Last Update : 20-March-2012, Tuesday
 

તડકા સામે ત્વચા-રક્ષણ

 


ઉનાળાની કાળઝાળ ગરમી તથા આકરા સૂર્યના કિરણોને કારણે ત્વચા બળી જાય છે તેમજ અકાળે ઝાંય પડે છે. પરસેવાથી તરબતર થયેલી ત્વચા પરના રોમછિદ્રો બંધ થઇ જાય છે. જેથ ીત્વચા પર અળાઇ, ઝીણી-ઝીણી ફોડલીઓ ઉપસી આવે છે.આ કષ્ટપ્રદ હોવાની સાથેસાથે ત્વચાને ખરાબ અને ગંધ મારતી કરે છે.
શરીરની પૂર્ણ સફાઇ જરૂરી
ગરમીની ૠતુમાં શરીરની પૂર્ણ સફાઇ રાખવી આવશ્યક છે. દિવસમાં ઓછામાં ઓછા બે વખત સ્નાન કરવું. ગરમીમાં મેડિકેટેડ સાબુનો ઉપયોગ કરવો વઘુફાયદાકારક છે. સ્નાન બાદ શરીરને લૂછી સુગંધી પાવડર અથવા તો કોલનવોટર લગાડવુ ંજેથી શરીરમાંથી ભીની-ભીની સુગંધ આવતી રહે. શરીરના ગુપ્તાંગો તેમજ બગલમાં ‘એન્ટીપર્સપરન્ટ’નો ઉપયોગ કરવો. જેથી પરસેવો તથા તેની ગંધથી છૂટકારો મળશે.
અણવાંચ્છિત વાળ દૂર કરવા જરૂરી
સ્નાન બાદ શરીરે સ્પ્રે કરવું જરૂરી છે. પગમાં પરસેવો થતો હોય તો સુગંધિત ટેલ્કમ પાવડર લગાડવો.હથેળી તેમજ આગળીઓની વચ્ચે પણ સ્પ્રે કરવું અથવા તો પાવડર લગાડવો. આ જ રીતે ધૂંટણના પાછલા ભાગ અને ગરદનમાં સ્પ્રે કરવું જેથી તાજગી અનુભવાશે. હાથ-પગ તથા બગલના અણવાંચ્છિત વાળ દૂર કરવા જેથી ગરમી ઓછી અનુભવાશે તેમજ ફંગસ થવાની શક્યતા ઓછી થશે. ઘણી મહિલાઓને સાથળના ભાગમાં તથા ગુપ્તાંગોમાં ગરમીમાં ખંજવાળની ફરિયાદ હોય તો બોરિક પાવડર લગાડવાથી પણ રાહત થાય છે.
ત્વચાની દેખભાળ
ઉગ્ર ગરમીને કારણે ત્વચા બળી જતી હોય છે, જેનાથી ત્વચા પર લાલ રંગના ચકામા પડી જાય છે.જેને ‘સનબર્ન’ કહેવાય છે. આ ચકામા પર ખંજવાળ આવે છે અને ઉપરનું પોપડું નીકળી જાય છે જેનાથી શરીર ખરાબ દેખાય છે. સનબર્ન ન થાય માટે શરીરે વેસલિન, જૈતૂનનું કેલ અતવા ઉચ્ચગુણવક્તાયુક્ત કોલ્ડક્રીમ લગાડવું.તડકામાં બહાર નીકળતી વખતે ત્વચા પર સનસસ્ક્રીન લોશન લગાડવુ ંભૂલવું નહીં.સનબર્નની તકલીફ વધી જાય તો ત્વચા નિષ્ણાંતની સલાહ લેવી.તડકામાં બહાર જતી વખતે શક્ય હોય તેટલું શરીર ઢાંકવુ ંજેથી તડકાથી ત્વચાને રક્ષણ મળે.
અઠવાડિયે એક વાર બાફ લેવી
ઉનાળાની ૠતુમાં શરીરમાં તૈલીગ્રંંથિઓ સર્વાધિક સક્રિય થતી હોવાથી ત્વચા વઘુ પડતી ચીકણી થઇ જાય છે. તેથી અઠવાડિયે એક વાર બાફ લેવી. જો ત્વચા શુષ્ક હોય તો દસ-પંદર દિવસે એક વાર વરાળનો શેક લેવો. ચહેરા પર પરસેવો વઘુ વળતો હોય તો એસ્ટ્રિજન્ટ લગાડવું.
દિજીતા

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved