Last Update : 20-March-2012, Tuesday
 
અન્ય ગ્રહો ઉપર જીવન હોવા વિષે વર્ષોથી વૈજ્ઞાનિકો સંશોધનો કરે છે અને અનુમાનો લડાવે છે પરંતુ હજી સુધી કોઈ નક્કર પુરાવા નથી મળ્યા છતાં આશા પણ નથી છોડી!

- ‘ઉડતી રકાબી’ની વાતો તૂત છે કે હકીકત?
- જુલાઈ મહિનામાં અમેરિકામાં તો ‘ઉડતી રકાબી’નો મહોત્સવ પણ ઉજવાય છે!
- ચંદ્ર ઉપર ચઢાઈઓ કરવાથી દુનિયાને કશું મળ્યું ખરું?

દિવસે દિવસે જગત વિશાળ પણ થતું જાય એમ નાનું પણ થતું જાય છે. એ જ રીતે પૃથ્વી ઉપર, પૃથ્વીની અંદર ધરતીમાં, પાણીમાં, હવામાં, હજારો, લાખો જીવો હોવા છતાં માનવી વર્ષોથી અન્ય ગ્રહો ઉપર જીવન હોવા વિષે સતત સંશોધનો કરતો રહ્યો છે.
એ સંશોધનોમાં વૈજ્ઞાનિકોની પાયાની ગેરસમજ એ રહેલી કે એ હંમેશા માનવી જીવ માટે જરૂરી ગણાય છે એ ઓક્સીજન, નાઈટ્રોજન, હવા, પાણીની જરૂરિયાતવાળો જીવ જ જીવંત રહી શકે એવું એ માનતો રહેલો. જ્યારે હકીકતમાં, જેમ કેટલાક જીવ પાણીમાં જ રહી જીવી શકે છે તેમ કેટલાક જીવ અગ્નિમાં રહીને પણ જીવી શકે છે એમ પાણી, હવા, ઓક્સીજન વગર પણ જીવન હોય શકે છે એવી ગેરસમજ આપણા મહાન વૈજ્ઞાનિકો કરવા લાગ્યા. કેટલાકે તો વળી આપણી ભાષામાં અંતરિક્ષમાં સંદેશાઓ મોકલવા માંડ્યા!
પશ્ચિમી દેશોના કેટલાક વૈજ્ઞાનિકો વળી બજા ગ્રહો પરના જીવોના સંપર્કો કરવાનો પચાસ વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ માને છે કે... જેમ આપણી પાસે કેટલાય લાખ વર્ષો દૂર સુધી આપણા સંદેશા પહોંચાડવાની ટેકનીક છે એવી જ ટેકનીક બીજા ગ્રહોમાં જો જીવ હોય તો એની પાસે પણ એવી કોઈ ટેકનીક હોવી જોઈએ. દા.ત. પૃથ્વીમાંથી રેડિયો, વિજળી, ટી.વી. વગેરેના તરંગો, રાડારના સિગ્નલો વગેરે નીકળીને અંતરિક્ષમાં ફેલાય છે એમ અન્ય ગ્રહોના રેડિયો સિગ્નલો પણ અંતરિક્ષમાં હોવા જોઈએ! એટલે એવા રેડિયો સિગ્નલોને પકડીને બીજી દુનિયા વિષે આપણે ઘણું જાણી શકીએ.

 

‘ધી સર્ચ ફોર એક્સ્ટ્રા ટેરીસ્ટ્રોરીઅલ ઈન્ટેલીજન્સ’ ટૂંકમાં ‘સેટી’ જેવું એનું નામ રાખેલું અને શરૂમાં અમેરિકાએ એને ઘણી આર્થિક સહાય પણ કરેલી.
પરંતુ પછી એને અને બીજા વૈજ્ઞાનિકોને એ આખી વાતની નિરર્થકતા સમજાઈ. એ વાત જ અથવા સમજણ જ સાવ મૂર્ખામી ભરી હતી.
એવી જ રીતે, ૧૯મી સદીની શરૂઆતમાં કેટલાક ખગોળ વિજ્ઞાનીઓએ એવી શક્યતા બતાવેલી કે... ચન્દ્ર ઉપર વાયુમંડળ (વાતાવરણ) છે અને ચન્દ્ર પૃથ્વીમાંથી છૂટો પડેલો છે. (જોકે એ પણ બીજા ઘણા અનુમાનો જેવું એક અનુમાન જ છે.... અનુમાન એટલે કલ્પના... એવી કલ્પનાને, અનુમાનને, હકીકતમાં ઠઠાડી દેવાની સંશોધકોની ટેવ છે. ચન્દ્ર પૃથ્વીથી છૂટો પડેલો ગ્રહ છે... એવો એક પણ પુરાવો નથી છતાં અનુમાનને પુરાવા તરીકે ઠઠાડી દેવામાં આવે છે! જ્યારે વૈજ્ઞાનિકો હંમેશા કહેતા હોય છે કે વિજ્ઞાન પુરાવા ઉપર આધારિત છે!) એટલે ચન્દ્ર ઉપર જીવનની શક્યતા છે. એમ ધારીને પશ્ચિમના જૂદાજૂદા દેશોએ શરૂમાં ચન્દ્ર ઉપર સંશોધન કરવા ઉપગ્રહો મોકલ્યા.

 

એ વર્ષો રશિયા અને અમેરિકા વચ્ચેની સ્પર્ધાના વર્ષો હતા. એને ‘ઠંડા યુઘ્ધ’ના વર્ષો કહે છે. ચન્દ્ર ઉપર પહેલું સંશોધન કોણ કરે છે એ માટે બન્ને દેશો વચ્ચે હરિફાઈ રહેલી. રશિયા એમાં અંતે બરબાદ થઈ ગયું. રશિયાએ સૌ પહેલું ‘લ્યુના-૨’ નામનું અવકાશયાન ચન્દ્ર ઉપર ઉતાર્યું. તો અમેરિકાએ હોડમાં રહેવા ‘‘એપોલો-૮’’ નામનું યાન ચન્દ્ર ઉપર મોકલ્યું. એમાં ત્રણ અવકાશયાત્રી હતા. ચન્દ્રની પાછળના ગોળાર્ધને જોનારા સૌ પહેલાં એ ત્રણ માનવી હતા.
એ પછી અમેરિકાએ નીલ આર્મસ્ટ્રોંગ સાથે બીજા બે અવકાશયાત્રીઓને લઈને અમેરિકાએ ૧૯૬૯ના ૨૦ જુલાઈએ ‘એપોલો-૧૧’ નામના અવકાશયાનને ચન્દ્રની સપાટી પર ઉતાર્યું. રશિયાના પણ અવકાશયાત્રીઓ ત્યાં પહોંચેલા. પરંતુ કોઈને ત્યાં જીવનના કોઈ સંકેત, ચિન્હ જોવા નહીં મળેલા. ભારત પણ આ હરિફાઈમાં ભળ્યું છે. એ માટે અબજો ખર્વો રૂપિયા ખર્ચવા પડે છે પણ સંશોધન અને વિજ્ઞાનના નામે આપણી સરકારો એ ખર્ચે છે.
ટૂંકમાં, ચન્દ્ર ઉપરની આ બધી ચઢાઈઓના અંતે ત્યાંની ઘૂળ અને ઢેફા મેળવ્યા સિવાય નવું કશું જ મેળવી શકાયું નથી.

 

અન્ય ગ્રહો ઉપર જીવન હોવાના સંશોધનની બાબતમાં વૈજ્ઞાનિકો એવા પાગલ છે કે... એમણે ‘ઉડતી રકાબીઓ’નું એક તૂત વ્યાપક પણ ઉભું કર્યું છે. કહેવાય છે કે ૧૯૪૭ના ૨૫મી જૂને અમેરિકાના માઉન્ટ રેનીયર નજદીક એક ઉડતી રકાબી કોઈ વિમાનના કોઈ પાયલોટે જોઈ. એ પછી થોડાંક અઠવાડિયા પછી એક ઢોરવાડામાં કેટલીક અજાણી વસ્તુઓ મળી આવી. લોકો કહેવા લાગ્યા ‘એલિયન’ (એટલે બીજા ગ્રહના અજાણ્યા જીવો) પણ હતા. એ પછી અમેરિકન સરકારે જાહેર કર્યું કે... મોસમ ઉપર નજર રાખવા માટે છોડવામાં આવેલા રડાર લગાવેલા મોટા ફુગ્ગાઓ હતા.
પરંતુ ત્યારથી અમેરિકામાં એ રોજવેલ નામના સ્થળ ઉપર દર વર્ષે જુલાઈના પહેલા અઠવાડિયામાં ‘ઉડતી રકાબીનો મહોત્સવ’ કરવામાં આવે છે. એમાં બીજા ગ્રહોની દુનિયા વિશે બોલનારાઓ અને સાંભળનારાઓનો મેળો ભરાય છે.
એ વિસ્તારમાંથી અમેરિકાની સંસદમાં ચૂંટાયેલા ડેન ફોલીએ ૨૦૦૩માં સેનેટમાં ઠરાવ કરેલો કે દર વર્ષે ફેબુ્રઆરીમાં ‘એક્સ્ટ્રા ટેરીસ્ટ્રિઅલ’ દિવસ ઉજવવો.

 

બ્રિટન પણ આ ગાંડપણમાં જોડાયું છે! ૧૯૮૦માં બ્રિટનના હવાઈદળના બે સૈનિકોએ ૨૬ ડિસેમ્બરે વહેલી સવારે રેન્ડલશેમના જંગલમાં બહુ મોટો પ્રકાશ જોયો. એમણે બીજા સૈનિકોને લઈને એનો ઘેરાવ કર્યો એક વિસ્ફોટ થયો... અને કોઈક વસ્તુ ઉડીને અદ્રશ્ય થઈ ગઈ. એ પછી કહેવામાં આવ્યું કે... એક ઉલ્કાપીંડ એટલે ખરતો તારો પડેલો!
બેલ્જીયમના બ્રસેલ્સમાં ૧૯૯૦ના ૩૦ માર્ચે રાડાર પર એક અજાણી વસ્તુ દેખાઈ એટલે એને પકડી પાડવા બે લડાયક વિમાન મોકલવામાં આવ્યા. એ વિમાનોના પાયલોટોે કહ્યું કે... ઉડતી રકાબીઓ એમના રાડાર તોડીને ગાયબ થઈ ગઈ! પાયલોટોએ કહ્યું કે... એમણે ૭૫ મિનિટ સુધી એનો પીછો કર્યો પણ અચાનક એક સેકન્ડમાં ૧૩૦૦ મીટર નીચે પડીને ગાયબ થઈ ગયા!
આ ઉડતી રકાબી (એને ‘યુએફઓ’ યુફો કહે છે) કાલ્પનિક દુનિયાના રોમાન્સનો લાભ લેવા વાર્તાકારો અને ફિલ્મકારો તૈયાર ન હોય એવું ન બને. આકાશની ઉડતી રકાબીઓ અને અજ્ઞાત વસ્તુઓ વિષેની વાર્તાઓ તથા બીજા લખાણો ૧૯૫૦ના દસકાથી ચાલુ છે. એ વિશેના હજારો લાખો પુસ્તકો દુનિયાની બધી ભાષામાં પ્રગટ થઈ ચુક્યા છે અને હજી પ્રગટ થયા કરે છે.

 

એમાં ૧૯૫૫માં પ્રગટ થયેલી જ્યોર્જ એડમ્સનું ‘ઈન સાઈડ ધી સ્પેશસીપ’, પોલ થોમસનું ‘ફ્‌લાઈંગ સોસર થુ્ર ધી એજીસ’ (૧૯૬૫), સિડની શેલ્ડનની ‘ડુમ્સડે કોન્સપીરસી’ (૧૯૬૧) ખાસ છે.
હોલિવૂડ અને બોલિવૂડે પણ ઉડતી રકાબીને ખૂબ ઉડાડીને ખૂબ કમાણી કરી છે. હિન્દી ફિલ્મ ‘કોઈ મિલ ગયા’ અને ‘ક્રિશ’ જેવી ફિલ્મો એલિયન્સ ઉપર જ બનેલી. જ્યારે હોલિવૂડે તો આ વિષય પર ડુંગરાના ડુંગરા ફિલ્મો ઉતારી છે. દા.ત. ‘ધી એક્સ્ટ્રા ટેરીસ્ટ્રીઅલ’, ‘ઈન્ડીપેન્ડન્સ ડે’, ‘મેન ઈન બ્લેક’, ‘વોર ઓફ ધી વર્લ્ડસ’ વગેરે છે.
ટી.વી. પણ ઉડતી રકાબીમાંથી કમાણી કરવામાં પાછળ નથી. પશ્ચિમના દેશોના ટી.વી. સ્ટુડિયોએ અત્યાર સુધીમાં લગભગ ૧૦૦ જેટલી ટી.વી. શ્રેણીઓ આ વિશે આપી છે. દા.ત. ૧૯૭૦માં બ્રિટનના ટી.વી.એ ઉડતી રકાબી વિષે ૨૬ એપીસોડ પ્રસારિત કરેલા. બે વર્ષ પછી એજ શ્રેણી અમેરિકામાં પ્રસારિત કરવામાં આવેલી!
- ગુણવંત છો. શાહ

વોયેજર

 

લંડનની એક વેબ સાઈટે ૧૮૬૧ થી ૧૯૪૧ સુધીના ૧૦૦ વર્ષના દુનિયાની ૬૦ લાખ હસ્તીઓના વસિયતનામા પ્રગટ કરેલા જેના ઉપરથી જાણવા મળ્યું કે... માનવીની ઉત્પતિનું મૂળ વાંદરામાં છે એવા એક સાવ કાલ્પનિક અનુમાનના આધારે ‘ઉત્પત્તિનો સિઘ્ધાંત’ ઉભો કરીને એને અનુરૂપ તર્કો અને અનુમાનો ઘડી કાઢનાર અર્ધપાગલ ચાર્લ્સ ડાર્વિન નામનો અંગ્રેજ લેખક મૃત્યુ પામ્યો ત્યારે ૧,૩૦,૦૦,૦૦૦ પૌંડ મૂકતો ગયેલો! આજના હિસાબે આ રકમ ગણવામાં આવી છે. હમણાં એની ૧૫૦મી જયંતિ ઉજવાયેલી.
એ જ રીતે ૧૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલો મહાન અંગ્રેજી નવલકથાકાર ચાર્લ્સ ડીકન્સ (જેની શતાબ્દિ આ વર્ષે જગત ઉજવી રહ્યું છે) પણ પૌંડ ૭૦,૦૦,૦૦૦ મૂકતો ગયેલો.

 

જ્યારે ડાર્વિન જેવો જ કાલ્પનિક અને અનુમાનોના આધારે સમાજવાદનો સિઘ્ધાંત ઘડનાર કાર્લ માર્કસ નામનો જર્મન ફીલોસોફર (એના સમાજવાદના સિઘ્ધાંતે રશિયામાં સામ્યવાદી હંિસક ક્રાંતિ થઈ અને ‘મૂડીવાદી’ અમેરિકા સાથે વર્ષો સુધી ઘર્ષણ ચાલ્યું. ‘સમાજવાદ’નો અથવા ‘માર્ક્સવાદ’નો સિઘ્ધાંત પણ એક તુક્કો... ડીંડક જ હતો પણ દુનિયામાં ગરીબોના કારણે એ હજી પણ પેલા ડાર્વિનના વાંદરાના સિઘ્ધાંતની જેમ પ્રવર્તમાન છે!)
એ કાર્લ માર્કસ ૧૮૮૩માં લંડનમાં અવસાન પામેલો અને ત્યાં હાઈગેટ સેમેટ્રીમાં એને દફનાવવામાં આવેલો. એ પોતાના વસિયતમાં ફક્ત પૌંડ ૨૫૦ છોડતો ગયો હતો જે એણે પોતાની નાની પુત્રી ઈલેનોરને આપેલી.

 

ડાર્વિન ૧૮૮૨માં અવસાન પામેલો જે વારસામાં ૧ કરોડ ૩૦ લાખ પૌંડ (આજના હિસાબે) મૂકતો ગયેલો.
નવલકથાકાર ચાર્લ્સ ડીકન્સ ૧૮૭૦માં અવસાન પામ્યો હતો. કોલેજોમાં એની નવલકથાઓ વર્ષો સુધી ટેક્સબુક તરીકે ચાલતી હતી.

 

ચોકલેટોનો ‘મહારાજા’ જ્હોન કેડબરી ૧૮૮૯માં અવસાન પામ્યો ત્યારે આજના હિસાબે એ પૌંડ ૪૦,૦૦,૦૦૦ મૂકતો ગયો હતો.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાંગ્લાદેશ દ્વારા ત્રિપુરાના મુખ્યમંત્રીના સન્માનનો વિવાદાસ્પદ નિર્ણય
કેન્દ્ર સરકારમાં સપા જોડાવાની શક્યતાને મુલાયમે નકારી
રાજ્ય સરકાર વેટ જતો કરશે તો ગોવામાં પેટ્રોલ ૧૧ રૃા. સસ્તું
કાશ્મીરમાં યુધ્ધવિરામનો ભંગ કરીને પાકનો બેફામ ગોળીબાર
વીજળીના વાયરોની ખામીઓ હવે અદ્યતન રોબો શોધશે
સની દેઓલ પહેલી જ વાર ફિલ્મમાં 'ડબલ રોલ'માં દેખાશે
વિદ્યા બાલન સાથે કામ કરવાની આમિરની ઇચ્છા
રણબીર કપૂર અને દીપિકા પદુકોણ પાર્ટીમાં સાથે આવ્યા અને સાથે જ ગયા
નિર્માતા નિતીન મનમોહન તેમની મલ્ટિસ્ટાર ફિલ્મ 'દસ'ની સિકવલ બનાવવાની તૈયારીમાં
અક્ષય કુમારે હવે ક્લિન અપ માર્શલની જવાબદારી સંભાળી
કેનેડા સરકાર ફિલ્મ સર્જક દીપા મહેતાને સર્વોચ્ચ નાગરિકી એવોર્ડથી સન્માનિત કરશે
આમિર ખાન સાથેની કેટરિના કૈફની ફિલ્મનું શૂટિંગ એક મહિના માટે લંબાયું
આદિત્ય ચોપરા, કરણ જોહર અને યુ.ટી.વી.ને 'કહાની'ની વાર્તા પસંદ પડી નહોતી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
રાષ્ટ્રપાલને નવી એફિડેવિટ કરવી પડી અને દોડધામ મચી
હિસ્ટ્રીશીટર ચંદ્રશેખરની પોલીસ સ્ટેશન પાસે હત્યા
ધો. ૧૨ની વિદ્યાર્થિની નાની બહેન સાથે ગુમ થઈ ને સુરતથી મળી
વિસનગરના પાંચ વર્ષીય 'ભોલુ'ની કરપીણ હત્યા
કુટણખાનું બંધ કરાવવાના મુદ્દે પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ
બજેટની નિરાશામાં બે દિવસમાં સેન્સેક્ષ ૪૦૩ પોઈન્ટ તૂટયોઃ રીયાલ્ટી, બેંક, પાવર શેરોમાં ગાબડાં
બજેટથી નારાજ ઝવેરીઓએ સતત ત્રીજા દિવસે વેપારો બંધ રાખી રોષ દર્શાવ્યો
વીમા ક્ષેત્રે એફડીઆઈ વધારવા સંબંધિત દરખાસ્તમાં સરકાર કદાચ પીછેહઠ કરશે
૬ વર્ષથી જુના ટેકસ કેસને રિઓપન કરી શકવાની કોઈ જોગવાઈ નથીઃ નાણાંપ્રધાન
તાતા મોટર્સ દ્વારા વાહનોની કિંમતમાં રૃપિયા ૩૫ હજાર સુધીનો વધારો
આજે શ્રીલંકા બાંગ્લાદેશને હરાવે તો જ ભારત ફાઇનલમાં પ્રવેશે
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને છ વર્ષ બાદ વન-ડેમાં પરાજય આપ્યો
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved