરક્ષકવૃત્તિ - આ બઘું પણ સ્ત્રીને ઘરમાં જ રહેવા કે રાખવા તકાજો કરવું. સ્ત્રી એના શરીરથી કશું આગળનું સત્વ છે એ વાત ત્યારે તેમની સમજણની બહારની હતી. વળી શિક્ષણનો પણ ત્યારે સદંતર અભાવ હતો. આવી સંરક્ષણવૃત્તિને કારણે ત્યારના ધર્મે, સામાજિક રીતે જર્જરિત એવા માળખાએ સ્ત્રીના સ્વાતંત્ર્યની અવજ્ઞાનો માર્ગ લીધો. પુરુષ જ તેનો કર્તા-હર્તા બંને બન્યો. નારી વિશેની વિભાવનામાં અનુવૈદિક યુગ પછીની, જુદા જુદા સમયની આવી સ્થિતિઓને પણ આપણે લક્ષમાં લેવી જોઈએ. સ્ત્રીઓ સામે સમાજના આવા તીવ્ર નકારાત્મક વલણમાંથી જ પુત્રીના જન્મને અનિષ્ટ માનવામાં આવ્યો. પુત્રી દુઃખનું કારણ લેખાઈ. ક્રમશઃ પછી દેવદાસીપ્રથા શરૂ થઈ, બાળકન્યાની હત્યાનો સિલસિલો ચાલુ થયો, સ્ત્રી સાથે શૂદ્ર જેવું વર્તન શરૂ થયું. પરણવું સ્ત્રીને માટે અનિવાર્ય બન્યું. સામાજિક અનિષ્ટો સામે બાળલગ્નોને પ્રોત્સાહન મળ્યું અને તેથી એક વઘુ અનિષ્ટ જન્મ્યું ! અપરિણીત સ્ત્રીની ત્યારે કલ્પના જ ન થઈ શકતી. કન્યા વિક્રયનું સાધન બની. તેના કહો કે સ્ત્રીના નિજી સ્વાતંત્ર્યના ત્યારે પ્રશ્નો જ ન રહ્યા ! બધી રીતે તેને માટે પરાધીનતાનું પાંજરું ઘડી દેવામાં આવ્યું. એ પાંજરું જ એનું અસ્તિત્વ, એ જ એનું સ્વર્ગ - એ જ એનું નર્ક, એ જ એનું જીવિત. એવી ચાર દિવાલો વચ્ચે કરોડો કરોડો કહી શકાય તેવી નિઃશ્વાસની કક્ષાઓ જન્મી હશે અને સદાને માટે લુપ્ત થઈ ગઈ હશે. હૃદયદ્રાવક એ વિશ્વ છે !

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved