Last Update : 20-March-2012, Tuesday
 

સંતોષપ્રદ શયનસુખની સપ્તપદી

 પથારીમાં સ્ત્રી-પુરુષ વચ્ચેની પ્રેમલીલાના પ્રારંભ પૂર્વે બંનેની ઘણી મુંઝવણભરી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આવી નાજુક પરિસ્થિતિમાં પણ ઘણા પુરુષો પોતાના પુરુષત્વનો અને પુરુષત્વના પરાક્રમનો ખોટો ખાંપો રાખતા હોય છે. તો ઘણા સંજોગોમાં પરિસ્થિતિ અને પુરુષની પરવશતાનો લાભ લઈ ઘણી સ્ત્રીઓ પણ પોતાના નાઝ નખરાં ઉપાડવા માટે પુરુષોને લાચાર કરતી હોય છે. ઘણા પુરુષો સ્ત્રીને હંફાવી દેવાની હોંશ રાખતા હોય છે અને તે માટે સ્ત્રીની પરમાનંદની પરાકાષ્ટાની માત્રાને મર્યાદાહીન બનાવવા તમામ માઘ્યમો અને સાધનોનો ઉપયોગ કરવામાં સંકોચ કે સૂગની અનુભૂતિ કરતા નથી. તો સ્ત્રીઓ પણ પોતાના પુરુષને સંતોષ સુખથી સૌભાગ્યશાળી બનાવતા પહેલાં પ્રકૃતિએ આપેલા તમામ શસ્ત્રોનો ઉપયોગ કરવામાં ગૌરવ અનુભવે છે. તેમ છતાં પોતાના પુરુષની ઉપર પ્રભુત્વ કે તેના અહમ ઉપર આધિપત્ય જમાવ્યા વિના તેને કેવી રીતે તમારા સંકલ્પબની સેક્સી સૂચનાઓ આપવી તેના રહસ્યો છતાં કરવામાં આવ્યા છે. લાંબા સમયની પ્રતીક્ષા બાદ થયેલા લગ્નને પરિણામે પુરુષની અધિરાઈનો અંત આવી જાય છે. અને તે ઘણીવાર હતાશ થઈ આત્મવિશ્વાસ પણ ગુમાવી બેસે છે અને તેનું પરિણામ પથારીમાં પ્રત્યક્ષ થવા પામે છે એવું પણ બને છે કે બિચારો તમને પરમાનંદમાં રસતરબોળ દેનારાં કેન્દ્ર બિન્દુઓની ભૂમિકા જ ભૂલી જાય. જો તમારી મનોવૃત્તિ અને મનોભાવના વ્યક્ત કરવામાં વિલંબ કરશો તો પુરુષ તો એમ જ નિષ્કર્ષ કાઢશે કે બઘું સાફસૂથરું અને હેમખેમ પાર પડી રહ્યું છે. કારણ કે તમારા બોરડીના બોર ઝૂડવા કઈ ડાળી હલાવવી એ સંકેત આપવાનું તમને ભારે પડે છે અથવા તો પથારીના પરાક્રમમાં પરાજીત થયો છે એવી છાપ તેનો ઉપર ઉપસાવવાનો તમને ભય લાગે છે. સત્ય તો એ છે કે તમને જે જોઈએ છે તમે માંગો. સાન્નિઘ્ય, સહચર્ય, સહવાસ, સંબંધ,, સંપર્ક અને સ્પર્શના પરિણામો સ્ત્રીની તમામ મનોકામનાઓને ઉત્તેજીત કરવામાં સફળતા પુરુષના પુરુષત્વને પારસમણીની પ્રાપ્તિ જેટલું સુખ પ્રદાન કરે છે. કારણ કે તે જાણે છે કે બદલામાં તેને પણ અપાર સુખની સંપત્તિ ભોગવવાનું સદ્‌ભાગ્ય મળવાનું છે.
પથારીમાં પરમાનંદ પ્રાપ્ત કરવાનાં સાત સઘ્ધર સૂચનોેનો સથવારો સદા સાચવી રાખશો.
૧. શારીરીક પ્રેમ વ્યક્ત કરવાની પુરુષની પ્રત્યેક ક્રિયાનું અનુકરણ કરો. સ્પર્શ, આલંિગન, ચુંબન આળપંપાળ, વ્હાલ કરવાની વૃત્તિ વિ. ને યથાયોગ્ય પ્રતિસાદ આપી આ જ ક્રિયાઓનું પુનરાવર્તન કરો અને ફરીવાર બીજા તબક્કામાં આ તમામ ક્રિયાઓ કરવાની તમે પહેલ કરશો તો તેમાં અહમને ઠેસ પહોંચવાની પ્રતિક્રિયાને કોઈ સ્થાન નથી. તમારી પહેલનો બમણો પ્રતિસાદ મેળવવાની આ એક યુક્તિ-પ્રયુક્તિ છે. આમાંથી જે આનંદની અનુભૂતિ થશે તે જોતાં પછી ભવિષ્યમાં આ ક્રિયાઓ માટે જો જો તમને જ તેને પહેલ નહિ કરવા દો.
૨. કામોત્તેજક ફિલ્મ, મેગેઝીન, તસવીરો બતાડવામાં સંકોચ થાય તો તેની નજરમાં આસાનીથી ચડે તેવા સ્થળોએ મુકશો. તો તે પોતે જ તમને સામે ચાલીને તે જોવામાં અને બાદમાં અમલમાં મૂકવામાં સહભાગી થવાનું સ્વયં આમંત્રણ આપશે. એ જ રીતે તમે તેની પાસે જે કરાવવા ઈચ્છતાં હો તેને સંકેતરૂપી સાધનો તેના માથે હાથવગા રાખશો તો તેની નજરે પડતાં કે તેના હાથમાં આવતાં જ તેનો અમલ કરવાનો આગ્રહ સાથે જ આક્રમણ કરવા પ્રેરીત થશે.
૩. સ્પર્શના સુખમાં સાધન રૂપ સ્થાનોને સંવેદનશીલ બનાવવામાં આલિગનની ભૂમિકા આગવી હોય છે. તેમ છતાં તેનો હાથ તે સ્થાનોના સ્પર્શ માટે સંકોચ અનુભવે તો તોેના હાથને તમરાા હાથની મદદ આપી તે સ્થાને સ્થિર કરાવો. સમય જતાં તેની હથેળી અને આંગળીના ટેરવા આપોઆપ જ કાર્યરત થઈ જશે. પુરુષ માટે યોનિપ્રદેશ, યોનિપટલ અને યોનિમાર્ગ લખનૌની ભૂલભૂલૈયા જેટલો જ જટિલ અને ગુંચવણભર્યો છે. આ પ્રદેશને પારખવામાં અને પરિચિત થવામાં તેને તમારી સહાયની આવશ્યક્તા છે. પરિણામે આવી પડેલા આક્રમણને આવકારો અને સહર્ષ સ્વીકારો.
૪. સ્ત્રીના શરીરમાં ગરદન, ગાલ, હોઠ, સ્તન, કમર, નિતંબ, સાથળો અને માઉન્ટ ઓફ વિનસ (પ્રેમની દેવીનોે દિવ્ય દરબાર) તેના શસ્ત્રાગરનો અષ્ટ શસ્ત્રો અને શક્તિના સાદનો છે. આ શસ્ત્રો અને શક્તિઓ સાથેની સ્ત્રીની શરણાગતિને સિઘ્ધ કરવાનું પુરુષનું એકમાત્ર શસ્ત્ર તેનતું પુરુષત્વ છે. સ્ત્રીને માટે તેનો પરિચય અને પ્રયોગ પારસમણીના સ્પર્શ જેવો છે. પુરુષના પુરુષત્વને પડકારવા કરતાં તેને પ્રતિસાદ આપવો એ પ્રસન્નતાનું પ્રથમ સોપાન છે.
૫. પુરુષ પ્રત્યે સદા સુખ, સંતોષ અને સ્પંદન અભિલક્ષી અભિગમ અપનાવશો. પુરુષને સ્ત્રીની ગરજ હોય છે એવા સંકલ્પનું સેવન કદાપિ ન કરશો. તમારા નાઝ, નખરાં, હઠાગ્રહ એ દુરાગ્રહનેે સહન કરવા પુરુષ સંપૂર્ણ સક્ષમ હોય છે. તો તેના એ સદાચારની કસોટી કરવાનું સાહસ કરશો નહીં. જો કે પુરુષ સ્ત્રીની સર્વે સેવાઓની અપેક્ષા રાખતો હોય છે તો પણ સંતેોષ આપવામાં સ્ત્રીની સમર્પણ ભાવનાથી તે વાકેફ હોય છે અન તેથી જ પુરુષ સ્ત્રીને સર્વસ્વ સોંપવાનું સાહસ કરવામાં વિચારાધીન બનતો નથી. તેમ છતાં આવી સેવા અભિલક્ષી અભિગમની સફળતાનો આધાર પથારીની પ્રવૃત્તિ અને પ્રક્રિયાના પ્રારંભ ઉપર નિર્ભર છે.
૬. સ્ત્રીએ પોતાની સહેલીઓના પુરુષોએ પથારીમાં કેવાં કેવાં પરાક્રમો કર્યાં છે તેનાં પ્રકરણોનું વર્ણન કરવું નહિ. તેમણે જે જે પરાક્રમો કર્યાં હોય તેને તેમની પથારી પૂરતાં જ મર્યાદિત રહેવા દેશો. આ પરાક્રમો તમારી પથારીમાં પગપેસારો ન કરે તેની ખાસ સાવચેતી રાખશો. તમારી સહેલીનું સુધાપાન તમારા માટે વિષપાન પુરવાર થઈ શકે છે. પથારીના પરાક્રમમં અનુરણને કોઈ અવકાશ નથી. દરેક સ્ત્રી પુરુષ માટે આ પરાક્રમ આગવું, અનન્ય, પૂર્વાપ્રેક્ષિત હોય છે.
૭. પ્રણયલીલા દરમિયાન સંક્ષિપ્તમાં કહીએ તો ‘હાજી’ અને ‘નાજી’ નું અસ્તિત્વ જ અસ્થાને છે. તમારો પુરુષ ધુંટણે ન પડે તો ભલે ન પડે તમે ધુંટણે પડો. એ તમારી પાસે ન આવે તો ભલે ન આવે. તમે તેની પાસે જાવ. એ પહેલ ન કરે તો કાંઈ નહિ. તમને તો પહેલ કરતાં આવડે છે ને? તમે ભલે પહેલ કરો પરંતુ તમારી ચરમસીમાની ચાવી તો તેના હાથમાં છે. અંતિમ આનંદની આરાધના ઉભયના આલિગંન, અસ્તિત્વના એકીકરણ અને આત્મસમર્પણમાં સમાયેલી છે.
ભાવિકા

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved