Last Update : 20-March-2012, Tuesday
 
‘માસિક ધર્મ’સ્ત્રીના યૌવનપ્રવેશનું પરથમ પગલું
 


કિશોરી અવસ્થામાં યૌવનાવસ્થાના દ્વાર ખડખડાવતી અને ઉછળતી કુદરતી ભાવક કિશોરીને જ્યારે પોતાન ા શરીર ર વિશેષ પરિવર્તન નજરે આવે છે, ત્યારે તેનામાં ભય મિશ્રિત શરમાળપણાની ભાવના જાગૃત થાય છે. આ અવસ્થામાં શરીરની એક પ્રાકૃતિક ઘટના ‘‘માસિક ધર્મ’ પ્રાયઃ કિશોરીમાં ભય ઉત્પન્ન કરે છે અને તે અજ્ઞાનતાન વશ તેને શરીરનો ેક ભયંકર રોેગ માની બેસે છે.
એક તો લોહી જોતાં જ સામાન્ય રીતે આ ઉંમરમાં ભય ઉત્પન્ન થાય અને તે પણ જ્યારે ગુપ્ત ભાગમાંથી વહે ત્યારે તો આ વિષયથી અજાણ-અનભિજ્ઞ કિશોરી ભયાતુર થઈ જાય એ સ્વાભાવિક જ છે. કારણ કે લોહી એક એવા સ્થાનેથી વહે છે કે જેને હંમેશા આવરણમાં રાખવામાં આવે છે એટલે કિશોરી પોતાનાથી મોટી ઉંમરની સ્ત્રી પાસે આ વિષે છૂટથી કંઈ પૂછી પણ નથી શકતી. અને એક ગભરાયેલી હરણી જેવી માનસિક રીતે ભયભીત અને વિહ્‌વળ રહે છે. કેટલાંક સંયુક્ત કુટુંબોમાં પોતાનાથી મોટી બહેન કાકાની દીકરી, ફૈબા કે ભાભીઓ જ કિશોરાવસ્થામાં પગ માંડતી કિશોરીને આ વિશે પૂરી સમજણ પાડી દે છે પરંતુ આજકાલ સંયુક્ત કુટુંબોની પ્રથા જ જ્યારે તૂટી જાય છે, ત્યારે કિશોરીને આ વિષેનું યોગ્ય જ્ઞાન, યોગ્ય જાણકારી કોણ આપે? આ વિષેની યોગ્ય જાણકારી મળી રહે એવા પુસ્તકોનો આપણે ત્યાં ખૂબ જ અભાવ છે.
માસિકધર્મ એટલે શું?
વિજ્ઞાનની દ્રષ્ટિએ માસિક ધર્મ એ શરીરની એક ખૂબ જ સ્વાભાવિક પ્રક્રિયા છે. સ્ત્રી પ્રજનન અંગોમાં ગર્ભાશય એ સૌથી અગત્યનું અંગ છે. આ ગર્ભશયની બંને બાજુએ એક ડીમ્બનળી હોય છે. જેેને અંગ્રેજીમાં ફેલોપીન ટ્યુબ કહેવામા આવે છે. જેને છેડે બદામના આકારની એક એક ડીમ્બ ગ્રંથિ હોય છે, ડીમ્બગ્રંથિને સ્ત્રી બીજ ગ્રંથિ પણ કહેવામાં આવે છે. જે લગભગ દોઢ ઈંચ લાંબી અને અડધાથી એક ઈંચ પહોળી હોય છે. તેનું વજન લગભગ એક ઔંસના ચોથા ભાગ જેટલું હોય છે. આ સ્ત્રીબીજ ગ્રંથિમાં સ્ત્રીબીજનું નિર્માણ ઉત્પત્તિ થાય છે. પ્રાયઃ દસથી બાર વર્ષની અવસ્થામાં આ ગ્રંથિઓ માં ઘણા અપરિપક્વ ડીમ્બ ભરેલા રહે છે. આ સમયમાં સ્ત્રીબીજ ગ્રંથિ અને કિશોરી પોતે પણ અપરિપક્વ જ હોય છે. હવે સંશોધનો દ્વારા જાણી શકાયું છે કે અગિયાથી ચૌદ વર્ષ અથવા અધિક અવસ્થામાં જ્યારે પહેલી વખત જ સ્ત્રીબીજ ગ્રંથિ એક પરિપક્વ સ્ત્રીબીજ તૈયાર કરે છે, ત્યાર પછી દર બીજા મહિને તેમાં એક સ્ત્રીબીજ બનીને તૈયાર થાય છે. સ્ત્રીબીજ ગ્રંથિઓ બે હોય છે એટલે એક વખત ડાબી બાજુની સ્ત્રીબીજ ગ્રંથિમાંથી સ્ત્રીબીજ છૂટું પડે છે અને બીજે મહિને જમણીબાજુથી છૂટં પડે અને બીજે મહિને જમણીબાજુથી છૂટું પડે છે. પહેલું સ્ત્રીબીજ ફેલોપીન ટ્યુબની ઘુ્રજારીને લીધે આગળ વધતુ ગર્ભાશય તરફ ગતિ કરે છે. કોઈ કોઈ સ્ત્રીમાં બંને ટ્યુબમાંથી એક સાથે કે થોડા થોડા અંતરે એક એક કે બે ભેગા સ્ત્રીબીજ છૂટા પડે છે. આવા બે સ્ત્રીબીજ છૂટા પડ્યા હોય અને તે બંને સ્ત્રીબીજના કવચને તોડીને તેમાં પુરુષના શુક્ર જંતુઓ પ્રવેશે અને ગર્ભસ્થપાના થાય તો જોડીયા બાળકો અવતરે છે, પણ આવા કિસ્સાઓ પ્રમાણમાં ખૂબ જ ઓછા બને છે.
જેમને તાજી પ્રસૂતિ થઈ હોય તેવી અને સગર્ભાવસ્થાવાળી સ્ત્રીઓને બાદ કરતાં જેમના પ્રજનન અંગોમાં કોઈ ખામી ના હોય એવી યુવાવસ્થા પ્રાપ્ત અથવા પ્રજનન યોગ્ય સ્ત્રીઓમાં તેના ગર્ભાશયમાંથી પ્રતિમાસ શ્વ્લેષ્મિક કલાની સાથે જે નિયમિત રક્તસ્ત્રાવ થાય છે, તેને માસિક ધર્મ કહેવામાં આવે છે. શ્વ્લેષ્મિક કલા એટલે ગર્ભાશયની અંદર ગર્ભસ્થાપના માટે જે ગર્ભાશય્યા અથવા ગર્ભગાદી બીન જરૂરી હોવાથી તેનો નાશ થાય છે. એટલે કે તૂટી ફૂટીને બહાર ફેંકાઈ છે. જે માસિક સ્ત્રાવ ઉત્પન્ન કરે છે. માસિકસ્ત્રાવમાં નકામી થયેલી અન ે તૂટી ફૂટીને બહાર ફેંકાય છે. જે માસિક સ્ત્રાવ ઉત્પન્ન કરે છે. માસિક સ્ત્રાવમાં નકામી થયેલી અને તૂટી ફૂટી ગયેલી ગર્ભાશય્યા અને રક્તમિશ્રિત શ્વેત સ્નિગ્ધ ટુકડાઓ પણ હોય છે. આ દ્રવિત થયેલી ગર્ભગાદીનું ગર્ભાશયમાં યોનિ દ્વારા બહાર સ્ત્રતવું તે જ માસિક ધર્મ
માસિક ધર્મ અને ઉપચાર
માસિક ધર્મની શરૂઆત સ્ત્રીની યુવાવસ્થા નિર્દેશક છે. શરીર યોગ્યતા તથા ઉત્પાદન ક્ષમતાની ક્રિયા વિજ્ઞાનની દ્રષ્ટિએ માસિક ધર્મની શરૂઆત એ ગર્ભધારણની સૂચના આપે છે છતાં પણ શરીર રચના વિજ્ઞાનની દ્રષ્ટિએ આ અવસ્થામાં ઉત્પાદન અંગો એને યોગ્ય નથી હોતા. જો કે પ્રથમ માસિક ધર્મ પછીના પુરુષ સહવાસથી ગર્ભ રહ્યાના ઘણા ઉદાહરણ નોંધાયા છે. પરંતુ સામાન્ય રીતે આ અવસ્થામાં સ્ત્રીના પ્રજનન અંગ ઉપાંગો પ્રથમ માસિક સ્ત્રાવ વખતે ગર્ભધારણને યોગ્ય હોતા નથી.
માસિક સ્ત્રાવ અથવા રજોદર્શનની આયુ વ્યક્તિ, જાતિ, દેશ, આહાર અને અને વિહાર આદિના ભેદથી વિભિન્ન હોવા છતાં પણ સામાન્ય રીતે આપણા દેશમાં ૧૩થી ૧૫માં વર્ષ સુધીમાં માસિક સ્ત્રાવ ચાલુ થઈ જાય છે. અમુક કિસ્સાઓમાં બારમાં વર્ષે, તો કોઈમાં વળી, ૧૮ કે ૧૯માં વર્ષે પણ ચાલુ થાય છે. પરંતુ આવા વિલંબિત કેસમાં તેના શારીરિક અવયવોના કારણો કે માનસિક પરિસ્થિતિઓન પણ કારણભૂત હોય છે. શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત છોકરીઓમાં સામાન્ય રીતે ૧૩થી ૧૫માં વર્ષે માસિકસ્ત્રાવ અવશ્ય ચાલુ થાય છે. દક્ષિણ ભારતની છોકરીઓમાં માસિક ધર્મ ઉંમરના હિસાબે કંઈક થોડું વહેલું ચાલુ થય છે. પૂર્વના દેશોે કરતાં પશ્ચિમના દેશની કિશોરીઓમાં પણ માસિક ધર્મ વહેલું ચાલુ થાય છે. સામાન્ય નિયમ એવો છે કે, છોકરીની માતા જેટલા વર્ષે માસિક ધર્મમાં બેસે તે ઉંમરની આસપાસ તેની છોકરી પણ માસિક ધર્મમાં બેસશે. એટલે કે માસિક ધર્મ કેટલી ઉંમરે ચાલુ થશે? એ માટે વારસાગત કારણો પણ ભાગ ભજવતાં હોય છે.
માસિકધર્મ એ યૌૈવનાવસ્થાની સૂચક હોવાથી તેની શરૂઆત સાથે જ બીજા કેટલાક શારીરિક અને માનસિક પરિવર્તનો પણ જોવા મળે છે. જેને સ્ત્રીની પુર્ણાયુના ચિન્હો ગણાવાય છે. જેવા કે કમરનો વિકાસ, બાહ્ય જનનાંગોેની વૃદ્ધિ, પગલતથા ગૃપ્તાંગ પર કેશોની ઉત્પત્તિ. સ્તનનો વિકાસ થવો વગેરે લક્ષણો અધિકાંધિક વ્યક્ત થવા લાગે છે. માનસિક પરિવર્તોમાં શરમાળપણું, કામ વાસનાની જાગૃતિ વગેરે જોવા મળે છે.
શરીરની વિજ્ઞાનની દ્રષ્ટિએ ગર્ભધારણ અને પ્રજનન યોગ્ય સ્ત્રીની ઉંમર ૧૬ વર્ષની ગણાવાય છે. પાશ્ચાત ગ્રંથકારોએ આ ઉંમર ૧૯ થી ૨૧ વર્ષની ગણાવી છે. પરંતુ આપણા ઉષ્ણકટી બંધિય પ્રદેશ ભારતમાં આ ઉંમરે વધારે પડતી ગણાય. સામાન્ય રીતે ૧૮થી ૨૦ વર્ષમાં યુવતીઓ વધારે સગર્ભા બને છે એટલે જ આપણા જેવા વસ્તી વિસ્ફોટવાળાં દેશમાં સ્ત્રીની લગ્ન ઉંમર ૨૦થી ૨૧ વર્ષની રાખવામાં આવે તો પણ વસ્તી નિયંત્રણમાં તે કંઈક અંશે ઉપયોગી પુરવાર થાય.
કેટલીક કિશોરીઓ આ વાતથી ભયભીત રહે છે કે, તેને માસિકધર્મ પોતાની ઉંમરની જ બહેનપણી કરતાં વહેલું કેમ ચાલું થયું? અથવા ઘણું મોડું કેમ ચાલુ થયું?
આપણાં દેશમાં થયેલા સંશોેધનો પ્રમાણે કિશોરીઓમાં માસિકધર્મની શરૂઆત સામાન્ય રીતે ૧૨માંથી ૧૪ માં વર્ષની વચ્ચે થઈ જતી હોય છે, શરીરસ્ત્રાવ વૈજ્ઞાનિકોના મતે માસિક ધર્મ એ એક સ્વાભાવિક શારીરિક પ્રક્રિયા છે એટલા માટે શરીર પર આસપાસના વાતાવરણનો જે પ્રભાવ પડે છે તેની પણ પણ માસિકધર્મની શરૂઆત પર અસર થાય છે. એટલા માટે શરીરના અવયવોનુ નિર્માણ પણ વાતાવરણને અનુકૂળ બની જાય છે. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે ઠંડા વાતાવરણપ્રદેશમાં ઉછરતી કિશોરીઓમાં માસિક ધર્મની શરૂઆત કંઈક અંશે મોડી થાય છે કારણ કે આવા પ્રદેશોમાં ચયાપચય ક્રિયાઓ મંદ પડે છે. આથી ઉલ્ટુ ગરમ પ્રદેઍશના વાતાવરણમાં ઉછરતી કિશોરીઓમાં માસિકધર્મની કંઈક અંશે વહેલી શરૂઆત થાય છે. એટલું જ નહિ, પરંતુ માસિક ધર્મ વહેલું ચાલુ થશે કે મોડું ? એનો આધાર દૈનિક વપરાત આહાર દ્રવ્યો પર પણ રહે છે. એક મહિલા ચિકિત્સકના મતે પૌષ્ટિક અન ેઉષ્ણ તાસીરવાળા આહાર દ્રવ્યોનો વધારે ઉપયોગ કરનારી કિશોરીઓમાં માસિકધર્મની શરૂઆત સાદો ખોરાક લેનારી કિશોરીઓ કરતાં જલદી થાય છે. પરંતુ એ સાથે એમનું કહેવું એમ પણ હતું કે માનવ શરીરની આંતરિક પ્રક્રિયા એટલી બધી રહસ્યપૂર્ણ છે કે આ નિયમ ભવિષ્યમાં કદાચ ખોટો સાબિત થાય. શરીર વિજ્ઞાનના નિષ્ણાત વિદ્વાનોેના મત એવ છો કે જો કોઈ છોકરીને માસિક ધર્મની ક્રિયા ૧૦ વર્ષની ઉંમર પહેલા ચાલુ થાય અને જો કોઈ ઉંમર સુધીમાં પણ ચાલુ ન થાય. તો તે માટે નિષ્ણાતના ચિકિત્સકોની પાસે તપાસ કરાવી યોગ્ય ઉપચારક્રમ પ્રયોજવો પડે. સંભવ છે કે આવા કેસમાં શરીરની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી સ્ત્રવતા હોર્મોન્સના સ્ત્રાવમાં કંઈક અવરોધ ઉત્પન્ન થવાથી પણ આપણ બનતું હોય અને તેને લીધે જ શરીરનો વિકાસ ન થતો હોય અથવા શરીર વધારે પડતું જાડું બની ગયું હોય. આવા અંતઃસ્ત્રાવી હોર્મોન્સના સ્ત્રાવની ખામીને લીધે ઘણી વખત પ્રજનન અંગોનો યોગ્ય વિકાસ ન થવાથી માસિક ધર્મમાં ગડબડ ઉત્પન્ન થાય છે. ઘણી વખત સ્ત્રીબીજ ગ્રંથિની ખામીને લીધે પણ માસિકધર્મ અનિયમિતતા કે વિલંબ ઉત્પન્ન થતો હોય છે. એટલે આવા કેસમાં નિષ્ણાત ચિકિત્સકની સલાહ મુજબ ઉપયોગ કરાવવો જોઈએ.
નયના

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved