Last Update : 20-March-2012, Tuesday
 

રોજ થોડીક શારીરિક ખેંચતાણ સ્ફૂર્તિદાયક છે

વ્યાયામ જીવનનું એક મહત્ત્વનું અંગ છે. વ્યાયામનો સીધો અર્થ છે શરીરને સક્રિય રાખવું અથવા શરીરના દરેક અંગને વ્યવસ્થિત રીતે ચલાવવું જેથી શરીરની ક્રિયાશીલતા જળવાઈ રહે, સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય, સ્ફૂર્તિ અને જીવન પ્રત્યે સ્વીકારાત્મક અભિગમ પણ જળવાઈ રહે. તમારે તમારા કામના પ્રકાર અને શારીરીક બાંધાને ઘ્યાનમાં રાખીને વ્યાયામ કરવો જોઈએ. રોજંિદી કસરતોમાં એવી કસરતો કરો જેમાં શરીરના નીચલાં અંગો એટલે જાંઘો અને નિતંબો પર વધારે જોર પડતં હોય જેથી કે ચાલવું, દોડવું, સાઈકલ ચલાવવી વગેરે. જે દિવસે તમે બહુ કામમાં હો તો દિવસે વ્યાયામ બે ભાગોમાં વહેંચી નાખો. થોડો સવારે અને થોડો સાંજે એમ વાર વ્યાયામ કરવો.
જે લોકો નિયમિત વ્યાયામ કરે છે તેમના મતે તેઓ વ્યાયામ છોડી દે તો તેમને શરીરમાં શિથિલતા આવી ગઈ હોય તેવું લાગે છે. આથી જ વધારે શ્રમ કરતા લોકો વધારે ચુસ્ત અને સ્ફૂર્તિલા લાગે છે.
હાથ-પગ ગતિશીલ રહેવાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે. જો શરીર સ્વસ્થ હશે તો મન પણ શાંત રહેશે. વ્યાયામ શરીરને વ્યવસ્થિત કામ કરાવતી પ્રક્રિયા છે જે નાની-મોટી દરેક વ્યક્તિ માટે જરૂરી છે.
ચાલવું એ સૌથી સરળ અને સારો વ્યાયામ છે. એથી ઊર્જા તો બળે જ છે સાથે સાથે બ્લડપ્રેશર અને હૃદયના ધબકારા પણ કાબૂમાં રહે છે. સવાર-સાંજ ચાલવા જવાથી શરીરમાં તાજગી રહે છે. એથી ચિડિયાપણું દૂર થાય છે અને ગુસ્સા પર કાબૂ રહે છે. ચાલતી વખતે હંમેશા સામે જૂઓ. પગ, પીઠ અને કમરને સીધાં રાખો. ચાલતાં ચાલતાં એકદમ નીચા ન નમો. જો તમારી પાસે સમયની કમી હોય અને તમે એમ પણ ઈચ્છતા હો કે શરીર સ્વસ્થ રહે તો એ માટે વ્યાયામ તરીકે ઈન્ટરવલ ટ્રેનંિગ (ચાલવું, દોડવું કે સાઈક્લંિગ) અપનાવો, એટલે કે વધારે વાર સુધી અને ઝડપથી વ્યાયામ કર્યા પછી ફરીથી ધીમી ગતિએ થોડો વ્યાયામ કરો. આ ક્રમ બદલતાં રહો. એથી દર મિનિટે વધારે કેલરી ખર્ચાય છેો. અને વ્યાયામના સમય દરમિયાન મેટાબોલિક રેટ (ચયાપચયનું પ્રમાણ) વધેલો રહે છે. પછી ચરબી પણ જલદી ઓગળતી રહે છે.
વિશેષજ્ઞોના મતે વ્યાયામની ઈન્ટરવલ ટ્રેનંિગમાં ત્રીસ મિનિટના વ્યાયામમાં પહેલા દસ મિનિટ સુધી ધીરે ધીરે વ્યાયામ કરો. પછી ઝડપ વધારતા જાવ. થોડી વાર પછી ઝડપ ઓછી કરતા જાવ. જેથી શ્વાસની ગતિ સામાન્ય સ્થિતિમાં આવી જાય. એક મિનિટ સુધી આવી જ સ્થિતિમાં રહ્યા પછી ફરી એક મિનિટ સુધી ઝડપ વધારી દો. વ્યાયામ પૂરો થાય ત્યાં સુધી આવી રીતે ઝડપ વધારતા અને ઘટાડતા રહો.
બને એટલું વધારે ચાલો. પગથિયાં ચડવાં એ પણ સારો વ્યાયામ છે. શ્રમ કરવાથી શરીરના બધા સ્નાયુઓ સ્થિતિસ્થાપક અને મજબૂત બને છે. વ્યાયામ કરવાથી શરીરની ચરબી ઓગળે છે જેથી કાર્યક્ષમતા વધે છે.
સ્ટ્રેચ વ્યાયામ અથવા શરીરને તાણવાના વ્યાયમ શરૂ કરતાં પહેલાં પાંચ મિનિટ સુધી શરીરને ખેંચાવાનો વ્યાામ કરો, જેથી સાંધા અને સ્નાયુઓ થોેડા છૂટા પડે એ માટે ઝડપથી ઉઠવું-બેસવું, જમણી-ડાબી બાજુ નમવું, નમીને પગાં અંગૂઠાને અડકવું વગેરે કરો.
વ્યાયામ પૂરો કર્યા પછી શરીરને સામાન્ય સ્થિતિમાં લાવવું જરૂરી છે. ધીરે ધીરે ફરવા અથવા દોડવાથી આવું કરી શકાય છે.
કેટલાક સ્ટ્રેચ વ્યાયામ આ પ્રમાણે છે ઃ
- બંને હાથને માથા પર લઈ જઈ હથેળઓ ભેગી કરો. બંને હાથની કોણીઓએને માથાની પાછળ વાળીને એક બાજુ નમો. આ સ્થિતિમા વીસ સેકન્ડ સુધી રહો. હવે બીજી બાજુ નમીને આ ક્રિયા ફરી કરો. ઘ્યાન રાખો કે ધૂંટણ વળે નહીં.
- જમીન પર ચત્તા સૂઈ જમણાં ધૂંટણને છાતી સુધી લાવ પછી ધુંટણને ડાબા ખભા તરફ લઈ જવાનો પ્રયત્ન કરો. બંને ધૂંટણથી વારાફરતી વીસ સેકન્ડ સુધી આ વ્યાયામ કરો. એથી નિતંબના સ્નાયુઓ ખેંચાશે.
- બંને પગ વાળીને જમીન પર સૂઈ જાવ. એક પગને ઉપરની બાજુએ લાંબા કરો. પછી ધૂંટણને છાતી પાસે લાવો. ત્રણ સેકન્ડ સુધી આ સ્થિતિમાં ધુંટણ વાળી રાખો. હવે એ પગને જમીન પર ટેકવી બીજા પગથી આ ક્રિયા ફરીથી કરો. આ વ્યાયામ ધીરે ધીરે કરો. ધૂંટણ વાળતી વખતે આંચકો ન લાગે તેનું ઘ્યાન રાખો.
આ સ્ટ્રેચ વ્યાયામથી શરીરનો બાંધો સુધરે છે. શરીરને ખેંચતા રહેવાથી માથા, ખભા અને પેટના સ્નાયુઓ મજબૂત થાય છે. અંગ સીધાં રહે છે અને જલદી ઢીલા નથી પડી જતાં.
શરીરને ખેંચશો નહીં કે યોગ્ય વ્યાયામ નહીં કરો તો શરીર અશક્ત થઈ વાકું વળી જશે.
ઈશિતા

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved