Last Update : 21-March-2012, Wednesday
 

ઉદ્યોગપતિઓ મુખ્યપ્રધાનની બીપીએલ યાદીમાં આવે છે!

 

વિધાનસભામાં મોઢવાડિયા ઉવાચ
પાંચ વર્ષમાં ઉદ્યોગપતિઓ ૧૦૪.૪૦ કરોડ ચો.મી. સરકારી જમીનો મેળવી ગયા ઃ ફોર્ડને સસ્તી જમીનના સાટામાં 'ટાઇમ'માં પબ્લિસિટી!!
(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, મંગળવાર
આખા દેશમાં સરકારી જમીનો વેચવામાં નંબર વન એવા ગુજરાતના વર્તમાન મુખ્યપ્રધાનના શાસનમાં ગોચર અને જંગલની જમીન સહિતની સરકારી જમીનો રાત્રે નથી વેચાતી એટલી દહાડે વેચાય છે અને દહાડે નથી વેચાતી એટલી રાત્રે વેચાય છે, તેમ ઉલ્લેખતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ મંગળવારે ગુજરાત વિધાનસભામાં જણાવ્યું હતું કે, આ સરકાર ગરીબ અને મધ્યમ વર્ગને કે આદિવાસીઓને પ્લોટ-મકાન સસ્તા ભાવે આપતી નથી પણ એણે તા. ૧-૧-'૦૬થી તા. ૩૧-૧૨-'૧૦ સુધીના પાંચ વર્ષમાં સરકારી ગોચર સહિતની ૧૦૪ કરોડ ૪૦ લાખ ૮ હજાર ૯૩૨ ચોરસ મીટર જમીનો ઉદ્યોગકારોને ફાળવી દીધી છે અને માત્ર કચ્છ-સુરત જિલ્લાઓમાં જ ૩ વર્ષમાં ૨ કરોડ ૨૧ લાખ ૯ હજાર ૯૫૦ ચોરસમીટર જંગલની જમીનો ઉદ્યોગકારોને આપી દીધી છે, આ બધી જમીનો પાણીના ભાવે અપાઇ છે, ત્યારે સામાન્ય માણસને મનમાં પ્રશ્ન થાય છે કે, 'શું આ ઉદ્યોગપતિઓ મુખ્યપ્રધાનની બીપીએલ યાદીમાં આવે છે?'
અમેરિકન મેગેઝિન 'ટાઇમ'માં મુખ્ય પ્રધાનના ફોટા સાથે આવેલા લેખની બાબત તથા અમેરિકન કાર ઉત્પાદક કંપની ફોર્ડને સાણંદ ખાતે પાણીના ભાવે એટલે કે રૃ. ૧૧૦૦ પ્રતિ ચોરસમીટરના ભાવે ફાળવાયેલી ૧૮ લાખ ૬૩ હજાર ૬૮૭ ચોરસ મીટર જમીનની બાબતને એક સાથે જોડી મોઢવાડિયાએ સરકાર ઉપર આક્ષેપાત્મક પ્રહાર કરતાં કહ્યું કે, ''ટાઇમ''માં મુખ્યપ્રધાનના ફોટા સાથેના લેખને તથા ફોર્ડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીન શું સંબંધ છે તે તપાસ માગી લેતી બાબત છે ત્યારે આ અંગેની વિગતો ગુજરાતની જનતા સમક્ષ જાહેર થવી જોઇએ.
ધારાસભામાં મહેસૂલ વિભાગની ૨૦૧૨-૧૩ના વર્ષની બજેટની માગણીઓ ઉપરની ચર્ચામાં ભાગ લેતાં મોઢવાડિયાએ સરકારની વહાલાદવલાંની નીતિની આકરી આલોચના કરતાં કહ્યું કે, એક તરફ રાજ્યમાં ૧ લાખ ૬૦ હજાર આદિવાસી ખેડૂતો રાઇટ ટુ ફોરેસ્ટ એક્ટ હેઠળ જંગલની જમીનોના હક્ક માગી રહ્યા છે,પણ એમને તસુભાર જમીન અપાતી નથી, બીજી તરફ ૨ કરોડ ૨૧ લાખ ૯ હજાર ૯૫૦ ચોરસ મીટર જંગલની જમીન માત્ર બે જ જિલ્લા કચ્છ- સુરતમાં ત્રણ વર્ષમાં પાણીના ભાવે ઉદ્યોગોને આપી દેવાઇ છે, આ જ વહીવટ ઉપરથી પ્રતીતિ થાય છે કે આપણા આ મુખ્યપ્રધાન કેટલા ઉદ્યોગ વત્સલ અને મૂડીપતિવત્સલ છે. મોઢવાડિયાએ આ તબક્કે છેલ્લા પાંચ વર્ષમાં ગોચર સહિતની સરકારી જમીનો કોને કોને કયા ભાવથી અપાઇ તેનું લિસ્ટ પણ જાહેર કર્યું છે.
મુખ્યપ્રધાનના માનીતા જમીન માફીયાઓ કેવી રીતે જમીનો મેળવે છે અને ઉદ્યોગકારોને કેવી ગેરકાનૂની રીતે જમીનો ફાળવાય છે, તેનો દાખલો ટાંકતા મોઢવાડિયાએ ગૃહમાં જણાવ્યું હતું કે, ૧૯૫૮માં એસીસી સિમેન્ટ કંપનીને પોરબંદર ખાતે ફાળવાયેલી ૪૦ હેકટર જમીન ઉપર સેલ્સટેક્સ, ઇલેક્ટ્રીસીટી, ખનિજ રોયલ્ટી, એક્સાઇઝ સહિતનું રૃ. ૨૫૦ કરોડનું લેણું હતું, છતાં આ સરકારે જમીન જપ્ત કરવાને બદલે, જે જમીન ઉપર ૫૪ વર્ષ સુધી ફેકટરી બની જ નહોતી તે જમીન 'ફેકટરી બનાવવા'ના નામે બીનખેતી કરી આપી. હાઇકોર્ટના મનાઇહુકમ છતાં આ જમીન ફરતે વોલ બનાવી જમીન માફિયાઓએ સરકારી જમીનો દબાણ કરી રૃ. ૨૦૦ કરોડની મિલકત માત્ર રૃ. ૧૫ કરોડમાં પડાવી લીધી. આ એક જ કિસ્સો દર્શાવે છે કે આ રાજમાં જમીન માફિયાઓને કેવી લીલાલહેર છે, એમ ઉલ્લેખી મોઢવાડિયાએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સનેડાની માફક પ્રચલિત લોકગીત 'ભલા મોરી રામા, ભલા તોરી રામા...'ને વ્યંગાત્મક રીતે રજૂ કરી જમીન દલાલો દ્વારા જમીનો પચાવી પાડવામાં આવ્યા બાદ ખેડૂતોના શા હાલહવાલ થાય છે, તે વ્યથા રજૂ કરી હતી, જેમાં દરેક પંક્તિના છેડે ગવાતી 'ભલા મોરી રામા, ભલા તોરી રામા'ની છેલ્લી લાઇન કોંગ્રેસના બધા સભ્યોએ એકસાથે ઝીલી સરકારની હાંસી ઉડાવી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉદ્યોગપતિઓ મુખ્યપ્રધાનની બીપીએલ યાદીમાં આવે છે!
NRIએ ડાન્સરને દારૃ પીવડાવી બળાત્કાર ગુજાર્યો
સરકારે પાણીના ભાવે આપેલી મુંદરા સેઝ જમીનને અદાણીએ ગિરવે મૂકી ચાર્જ લખી આપ્યો
ધોળકા મદરેસાના ગુમ કિશોરને શાહપુર પોલીસ અજમેરથી લાવી
તુલસી એન્કાઉન્ટરમાં આઇપીએસ વિપુલ અગ્રવાલના જામીન ફગાવાયા
વિદેશમાં થતાં સોદાઓ આવકવેરા હેઠળ આવશે
ભેલ અને ઓઈલના એફપીઓ માટે સરકાર મે મહિના સુધી રાહ જોશે
ક્રેડિટ કાર્ડ્સ થકી થતા સોદામાં ઘટાડો ઃ ચાર માસની નીચી સપાટીએ
થર્ડ પાર્ટી મારફતે વિદેશી વેન્ચર ફંડ ભારતના બજારમાં રોકાણ કરી શકશે
એપલે રજૂ કર્યાના ત્રણ દિવસમાં ૩૦ લાખ નવા આઈપેડ્સ વેચ્યા
આઇપીએલની મેચના ઉદઘાટન પ્રસંગે પ્રિયંકાનું પરફોર્મન્સ
આ વર્ષના અંત સુધીમાં ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી છ ફિલ્મ શરૃ કરશે
ગાયિકા અનયા બ્રહ્માએ દિગ્દર્શક સમીર કર્ણિક પર સતામણી કરવાની ફરિયાદ નોંધાવી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
સોના પર કસ્ટમ ડયુટીમાં વધારા મુદ્દે ઝવેરીઓની હડતાળ બે દિવસ લંબાવાઈ
સોનાની જંગી આયાતની ચૂકવણીના બેલેન્સ પર અસરઃ પ્રણવ મુખર્જી
સજાતિય સંબંધો મુદ્દે સુપ્રીમે સરકારની આકરી ટીકા કરી
કાશ્મીરના ઉગ્રવાદ પીડીતોને મુખ્ય પ્રવાહમાં લાવવા સેનાના પ્રયાસ
ભારતનો નવજાત મૃત્યુદર પાડોશી દેશો કરતાં પણ ખરાબઃ ગુલામનબી આઝાદ
એશિયા કપમાં બાંગ્લાદેશે શ્રીલંકાને હરાવતા ભારત ટુર્નામેન્ટમાંથી બહાર
કોહલીની ૧૧ વન ડે સદીમાંથી ૧૦માં ભારતને વિજય મળ્યો છે
????-??????????? ?? ????? ??. ???? ?????? ????? ?????? ?????? ?????
ઓસ્ટ્રેલિયાનો લેજન્ડરી સ્વિમર થોર્પ ઓલિમ્પિકમાં ક્વોલિફાય ન થઇ શક્યો
બટને મારા ભાઈ જેવો માનતો હોઈ સ્પોટ ફિકસિંગમાં ફસાયો
મહેન્દ્રસિંહ ધોનીએ અક્ષય કુમારને પોતાનાં ગ્લોવ્ઝ ભેટમાં આપ્યાં
રણવીર સિંહની ઇજાને કારણે વિક્રમાદિત્ય મોટવાણેની ફિલ્મનું ભાવિ અદ્ધરતાલ
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved