Last Update : 20-March-2012, Tuesday
 

પરસેવો સારો પણ દુર્ગંધ બૂરી
માનસિક તાણ અને ચંિતાથી પણ પરસેવો ગંધાય છે

 

'પરસેવો' આમ તો અત્યંત સરળ અને નાનો શબ્દ છે. પરંતુ આના કારણે ઘણી વખત ઘણી જગ્યાએ આપણે શરમ અનુભવી હશે. એમ કહેવાય છે કે, આદી માનવ પરસેવાની ગંધથી જ સ્ત્રી પ્રત્યે આકર્ષાયો હતો. તો શા માટે આજનો પ્રેમી પ્રેમિકાના પરસેવાની ગંધથી દૂર ભાગે છે? તે સમજાતું નથી.
વાસ્તવમાં પરસેવો એ શરીરની ગરમી તથા ઝેરી તત્ત્વોને બહાર કાઢવાની એક કુદરતી પ્રક્રિયા છે. પરંતુ આપણી જીવનશૈલીએ પરસેવાને દુર્ગંધવાળો બનાવી દીધો છે. પરસેવો ગંધ વગરનો હોય છે. તેમાં ૨૦ રાસાયણિક તત્ત્વોનું મિશ્રણ હોય છે. અને તે બધા જ ગંધ વગરના છે. પરંતુ ત્વચા પર રહેલા બેક્ટેરિયા આ રસાયણોના સંપર્કમાં આવતા દુર્ગંધયુક્ત અણુ છૂટા પડે છે. જેથી પરસેવામાંથી વાસ આવે છે. માત્ર બગલ, ગુપ્તભાગ અને પગના તળિયામાં થતા પરસેવા સાથે બેક્ટેરિયા ભેગા થતાં વાસ આવે છે.
પરસેવાને દુર્ગંધયુક્ત બનાવતાં અન્ય તત્ત્વો
* ગરમી અને ગરમ તથા ભેજવાળું વાતાવરણ
* હુંફાળા ગરમ વાતાવરણમાં પ્રસ્વેદ ગ્રંથિ ઉત્તેજીત થાય છે તથા બેક્ટેરિયાના સંપર્કમાં આવતાં પરસેવો એકદમ ચીકણો બની જાય છે.
* લાયક્રા કે પોલિસ્ટર જેવા સિન્થેટીક કપડાથી ત્વચા પર બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે.
* ટાઈટ ફિટંિગના કપડા-શુઝથી પણ પરસેવો અને દુર્ગંધ વધે છે.
* માનસિક તાણ અને ચંિતાથી પણ પરસેવો વધે છે.
* ચોક્કસ પ્રકારના શારીરિક રોગમાં પણ પરસેવામાં દુર્ગંધનું પ્રમાણ વધી જાય છે.
* તાવ તથા થાઈરોઈડની તકલીફમાં પણ પરસેવો વધે છે.
* ડાયાબિટીસ હોય તો પરસેવો અને બેક્ટેરિયા બંનેનું પ્રમાણ વધે છે.
* ત્વચા રોગમાં પણ પરસેવામાં દુર્ગંધનું પ્રમાણ વધ ેછે.
* બેનઝોલ પેરોક્સાઈડ, ખીલ પર લગાડવાનો મલમ વગેરેને કારણે પણ પરસેવામાં દુર્ગંધનું પ્રમાણ વધે છે.
ટીનએજર સંતાનોના માતા-પિતા એમ સમજે છે કે, તેમના સંતાનો શારીરિક સ્વચ્છતા રાખતા નથી. એટલે તેઓ તેમને સ્કીન સ્પેશિયાલીસ્ટ પાસે લઈ જાય છે. પરંતુ વાસ્તવમાં તેઓ ખીલ માટે જે દવા લે છે તેને કારણે આ તકલીફ થાય છે. જ્યારે ખીલ ઉપર લગાડવાનો મલમ અને પરસેવો ભેગા થાય ત્યારે દુર્ગંધ વધે છે.
* પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધારે હોય છે. એટલે તેમના શરીરની તૈલિગ્રંથિમાંથી વધારે તેલ ઝરે છે. આ કારણે તેમને સ્ત્રીઓની સરખામણીએ વધારે પરસેવો થાય છે. પરસેવામાં દુર્ગંધ પણ આવે છે.
* યૌવનાવસ્થામાં પ્રવેશ્યા બાદ જ શરીરના પરસેવામાંથી દુર્ગંધ આવે છે. આ અવસ્થામાં જ યુવાનો એકબીજા પ્રત્યે આકર્ષાય છે. ત્યારે પરસેવાની દુર્ગંધ તેમના મિલનમાં બાધારૂપ બની શકે છે.
* ઘણી વખત ઉંમર વધવાની સાથે પ્રસ્વેદ ગ્રંથિમાંથી નીકળતા પરસેવાનું પ્રમાણ ઘટી જાય છે. પરંતુ દરેક વ્યક્તિને આ નિયમ લાગૂ પડતો નથી.
પરસેવાની દુર્ગંધને દૂર કરવાના સરળ ઉપાયો
* દરરોજ સાબુ અને પાણીથી સ્નાન કરવું અત્યંત જરૂરી છે. બગલ, ગુપ્તભાગ અને પગના તળિયા જોખમી જગ્યા ગણાય છે. એટલે તેની સફાઈ બરોબર કરવી.
* દરરોજ અંતઃવસ્ત્રો બદલવા જેથી પરસેવાની દુર્ગંધ ન આવે.
* શરીરને સ્વચ્છ રાખવા માટે તેને વધારે પડતું ઘસવું નહંિ. વધારે ઘસવાથી ચામડીને તકલીફ થશે.
* દર થોડા દિવસે બગલના વાળ કાઢવા. આના લીધે બેક્ટેરિયા ત્યાં રહેશે નહીં અને વાસ નહીં આવે.
* પરસેવાવાળા વસ્ત્રો બદલી લેવા.
* એકવખત વાપરેલા વસ્ત્રોને એમ જ (ધોયાવગર) હવામાં સૂકવીેને પાછા પહેરી લેવાથી વધારે પરસેવો અને તકલીફ થશે.
* વધારે પડતા ટાઈટ ફિટંિગના કપડા ન પહેરવા.
* સ્નાન કર્યા બાદ પગ પર ફટકડીનો પાવડર લગાડવો તથા પગના આંગળા ખુલ્લા રહે તેવા સેન્ડલ પહેરવા. વાસ્તવમાં પગમાં મોજા અને બુટ પહેરવાથી પરસેવો ત્યાં બંધાઈ જાય છે. એટલે તેમાં દુર્ગંધનું પ્રમાણ વધી જાય છે.
* સાબુ અને પાણીને બદલે પરફ્‌યુમનો ઉપયોગ ન કરવો. પરસેવાની દુર્ગંધ પર સુગંધિત ડિઓડરન્ટ છાંટવાથી અત્યંત ગંદી વાસ આવે છે.
* માનસિક તાણ અને પરસેવા વચ્ચે સંબંધ હોવાથી મગજ બને એટલું શાંત રાખો.
તમારા આહાર અને પરસેવાની દુર્ગંધનો પણ સીધો સંબંધ છે.
* મહિનામાં બેથી ત્રણ દિવસ માત્ર ફળોનો રસ અથવા ફળાહાર કરવો જે વ્યક્તિને દરરોજ દવા લેવાની હોય, ડાયાબિટીસ હોય કે ખાવાની તકલીફ હોય તેમણે આ પ્રયોગ ન કરવો.
* પરસેવાની દુર્ગંધની સમસ્યા હોય તો સમતોલ આહાર લેવો. જેમાં ૨૦ ટકા તેલ અથવા ચરબી હોય.
* પરસેવાના દુર્ગંધની સમસ્યા ધરાવનારાઓએ ચોકલેટ, સીંગદાણા, સુકીદ્રાક્ષ, ઈંડા, સોયા ઉત્પાદનો, મકાઈ જેવા લેસીથીન અથવા કોલાઈન અથવા કેરેનાઈટ લાયસીન યુક્ત આહારને લેવાનું ટાળવું.
ત્વચા નિષ્ણાત પાસે પરસેવાની સમસ્યા લઈને જઈએ છીએ ત્યારે તેઓ એન્ટિપર્સપાઈરન્ટ વાપરવાની સલાહ આવે છે. પરંતુ એન્ટિ પર્સપાઈરન્ટ વાપરતાં પહેલાં નીચેની વાતો જાણવી જરૂરી છે.
* એન્ટિપર્સપાઈરન્ટની સીધી અસર પ્રસ્વેદ ગ્રંથિ પર થાય છે. તે પ્રસ્વેદ છિદ્રો બંધ કરીને પરસેવાનું પ્રમાણ ૫૦ ટકા ઘટાડે છે.
* મોટાભાગના એન્ટિપર્સપાઈરન્ટ માત્ર ડીઓડરન્ટ નથી હોતા પરંતુ બગલમાં પરસેવો થતા રોકે છે.
* કેટલીક વ્યક્તિને આનાથી એલર્જી થાય છે. આના ઉપયોગથી શરીરના ઝેરી તત્ત્વો પ્રસ્વેદ અને તૈલીગ્રંથિ વચ્ચે અટકી જાય છે. તેના લીધે બગલમાં ગાંઠ થાય છે જે ખૂબ દુખે છે. થોડા સમય બાદ ગાંઠ ઓછી થઈ જાય છે પરંતુ દુખાવો વધારે થતો હોય તો ઓપરેશન પણ કરાવવું પડે છે.
* બગલ પાસે થતા સ્તન કેન્સરનું કારણ ક્યારેક એન્ટિ પર્સપાઈરન્ટ પણ હોય છે, એમ સંશોધકો કહે છે.
* જે એન્ટિપર્સપાઈરન્ટમાં એલ્યુમિનિયમ હોય તે વઘુ ખતરનાક ગણાય કારણ કે અભ્યાસમાં એલ્યુમિનિયમને અલઝાઈમર વચ્ચે સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું.
* કેટલીક વ્યક્તિઓને ડીઓડરન્ટ અને પરફ્‌યુમની એલર્જી હોય છે. છતાં તેઓ તે વાપરે તો તેમની તકલીફ વધે છે.
પરસેવાની દુર્ગંધ દૂર કરવા કુદરતી ઉપાયો અજમાવવા અત્યંત સુરક્ષીત ગણાય છે.
વારિણી

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved