Last Update : 20-March-2012, Tuesday
 

અચાનક નોકરી છૂટી જાય ત્યારે...

 


ગયે વર્ષે વિશ્વભરમાં મંદીનું મોજું ફરી વળ્યું હતું. આ કારણે મોટાભાગની કંપનીઓએ તેમનો સ્ટાફ ઘટાડવાનું શરૂ કર્યું હતું. મલ્ટીનેશનલ બેન્કમાં કામ કરતી પ્રેરણા પણ આમાં સપડાઈ ગઈ. ત્રણ-ચાર વર્ષની નોકરી પછી તે પ્રમોશનની આશા રાખતી હતી ત્યારે અચાનક જ તેના હાથમાં બે મહિનાની નોટિસ પકડાવવામાં આવી ત્યારે તેના માથા પર આભ તૂટી પડ્યું હોવાનો તેને અનુભવ થયો. પરંતુ ધીરે-ધીરે તેણે તેની લાગણી પર કાબૂ મેળવી દીધો. તે સમજી ગઈ કે આજની પરિસ્થિતિમાં તેને આટલો પગાર મળવો મુશ્કેલ છે. આથી તેણે શાંતિથી બેસી થોડા વિકલ્પો પર વિચાર કર્યો. તેણે વિચાર્યું કે તેને શરૂઆતથી જ કોમર્સ, ઇકોનોમિક્સ અને શેરબજારમાં વિશેષ રસ હતો અને તે રિપોર્ટ પણ સારી રીતે લખી જાણતી હતી. આથી તેણે તરત જ એક ખ્યાતનામ બિઝનેસ મેગેઝિનના એડિટરનો સંપર્ક કર્યો અને એ મેગેઝિનમાં નોકરી લઈ લીધી. જોકે શરૂઆતમાં તેને જરા ઓછો પગાર મળ્યો પરંતુ છ મહિનાની અંદર જ તેના પગારમાં સારી એવી વૃઘ્ધિ થઈ ગઈ.
મીતા એક સ્કૂલમાં શિક્ષિકા હતી. તેને આ નોકરીમાં આત્મસંતોષ મળતો નહીં. પોતે આથી પણ વિશેષ કરી શકે છે એવી લાગણી સતત તેને સતાવતી હતી. એક દિવસ તેણે આ નોકરી છોડવાનો નિર્ણય લઈ લીધો. અંગ્રેજી ભાષા પર તેનું સારું પ્રભુત્વ હતું. આથી તેણે કારકિર્દી બદલવાનો નિર્ણય લીધો. તેણે એક લોકપ્રિય અંગ્રેજી દૈનિકમાં રિપોર્ટરની નોકરી પકડી. શરૂઆતમાં ટ્રેઈની તરીકે તેને ઓછો પગાર મળતો પરંતુ તેને પોતાના કામથી સંતોષ મળતો. પોતે મનને સંતોષ મળે એવું કાર્ય કરી રહી છે એનો આનંદ વિશેષ હતો. છ મહિના પછી તેનો પગાર વધી ગયો.
નોકરીથી હાથ ધોવા પડે તે સમયે નિરાશ થવું નહીં. એક નોકરી જવાથી દુનિયાનો અંત આવી ગયો નથી. આ પરિસ્થિતિમાં આત્મવિશ્વાસમાં ઓટ આવી શકે છે. પરંતુ આત્મવિશ્વાસ ગુમાવવો નહીં. ‘‘આમ કેમ થયું હશે’’ એના વિચારમાં માથે હાથ દઈ બેસી ન રહો. પરંતુ આ પરિસ્થિતિ કેવી રીતે સુધારવી એનો વિચાર કરો. ઘ્યાનમાં રાખો કે નકારાત્મક અભિગમને બદલે હકારાત્મક અભિગમ તમને નવી નોકરી મેળવી આપવામાં ઉપયોગી થશે.
એક નોકરી ચાલુ હોય ત્યારે જ બીજી નોકરી મેળવવામાં આસાની રહે છે. મોટાભાગની કંપનીઓ નોટિસ પિરિયડ આપે છે તેમ જ નોટિસ પિરિયડનો પગાર પણ આપે છે. પરંતુ જો પ્રામાણિકતાના અભાવને કારણે તમને નોકરી પરથી છૂટા કરવામાં આવ્યા હોય તો તમને આ સુવિધા મળતી નથી. આ સમય અને પૈસા નવી નોકરી શોધવામાં વાપરવા જોઈએ. આ સમય દરમિયાન છાપામાં આવતી જાહેરખબરોનો જવાબ આપવો, એમ્પ્લોયમેન્ટ એજન્સીઓનો સંપર્ક સાધવો. જોકે સ્થાનિક જાહેરખબરોના જવાબ આપ્યા પછી પણ કેટલીકવાર નિષ્ફળતા મળે છે. કારણકે એક જ પોસ્ટ માટે સેંકડો જાહેરખબરો આવે છે. તેમ જ પ્લેસમેન્ટ એજન્સીઓ પણ એક સમયે સાત કે આઠ અરજીઓ હાથ પર લેતી નથી.

આ પરિસ્થિતિમાં જાતે જઈને મળવાથી ફેર પડી શકે છે. જે કંપનીમાં નોકરી મળવાની શક્યતા લાગતી હોય તેવી કંપનીઓમાં જાતે જઈને મળી આવો અને તમારી અરજી આપી આવો. ફોન રિસિવ કરતી વ્યક્તિનો સંપર્ક કરી તેને તમારું નામ આપી રાખો. આથી તમે ફોન કરો ત્યારે તેને તમારું નામ યાદ રહેશે અને તે તરત જ તમારો ફોન સંબધિત વ્યક્તિને ટ્રાન્સફર કરશે. આ ઉપરાંત નોકરી કરતા મિત્રો તેમ જ સંબધિઓને પણ ભલામણ કરી રાખો. તેમના ઘ્યાનમાં તમારે લાયક કોઈ નોકરી હશે તો તેઓ તરત જ તમને જાણ કરશે અને શક્ય હશે તો તે નોકરી માટે તમારી ભલામણ પણ કરશે. શક્ય છે કે લોકોમાં વાત જાહેર થતા પૂર્વે જ તમે ત્યાં પહોંચી જાવ અને નસીબ જોર કરતા હશે તો તે નોકરી તમને મળી જશે.
ઓછા કર્મચારી ધરાવતી કંપનીમાં જશો તો શક્ય છે કે બોસને આસાનીથી મળી શકશો અને મોટી તેમ જ સફળ કંપનીમાંથી આવ્યા હોવાથી તમને નોકરી આપવામાં ગર્વ અનુભવશે. જોકે પગાર થોડો ઓછો હોય તો પણ આ નોકરી સ્વીકારી લેવામાં વાંધો નથી. કારણ કે પેલી કહેવત યાદ છે ને, ‘‘ન મામા કરતા કાણો મામો શો ખોટો.’’ આ ઉપરાંત તમે જે પ્રકારની નોકરી કરતા હો તે પ્રકારની નોકરી કરતી વ્યક્તિને મળો. તેને તેના લંચ બ્રેક દરમિયાન જ મળવાનો પ્રયત્ન કરો. આ સમયે તેની પાસેથી તમારા ક્ષેત્રમાં થતા વિકાસ અને બદલાવની જાણકારી મેળવો. અરજી મોકલતી વખતે તમારા અનુભવો ક્રમવાર લખો. નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા તેને ઉલ્લેખ અરજીમાં કરવાની જરૂર નથી. પરંતુ મુલાકાત દરમિયાન આ પ્રશ્ન પૂછાય તો તેને ટાળો પણ નહીં અને ખોટો જવાબ પણ આપો નહીં. મુલાકાત દરમિયાન તમે આ કંપની માટે લાભદાયી પૂરવાર થશો એ વાત સાબિત કરવાનો પ્રયત્ન કરો. તમે નોકરી માટે ભીખ માગવા આવ્યા છો એવો ખ્યાલ ઉત્પન્ન ન થાય એ વાતનું ખાસ ઘ્યાન રાખજો. તમારી લાયકાત કેટલી છે એની યાદી આપવા કરતા તમે તમારી લાયકાત કેવી રીતે કંપનીને લાભ થાય એ રીતે વાપરશો એની ચર્ચા કરો. આગલી નોકરીમાંથી શા કારણે પાણીચું મળ્યું અથવા તો શા માટે છોડી એ કારણ સાચું જણાવશો. પરંતુ આગલી નોકરી માટે હકારાત્મક અભિપ્રાય આપજો. તેમ જ એ ઓફિસના બોસ કે કર્મચારીઓને નીચા દેખાડવાનો પ્રયાસ કરતા નહીં. ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિની આંખમાં આંખ પરોવી તેના પ્રશ્નોના ઉત્તર આપો. આ કારણે તમારામાં રહેલા આત્મવિશ્વાસનો તેને ખ્યાલ આવશે. અન્યને ઉતારી પાડી તમારી જાતને કાબેલ ઠરાવવાનો માર્ગ ક્યારે પણ પકડો નહીં. સંભવિત માલિકોના મનમાં આ કારણે તમારી છબી ઘૂંધળી બનવાની શક્યતા છે. પરંતુ તમારી ભૂલ હતી નહીં આ બાબતની તમારી પાસે પૂરતી સાબિતી હોય તો તેનો ઉલ્લેખ જરૂર કરો. તમારા નવા માલિકો તમારી વાતની સચ્ચાઈ અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક કરી જાણવાનો પ્રયત્ન કરશે એ વાત પણ ભૂલતા નહીં. જો તમે આ ઇન્ટરવ્યુ આપવા કોઈની ભલામણ લઈને ગયા હો તો ઇન્ટરવ્યુ લેનારને જવાબ આપવા દબાણ કરતા નહીં. ‘‘ફલાણા બહેનને હું તમારો સંપર્ક કરવાનો કહું?’’ તમારા આ પ્રશ્નની અવળી અસર પડી શકે છે. ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિને તમને તમારી લાયકાતમાં વિશ્વાસ નથી એવો ભ્રમ આ પ્રશ્ન દ્વારા ઉત્પન્ન થઈ શકે છે. છેવટે ત્રણ મહિના સુધી ટ્રાયલ પિરિયડ આપવાની વિનંતી કરો. તમે મહેનતુ, ધગશુ અને કાબેલ હશો તો મુદત દરમિયાન તમારી હોશિયારી પૂરવાર કરી શકશો. એક ભૂલની કંિમત તમારી કારકિર્દી દ્વારા ચૂકવવી પડે એવું કોઈ કારણ નથી.
ભૈરવી

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved