Last Update : 20-March-2012, Tuesday
 

મમત અને દીદીગીરી

સાથીદારો અને સાથીપક્ષોને તૃણમૂલવત્‌- તણખલા જેવા- ગણતાં તૃણમૂલ કોંગ્રેસનાં મમતા બેનરજી અત્યાર લગી ફક્ત કેન્દ્ર સરકાર પર ધોંસ જમાવવા માટે, તેની નીતિઓનો વિરોધ કરવા માટે જાણીતાં હતાં. પરંતુ રેલવે બજેટ પછી તેમના પોતાના પક્ષના રેલમંત્રી દિનેશ ત્રિવેદીનો પણ વારો ચડી ગયો. થોડા દિવસના વિવાદ અને નાટકીય ઘટનાક્રમ પછી આખરે દિનેશ ત્રિવેદીએ રેલમંત્રીના હોદ્દેથી રાજીનામું આપી દીઘું.


પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓના દાયકાઓના શાસનનો અંત આણ્યા પછી રેલવે મંત્રીપદું છોડીને રાજ્યનાં મુખ્ય મંત્રી બનેલાં મમતા બેનરજીએ કેન્દ્રમાં પોતાની જગ્યાએ દિનેશ ત્રિવેદીને મૂક્યા. રેલમંત્રી તરીકે મમતા બેનરજી દિલ્હીને બદલે કોલકાતાથી જ ઘણોખરો વહીવટ ચલાવતાં હોવાનું અને હકીકતે રેલવેના વહીવટમાં જરૂરી સમય આપી શકતાં ન હોવાનું કહેવાતું હતું. ગુજરાતમાં ‘ગુજરાતી’ તરીકે વધારે જાણીતા દિનેશ ત્રિવેદીના આવ્યા પછી એ મહેણું દૂર થયું અને રેલવેને એક પૂર્ણ કદના મંત્રી મળ્યા.


રેલબજેટ રજૂ થયું ત્યાં સુધી દિનેશ ત્રિવેદી મમતા બેનરજીના વફાદાર અને વિશ્વાસુ તરીકે જાણીતા હતા. એ સ્વાભાવિક પણ છે. નહીંતર મમતાદીદી એમને પોતાના અનુગામી તરીકે શા માટે મુકે? પરંતુ રેલબજેટ રજૂ થતાંની સાથે કકળાટ મચી ગયો. વિપક્ષોના રસમ પ્રમાણેના વિરોધ અને ટીકાસ્ત્રોની તો વાત જ નથી.

 

યુપીએના સાથીપક્ષ અને રેલમંત્રીના પક્ષનાં અઘ્યક્ષા તરીકે મમતાએ જ બજેટને વખોડી કાઢ્‌યું અને આ બજેટ સાથે- ખાસ કરીને તેમાં રજૂ કરાયેલા મુસાફરીનના ભાડાવધારાને- પોતાના પક્ષ સાથે કશો સંબંધ નથી એવું જાહેર કરી દીઘું. રાજકારણમાં નવેસરથી મમતા બેનરજીનો ઉદય થયો એના માટે તેમની આંદોલનકારી તરીકેની ક્ષમતા અને અડીંગા જમાવીને લીધેલી મમત ન છોડવાની વૃત્તિ ઘણી હદે જવાબદાર રહી છે. સંિગુર-નંદીગ્રામ જેવાં આંદોલનો અને ત્યાં રાજ્ય સરકાર તરફથી થયેલી હંિસા સામે ઝીંક ઝીલીને મમતા બેનરજીએ ‘લોકતરફી’ તરીકેની પોતાની છબી બહુ મહેનતપૂર્વક ઊભી કરી છે. દિનેશ ત્રિવેદીએ મુસાફરીમાં મામૂલી ભાવવધારો સૂચવતાં મમતાને પોતાની એ છબી જોખમમાં લાગી. કમ સે કમ, તેમનો દેખાવ તો એવો જ રહ્યો.


રાજકારણમાં ‘લોકતરફી’ની વ્યાખ્યા અને સમજણ બદલાઇ ગયાં છે. દેશહિતમાં લોકોને કડવી દવા પાઇ શકે અને તેમની નારાજગીનો ખૌફ રાખ્યા વિના તેમને સાચા રસ્તે દોરી શકે એવા કદના નેતાઓ હવે પાકતા નથી.

 

મમતા બેનરજી જેવા નેતાઓ સત્તાધારી પક્ષનો કોઇ પણ ભોગે વિરોધ કરીને પોતાની લોકતરફી છબી તો જમાવી શકે છે, પણ એ પોતે સત્તાધીશ બને ત્યારે કપરી સ્થિતિ સર્જાય છે. કારણ કે શાસકે કોઇ પણ ભોગે લોકને રીઝવવાને બદલે રાજ્યની તિજોરીનું પણ ઘ્યાન રાખવું પડે છે. છેલ્લાં આઠ વર્ષથી રેલવેમાં ભાડાં ન વઘ્યાં હોય એ સંજોગોમાં ભાડામાં મામૂલી વધારો કરવાનું પગલું ‘લોકવિરોધી’ શી રીતે ગણી શકાય? અથવા વિરોધ કરવા માટે જ સર્જાયેલા હોવાની માનસિકતા ધરાવતા વિરોધપક્ષો એવું કહે ત્યાં લગી સમજાય, પણ સાથી પક્ષો અને તેમાં પણ દિનેશ ત્રિવેદીના પોતાના પક્ષનાં અઘ્યક્ષ આવું શી રીતે માની શકે? પરંતુ તેમનું નામ મમતા બેનરજી હોય ત્યારે એ વાતની નવાઇ લાગતી નથી.


કારણ કે તેમણે પોતાનું રાજકારણ ખરેખરાં અને પોતાના રાજકારણને અનુકૂળ થાય એવાં- એમ બન્ને પ્રકારનાં લોકવિરોધી પગલાંનાં વિરોધથી જ ઊભું કર્યું છે. સંિગુરમાંથી તાતાનો નેનો પ્રોજેક્ટ રવાના કરવો એ તેમની મુખ્ય મંત્રી બન્યા પહેલાંની એક મહત્ત્વની સિદ્ધિ રહી છે. તેમના નામે બોલતી મોટા ભાગની સિદ્ધિઓ વિરોધ કરનાર આગેવાન તરીકે હાંસલ કરાયેલી છે.

 

સત્તા પર આવ્યા પછી, તેમની સાદગી અને મોડે સુધી કામ કરવાની તેમની વૃત્તિને બાદ કરતાં, બીજી કોઇ નોંધપાત્ર સિદ્ધિ તેમના નામે બોલતી નથી. હજુ સુધી તેમની હાજરી પશ્ચિમ બંગાળ માટે કેન્દ્ર સરકાર પાસેથી મોટું પેકેજ માગનાર અને એ માટે ત્રાગું કરનાર મુખ્ય મંત્રી તરીકે વધારે વર્તાતી રહી છે.


વિરોધ કરતી વખતે મૂડી બની રહેતો તેમનો ‘મૂડી’ સ્વભાવ શાસક તરીકે તેમના માટે બોજરૂપ બને છે. ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને વહાલા થયા વિના કે તેમને વધારે પડતા ફાયદા આપ્યા વિના પણ, રાજ્યના હિતમાં તેમનો સાથ મેળવવો મુખ્ય મંત્રીઓ માટે જરૂરી હોય છે. પરંતુ મમતા બેનરજીનો મમતભર્યો, જિદ્દી અને પળવારમાં બદલાઇ જતો મિજાજ રોકાણકારોમાં ભરોસો અને વિશ્વાસ પ્રેરતો નથી.

 

રેલમંત્રી દિનેશ ત્રિવેદી પાસેથી રાજીનામું માગી લેવાના મુદ્દે જે ફારસ થયું અને રેલમંત્રીએ પણ રાજીનામું આપતાં પહેલાં ‘પહેલાં દેશ અને પછી પક્ષ’થી માંડીને ‘લેખિતમાં હુકમ આપો તો જ રાજીનામું આપું’ એવાં વલણો જાહેર કરતાં, મમતા બેનરજીની ‘મમત’બહાદુર તરીકેની ‘પ્રતિષ્ઠા’માં વધારો જ થયો છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાંગ્લાદેશ દ્વારા ત્રિપુરાના મુખ્યમંત્રીના સન્માનનો વિવાદાસ્પદ નિર્ણય
કેન્દ્ર સરકારમાં સપા જોડાવાની શક્યતાને મુલાયમે નકારી
રાજ્ય સરકાર વેટ જતો કરશે તો ગોવામાં પેટ્રોલ ૧૧ રૃા. સસ્તું
કાશ્મીરમાં યુધ્ધવિરામનો ભંગ કરીને પાકનો બેફામ ગોળીબાર
વીજળીના વાયરોની ખામીઓ હવે અદ્યતન રોબો શોધશે
સની દેઓલ પહેલી જ વાર ફિલ્મમાં 'ડબલ રોલ'માં દેખાશે
વિદ્યા બાલન સાથે કામ કરવાની આમિરની ઇચ્છા
રણબીર કપૂર અને દીપિકા પદુકોણ પાર્ટીમાં સાથે આવ્યા અને સાથે જ ગયા
નિર્માતા નિતીન મનમોહન તેમની મલ્ટિસ્ટાર ફિલ્મ 'દસ'ની સિકવલ બનાવવાની તૈયારીમાં
અક્ષય કુમારે હવે ક્લિન અપ માર્શલની જવાબદારી સંભાળી
કેનેડા સરકાર ફિલ્મ સર્જક દીપા મહેતાને સર્વોચ્ચ નાગરિકી એવોર્ડથી સન્માનિત કરશે
આમિર ખાન સાથેની કેટરિના કૈફની ફિલ્મનું શૂટિંગ એક મહિના માટે લંબાયું
આદિત્ય ચોપરા, કરણ જોહર અને યુ.ટી.વી.ને 'કહાની'ની વાર્તા પસંદ પડી નહોતી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
રાષ્ટ્રપાલને નવી એફિડેવિટ કરવી પડી અને દોડધામ મચી
હિસ્ટ્રીશીટર ચંદ્રશેખરની પોલીસ સ્ટેશન પાસે હત્યા
ધો. ૧૨ની વિદ્યાર્થિની નાની બહેન સાથે ગુમ થઈ ને સુરતથી મળી
વિસનગરના પાંચ વર્ષીય 'ભોલુ'ની કરપીણ હત્યા
કુટણખાનું બંધ કરાવવાના મુદ્દે પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ
બજેટની નિરાશામાં બે દિવસમાં સેન્સેક્ષ ૪૦૩ પોઈન્ટ તૂટયોઃ રીયાલ્ટી, બેંક, પાવર શેરોમાં ગાબડાં
બજેટથી નારાજ ઝવેરીઓએ સતત ત્રીજા દિવસે વેપારો બંધ રાખી રોષ દર્શાવ્યો
વીમા ક્ષેત્રે એફડીઆઈ વધારવા સંબંધિત દરખાસ્તમાં સરકાર કદાચ પીછેહઠ કરશે
૬ વર્ષથી જુના ટેકસ કેસને રિઓપન કરી શકવાની કોઈ જોગવાઈ નથીઃ નાણાંપ્રધાન
તાતા મોટર્સ દ્વારા વાહનોની કિંમતમાં રૃપિયા ૩૫ હજાર સુધીનો વધારો
આજે શ્રીલંકા બાંગ્લાદેશને હરાવે તો જ ભારત ફાઇનલમાં પ્રવેશે
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને છ વર્ષ બાદ વન-ડેમાં પરાજય આપ્યો
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved