Last Update : 20-March-2012, Tuesday
 
માતાનો પત્ર દીકરાને ના
 

વ્હાલા ખંજન,
સખી હમણાંની સંગીત શીખવા માટેની જીદ કરી રહી છે અને હું શાંતિથી એને સાંભળું છું. ખરેખર એ સંગીત શીખે તો તેની સામે મને કોઈ વાંધો નથી પરંતુ તે તેના હૃદયથી સંગીત શીખવા ઇચ્છે છે કે ફક્ત અમુક મિત્રોએ ભેગાં મળીને ટાઈમપાસ માટે વિચારેલો આ ઓપ્શન છે એના વિશે મારા મનમાં શંકા છે. અને સખીની બાબતમાં મારે સહેજે ય ઉતાવળ કરવી નથી. સંગીત સાંભળવું એને ગમે છે. અઘરાં ગીતો ય એ આસાનીથી યાદ રાખીને ગાઈ શકે છે પણ એના લીધે એને પઘ્ધતિસરનું સંગીત શીખવા મોકલી દેવી એ નિર્ણય થોડો વધારે પડતો ઉતાવળીયો ગણાય. અને આ નિર્ણય પર હું તારી સાથેના અનુભવ પછી આવી. તું નાનો હતો ત્યારથી સંગીત તને ય ગમતું. હજી આજે ય તું ગમે તેટલા ટેન્શનમાં હોય ત્યારે મ્યુઝિક પ્રત્યેનો તારો લગાવ જોઈને તારા પપ્પાએ તારા માટે મ્યુઝિકના એક સાહેબ રોક્યા. એ સાહેબ ઘેર આવે અને તને સંગીત શીખવે. શરૂ શરૂમાં તો તું ઉત્સાહમાં શીખતો પણ ખરેખર ફિલ્મના ગીતો સાંભળવા, ગાવા અને પઘ્ધતિસરનું સારેગમ શીખવું એ બન્ને વચ્ચે આસમાન જમીનનો ફેર છે એ તને ધીમે ધીમે સમજાવા લાગ્યું. વળી પેલા સાહેબ ઘેર આવે ત્યારે તું જો રમતો હોય તો તારે રમવાનું છોડીને એમની સાથે બેસવું પડતું જે તને સહેજે ય ગમતું નહીં. પેલા સાહેબ ગાયન શીખવે અને તારું મન તો બહાર રમતાં તારા ભાઈબંધોમાં અટવાયું હોય. એમાં વળી એ સાહેબે નક્કી કર્યું કે તારે સંગીતની પરીક્ષા આપવી. સાચું કહું તો મેં આખી આ વાતને જ સહજતાથી લીધી હતી. જેમ તું ક્રિકેટ રમવા જતો. પતંગ ચગાવતો. ભમરચા ફેરવતો એમ આ સંગીત શીખતો એમ મેં માનેલું પણ આમાં પરીક્ષા આવી એટલે વાત થોડી ગંભીર બની ગઈ. તારી દશા સાપે છછુંદર ગળ્યા જેવી હતી. પેલા સાહેબે તો તને પરીક્ષા માટે બરાબર તૈયાર કરવા માંડ્યો ેએટલે તું વધારે કંટાળી ગયો. આખરે પરીક્ષા આવી. હું તને સી.એન. વિદ્યાલયમાં પરીક્ષા આપવા લઈ ગઈ. ત્રણ કલાકનું પેપર તેં આપ્યું ય ખરું. મેં બહાર બેઠાં બેઠાં વાર્તાની ચોપડી વાંચી. તું પરીક્ષા આપીને બહાર આવ્યો ત્યારે મેં પૂછ્‌યું કે ‘‘પેપર કેવું ગયું?’’ તે કહ્યું, ‘‘સારું ગયું.’’ થયું. ઘેર આવીને ચોપડીઓ એક તરફ ફેંકીને તું માંડ છૂટ્યો હોય એમ રમવા દોડી ગયો. થોડા દિવસ પછી પેલા સાહેબ ઘણી નિરાશા સાથે ઘેર રીઝલ્ટ લઈને આવ્યા. તારા સોમાંથી શૂન્ય માર્ક હતાં. ઝીરો... મેં પેલા સાહેબને હાથ જોડીને બીજા દિવસથી આવવાની ના પાડી દીધી અને તેં જાણે માથા પરથી મોટો પથ્થર હટ્યો હોય એમ હરમોનિયમ માળિયે ચડાવી દીઘું. એ દિવસ પછી ય સંગીત તો તને પ્રિય જ છે. એકાદ વાર તને ગાવાની હરીફાઈમાં ઇનામ પણ મળ્યું છે. પણ તે છતાં ય એ હકીકત છે એક જગાએ બેસીને સારેગમ ગાવામાં કે બંદીશો શીખવામાં તને કોઈ રસ નથી. અમે વડીલો આવી ઘણી ભૂલો કરીએ છીએ. પોતાના બાળકને ઇતર પ્રવૃત્તિમાં પાવરધા બનાવવાની લ્હાયમાં સવારથી સાંજ સુધી જુદા જુદા વર્ગોમાં બાળકોને જોતરી દેતા મા બાપની હું વાત નથી કરતી. એ મા બાપ અને બાળકોની સ્થિતિ તો ખરેખર દયનીય છે. પરંતુ અમુક માતા પિતા કે જે ખરેખર બાળકોને સમજે છે. તેમની પ્રવૃત્તિઓને સમજવા પ્રયત્ન કરે છે. તેમને સમય આપે છે એ ય કોઈક વાર આવી ભૂલ કરી નાંખે છે. બાળક સ્કૂલમાં ડ્રોઇંગમાં સારા માર્ક લાવે તો એને ચિત્રના વર્ગમાં ધકેલી દે છે. રસપૂર્વક મેચ જોતા બાળકને ક્રિકેટના વર્ગમાં મોકલી દે છે. ટીવી સામે ચીટકી રહેતા બાળક પાસે અભિનયના કલાસ ભરાવે છે... પણ ખરેખર એ બરાબર નથી. કોઈ બાળક અમુક પ્રવૃત્તિમાં રસ દાખવે એટેલે એને પઘ્ધિતસરનું શીખવવા માટે એ પ્રવૃત્તિમાં ઉતાવળથી જોતરી દેવો એ ખરેખર વધારે પડતું ગણાય. મને ય જોકે આ ડહાપણ તારા ઝીરો માર્ક આવ્યા પછી જ આવ્યું. પણ તારા એ શૂન્ય માર્કથી એક ફાયદો થયો. સંગીત પ્રત્યેનો તારો રસ જળવાઈ રહ્યો. જો તું પાસ થઈ જાત અને સંગીત શીખવાનું ચાલુ રાખત તો કદાચ એમ પણ બને કે સંગીત ઉપર જ તને નફરત થઈ જાત. તારા એ શૂન્ય માર્કે ફરી તને સંગીત તરફ વાળી દીધો. જોકે હું તો હંમેશા તું ગાતો હોય ત્યારે તારી મજાક જ ઊડાવતી. પણ એક પ્રશ્વ્ન તો મને હંમેશા થાય છે. તેં ત્રણ કલાક એ પેપરમાં લખ્યું શું હશે? એની વે... એ ઝીરોને હવે આપણે ભૂલી ગયાં છીએ. તું માત્ર મ્યુઝિક એન્જોય કર... આજે એક સાચી વાત કહું? તું ખરેખર સારું જ ગાય છે. તારો અવાજ તારું ગીત પૂરું થઈ ગયા પછી ય મારા કાનમાં ગુંજ્યા કરે છે. તારે વળી બીજા શેના માર્ક જોઈએ? અને શા માટે? બરાબરને? તારી વહાલી મમ્મી,
ડો. રેણુકા પટેલ

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved