Last Update : 20-March-2012, Tuesday
 

નરગિસ ફખ્રીની સુંદરતાનું રહસ્ય


૧૬ વરસની વયથી જ નરગિસ ફખ્રીએ એક સુપર મોડેલની લોકપ્રિયતા મેળવી હતી. અને તેથી જ તે પોતાના કદ-કાઠી પ્રત્યે કારકિર્દીની શરૂઆતથી જ ઘ્યાન આપી રહી છે. ૩૧ વરસની વયે નરગિસે બોલીવૂડમાં પદાર્પણ કર્યું અને રણબીર કપૂર સાથે ‘રોકસ્ટાર’માં કામ કર્યું.પરંતુ ફિલ્મની સફળતાના ભાગ રૂપે નરગિસને ત્યાર બાદ ફિલ્મોની ઓફરો મળતી નથી. પરંતુ નરગિસ તેના ‘ફિગર’ને કારણે લોકોમાં આકર્ષણ જમાવી રહી છે તે વાતમાં પણ શંકા નથી.
નરગિસને તેના ફિટનેસ મંત્ર વિશે પૂછતાં તેણે જણાવ્યું હતું કે, મને ડાન્સ બહુ જ પ્રિય છે. નૃત્યથી હું મારી જાતને ‘ફિટ અને હેલ્ધી’ રાખું છું. ‘ઝુમ્બા, યોગ અને સ્વિમંિગ એ મારા હંમેશાના ફેવરિટ રહ્યા છે. મને વ્યાયામ કરતાં પણ આ બધામાં વધારે આનંદ આવે છે.
હોઠને આકર્ષક બનાવવા નરગિસ ટિપ્સ આપતાં કહે છે કે, થોડી સાકર લઇ ક્રીમ સાથે હોઠ પર હળવે-હળવે સાકર ઓગળે ત્યાં સુધી રગડવું. ઊચ્ચગુણવક્તાયુક્ત લિપ બ્લામ લગાડવાથી પણ હોઠની ત્વચા મુલાયમ થાય છે. વાળની કાળજી માટે નરગિસ કહે છે કે, મારા વાળ મારા માટે હંમેશા મહામૂલ્ય રહ્યાં છે. હું એવા વ્યવસાય સાથે જોડાયેલી છું જ્યાં વાળ સાથે વિવિધ પ્રયોગો થતા હોય છે જેનાથી વાળને હાનિ પહોંચવાની પૂરી શક્યતા હોય છે. તેથી જ હું મારા વાળની કાળજી રાખવા નિયમિત ગરમ તેલથી મસાજ કરું છું અને વાળને ‘ડિપ કંડિશનંિગ’ કરું છું.
પોતાની સુંદરતા વિશે નરગિસ ફખ્રી કહે છે કે , હું મારા ત્વચાની કાળજી માટે ઓર્ગેનિક સોંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરું છું. ‘‘ હું પુષ્કળ નાળિયેર પાણી પીઉં છું. જેથી મૂત્ર વાટે મારા શરીરમાંના ઝેરી પદાર્થો બહાર નીકળી જાય. હું શૂટંિગ નથી કરતી ત્યારે મેકઅપ ન કરીને ત્વચાને શ્વાસ લેવા દઉં છું. ત્વચા પર અકાળે કરચલી ન પડે તેમજ ત્વચા મુલાયમ રાખવા એલોવીરા ફાયદાકારક છે તે હું સારી રીતે જાણું છું અને તેથી તેનો ઉપયોગ પણ કરું છું.
સ્ટાઇલ વિશે વાત કરતાં નરગિસ કહે છે કે, મારા મતે ટ્રેન્ડને આંધળું અનુકરણ ન કરતા કદ.કાઠી, વાનને શોભે તેવા તેમજ આરામદાયક પોશાક પર જ પસંદગી ઊતારવી ડહાપણ ભરેલું છે.
મીનાક્ષી

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved