Last Update : 21-March-2012, Wednesday
 

બોલો, શું જોઇએ છે, હાથ,પગ, લીવર કે સ્ટમક?

સાચવી રાખેલા સ્ટેમ સેલ્સ દ્વારા ભવિષ્યમાં બીમાર કે અકસ્માતનો ભોગ બનેલા અવયવને ‘રિપ્લેસ’ કરવાની ટેક્‌નોલોજી હવે હકીકત બની છે.
ન્યૂયોર્કમાં એક ગંભીર અકસ્માતમાં જ્હૉનના પગમાં ગંભીર ઇજા થઇ. બેહોશ અવસ્થામાં એને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે એની સ્થિતિ તપાસનાર ડૉક્ટરે એનાં સ્વજનોને કહ્યું કે આ પગ કાપીને નવો પગ બેસાડવો પડશે. દવાઓના આ પ્રિસ્ક્રીપ્શન સાથે નવા પગનું મેઝરમેન્ટ વગેરે લખી આપું છું. તમે મંગાવી લો એટલે અમને જાણ કરજો. અમે ઓપરેશન દ્વારા નવો પગ બેસાડી આપીશું... તરત જ્હૉનનાં સ્વજનોએ ડૉક્ટરની સૂચના પ્રમાણે નવો પગ અને જરૂરી દવાઓ મંગાવી લીઘું. ડૉક્ટરોને જાણ કરવામાં આવી. થોડાક કલાકના એક મેજર ઓપરેશન પછી જ્હૉનની કાયામાં નવો પગ બેસાડાઇ ગયો અને એ હોશમાં આવ્યો ત્યારે તો એનું શરીર પહેલાં જેવંુ અકબંધ હતું...
આટલું વાંચીને ચોંકતાં નહીં. આ વાત જયપુર ફૂટ જેવા નિર્જીવ કે કોસ્મેટિક કૃત્રિમ અવયવની નથી. આ તો કુદરતે આપણને આપેલા જીવતાં જાગતાં અંગની વાત છે. ત્રણેક દાયકા અગાઉ પહેલીવાર તબીબી વિજ્ઞાનને ખબર પડી કે માતા અને બાળકને જોડતી ગર્ભનાળમાં અબજો જીવતા કોષ ફેંકાઇ જાય છે અને એ કોષ નવું અંગ ઊગાડવા માટે ઉપયોગી બની શકે એમ છે ત્યારથી ગર્ભનાળમાં રહેલા સ્ટેમ સેલ્સ સાચવી રાખવાની ટેક્‌નોલોજી વિકસાવવાનો આરંભ થયો. સાચવી રાખેલા સ્ટેમ સેલ્સ દ્વારા ભવિષ્યમાં બીમાર કે અકસ્માતનો ભોગ બનેલા અવયવને ‘રિપ્લેસ’ કરવાની ટેક્‌નોલોજી હવે હકીકત બની છે. અમેરિકાના નોર્થ કેરોલિનામાં વિનસ્ટન-સાલેમ વિસ્તારમાં વેઇક ફોરેસ્ટ ઇન્સ્ટીટ્યુટ ઑફ રિજનરેટિવ મેડિસિન નામની સંસ્થા છે. એના ડાયરેક્ટર એન્થની એટલા અત્યારે એવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે જેને ફ્‌યૂચર બોડી શોપ કહી શકાય. સરળ શબ્દોમાં એેમ કહી શકીએ કે બીમારીના પગલે કે અકસ્માતના પગલે જે અવયવ નકામો થઇ ગયો હોય એને ભવિષ્યમાં બદલી નાખવાની પ્રક્રિયા હકીકત બનશે.
પુરુષના એક શુક્રાણુ અને સ્ત્રીના એક અંડકોષ- બે કોષ મળીને કુદરતના સહકારથી નવ મહિનામાં અબજો નવા કોષથી બનતા નવા જીવનો પંિડ ઘડે છે. માતાની કૂખમાં એક પછી એક અંગ રચાતું રહે છે. એ અંગરચનામાં અનિવાર્ય બની રહેતા કોષને તબીબી પરિભાષામાં સ્ટેમ સેલ (સરળ ભાષામાં સર્જક કે જનક કોષ) કહે છે. એન્થની એટલા અને એમના સાથીઓ આવા સ્ટેમ સેલ્સનો અમુક ડિગ્રી તાપમાને ફ્રિઝ કરીને રાખે છે. એમાંથી જરૂરી અંગ ઘડવાની પ્રક્રિયા થાય છે. આ સંશોધક ટીમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આવું કાર્ય હવે બહુ દૂરની વાત રહી નથી. આંગળીના વેઢે ગણાય એટલા વરસમાં આ ટેક્‌નોલોજી હવે હાથવગી થઇ રહેવાની છે. ડૉક્ટર એન્થની કહે છે કે અમે રક્તવાહિની, ત્વચા, સ્નાયુઓ અને એથી પણ આગળ વધીને ગોલ બ્લેડર સુદ્ધાં બનાવી શક્યાં છીએ. આ અગાઉ હાર્ટ બની ચૂક્યાના સમાચારો ક્યારના પ્રગટ થઇ ચૂક્યા છે. એન્થની અને એમના સાથીઓએ ખામીયુક્ત બ્લેડર સાથે જન્મેલા અને એટલેજ લધુશંકા કરવા જેવી બાબતમાં મુશ્કેલી અનુભવતાં ડઝનેક બાળકો પર લેબોરેટરીમાં બનેલાં બ્લેડર સફળતાથી બેસાડવા જેવા પ્રયોગો કરીને ખળભળાટ મચાવી દીધો છે. એન્થની કહે છે કે અમે કુદરતની સામે બાથ ભીડતા નથી પરંતુ કુદરતના હાથે ક્યાંક રહી ગયેલી સરતચૂક દૂર કરીને માણસની પીડા દૂર કરવાના પ્રયાસો કરીએ છીએ.
આ કેવી રીતે શક્ય બને છે ? એ સમજાવતાં સરળ ભાષામાં એન્થની કહે છે- અમે પેશન્ટના બીમાર અવયવનો જરા અમથો હિસ્સો કાઢી લઇને એમાં રહેલા વિવિધ કોષ જુદાં કરીએ છીએ. એને લેબોરેટરીમાં અમુક રસાયણોથી સાફ કરીએ છીએ અને પછી માતાની કૂખમાં હોય એવું વાતાવરણ પ્રયોગશાળામાં સર્જીને એને વિકસવા મૂકી દઇએ છીએે. આશરે છ સપ્તાહ પછી એમાં ઘણો ફેરફાર થઇ ચૂક્યો હોય છે. (બાય ધ વે, તમને ઘ્યાનમાં હોય તો કોઇને ફ્રેક્ચર થાય ત્યારે ઓર્થોપેડિક સર્જ્યન પ્લાસ્ટર મારીને છ અઠવાડિયાં આરામ કરવાનું કહે છે. કારણ, છએક સપ્તાહમાં કુદરત મોટે ભાગે તમને સાજા કરી દે છે અને તૂટેલું હાડકું લગભગ સંધાઇ જાય છે). એકવાર સંબંધિત પેશન્ટનું બદલવા જેવું અંગ તૈયાર થઇ જાય એટલે પેશન્ટના શરીરમાં બેસાડી દઇએ છીએ. સામાન્ય રીતે અન્ય વ્યક્તિએ કરેલું અંગદાન તમારા શરીરમાં બેસાડવામાં આવે ત્યારે એ ‘ફોરેન એલિમેન્ટ’ છે એમ સમજીને પેશન્ટનું શરીર એને રિજેક્ટ કરે છે. પરંતુ આ કિસ્સામાં તો ખુદ પેશન્ટના શરીરમાં રહેલા સર્જકકોષની મદદથી નવું અંગ ઊગાડ્યું હોય છે એટલે પેશન્ટનું બોડી એનો તરત સ્વીકાર કરી લે છે.
અલબત્ત, અત્યારે આ પ્રક્રિયા ઘણી ખર્ચાળ છે અને સામાન્ય માણસને તો કલ્પના પણ ન આવી શકે એટલી હદે એને માટે નાણાં જોઇએ. પરંતુ કુદરતે આપેલા શરીરનું એકેએક અંગ અમૂલ્ય છે એ ઘ્યાનમાં રાખીએ અને અકસ્માતકે બીમારીમાં ગુમાવેલું અંગ પાછું મળે છે એ હકીકત ઘ્યાનમાં રાખીએ તો આઘુનિક તબીબી વિજ્ઞાનની આ સિદ્ધિના જેટલા વખાણ કરીએ એટલા ઓછા.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved