Last Update : 21-March-2012, Wednesday
 
તુલસી એન્કાઉન્ટરમાં આઇપીએસ વિપુલ અગ્રવાલના જામીન ફગાવાયા

 

અગ્રવાલને હાઇકોર્ટમાંથી પણ રાહત ના મળી
સીબીઆઇએ ૯૦ દિવસમાં ચાર્જશીટ રજૂ નહીં કર્યું હોવાના ગ્રાઉન્ડ પર જામીન માંગ્યા હતા
અમદાવાદ,મંગળવાર
તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એમ.ડી.શાહે આઇપીએસ અધિકારી વિપુલ અગ્રવાલની જામીન અરજી આજે ફગાવી દીધી હતી. હાઇકોર્ટે વિપુલ અગ્રવાલ તરફથી કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. અગાઉ નીચલી કોર્ટે જામીન ફગાવ્યા બાદ અરજદાર આઇપીએસ અધિકારીને હાઇકોર્ટમાંથી પણ રાહત મળી ન હતી.
સોહરાબુદ્દીન શેખના સાગરિત એવા તુલસી પ્રજાપતિને ગત તા.૨૮-૧૨-૨૦૦૬ના રોજ બનાસકાંઠા જિલ્લાના છાપરી ગામ નજીક બોગસ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં શરુઆતમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સીઆઇડી ક્રાઇમે અંબાજી પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી આ એન્કાઉન્ટર કેસમાં આઇપીએસ વિપુલ અગ્રવાલ, પીએસઆઇ આશિષ પંડયા સહિત સાત પોલીસ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં સુપ્રીમકોર્ટે તા.૮-૪-૨૦૧૧ના રોજ સીબીઆઇને તપાસ સોંપતો હુકમ કર્યો હતો. જેને પગલે સીબીઆઇને આ એન્કાઉન્ટર પ્રકરણની તપાસ સોંપાઇ હતી.
દરમ્યાન આઇપીએસ અધિકારી વિપુલ અગ્રવાલે હાઇકોર્ટમાં જામીન અરજી કરી એવો બચાવ રજૂ કર્યો હતો કે, સીબીઆઇ દ્વારા કાયદાકીય જોગવાઇ મુજબ, ૯૦ દિવસની સમયમર્યાદામાં ચાર્જશીટ રજૂ કર્યું નથી, તેથી તેઓને જામીન મળવાપાત્ર છે. વળી, અરજદારને આ કેસમાં ખોટી રીતે સંડોવી દેવાયા હોઇ તેમ જ તેમની સામે બીજો કોઇ પુરાવો ના હોઇ જામીન આપવા જોઇએ. જો કે, આરોપી આઇપીએસ અધિકારીની જામીન અરજીનો સખત વિરોધ કરતાં સીબીઆઇના સ્પેશ્યલ કાઉન્સેલ યોગેશ એન.રવાણીએ જણાવ્યું હતું કે, આરોપી એક ઉચ્ચ પોલીસ અધિકારી હોવાછતાં તેઓ બોગસ એન્કાઉન્ટરના ગંભીર ગુનામાં સંડોવાયેલા છે. આ કેસમાં અન્ય આરોપીઓ સાથે તેમની પણ સંડોવણી છે અને કાવતરામાં તેમણે પણ સક્રિય ભાગ ભજવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જયાં સુધી ચાર્જશીટની સમયમર્યાદાની વાતને લાગેવળગે છે ત્યાં સુધી સીઆઇડી ક્રાઇમે ઓલરેડી ૯૦ દિવસની સમયમર્યાદામાં ચાર્જશીટ રજૂ કરી દીધું છે. જેથી અરજદારની દલીલ મુજબની જોગવાઇ હાલના તબક્કે જામીન અરજી ફગાવી દેવામાં બાધારુપ બની શકે નહી.
સીબીઆઇ તરફથી કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખી જસ્ટિસ એમ.ડી.શાહે આરોપી આઇપીએસ અધિકારી વિપુલ અગ્રવાલની જામીન અરજી ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે, જયારે સીઆઇડી ક્રાઇમે એક વખત નિયત સમયમર્યાદામાં ચાર્જશીટ રજૂ કરી દીધું છે પછી, સીબીઆઇ તરફથી ચાર્જશીટ રજૂ થયું નથી તેવી દલીલ ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી. વળી, ગુનાની ગંભીરતા જોતાં અરજદારના જામીન મંજૂર કરવા ન્યાયોચિત જણાતું નથી અને તેથી અરજદારની જામીન અરજી ફગાવી દેવામાં આવે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉદ્યોગપતિઓ મુખ્યપ્રધાનની બીપીએલ યાદીમાં આવે છે!
NRIએ ડાન્સરને દારૃ પીવડાવી બળાત્કાર ગુજાર્યો
સરકારે પાણીના ભાવે આપેલી મુંદરા સેઝ જમીનને અદાણીએ ગિરવે મૂકી ચાર્જ લખી આપ્યો
ધોળકા મદરેસાના ગુમ કિશોરને શાહપુર પોલીસ અજમેરથી લાવી
તુલસી એન્કાઉન્ટરમાં આઇપીએસ વિપુલ અગ્રવાલના જામીન ફગાવાયા
વિદેશમાં થતાં સોદાઓ આવકવેરા હેઠળ આવશે
ભેલ અને ઓઈલના એફપીઓ માટે સરકાર મે મહિના સુધી રાહ જોશે
ક્રેડિટ કાર્ડ્સ થકી થતા સોદામાં ઘટાડો ઃ ચાર માસની નીચી સપાટીએ
થર્ડ પાર્ટી મારફતે વિદેશી વેન્ચર ફંડ ભારતના બજારમાં રોકાણ કરી શકશે
એપલે રજૂ કર્યાના ત્રણ દિવસમાં ૩૦ લાખ નવા આઈપેડ્સ વેચ્યા
આઇપીએલની મેચના ઉદઘાટન પ્રસંગે પ્રિયંકાનું પરફોર્મન્સ
આ વર્ષના અંત સુધીમાં ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી છ ફિલ્મ શરૃ કરશે
ગાયિકા અનયા બ્રહ્માએ દિગ્દર્શક સમીર કર્ણિક પર સતામણી કરવાની ફરિયાદ નોંધાવી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
સોના પર કસ્ટમ ડયુટીમાં વધારા મુદ્દે ઝવેરીઓની હડતાળ બે દિવસ લંબાવાઈ
સોનાની જંગી આયાતની ચૂકવણીના બેલેન્સ પર અસરઃ પ્રણવ મુખર્જી
સજાતિય સંબંધો મુદ્દે સુપ્રીમે સરકારની આકરી ટીકા કરી
કાશ્મીરના ઉગ્રવાદ પીડીતોને મુખ્ય પ્રવાહમાં લાવવા સેનાના પ્રયાસ
ભારતનો નવજાત મૃત્યુદર પાડોશી દેશો કરતાં પણ ખરાબઃ ગુલામનબી આઝાદ
એશિયા કપમાં બાંગ્લાદેશે શ્રીલંકાને હરાવતા ભારત ટુર્નામેન્ટમાંથી બહાર
કોહલીની ૧૧ વન ડે સદીમાંથી ૧૦માં ભારતને વિજય મળ્યો છે
????-??????????? ?? ????? ??. ???? ?????? ????? ?????? ?????? ?????
ઓસ્ટ્રેલિયાનો લેજન્ડરી સ્વિમર થોર્પ ઓલિમ્પિકમાં ક્વોલિફાય ન થઇ શક્યો
બટને મારા ભાઈ જેવો માનતો હોઈ સ્પોટ ફિકસિંગમાં ફસાયો
મહેન્દ્રસિંહ ધોનીએ અક્ષય કુમારને પોતાનાં ગ્લોવ્ઝ ભેટમાં આપ્યાં
રણવીર સિંહની ઇજાને કારણે વિક્રમાદિત્ય મોટવાણેની ફિલ્મનું ભાવિ અદ્ધરતાલ
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved