Last Update : 20-March-2012, Tuesday
 
આકરા તાપની અકળામણના ઉપાય
 


આ વરસે ફેબુ્રઆરી મહિનાના અંતમાં અચાનક જ ભારે ગરમીની શરૂઆત થઈ ગઈ હતી અને અત્યારે તો બપોરના સમયે પડતાં તાપથી આપણે ત્રસ્ત થઈ જઈએ છીએ. વાતાવરણમાં અચાનક આવેલા આ પરિવર્તનને કારણે તબિયત બગડવાની શક્યતા વધી જાય છે. આથી સ્વાસ્થ્ય જાળવવા માટે કેટલીક કાળજી લેવી જરૂરી છે.
ઉનાળો આવતાં જ પરસેવાની સમસ્યા સૌથી પહેલાં શરૂ થઈ જાય છે. તાપમાં નીકળતાં જ માથા પરથી પરસેવાના રેલા ઉતરે છે. પ્રદૂષણ અને ઘૂળ, માટી તથા પરસેવાનો સમન્વય થતાં ત્વચા-રોગ કે અન્ય ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. આથી એન્ટિ બેક્ટેરિયલ સાબુથી નાહીને તમામ અંગોને વ્યવસ્થિત લૂછવા જોઈએ. નિયમિત રીતે એન્ટિ પર્સપાઇરન્ટ લગાડવું. શક્ય હોય ત્યાં સુધી, સુતરાઉ, લિનન, હળવા વજનના ડેનિમ, શિફોન, જ્યોર્જટ, વોયલ કે સુતરાઉ અને લિનના સમન્વય દ્વારા બનાવવામાં આવેલા ફેબ્રિકમાંથી તૈયાર કરવામાં આવેલા પોશાક પહેરવા. વળી આ પોશાક હળવા રંગના હોવા જરૂરી છે. માથા અને શરીરનું તાપમાન જાળવી રાખવા ટોપી પહેરવી અથવા સ્કાર્ફ બાંધવો. તથા પાણી ખૂબ પીવું.
મેદસ્વીઓને પરસેવો વઘુ થાય છે એટલે તેમણે વજન ઘટાડવું. કસરત કરવાથી શરીરનું તાપમાન નિયંત્રણમાં રહે છે. આથી દૈનિક કાર્યોમાંથી થોડો સમય કાઢીને પણ કસરત અવશ્ય કરવી. વઘુ પરસેવો થવાનું એક કારણ માનસિક તાણ પણ હોઈ શકે. આથી યોગ દ્વારા મનને તાણુક્ત રાખવાનો પ્રયાસ કરવો.
આમ જુઓ તો પરસેવો ગંધરહિત હોય છે. પરંતુ શરીરમાં જે જગ્યાએ પરસેવો થાય છે તે જગ્યા બેક્ટેરિયાનું આશ્રયસ્થાન બની જાય છે. આ બેક્ટેરિયાને કારણે પરસેવામાંથી ગંધ આવે છે. પરસેવાની ગંધથી શરમાવું ન પડે તે માટે નાહીને શરીર લૂછયા બાદ તરત જ એન્ટિપર્સપાઇરન્ટ લગાડવું અથવા તો એક ચમચી હાઇડ્રોજન પેરોકસાઇડને આઠ અંશ પાણીમાં ભેળવીને મુલાયમ કપડા વડે આ દ્રાવણને પરસેવો થતો હોય તે જગ્યાએ લગાડવું. પરસેવાને કારણે કપડામાંથી પણ દુર્ગંધ આવતી હોય છે. આથી પરસેવાવાળા કપડાને લાંબો સમય પહેરવા નહીં. ખાસ કરીને કસરત કર્યા બાદ તરત જ નાહી લેવું અને જો તે શક્ય ન હોય તો કપડાં તો અવશ્ય બદલી લેવા. આ ઉપરાંત તીખી, તળેલી અને કાંદા-લસણ ધરાવતી વાનગીઓનું સેવન ઓછું કરવું. આપણા તળિયામાં અઢી લાખથી અધિક પ્રસ્વેદ ગ્રંથિઓ હોય છે. આથી જ્યારે ત્યાં ભીનાશ રહે છે ત્યારે દુર્ગંધ આવે છે. લાંબા કલાકો સુધી બૂટ-મોજાં પહેરનારના પગના તળિયામાંથી પરસેવાની દુર્ગંધ આવે છે. ઉનાળામાં બને ત્યાં સુધી ઓપન સેન્ડલ પહેરવા જોઈએ. પગના તળિયામાં પણ એન્ટિપર્સપાઇરન્ટ છાંટવું જોઈએ. નહાતી વખતે પગને સરખી રીતે ધોવા અને સરખા લૂછવા.
પગના તળિયામાંથી દુર્ગંધ આવે એટલે પગરખાંમાંથી પણ દુર્ગંધ આવે છે. આથી શૂઝમાં પણ ડિઓડોરાઇઝર છાંટવું. પાણીમાં ચાની ભૂકી નાખીને ઉકાળો. આ પાણી નવશેકું થાય એટલે તેમાં પગને ૧૦ મિનિટ બોળી રાખો. ચામાં રહેલું ટેનિક એસિડ પગની દુર્ગંધને દૂર કરશે.
ઉનાળામાં જીવજંતુનો ઉપદ્રવ પણ વધી જાય છે. જીવજંતુ કરડતાં ત્રણ પ્રકારના રીએક્શન આવે છે- નોર્મલ, લોકલાઇઝડ અને એલર્જિક. નોર્મલ રીએક્શનમાં ડંખ લાગ્યો હોય તે જગ્યા લાલ થઈને સોજી જાય છે અને દુખાવો થાય છે. ક્યારેક ડંખનની આજુબાજુના મોટા વિસ્તારમાં સોજો આવે છે. આને લોકલાઇઝ્‌ડ રિએક્શન કહેવામાં આવે છે. જો કે એલર્જિક રિએક્શન સૌથી ગંભીર ગણાય છે. આથી જીવજંતુ કરડવાથી એલર્જિક રીએક્શન આવે તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ.
સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે જીવજંતુ વઘુ સક્રિય હોય છે. આથી આ સમય દરમિયાન ફૂલોથી ખાસ દૂર રહેવું. ફરવા જાવ ત્યારે પરફ્‌યુમ કે સેન્ટેડ લોશન લગાડવું નહીં. આ સુગંધથી જંતુ આકર્ષાઈ શકે છે. જીવજંતુ કરડે તો ત્યાં ખંજવાળવું નહીં. ખંજવાળવાથી ઇન્ફેક્શન થઈ શકે છે. કેલેમાઇન લોશન લગાડવાથી અને ઠંડો શેક કરવાથી સારું લાગશે. આમ છતાં જો સોજો ન ઉતરે અને ઉલ્ટી, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો ઉમેરાય તો તાત્કાલિક ડોક્ટરને બતાવવું જોઈએ. ગરમીને કારણે શરીરમાંથી પાણી ઓછું થઈ જાય ત્યારે ડિહાઇડ્રેશન થાય છે. આમાં હોઠ અને મોં સુકાઈ જાય, માથું દુખે, ખૂબ થાક લાગે અને કળતર થાય છે. ડિહાઇડ્રેશનનું મુખ્ય લક્ષણ છે પેશાબ ઘેરા પીળા કે બ્રાઉન રંગનો થવો અને તેમાંથી દુર્ગંધ આવવી.સાધારણ ડિહાઇડ્રેશનથી પણ શરીર અશક્ત બની જાય છે. વઘુ પરસેવો થવાથી શરીરમાંથી પાણી અને ક્ષાર ઓછા થઈ જાય છે. આપણા સ્નાયુઓને પણ ઇલેક્ટ્રોલાઇટ-વોટર બેલેન્સની જરૂર હોય છે. આથી ઉનાળામાં પાણી, આઇસ- હર્બલ ટી અને ફળોનો રસ સૌથી વઘુ પીવો. બહાર જતાં અગાઉ, દરમિયાન અને બાદમાં તથા સવારના નરણા કોઠે પાણી પીવું.
બહાર જતી વેળા પાણીની બાટલી સાથે રાખવી અને નાળિયેર પાણી, લીંબુ પાણી, લસ્સી, છાશ, મિલ્કશેક, જલજીરું, કેરીનો પન્નો જેવા બિન-કેફિન પીણાં વઘુ પીવા. આલ્કોહોલ અને ચા-કોફી-ઠંડા પીણાં જેવા પ્રવાહીથી શરીરમાંથી પાણી ઘટે છે.
શરીરને ઠંડું રાખવા માટે પૂરતો પરસેવો ન નીકળે ત્યારે સૂર્યદાહ (સન સ્ટ્રોક)ની અસર થાય છે. સનસ્ટ્રોકમાં ઉબકાં, ચક્કર, નબળાઈ, માથાનો દુખાવો, ત્વચા ફિક્કી પડી જવી, ધબકારા ધીમા પડવા જેવા લક્ષણો જોવા મળે છે.
સન સ્ટ્રોકના દરદીને તાત્કાલિક છાંયડામાં લઈ જવો. તેને પીવા માટે નમક-સાકર નાખેલું પાણી આપવું. શરીર પર ઠંડા પાણીથી સ્પન્જ કરવું. હાથ-પગમાં કળતર થતું હોય તો પણ તે દબાવવા નહીં. તેને ટેકો મળી રહે તેવી રીતે સુવાની વ્યવસ્થા કરવી. આમ છતાં જો દરદીના શરીરનું તાપમાન એકદમ વધી જાય, ત્વચા એકદમ સુકાઈ જાય, પરસેવો ન થાય, નાડી તેજ થઈ જાય અને દરદી બેભાન થવા લાગે તો તરત જ ડોક્ટરને બોલાવવા. દરમિયાન દરદીને ઠંડું પાણી ભરેલા ટબમાં બેસાડો અથવા ઠંડા પાણીથી સ્પન્જ કરતાં રહો.
ઉનાળામાં સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને લીધે આંખ સુકાવી, ખંજવાળ, વાયરલ કન્જક્ટિવાઇટીસ, બળતરા અને આંખમાંથી પાણી નીકળવા જેવી તકલીફ થઈ શકે છે. આથી ૧૦૦ ટકા યુવી પ્રોટેક્શન ધરાવતાં સનગ્લાસ પહેરવા જોઈએ.
ઉનાળામાં થતી ત્વચા સંબંધિત સમસ્યા
પિગ્મેન્ટેશન ઃ ઉનાળામાં પિગ્મેન્ટેશન એટલે કે ત્વચા કાળી પડી જવાની તકલીફ વધે છે. આ માટે એક કપ દહીમાં અડધા લીંબુનો રસ નાખવો. આ મિશ્રણને ફ્રીજમાં મૂકવું. રાતના સૂતાં અગાઉ આ મિશ્રણને ક્રિમની જેમ ત્વચા પર લગાડવું. આ મિશ્રણ સુકાઈ જતાં તેના પર મોઇશ્ચરાઇઝર લગાડવું અને આખી રાત રાખવું. સવારે ચહેરો ધોવો.
સનબર્ન ઃ સનબર્નને કારણે ત્વચા તતડીને લાલ થઈ જાય છે અને પીડા થાય છે. કેટલાક કિસ્સામાં તો ફોલ્લા પડી જાય છે. વ્યક્તિને તાવ આવે અને ઠંડી લાગે છે.
સૌથી પહેલાં તો તડકામાં નીકળવાનું જ ટાળવું. ત્યાર બાદ ઠંડો શેક કરવો અથવા જે તે ભાગને ઠંડા પાણીમાં બોળી રાખવો. બાદમાં મોઇશ્ચરાઇઝર લગાડો અને તે ભાગને ખુલ્લો રાખો. ફોલ્લાંને ફોડવાનો પ્રયાસ કરવો નહીં.
ખીલ ઃ પરસેવો થવાને કારણે ત્વચામાં રહેલા કેરાટીન પ્રોટીનમાં સોજો આવે છે. આ કારણે રોમછિદ્રો પુરાઈ જાય છે. અને ખીલ થાય છે. ખીલની તકલીફ ન વધે તે માટે ક્લિન્સંિગ કરો. દિવસમાં છથી સાત વખત ચહેરો ક્લિન્સ કરો. નિયમિત રીતે એક્સફોલીએટ કરો અને શક્ય હોય ત્યાં સુધી સૂર્યપ્રકાશમાં જવાનું ટાળવું.
અળાઈ ઃ વઘુ પડતાં પરસેવાથી ત્વચાની સપાટી પર રહેલા કોષોને નુકસાન પહોંચે છે ત્યાં પરસેવો ભરાઈ રહે છે અને અળાઈ થાય છે. અળાઈ થાય ત્યારે એન્ટિપર્સપાઇરન્ટ, લોશન કે પાઉડર લગાડવો નહીં. અળાઈ થઈ હોય તે જગ્યાએ કેલેમાઇન લોશન અથવા અળાઈનો પાઉડર લગાડવો. આથી ખંજવાળ આવશે નહીં.
ભાવના જોષી

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved