Last Update : 20-March-2012, Tuesday
 

કિચન ચકચકિત રાખવાના કીમિયા

 

રસોઇ કરતી વખતે થોડું ઘણું ખાદ્યધાન રસોડામાં નીચે કે પ્લેટફોર્મ પર પડતુ ંહોય છે જેનાથી લાદી ચીકણી થઇ જાય છે. અને તેના પર ચાલવાથી પગ ચોંટે છે.
કિચનને ટીપટોપ રાખવાના સરળ ઉપાયો ઃ
રસોઇ બનાવતા પહેલા તથા પછી ચૂલાને સાફ કરવાની આદત રાખવી. ચૂલાને લૂછવા માટે અલગ સ્વચ્છ કપડું હોવું જરૂરી છે.
પરિવારના દરેક સભ્યને જમ્યા બાદ ખાધેલી થાળી કે પ્લેટ સિન્કમાં રાખવાની આદત પાડવીએટલું જ નહીં સિન્કમાં રાખેલા વાસણોને ધોેતા પહેલાં તેમાંથી એંઠવાડ કાઢવો જરૂરી છે જેથી સિન્કની પાઇપમાં કચરો ભરાઇ ન જાય.એઠા વાસણોને રાખવા માટે સિન્કની બાજુમાં એક ટેબલ રાખી શકાય અથવા તો એક મોટા ટબમાં એંઠા વાસણો રાખવા જેથી સિન્કમાં એંઠવાડ પડવાની શક્યતા ન રહે. એંઠા વાસણો લાંબા સમય સુધી એમ જ પડ્યા રહેવાના હોય તો તેમાં પાણી નાખીને રાખવા અથવા તો સાદા પાણીથી વીછળીને રાખવા.
રસોડામાં રોજના વપરાશમાં આવતા વિદ્યુત ઉપકરણોને કેબિનેટમાં વ્યવસ્થિત રાખવા. જેથી રસોડાનું પ્લેટફોર્મ મોટું દેખાય અને વિદ્યુત ઉપકરણો પણ સ્વચ્છ રહે.
રસોઇ બનાવતી વખતે ખાદ્ય પદાર્થો ઢોળાયા હોય તો તરત જ સાફ કરવા. ખાતી વખતે જમીન પર કે ડાઇનંિગ ટેબલ પર ઢોળાયુ ંહોય તો તરત જ લૂછી નાખવું. પરિવારના એક સભ્યને આ કામ સોંપી દેવું.
શાક સમારવાના ચાકુ તેમજ માખણ લગાડવાના બટર નાઇફનો ઉપયોગ કર્યા બાદ તરત જ ધોઇ નાખવા.
બિસ્કિટ, સુકા નાસ્તા વગેરેના પેકેટને બંધ ડબામાં રાખવા અને ડબા કિચન કેબિનેટમાં રાખવા. જેથી ઝીણા વાંદા કે જીવડાં તેના પર ફરે નહીં.
શાક અને ફળને સમારીને તેની છાલ ડસ્ટબિનમાં નાખવી જેથી કિચન સાફ રહે અને તેના પર મચ્છર-માખી બેસે નહીં.
દાળ,મસાલાના ડબ્બા, લોટના ડબામાં રાખેલી વસ્તુ ખલાસ થઇ જાય તો ધોઇને તડકામાં સુકવીને નવું ભરવું.
રસોઇ અને જમ્યા બાદ રસોડામાં તેમજ ડાઇનંિગ રૂમમાં ફિનાઇલનું પોતુ ંકરવું.
રસોડું, કિચન પ્લેટફોર્મ તેમજ વાસણ ધોવાનો સાબુ ઉચ્ચગુણવક્તા યુક્ત હોવો જોઇએ જેથી સિન્કમાં પાવડર ચોંટી ન જાય તેમજ વાસણો તથા રસોડું ચીકણું ન રહે.
કિચન કેબિનેટ તેમજ રસોડાના પ્લેટફોર્મના ખાના મહિને એકાદ વાર લૂછવા.
સુરેખા

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved