Last Update : 20-March-2012, Tuesday
 
 

આજે શ્રીલંકા બાંગ્લાદેશને હરાવે તો જ ભારત ફાઇનલમાં પ્રવેશે

 

બપોરે ૧.૩૦થી મેચનો પ્રારંભ ઃ બાંગ્લાદેશ જીતે તો ભારત અને બાંગ્લાદેશ બંનેના આઠ પોઇન્ટ થાય પણ, લીગ મેચમાં બાંગ્લાદેશે ભારતને હરાવ્યું હોઇ બાંગ્લાદેશ ફાઇનલ માટે હકદાર બનશે

શ્રીલંકા- બાંગ્લાદેશ વચ્ચે ૨૯ વન ડે માંથી બાંગ્લાદેશ બેમાં જ જીત્યું છે

ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ચુકેલી શ્રીલંકા માટે મેચ જીતવી પ્રતિષ્ઠા પ્રશ્ન

ઢાકા, તા. ૧૯
શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે આવતી કાલે રમાનાર એશિયા કપની આખરી લીગ મેચ પર ભારતની ટીમની અને ચાહકોની બેતાબી નજર રહેશે. ચાહકો ઇચ્છશે કે શ્રીલંકા બાંગ્લાદેશને હરાવે, કેમ કે જો બાંગ્લાદેશ શ્રીલંકાને હરાવે તો ગુરૃવારે પાકિસ્તાન સામે બાંગ્લાદેશ ફાઇનલમાં ટકરાશે. પણ, જો શ્રીલંકા બાંગ્લાદેશને હરાવશે તો ભારત પાકિસ્તાન સામે ફાઇનલ મુકાબલો રમશે.
આમ કાલે શ્રીલંકા જીતે કે હારે તેઓ તો ટુર્નામેન્ટની બહાર જ ફેંકાયેલા છે. શ્રીલંકા આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન બંને સામે હારી ચૂકયું છે.
બાંગ્લાદેશ જેવી નબળી ટીમ સામે શ્રીલંકાને તેની પ્રતિષ્ઠા જાળવવા પણ રમવું પડે તેમ છે. શ્રીલંકાએ ત્રિકોણીય જંગની ફાઇનલમાં પ્રવેશતા ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતને બહાર ફેંકયું હતું. આ વખતે શ્રીલંકા તેના હરિફને હરાવીને ભારતને ફાઇનલની ટિકિટ અપાવી શકે છે.
જો કે શ્રીલંકા ભારતના મિત્ર બનીને જીતવાનો પ્રયત્ન નહીં કરે પણ તેમની ત્રણેય મેચ હારવાની નાલેશીથી બચવા બાંગ્લાદેશને હરાવવા કટિબધ્ધ બનશે.
બાંગ્લાદેશ આમ તો શ્રીલંકાને હરાવે તેવું ૧૦માંથી એક મેચ માટે કહેવું પણ યોગ્ય નથી છતાં ભારતનો ૨૯૦ રનનો ટાર્ગેટ ઝીલીને તેઓએ હરાવ્યું હોઇ તેઓની આત્મશ્રધ્ધા વધી હશે.
બાંગ્લાદેશ તેના ઘરઆંગણાની પીચ પર અને અતિ ઉત્સાહી પ્રેક્ષકો વચ્ચે રમવાનું હોઈ શ્રીલંકાને હરાવી બીજો અપસેટ ના જ સર્જી શકે તેવું પણ માનવાની જરૃર નથી.
બાંગ્લાદેશ માટે સૌથી મોટું પ્રેરક બળ એ હશે કે તેઓ શ્રીલંકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશી શકે તેમ છે.
જો બાંગ્લાદેશ શ્રીલંકાને હરાવશે તો ભારત અને બાંગ્લાદેશ બંનેના ત્રણ લીગ મેચમાંથી બે વિજય સાથે ૮-૮ પોઇન્ટ થશે. સમાન પોઇન્ટની સ્થિતિમાં લીગ મેચમાં જે ટીમ જીતી હોઇ તે ફાઇનલ માટે હક્કદાર બનશે તે જોતા લીગ મેચમાં બાંગ્લાદેશે ભારતને હરાવ્યું હોઇ બાંગ્લાદેશ ફાઇનલમાં પ્રવેશશે.
ખરેખર તો છેલ્લા વર્ષમાં શ્રીલંકાનો દેખાવ ભારત, પાકિસ્તાન કે ઓસ્ટ્રેલિયા કરતા પણ સારો રહ્યો છે. પણ નિર્ણાયક તબક્કે તેઓ હાર્યા છે. શ્રીલંકાએ જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકાને બે વનડેમાં હરાવ્યું છે. ત્રિકોણીય જંગમાં તેઓએ ઓસ્ટ્રેલિયાને ચાર વખત હરાવ્યું હતું. આ જોતા તેઓ આ એશિયા કપની ફાઇનલમાં પ્રવેશી ના શકયા તે જ તેઓ માટે નિરશાજનક બાબત હતી.
ત્રણ કે વધુ ટીમો ભાગ લેતી હોય તેવી આ ટુર્નામેન્ટોમાં બાંગ્લાદેશે ભાગ લીધો છે તેમાંથી બે જ વખત તેઓ ફાઇનલમાં પ્રવેશ્યા છે. એક પણ ટુર્નામેન્ટ જીત્યા નથી.
બાંગ્લાદેશનો ફાસ્ટ બોલર સઇફુલ ઇસ્લામ ખભાની ઇજાને કારણે અનફિટ જાહેર થયો છે. અબ્દુલ હશન તેના સ્થાને રમશે.
શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે ૨૯ વન ડે રમાઈ છે જેમાંથી બાંગ્લાદેશ માત્ર બે જ વન ડે જીત્યુ છે. આ બે વિજય ફેબુ્રઆરી ૨૦૦૬ અને જાન્યુઆરી ૨૦૦૯માં નોંધાયા છે.
બંને ટીમો ઃ
શ્રીલંકા ઃ જયવર્દને (કેપ્ટન), દિલશાન, સંગાકારા (વિકેટ કિપર), ચંડીપાલ, થીેરિમાને, થારંગા, મહારૃફ, કુલાસેકરા, પ્રસન્ના, મલિંગા, એરાન્ગા, લકમલ.
બાંગ્લાદેશ ઃ ઇકબાલ, નઝીમુદ્દીન, ઇસ્લામ, હોસેન, અલ હસન, રહીમ (કેપ્ટન અને વિકેટ કીપર), મહમુદુલ્લાહ, મોર્તઝા, રઝાક, હોસેન, એસ. હોસેન

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાંગ્લાદેશ દ્વારા ત્રિપુરાના મુખ્યમંત્રીના સન્માનનો વિવાદાસ્પદ નિર્ણય
કેન્દ્ર સરકારમાં સપા જોડાવાની શક્યતાને મુલાયમે નકારી
રાજ્ય સરકાર વેટ જતો કરશે તો ગોવામાં પેટ્રોલ ૧૧ રૃા. સસ્તું
કાશ્મીરમાં યુધ્ધવિરામનો ભંગ કરીને પાકનો બેફામ ગોળીબાર
વીજળીના વાયરોની ખામીઓ હવે અદ્યતન રોબો શોધશે
સની દેઓલ પહેલી જ વાર ફિલ્મમાં 'ડબલ રોલ'માં દેખાશે
વિદ્યા બાલન સાથે કામ કરવાની આમિરની ઇચ્છા
રણબીર કપૂર અને દીપિકા પદુકોણ પાર્ટીમાં સાથે આવ્યા અને સાથે જ ગયા
નિર્માતા નિતીન મનમોહન તેમની મલ્ટિસ્ટાર ફિલ્મ 'દસ'ની સિકવલ બનાવવાની તૈયારીમાં
અક્ષય કુમારે હવે ક્લિન અપ માર્શલની જવાબદારી સંભાળી
કેનેડા સરકાર ફિલ્મ સર્જક દીપા મહેતાને સર્વોચ્ચ નાગરિકી એવોર્ડથી સન્માનિત કરશે
આમિર ખાન સાથેની કેટરિના કૈફની ફિલ્મનું શૂટિંગ એક મહિના માટે લંબાયું
આદિત્ય ચોપરા, કરણ જોહર અને યુ.ટી.વી.ને 'કહાની'ની વાર્તા પસંદ પડી નહોતી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
રાષ્ટ્રપાલને નવી એફિડેવિટ કરવી પડી અને દોડધામ મચી
હિસ્ટ્રીશીટર ચંદ્રશેખરની પોલીસ સ્ટેશન પાસે હત્યા
ધો. ૧૨ની વિદ્યાર્થિની નાની બહેન સાથે ગુમ થઈ ને સુરતથી મળી
વિસનગરના પાંચ વર્ષીય 'ભોલુ'ની કરપીણ હત્યા
કુટણખાનું બંધ કરાવવાના મુદ્દે પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ
બજેટની નિરાશામાં બે દિવસમાં સેન્સેક્ષ ૪૦૩ પોઈન્ટ તૂટયોઃ રીયાલ્ટી, બેંક, પાવર શેરોમાં ગાબડાં
બજેટથી નારાજ ઝવેરીઓએ સતત ત્રીજા દિવસે વેપારો બંધ રાખી રોષ દર્શાવ્યો
વીમા ક્ષેત્રે એફડીઆઈ વધારવા સંબંધિત દરખાસ્તમાં સરકાર કદાચ પીછેહઠ કરશે
૬ વર્ષથી જુના ટેકસ કેસને રિઓપન કરી શકવાની કોઈ જોગવાઈ નથીઃ નાણાંપ્રધાન
તાતા મોટર્સ દ્વારા વાહનોની કિંમતમાં રૃપિયા ૩૫ હજાર સુધીનો વધારો
આજે શ્રીલંકા બાંગ્લાદેશને હરાવે તો જ ભારત ફાઇનલમાં પ્રવેશે
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને છ વર્ષ બાદ વન-ડેમાં પરાજય આપ્યો
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved