Last Update : 21-March-2012, Wednesday
 

વિદેશમાં થતાં સોદાઓ આવકવેરા હેઠળ આવશે

 

વોડાફોન પછી બીજા સોદાઓ પર નજર
આંતરરાષ્ટ્રીય કંપનીઓ વિદેશમાં તેમની ભારતીય એસેટ્સના સોદા કરે છે પણ તેમના કામકાજો ભારતમાં હોવાથી આવી ડીલ્સ કરપાત્ર બનતી હોવાની દલીલ આવકવેરા વિભાગની છે.
અમદાવાદ, મંગળવાર
ભારતમાં કામકાજ કરતી કંપનીઓ દ્વારા પરદેશમાં સોદા મારફતે બચાવવામાં આવતા કરવેરાની બારીને સરકારે બંધ કરી છે. ઈન્કમ ટેક્સ એક્ટ અને અમુક શબ્દોની વ્યાખ્યાને સુધારીને સરકારે આવા સોદાઓને કરપાત્ર બનાવતા કોર્પોરેટ સેક્ટરમાં એક પ્રકારે ધ્રાસ્કો પડયો છે. નવા નિયમોને પાછલી અસરથી અમલી બનાવાશે. પરિણામે, વોડાફોન અને હચ-એસ્સાર વચ્ચે થયેલાં સોદા જેવા અન્ય કામકાજો માટે કંપનીઓએ વેરો ભરવો પડશે. વોડાફોનના કેસમાં સુપ્રીમ કોર્ટ કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને લગભગ રૃા. ૧૨,૦૦૦ કરોડનો વેરો ચુકવવામાં તે આબાદ બચી ગઈ હતી.
હવે આઈડિયા-સેલ્યુલર, સબમિલર્સ ફોસ્ટર્સનું ભારતમાં સંપાદન, જીઈ-જેનપેક્ટ, મિત્સુઈ-વેદાંતા-સેસાગોવા અને સાનોફી એવેન્ટિસ-શાંથા બાયોટેક જેવાં પરદેશમાં થયેલાં સોદાઓ પેટે આવકવેરા વિભાગ કરવેરો માગી શકશે.
વર્ષ ૨૦૦૫માં એટીએન્ડટીએ તેનો હિસ્સો ટાટા અને આદિત્ય બિરલા જૂથને વેચ્યો હતો. આ ૧૫૦ મિલિયન ડોલરના સોદા માટે આવકવેરા વિભાગના આંતરરાષ્ટ્રીય વિભાગે સંબંધિત કંપનીઓને નોટિસ આપી હતી. ત્યારબાદ ટાટા ઈન્ડસ્ટ્રીઝ, આદિત્ય બિરલા નુવો(એબીએનએલ) અને અમેરિકા સ્થિત ન્યુ સીંગ્યુલરવાયરલેસ સર્વિસીઝ (એનસીડબ્લ્યુએસ) કંપનીઓએ સરકાર સામે સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો હતો.
એટીએન્ડટીએ તેની મોરેશ્યિસ સ્થિત એક હોલ્ડિંગ કંપની એટીએન્ડટી મોરેશ્યિસ (એનસીડબ્લ્યુએસ) મારફતે આઈડિયા સેલ્યુલરમાંનો તેનો ૧૬ ટકા હિસ્સો એબીએનએલને વેચ્યો હતો. પાછળથી ટાટા ઈન્ડસ્ટ્રીઝે એટીએન્ડટી મોરેશ્યિસ પાસેથી આઈડિયાનો બાકીનો ૧૬ ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ સોદા પેટે વિરોધ નોંધાવવાની સાથે ટાટાએ વેરો ભર્યો હતો અને તે પછી આ બધા પક્ષકારો કોર્ટમાં ગયાં છે.
વર્ષ ૨૦૦૬માં યુકે સ્થિત સબમિલર્સની ભારતીય કંપનીએ ઓસ્ટ્રેલિયાની ફોસ્ટર કંપનીની ભારતીય અસક્યામતો ખરીદી હતી. બંને આંતરરાષ્ટ્રીય કંપનીઓ વચ્ચે ભારતની બહાર સોદો થયો હતો પણ તેમાં રહેલી સંપતિ ભારતમાં છે. ૧૨૦ મિલિયન ડોલરના સોદામાં વિભાગે ૩૯.૫ મિલિયન ડોલરનો વેરો માગ્યો છે. બે બિનનિવાસી પક્ષકારો વચ્ચે દેશની બહાર થયેલા સોદા પર કરવેરો વાગે નહીં એવી દલીલ કરીને સબમિલર્સે મુંબઈની હાઈ કોર્ટમાં કેસ કર્યો છે. બ્રાન્ડ અને પેટન્ટના સોદા પર વેરો લાગે કે નહી એવા સવાલ સાથે ફોસ્ટરે પણ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
વર્ષ ૨૦૦૫માં અમેરિકા સ્થિત કંપની જીઈએ યુએસની ઓક હિલ કેપિટલ પાર્ટનર્સ અને જનરલ એટલાન્ટિક પાર્ટનર્સ નામની બે ખાનગી ઈક્વિટી કંપનીને જીસીસ કંપનીમાં તેનો ૬૦ ટકા હિસ્સો વેચ્યો હતો. ત્યારપછીથી કંપનીનું નામ બદલીને જેનપેક્ટ કરાયુ હતું.જીઈ હવે જેનપેક્ટની ક્લાયન્ટ છે. ૫૦૦ મિલિયન ડોલરના આ સોદા પેટે આવકવેરા વિભાગે કેપિટલ ગેઈન્સ ટેક્સ માગ્યો છે. સોદો ભારતની બહાર થયો છે પણ ભારતના વેપારમાંથી નપો કર્યો હોવાથી તેની ઉપર કેપિટલ ગેઈન્સ ટેક્સ માગ્યો હતો. દિલ્હીની હાઈ કોર્ટે માગણાની નોટિસ ઉપર મનાઈહુકમ આપ્યો હતો અને જીઈની તરફેણમાં અરજીનો અંત આણ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે હજુ અપીલ કરી નથી પણ કાયદામાં નવા સુધારા પછી હવે તે ટેક્સ માગી શકશે.
એપ્રિલ ૨૦૦૭માં જાપાનની મિત્સુઈએ યુકે સ્થિત વેદાંતા જૂથને ૯૮૧ મિલિયન ડોલરની કિંમતે સેસાગોવામાનો તેનો ૫૧ ટકા હિસ્સો વેચ્યો હતો.યુકેમાં સ્થપાયેલી ફિનસાઈડર ઈન્ટરનેશનલ નામની સેસાગોવાના શેર ધરાવતી કંપની મારફતે આ સોદો કરાયો હતો. વેદાંતાએ ફિનસાઈડરના ૧૦૦ ટકા શેર ખરીદ્યા હતાં. આ ડિલ ઉપર ભારતમાં કરવેરો લાગે કે નહીં તે સવાલને લઈને મુંબઈ હાઈ કોર્ટ સમક્ષ કેસ પેન્ડિંગ છે.
ફ્રાંસની દવા બનાવતી કંપની સાનોફી એવેન્ટિસે ભારતની વેક્સીન કંપની શાંથા બાયોટેકનો બહુમતિ હિસ્સો ૨૦૦૯માં ખરીદ્યો હતો. ભારતીય કંપનીમાં ૯૦ ટકા હિસ્સો ધરાવતી ફ્રાંસની મેરિયક્સ અલાયંસે એક એસપીવી બનાવીને તેને મારફતે આવો સોદો કર્યો હતો. આ સોદો કરને પાત્ર હોવાનું ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ કહે છે પણ આ મામલે હજુ સુધી પિટિશન ફાઈલ થઈ નથી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉદ્યોગપતિઓ મુખ્યપ્રધાનની બીપીએલ યાદીમાં આવે છે!
NRIએ ડાન્સરને દારૃ પીવડાવી બળાત્કાર ગુજાર્યો
સરકારે પાણીના ભાવે આપેલી મુંદરા સેઝ જમીનને અદાણીએ ગિરવે મૂકી ચાર્જ લખી આપ્યો
ધોળકા મદરેસાના ગુમ કિશોરને શાહપુર પોલીસ અજમેરથી લાવી
તુલસી એન્કાઉન્ટરમાં આઇપીએસ વિપુલ અગ્રવાલના જામીન ફગાવાયા
વિદેશમાં થતાં સોદાઓ આવકવેરા હેઠળ આવશે
ભેલ અને ઓઈલના એફપીઓ માટે સરકાર મે મહિના સુધી રાહ જોશે
ક્રેડિટ કાર્ડ્સ થકી થતા સોદામાં ઘટાડો ઃ ચાર માસની નીચી સપાટીએ
થર્ડ પાર્ટી મારફતે વિદેશી વેન્ચર ફંડ ભારતના બજારમાં રોકાણ કરી શકશે
એપલે રજૂ કર્યાના ત્રણ દિવસમાં ૩૦ લાખ નવા આઈપેડ્સ વેચ્યા
આઇપીએલની મેચના ઉદઘાટન પ્રસંગે પ્રિયંકાનું પરફોર્મન્સ
આ વર્ષના અંત સુધીમાં ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી છ ફિલ્મ શરૃ કરશે
ગાયિકા અનયા બ્રહ્માએ દિગ્દર્શક સમીર કર્ણિક પર સતામણી કરવાની ફરિયાદ નોંધાવી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
સોના પર કસ્ટમ ડયુટીમાં વધારા મુદ્દે ઝવેરીઓની હડતાળ બે દિવસ લંબાવાઈ
સોનાની જંગી આયાતની ચૂકવણીના બેલેન્સ પર અસરઃ પ્રણવ મુખર્જી
સજાતિય સંબંધો મુદ્દે સુપ્રીમે સરકારની આકરી ટીકા કરી
કાશ્મીરના ઉગ્રવાદ પીડીતોને મુખ્ય પ્રવાહમાં લાવવા સેનાના પ્રયાસ
ભારતનો નવજાત મૃત્યુદર પાડોશી દેશો કરતાં પણ ખરાબઃ ગુલામનબી આઝાદ
એશિયા કપમાં બાંગ્લાદેશે શ્રીલંકાને હરાવતા ભારત ટુર્નામેન્ટમાંથી બહાર
કોહલીની ૧૧ વન ડે સદીમાંથી ૧૦માં ભારતને વિજય મળ્યો છે
????-??????????? ?? ????? ??. ???? ?????? ????? ?????? ?????? ?????
ઓસ્ટ્રેલિયાનો લેજન્ડરી સ્વિમર થોર્પ ઓલિમ્પિકમાં ક્વોલિફાય ન થઇ શક્યો
બટને મારા ભાઈ જેવો માનતો હોઈ સ્પોટ ફિકસિંગમાં ફસાયો
મહેન્દ્રસિંહ ધોનીએ અક્ષય કુમારને પોતાનાં ગ્લોવ્ઝ ભેટમાં આપ્યાં
રણવીર સિંહની ઇજાને કારણે વિક્રમાદિત્ય મોટવાણેની ફિલ્મનું ભાવિ અદ્ધરતાલ
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved