Last Update : 20-March-2012, Tuesday
 

આકર્ષક ઉનાળુ વસ્ત્રો

 

કહેવાય છે કે એક નૂર આદમી હજાર નૂર કપડાં, એક સમયે કપડાંની જરૂરિયાત માત્ર શરીર ઢાંકવા પૂરતી જ મર્યાદિત હતી, ત્યારે ન તો કાપડની ગુણવત્તા પર ઘ્યાન આપવામાં આવતું હતું કે ન તો બહુ બધા રંગો અને ડિઝાઈનો પ્રચલિત હતા, પરંતુ જેમ જેમ યુગ બદલાતો ગયો સમયની માગ મુજબ ક્રમશઃ કાપડની ગુણવત્તાનો વિકાસ થવા લાગ્યો. તનને આરામ આપવાની સાથોસાથ મનને આકર્ષિત કરનાર રંગો અને ડિઝાઈનોનો જાદુ ચોમેર છવાઈ ગયો. બસ, અહીંથી જ ફેશનનો દોર શરૂ થયો. નવા- નવા મટીરિયલ, રંગો અને ડિઝાઈનોને લીધે હવે જીવનમાં કપડાંનું મહત્તવ વધી ગયું છે. આ બધાને લીધે ફેશનેબલ છોકરીઓની ઘેલછા સંતોષવા માટે ફેશન ડિઝાઈનરોની લાઈન લાગી ગઈ છે. જેઓ કાયમ ફેશનના નવા આયામ લઈને પ્રસ્તુત થાય છે.
આ જ કડીને આગળ જોડી રહ્યા છે. ભારતના નાના મોટા ફેશન ડિઝાઈનરો તેમણે હોઝિયરી મટીરિયલમાં નવીન અને સુંદર વસ્ત્રો બનાવીને ફેશન જગતમાં ઘૂમ મચાવી દીધી છે. વિવિધ સ્ટાઈલના સલવાર- કમીઝ, મીની સ્કર્ટ, લોંગ સ્કર્ટ, પાર્ટી ડ્રેસિસ, મેક્સી, ઈવનંિગ ડ્રેસિસ વગેરે મરુન, પીળા, લીલા, બ્રાઉન, વાદળી અને બ્લેક એન્ડ વ્હાઈટના કોમ્બિનેશનમાં મન મોહી લે છે. એક ડિઝાઈનર કહે છે, ‘આજે લોકોમાં ડ્રેસ ડિઝાઈનંિગ બાબતે ખૂબ જાગૃતિ આવી છે. ટી.વી. ફિલ્મ અને ફેશન મેગેઝીનોની ઘેરી અસર વર્તાય છે. હવે પહેલાં જેવું નથી રહ્યું કે જે બનાવ્યું તે વેચાઈ ગયું. હવે તો ગ્રાહકો રંગ, ડિઝાઈન અને મેચંિગની ચર્ચા કરે છે. એટલે જ ડિઝાઈનરોએ પણ લોકોની પસંદ પ્રત્યે જાગૃત રહેવું પડે છે.
જોકે ફેશન શોમાં જે ફેશન ડિસ્પ્લે થાય છે અથવા ફિલ્મોમાં જે વસ્ત્રો પહેરાય છે તે રોજંિદા જીવનમાં પહેરી શકાય એવાં નથી હોતાં, પણ એમાંથી કાપડ, રંગ, ડિઝાઈન અને વર્ક વિશે જોઈને ઘણું નવું કરી શકાય છે.
આજે પણ આપણા દેશમાં ભારતીય પોશાકની અસર વધારે જોવા મળે છે. લોકો પશ્ચિમી પરિધનની વાત જરૂર કરે છે. પરંતુ તેને જલદી અપનાવતા નથી. ગુજરાતમાં આવાં વસ્ત્રોની માગ નથી. જોકે વસ્ત્રોની ખરીદીમાં વિસ્તાર મુજબ ઘણો ફેર દેખાય છે. હોઝિયરી મટીરિયલમાં વસ્ત્રો અન્ય કરતાં મોંઘા જરૂર હોય છે. પરંતુ લોકોમાં તેનો ક્રેઝ વધારે હોવાને લીઝે અવનવી ફેશન માર્કેટમાં લાવવા ખાસ સંઘર્ષ કરવો પડતો નથી.
નેમેશિષ સમર કલેકશન ૨૦૦૨માં શિવાની તિજોરીએ પેશ કરેલાં વસ્ત્રોમાં પણ રંગોનું મેઘધનુષ દેખાતું હતું. નાજુક ફુલોની પ્રિન્ટ, લેસવાળા અને ફલોરલ ટ્રીમીંગ કરેલાં તેમનાં વસ્ત્રો, જ્યોર્જેટના બ્લાઉસ ખૂબ ઘ્યાનાકર્ષક લાગે છે.
આજકાલ સમર સેન્સેશનલ રંગોમાં રોયલ બ્લ્યુ, ગ્રે, મસ્ટર્ડ, મરુન, ગ્રીન અને લાઈટ લેમન હોટ ફેવરીટ છે. નવયુવતીઓના વોર્ડરોબમાં સ્ટ્રાઈપ કોમ્બિનેશનમાં સલવાર- કમીઝ અને ટીનેજર્સ પાસે શોર્ટટોપ, સ્કર્ટ, ટીશર્ટ જરૂર હોવા જોઈએ.
‘ફેશનની દુનિયામાં ગમે તેટલી ક્રાન્તિ કેમ ન આવે, પરંતુ આ ચક્ર તો નિરંતર ચાલતું જ રહે છે. એવં એક બુટિકના સંચાલક બહેન કહે છે. છેલ્લાં ૨૭ વર્ષથી ફેશન ડિઝાઈનંિગનાં વ્યવસાયમાં ડૂબેલાં આ બહેને જણાવ્યું, ‘૨૫ વર્ષ પહેલાં શોર્ટ કુરતા અને ટાઈટ્‌સની ફેશન હતી. પછી વચ્ચે થોડાં વર્ષો સુધી ફલેયર અને ૧૮-૨૦ કળીવાળા કુરતાની ફેશન આવી, હમણાં ફરી પાછી ટાઈટ ફિટંિગની ફેશન પ્રચલિત થઈ છે. આમ છતાં ટીનેજરસ અને નવયુવતીઓ પોતાની અલગ ઓળખ ઊભી કરવા ઈચ્છે છે. મારી એક ગ્રાહકે એકવાર મને કહ્યું, ‘હવે તો મમ્મી પણ સલવાર- કમીઝ પહેરે છે અને દાદીમા પણ પહેરે છે, તો પછી હું શું કામ ન પહેરું? મારે તેમનાથી અલગ દેખાવું છે.’ એના પરથી સાબિત થાય છે કે તેઓ પોતાનું વ્યક્તિત્વ આકર્ષક બનાવવા માગે છે અને એમાં ખોટું પણ શું છે મને લાગે છે આજે દેખાતા નવા- નવા રંગોની આટલી વિશાળ શ્રેણીનું કારણ પણ કદાચ આજ હશે.’ ‘આમ છતાં આજે પણ લોકોને ટ્રેડિશનલ ડ્રેસિસ અને ફેબ્રિક્સ જ વધારે પસંદ છે. આજે પણ ડિઝાઈનર સાડી અને સલવાર કમીઝની માગ વધારે જોવા મળે છે. કોલેજ જતી છોકરીઓ ભલે ને જીન્સ ટોપ કે સ્કર્ટ પહેરતી હોય, પરંતુ ઉત્સવો પર કે લગ્ન જેવા પ્રસંગોએ તેમને પણ ટ્રેડિશનલ ચણિયા- ચોળી, ભારે ભરતકામવાળા સલવાર- કમીઝ અને ટ્રેડિશનલ સાડી વધારે ગમે છે. આજે ટીવી, ઈન્ટરનેટના જમાનામાં છોકરીઓ ફેશન બાબતે ખૂબ જાગ્રત થઈ ગઈ છે. હવે પહેલાં જેવી વાત નથી જોવા મળતી કે મમ્મીએ જે પહેરાવ્યું તે પહેરી લીઘું. હવે મમ્મી કરતાં તેમની પસંદગી જુદી હોય તેવું પણ બને છે. વળી, હવે તો ૫૦-૬૦ વર્ષની સ્ત્રીઓ પણ ડિઝાઈનર વેયર પહેરવા ઈચ્છે છે.’
‘આજે તો ઘણી બધી ફેશન ઈન્સ્ટીટયુટ ખૂલી ગઈ છે. જ્યાં વ્યવસ્થિત તાલીમ આપવામાં આવે છે. આથી આ ક્ષેત્રમાં વ્યાવસાયિકતા પણ ખૂબ જોવા મળે છે. એટલા માટે જ ફેશન ડિઝાઈનંિગનું જ ભાવિ ઘણું ઉજળું છે.’
આમ તો સમર સેન્સેશનમાં હળવા રંગોની સુતરાઉ સાડીઓ અને પ્રિન્ટેડ સલવાર કમીઝ જ છે. તેમ છતાં ટીનેજર્સ બધાંથી અલગ દેખાવા માટે શોર્ટ સ્કર્ટ અને ટોપ પહેરી શકે છે. અલબત્ત મર્યાદમાં રહીને જ, સમર પાર્ટીમાં ડીપ કટ્‌સ, બ્રોડ શોલ્ડર્સ, મીની ડ્રેસિસ અને મેક્સી પહેરી શકાય છે. સામાન્ય રીતે ઉનાળામાં પેસ્ટલ શેડ્‌સ વધારે પ્રચલિત હોય છે. પરંતુ આ વખતે લેમન કલરની બોલબાલા છે. વળી, બ્લેક એન્ડ વ્હાઈટ કોમ્બિનેશન તો ઉનાળામાં દરેકના આકર્ષણનું કેન્દ્ર હોય છે જ.
હવે સમર સેન્સેશન ભલે ને પેસ્ટલ કલર્સ જ કેમ ન હોય, પરંતુ સેજલ પરીખને તો આ મોસમમાં પણ ફ્રેશ અને સ્પાઈસી રંગો જ વધારે આકર્ષિત કરે છે. ‘ફેશન ડિઝાઈનીંગના ક્ષેત્રે આજે મીડિયાની ઘેરી અસર વર્તાય છે. ખાસ તો ટીનેજર્સ અને નવ યુવતીઓ પર વધારે પ્રભાવ જોવા મળે છે. તેમને વેસ્ટરન દેખાવા કરતાં- ઈન્ડો વેસ્ટર્ન સ્ટાઈલ વધારે ગમે છે. જેમ કે જીન્સ પેન્ટ ઉપર શોર્ટ કુરતા વગેરે. માર્કેટમાં આજે તો બહુ બધા નવા- નવા રંગો જોવા મળે છે. કદાચ એટલે જ ફેશન પ્રત્યે લોકોનું આકર્ષણ વધી ગયું છે.’
ફેશન ડિઝાઈનરો આ ઉનાળામાં તેમના ડ્રેસિસમાં નવા અને ખુલેતા રંગોનો પ્રયોગ કરી રહ્યાં છે, જેમાં ટેન્જી ઓરેન્જ, ટેન્જી યલો, ટેન્જી ગ્રીન મુખ્ય છે. આ બધા ચમકતા રંગો છે, પેસ્ટલ કલર્સ નથી, પરંતુ આકર્ષક છે જે તેમને ઠંડક આપે છે અને મનને લોભાવે પણ છે. તેઓ પંિક અને પીચ તથા યલો અને ઓરેન્જના કોમ્બિનેશનમાં સલવાર કુરતા ડિઝાઈન કરી રહ્યાં છે. તેમના મતે આ પણ સમર સેન્સેશન જ છે. સમરની પાર્ટીમાં ક્રેપ સિલ્ક અને શિફોનનું આકર્ષણ ખૂબ હોય છે. તેમાં ટ્રેડીશનલ ડિઝાઈનર વેયર ખૂબસૂરત લાગે છે.
હવે વાત ભલે આપણે ખૂબસૂરત રંગો અને ડિઝાઈનોની કરીએ. તેમાં મટિરિયલ ભલે ને સિન્થેટિક, કોટન કે હોઝિયરી હોય, પણ વિદેશોમાં વસતા ભારતીયો આજે ય ટ્રેડીશનલ ભારતીય વસ્ત્રો જ પસંદ કરે છે. એવું એક ડિઝાઈનરનું કહેવું છે. જ્યારે અહીંની છોકરીઓમાં સ્ટ્રેટ કટ્‌સ અને ફિટંિગવાળા ડિઝાઈનર વેયર્સની ફેશન વઘુ છે. આજે પણ વેસ્ટરન સ્ટાઈલનો જાદુ એટલો બધો નથી દેખાતો. જોકે ટીનેજર્સ માટે ફેશનેબલ ડ્રેસિસ વધારે સુંદર લાગે છે. જેમાં જીન્સ અને ટીશર્ટ તો એવરગ્રીન છે અને તે પહેરવા- જોવામાં પણ એટલા જ સારા લાગે છે. સમર સેન્સેશનલ રંગોમાં લાઈટ બ્લ્યુ એન્ડ વ્હાઈટ વધારે આકર્ષિત કરે છે અને પાર્ટીમાં તો લાઈટ પંિક અને પીચ એન્ડ વ્હાઈટ કે ઓફ વ્હાઈટ કોમ્બિનેશન મનને મોહે છે. એવું પારુલબહેન કહે છે. છોકરીઓના વોર્ડરોબમાં સમર કલેકશન માટે લખનવી સલવાર કમીઝ અને કોટન ફેબ્રિકમાં ચેકસ, સ્ટ્રાઈપ્સ, સ્ટ્રેટ કદના વસ્ત્ર પરિધન પોતાના શારીરિક બાંધા મુજબ ચોક્કસ હોવા જોઈએ. નવી સદીની ફેશન પણ નવી છે. નવા- નવા ઢગલાબંધ રંગો પણ છે. ડિઝાઈનોની મોહિની માયા ચોમેર ફેલાયેલી છે. લોકો આકર્ષિત થાય છે ખરા, પણ છેતરાતા નથી. આજ કારણ છે કે આજે ફેશન ડિઝાઈનરો પણ નવી- નવી ડિઝાઈનો બનાવવામાં ગળાડૂબ રહે છે. હવે તો ગૃહિણી હોય કે નવયુવતી કે પછી કિશોરી બધાંના વોર્ડરોબમાં સમસ સિલેકશન, વિન્ટર કલેકશન અને રેઈની વેયર માટેની ખાસ જગ્યા બની જ ગઈ છે. બદલાતી ફેશનની કોઈ બચી શક્યું છે ખરું?
વર્ષા

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved